મિત્રો અહીં Sindhu Khin Ni Sanskruti વિશે માહિતી આપવામાં આવેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિ ભારતના સંદર્ભમાં આપેલી જે જે ફક્ત ક્લાસ 3 અને 4 માં પુછાય તેટલા જ મુદ્દા અહી આપેલા છે અહી આપેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો અમને જણાવો જેથી તેમાં સુધારો કરી શકાય.
Sindhu Khin Ni Sanskruti
આ પોસ્ટમાં તમને સિંધુ ખીણની સંસ્કૃતિ એ ભારતના સંદર્ભમાં આપેલી છે, જે તમને ઉપયોગી થાય તે હેતુથી લખવામ આવેલી છે. તમને સિંધુ સંસ્કૃતિ ગુજરાતના સંદર્ભમાં પણ આપવામ આવશે જેથી એ માહિતી પણ તમને દરેક પરીક્ષમાં ઉપયોગી થાય.
પ્રસ્તાવના
હિસ્ટ્રી શબ્દ હિસ્ટોરિયા શબ્દમાંથી બનેલો છે જે ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ સંશોધન એવો થાય છે.
ઇતિહાસ એટલે કે બનેલી ઘટનાઓના સમૂહને ઇતિહાસ કહેવામાં આવે છે.
આપણા ઐતિહાસિક ગ્રંથોમાંથી ઇતિહાસ શબ્દ વિશેની સૌપ્રથમ માહિતી અથર્વવેદ માંથી મળે છે.
ઇતિહાસ જાણવાના સ્ત્રોત
1) અલેખિત ઇતિહાસ
અલેખિત ઇતિહાસ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી મળતા પથ્થર, માટીના વાસણો, હાડપિંજર, અવશેષો કે જેના ઉપર કોઈપણ પ્રકારનો લખાણ લખેલું નથી આને અલેખિત ઇતિહાસ કહે છે.
2) લેખિત ઇતિહાસ
લેખિત ઇતિહાસ એટલે કે ધાર્મિક સાહિત્ય જેવા કે વેદો, આરણ્યકો, પુરાણો, સ્મૃતિગ્રંથ, તેમજ સિક્કા અને શિલાલેખ, વિદેશી પ્રવાસીઓની નોંધ વગેરે વિશે લખેલા પુસ્તકોને લેખિત ઇતિહાસ કહેવામાં આવે છે.
ઇતિહાસના ભાગ
ઇતિહાસના 3 ભાગ પાડવામાં આવ્યા છે. જે નીચે મુજબ આપેલ છે તો આ દરેક ભાગની માહિતી નીચે આપવામાં આવેલી છે.
1) પ્રાચીન ઇતિહાસ
2) મધ્યકાલીન ઇતિહાસ
3) આધુનિક / અર્વાચીન ઇતિહાસ
1) પ્રાચીન ઇતિહાસ
પ્રાચીન ઇતિહાસના પણ 3 ભાગ પાડવામાં આવ્યા છે.
i) પ્રાગ ઐતિહાસિક
ii) આદ્ય ઐતિહાસિક
iii) ઐતિહાસિક
i) પ્રાગ ઐતિહાસિક
માનવીના જન્મથી લઈને ઇ.સ.પૂર્વે 3000 સુધીનો સમય ગાળો એટલે પ્રાગ ઐતિહાસિક સમય ગાળો કહેવાય છે.
માત્ર સંશોધન દરમિયાન મળેલી ચીજ વસ્તુઓ પર આધારિત આ યુગ હતો.
આ યુગ દરમિયાન લેખન અને અક્ષર જ્ઞાનનો અભાવ જોવા મળતો આથી આ યુગની કોઈપણ માહિતી લેખિત સ્વરૂપમાં મળતી નથી.
ii) આદ્ય ઐતિહાસિક
ઇ.સ.પૂર્વે 3000 થી ઇ.સ.પૂર્વે 600 સુધીનો સમય ગાળો એટલે આદ્ય ઐતિહાસિક યુગ.
આ યુગ દરમિયાન લેખન અને લીપી મળી આવી છે પરંતુ આ લિપિ ઉકેલી શકાઈ નથી.
આ યુગ દરમિયાન મળી આવેલી બુસ્ટોફેડોન / ચિત્રાત્મક / સર્પાકાર લિપિ દેખી શકાય પરંતું તેને ઉકેલી શકાઈ નથી.
iii) ઐતિહાસિક
ઇ.સ.પૂર્વે 600 પછીનો સમયગાળો ઐતિહાસિક કાળ તરીકે ઓળખવામાં આવે છે.
આ યોગ દરમિયાન મળેલી લિપિને ઉકેલી શકાય છે.
પ્રાગ ઐતિહાસિક
પ્રાગ ઐતિહાસિકના પણ 3 ભાગ છે, જે નીચે મુજબ આપેલ છે.
1) પ્રાચીન પાષાણયુગ
2) મધ્ય પાષાણયુગ
3) નુતન પાષાણયુગ
1) પ્રાચીન પાષાણ યુગ
આ યુગમાં અગ્નિની શોધ થઈ હતી માટે આ યુગને અશ્મયુગ તરીકે ઓળખવામાં આવે છે.
રોબર્ટ બ્રુસફૂટ દ્વારા મહેસાણા જિલ્લામાં સાબરમતીના તટે આવેલ કોર્ટ અને પેઢામલી પાસે અશ્મયુગનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
આ યુગ દરમિયાન માનવી પથ્થરો અને હાડકામાંથી બનાવેલા હથિયારનો ઉપયોગ કરતો અને શિકારી જીવન જીવતો હતો.
2) મધ્ય પાષાણયુગ
આ યુગ દરમિયાન માનવીએ પશુપાલનની શરૂઆત કરી હતી તેમજ માનવી વૃક્ષની છાલ માંથી વસ્ત્રો પહેરતો હતો.
આ યુગ દરમિયાન માનવી જે ઓજારોનો ઉપયોગ શિકાર માટે કરતો હતો તે ઓજારને માઈક્રોલીથ કહેવાય છે.
આ યુગ દરમિયાન માનવી પકવેલી માટીના કાળા અને લાલ રંગના વાસણોનો ઉપયોગ કરતો થયો.
3) નુતન પાષાણયુગ
આ યુગ દરમિયાન માનવી ખેતી કરતો થયો અને પૈડાની શોધ થઈ જેથી આવન-જાવન સરળ થયું.
આ યુગ દરમિયાન તાંબાની શોધ થઈ તેમજ માનવી અગ્નિ અને વરુણની પૂજા કરતો થયો.
માનવી સૂર્ય અને ચંદ્રને આરાધ્યદેવ માનતો હતો.
નુતન પાષાણ યુગના સમયના ઓજારો ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને લાંઘણજ માંથી મળી આવ્યા છે.
સિંધુ સંસ્કૃતિ / હડપ્પાની શોધ કોણે કરી
વર્ષ 1826માં સૌ પ્રથમ હડપ્પા પર પ્રકાશ પાડનાર વ્યક્તિ ચાલ્સ મેસન હતા જેમને સરકારનું ધ્યાન દોર્યું હતું પરંતુ આ સમયગાળા દરમિયાન ખોદકામ થયું ન હતું.
ત્યાર બાદ વર્ષ 1856માં કનિંગહામ દ્વારા પંજાબ પ્રાંતમાં આવેલું લાહોર થી કરાચી વચ્ચે રેલવેના પાટા નાખવામાં આવી રહ્યા હતા.
આ કામગીરીમાં મદદ કરનાર બાર્ટન બંધુ તરીકે ઓળખાતા એવા ઝોન બાર્ટન અને વિલિયમ બાર્ટનને કેટલાક અવશેષો મળે છે.
આથી કનિંગહામ અંગ્રેજ સરકારને જાણ કરે છે કે અહીંથી કેટલાક અવશેષો મળ્યા જેથી અંગ્રેજ સરકારે ASI નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
ASI – આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા
પુરું નામ – આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા
સ્થાપના – 1861
સ્થાપક / અધ્યક્ષ – જનરલ કનિંગહામ
સ્થાપના સમયે ભારતનો વાઇસરોય – લોડ કેનિગ
1921માં ASIના અધ્યક્ષ – સર જોન માર્શલ
વિશ્વની સમકાલીન સભ્યતાઓ
ભારતમાં સિંધુ નદી કિનારે સિંધુ સભ્યતા.
આફ્રિકામાં નાઈલ નદીના કિનારે મિસર સભ્યતા.
ચીનમાં હવાંગ-હો નદી કિનારે ચીની / પીળી સભ્યતા.
ઈરાનમાં ટાઈગ્રીસ અને યુક્રેટિસ નદીના કિનારે મેસોપોટેમિયા સભ્યતા.
વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા સિંધુ સભ્યતા છે.
સૌ પ્રથમ સંશોધન
નામ – વસંત શિંદે
યુનિવર્સિટી – ડેકન યુનિવર્સિટી
સંશોધન – રાખીગઢી (હરિયાણા)
સમયગાળો – ઇ.સ.પૂર્વે 2350 થી ઇ.સ.પૂર્વે 1750
નોંધ – ઉપરનો સમય ગાળો વિકાસથી વિનાશનો સમયગાળો છે.
નગર આયોજન
સિંધુ સભ્યતાના નગરો બે ભાગમાં વિભાજીત હતા.
1) ઉપલું નગર (પશ્ચિમ નગર)
2) નીચલું નગર (પૂર્વ નગર)
અપવાદ : હડપ્પા સંસ્કૃતિના બે નગરો એવા હતા કે જે ત્રણ ભાગમાં વહેંચાયેલા હતા.
1) મોહે-જો-દડો
2) ધોળાવીરા
હડપ્પાના તમામ શહેરો પૈકી બધા જ શહેરોના રસ્તાઓ કાચા હતા.
અપવાદ : મોહે જો દડાના રસ્તા પાકા હતા.
ઇતિહાસકારોના મત મુજબ સિંધુ સભ્યતાની રાજધાની મોહેં-જો-દડો હતી.
દરવાજા મુખ્ય માર્ગને બદલે અંદરની શેરીમાં ખોલતા હતા.
અપવાદ : લોથલના દરવાજા મુખ્ય માર્ગ બાજુ ખુલતા.
લોથલનું મુખ્ય લક્ષણ ગટર યોજના છે. જે સિંધુ સંસ્કૃતિનું મુખ્ય વિશેષતા છે.
સિંધુ સંસ્કૃતિનો ફેલાવો
પૂર્વ – શોર્તુંઘાઈ (અફઘાનિસ્તાન)
પશ્ચિમ – સુકતાનગેંડોર (બલુચિસ્તાન)
ઉત્તર – માંડા (જમ્મુ કાશ્મીર)
દક્ષિણ – દેમાબાદ (મહારાષ્ટ્ર)
ભૌગોલિક પ્રદેશના આધારે સિંધુ સંસ્કૃતિનો ફેલાવો
પૂર્વ – મેરઠ (ઉત્તર પ્રદેશ)
પશ્ચિમ – મકરાણ તટ સુધી
ઉત્તર – હિમાલય
દક્ષિણ – ગોદાવરી નદીના તટ સુધી
આમ સિંધુખીણની સભ્યતા અફઘાનિસ્તાન, ભૂટાન અને પાકિસ્તાન સુધી ફેલાયેલી છે.
યાદ રાખવા માટે – ABP
સિંધુ સભ્યતાનો આકાર ત્રિભુજાકાર (ઊંધુ ત્રિકોણ) છે.
સિંધુ / હડપ્પીયન સંસ્કૃતિની મહત્વની બાબતો
સિંધુ સંસ્કૃતિના લોકો લોખંડ, ઘોડો, સિંહ અને શેરડીથી અજાણ હતા.
સિંધુ સંસ્કૃતિના લોકોનું પ્રિય પશુ ખુંદવાળો બળદ હતો.
સિંધુ સંસ્કૃતિના લોકોનું પ્રિય પક્ષી બતક હતુ.
સિંધુ સંસ્કૃતિના લોકોનું પવિત્ર વૃક્ષ પીપળો હતું.
સિંધુ સંસ્કૃતિના લોકો ઘઉં અને જવને મુખ્ય પાક તરીકે લેતા હતા.
સિંધુ સંસ્કૃતિના લોકોનો મુખ્ય દેવ પશુપતિનાથ હતા જેમની ફરતે ચાર પશુઓ આવેલા છે (આખલો, ગેંડો હાથી અને વાઘ)
સિંધુ સંસ્કૃતિમાં કોઈપણ ધાર્મિક સ્થળ મળ્યું નથી પરંતુ પવિત્ર ચિન્હ સ્વસ્તિક હતું.
લોથલ અને કાલીબંગન માંથી અગ્નિકુંડ મળેલ આથી તેઓ અગ્નિ પૂજા કરતા હશે.
મનુષ્યના મૃત્યુ પછી તેના શરીરની દફનવિધિ અને અગ્નિસંસ્કાર બંને બાબતો પ્રચલિત હતી.
સિંધુ સભ્યતાના લોકો શરીરને દફનવિધિ સમયે માથું ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં રાખતા હતા.
અપવાદ : હડપ્પા
તાવીજો મળી આવેલ છે. જે પરથી કહી શકાય કે તે લોકો જાદુટોણામાં વિશ્વાસ રાખતા હતા.
હડપ્પીયન સભ્યતામાં U આકાર તથા માછલીના સૌથી વધુ ચિત્રો પ્રાપ્ત થયા છે.
સિંધુ સભ્યતાના સ્થળો
હડપ્પા
હડપ્પાનો અર્થ – શિવનું ભોજન
હડપ્પાનું ઉપનામ – GATEWAY CITY
વર્ષ – 1921
પ્રાંત – પંજાબ
જિલ્લો – મોન્ટેગોમરી
નદી – રાવી
આગેવાન – સર જોહોન માર્શલ / કર્નલ મેકે
ખોદકામ કરાવનાર – રાયબહાદુર દયારામ સાહાની
મદદ કરનાર – માધવ સ્વરૂપ વત્સ
સિંધુ સભ્યતામાં સૌ પ્રથમ મળેલું નગર હડપ્પા હતું માટે સિંધુ સભ્યતાને હડપ્પીયન સભ્યતા કહેવામાં આવે છે.
હડપ્પાની સંપૂર્ણ શોધખોળ દરમિયાન જોહન માર્શલ અધ્યક્ષ ન હતા થોડા સમય માટે તેઓ અધ્યક્ષ હતા ત્યારબાદ નવા અધ્યક્ષ તરીકે કર્નલ મેકેના વડપણ હેઠળ હડપ્પાની શોધખોળ થઈ હતી.
સિંધુ સભ્યતામાં સૌથી પહેલા વસેલું શહેર ભિરડાના (હરિયાણા) હતું જે હડપ્પા પહેલા વસી ગયું હતું.
અહીં મળેલું સ્મશાન ગૃહ પરથી સાબિત થઈ છે કે અહીં શબનુ માથું દક્ષિણ અને પગ ઉત્તર દિશામાં રાખીને દફનાવવામાં આવતા હતા.
મળેલા અવશેષો
- R37 કબ્રસ્તાન
- સ્વસ્તિક
- લાલ પથ્થર માંથી બનેલું પુરુષનું માથા વગરનું ધડ
- અનાજ દળવાની ઘંટી
- ચક્ર
- શંખમાંથી બનાવેલો બળદ
- વાળના અવશેષ
- ચબુતરાઓ
- અન્નના કોઠાર
હડપ્પા વિશે જુદા જુદા મત
માર્ટીન વિલ્હર – ઋગ્વેદમાં ઉલ્લેખ કરેલ હરિયુપિયુ શહેર એ જ હડપ્પા હોઈ શકે છે.
સ્ટુઅર્ટ પિગ્ગટ – હડપ્પાને અર્ધ ઔદ્યોગિક શહેર કહ્યું.
મોહેં-જો-દડો
વર્ષ – 1922
વિસ્તાર – 300 હેક્ટર
જીલ્લો – લારખાના
પ્રાંત – સિંધ (પાકિસ્તાન)
નદી – સિંધુ
આગેવાન – સર જૉન માર્શલ
શોધક – રખાલદાસ બેનર્જી
હડપ્પાનું સૌથી પ્રાચીન સ્થળ મનાય છે. જે રાખીગઢી (350 હેક્ટર) પછી બીજા નંબરનું સૌથી મોટું સ્થળ છે.
મોહેં-જો-દડો એટલે મરેલાઓનો ટેકરો અથવા રણપ્રદેશનો બગીચો / નખાલિસ્થાન એવું ઉપનામ મળેલું છે.
મોહેં-જો-દડોની રાજ્ય વ્યવસ્થા રાજાશાહી નહીં પણ લોકતાંત્રિક હતી.
સિંધુ સભ્યતામાં સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન અહીં થતું હોઈ શકે.
જાહેર સ્નાનાગાર મળી આવેલા છે જેની અંદરની દીવાલમાં બિટુમીનનો લેપ કરવામાં આવ્યો છે જેથી કરીને પાણી બહાર ન જાય.
આ સ્નાનાગાર (સ્વિમિંગ પૂલ)નું તળિયુ જીપ્સમ દ્વારા એકદમ ચળકતી બનાવવામાં આવી છે.
મળેલા અવશેષો
- કાસાની નર્તકીની મૂર્તિ
- વિશાળ સ્નાનાગાર
- માતૃદેવીની મૂર્તિ
- સૌથી મોટી ઈટનો પુરાવો
- ઘોડાના દાંત
- મુદ્રા ઉપર છાપેલ પશુપતિનાથની મૂર્તિ
- શેલખડી (સફેદ પથ્થર) માંથી બનેલ માનવનું પૂતળું (પુરોહિત) મળી આવેલું છે જેને સુતરાઉ કાપડની શાલ પહેરેલી છે.
- આના પરથી કહી શકાય કે આ લોકો કપાસના જાણકાર હશે અને કપાસને સિંડન તરીકે ઓળખતા હશે.
- અહીં એક કાંસાની (તીન + તાંબુ = કાંસુ) નૃત્ય કરીને થાકેલી ત્રિભંગ મુદ્રામાં ઉભેલી મહિલાની મૂર્તિ મળી આવેલા છે જે ઓસ્ટ્રોલોઇડ પ્રજાતિને મળતી આવે છે.
- મોહે-જો-દડો માંથી સૌથી વધુ માનવના કંકાલ તેમજ સૌથી વધુ કુવા (700)ઓ મળી આવેલા છે.
ચન્હુદડો
વર્ષ – 1931
સ્થળ – સિંધ પ્રાંત
જિલ્લો – લારખાના
નદી – સિંધુ
શોધક – એન.જી.મજમુદાર
ચન્હુદડો શહેરની ખાસિયત એ હતી કે આ શહેર ફક્ત એક જ દુર્ગમાં વહેંચાયેલું હતું.
હડપ્પન સભ્યતાના અંત પછી અહીંથી ગ્રામીણ સભ્યતા જૂકર અને જાંગર સભ્યતા અહીંથી શરુ થઈ હતી.
મળેલા અવશેષો
- માછલી પકડવાનો હુક
- મણકા બનાવવાનું કારખાનું
- લિપસ્ટિક
- મણકા બનાવવાનું કારખાનું
કાલીબંગા
વર્ષ – 1953
જિલ્લો – શ્રીગંગાનગર
સ્થળ – રાજસ્થાન
નદી – ઘઘર
શોધ – અમલાનંદ ઘોષ+ બી.બી.લાલ + બી.કે.થાપડ
સિંધુ સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કાલીબંગન હતું.
કેટલાક ઇતિહાસકારો કાલીબંગનને સિંધુ સભ્યતાની ત્રીજી રાજધાની માને છે. (1. મોહેં-જો-દડો 2.લોથલ અને 3.કાલીબંગન)
અહીંના મકાનો અને કિલ્લાઓના નિર્માણ કામમાં કાચી ઈંટોનો ઉપયોગ થયો હોવાના કારણે તેને ગરીબોની નગરી તરીકે ઓળખવામાં આવે છે.
સિંધુ સભ્યતામાં અંતિમ સંસ્કાર અને દફનવિધિ એમ બે જ વિધિ વિષે માહિતી છે.પરંતુ સિંધુ સભ્યતાના આ સ્થળે શબના અંતિમ સંસ્કારની ત્રણ વિધિના પુરાવા મળે છે.
મળેલા અવશેષો
- કાળા રંગની બંગડીઓ
- ખેડાએલા ખેતરના અવશેષો
- અગ્નિકુંડ
- ખેડેલા ખેતરમાં અવશેષો
કોટદીજિ
વર્ષ – 1957
પ્રાંત – સિંધ પ્રાંત
શોધક – ફજલ અહમદ
રાખીગઢી
વર્ષ – 1963
જિલ્લો – હિસાર
સ્થળ – હરિયાણા (રાજસ્થાન)
નદી – ઘઘર હકરા
શોધક – સુરજભાણ ભગવાનદાસ (1963)
વર્તમાનમાં શોધખોળ – વસંત શિંદે (2014)
ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ (350હેક્ટર) છે.
આ સ્થળને વર્ષ 2012માં ગ્લોબલ હેરિટેજ ફંડ નામની સંસ્થા દ્વારા એશિયાના એવા 10 વિરાસત સ્થળોની યાદીમાં સમાવેશ કરાયો છે જેનો ભવિષ્યમાં નાશ થવાનો ખતરો છે.
બનવાલી
જીલ્લો – હિસ્સાર
સ્થાન – હરીયાણા
નદી – રંગોઈ
શોધક – રવિન્દ્રસિંહ બિસ્ટસ્ટ
મળેલ અવશેષો
- માટીના વાસણ તથા સલખેડીની મુહરો
- માટીથી બનાવેલું હળ
- ઉત્તમ ગુણવત્તાવાળા જવ
રોપડ / રૂપનગર
સમય – 1953-1956
સ્થાન – પંજાબ
નદી – સતલુજ
શોધક – યજ્ઞદત્ત શર્મા
આઝાદી (સ્વતંત્ર ભારત) બાદ મળેલું સૌ પ્રથમ નગર રોપડ છે.
કુતરા અને માણસની સાથે દફનાવેલ હાડપિંજર રોપડ ખાતેથી મળી આવેલું છે.
આ શિવાય પ્રાગ ઐતિહાસિક યુગ દરમિયાન કુતરા અને માણસને સાથે દફનાવેલ હાર્ડપિંજર જમ્મુ કાશ્મીરમાં આવેલા બુર્ઝહોમ શહેરમાં મળી આવ્યું હતું.
મળેલા અવશેષ
- માટીના વાસણો
- કુતરા અને માણસની સાથે દફનાવેલ હાડપિંજર
સિંધુ સંસ્કૃતિનો અંત
સિંધુ સંસ્કૃતિનો અંત 1750 માં આવ્યો હતો. ત્યારબાદ ઇ.સ.પૂર્વે 1500ની આસપાસ ભારતમાં એક નવી જ પ્રજા પ્રવેશી જેને સમજવા માટે બે ભાગ પાડવામાં આવ્યા છે.
સિંધુ સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો તેનો કોઈ ચોક્કસ પુરાવો નથી પરંતુ અલગ અલગ ઇતિહાસકારોના મત પ્રમાણે અલગ અલગ કારણો નીચે મુજબ આપેલ છે.
ગાર્ડન ચાઈલ્ડ – આર્યોનું આક્રમણ
સર જોન માર્શલ – ભૂકંપ
માધવ સ્વરૂપ વત્સવ – નદીઓના વહેણનું બદલાવવું
કર્નલ મેકે – નદીઓનુ પુર
મહત્વના પ્રશ્નો
સિંધ પ્રાંતમાં આવેલાં આમરી ખાતેથી ગેંડાના અવશેષોના પુરાવા મળ્યા છે.
પાકિસ્તાનમાં આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર મોહે-જો-દડો (300 હેક્ટર) છે.
ભારતમાં આવેલું સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર રાખીગઢી (350 હેક્ટર) છે.
સમગ્ર સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર રાખીગઢી (હરિયાણા) છે.
સિંધુ સભ્યતાનું ગુજરાતનું સૌથી મોટું શહેર ધોળાવીરા છે.
ગુજરાતમાં સૌ પ્રથમ મળી આવેલું સિંધુ સભ્યતાનું શહેર રંગપુર છે.
બાલાકોટ ખાતેથી વહાણ ઉદ્યોગના પુરાવા વાળું બંદર મળી આવેલ છે.
ભારતમાં મળી આવેલ સ્થળોમાં સૌથી વધુ સ્થળ ગુજરાતમાં મળી આવેલ છે.