23 Sanskrutik Van in Gujarat (2024) – ગુજરાતના સાંસ્કૃતિક વન 

અહીં Sanskrutik Van in Gujarat વિશે માહિતી આપવામાં આવેલી છે જેમાં પુનિત વનથી લઈને તાજેતરમાં બનેલા વનકવચ વન વિશેની માહિતી આપવામાં આવેલી છે જેમાં વનનો વિસ્તાર, કેટલામો વન મહોસ્ત્વ, કયા મુખ્યમંત્રી ના સમયગાળામાં બનેલું તેમજ વનની વિશેષતા વિશે માહિતી આપેલી છે.

Sanskrutik Van in Gujarat

Sanskrutik Van in Gujarat 

  • નરેન્દ્ર મોદીના સમયમાં બનેલા વન2004 થી 2013 (10 વન)
  • આનંદીબેન પટેલના સમયમાં બનેલા વન2014 થી 2016 (6 વન)
  • વિજય રૂપાણીના સમયમાં બનેલા વન 2017 થી 2021 (5 વન)
  • ભુપેન્દ્ર પટેલના સમયમાં બનેલા વન2022 થી વર્તમાન (2 વન)
  • વર્ષ 2016 માં 4 વનનું નિર્માણ કરવામાં આવ્યું.

પૌરાણિક કાળમાં સાંસ્કૃતિક વનોનું મહત્વ

ભારતીય સંસ્કૃતિના વેદો પુરાણો ઉપનિષદો જેવા ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેનો સંબંધ જોવા મળે છે.

વૃક્ષોની માનવ જીવન પર સીધી અસર થાય છે તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ તેમજ ચિકિત્સા શાસ્ત્રમાં જોવા મળે છે છે.

પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનું રહેઠાણ અને માનવ જીવન વૃક્ષોની નીચે ગુજારતા હતા.

પૂર્વજો પ્રાચીન સમયથી જ આ વિષયોનો અભ્યાસ કરી અને વૃક્ષોની માહિતી સંગ્રહિત કરતા હતા.

આ માહિતીમાં પૂર્વજોએ સુખ શાંતિ સમૃદ્ધિ તેમજ આરોગ્ય માટે વૃક્ષોનું મહત્વ મહત્વ દર્શાવેલું જોવા મળે છે.

વર્તમાનમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધાર્મિક તહેવારોમાં વૃક્ષોની પૂજા કરવામાં આવે છે.

આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક તેમજ બાયોકેમીકલ દવાઓ બનાવવા માટે વૃક્ષો, વનસ્પતિઓના મૂળો, વેલાઓ, પાન, ફળ, ફૂલ વગેરેનો ઉપયોગ થાય છે.

પ્રાચીન ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે 9 ગ્રહ, 12 રાશિ અને 27 નક્ષત્ર સાથે કોઈને કોઈ વૃક્ષ જોડાયેલું જોવા છે.

ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષોનું વાવેતરને સામાન્ય રીતે સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે.

સાંસ્કૃતિક વન સ્થાપિત કરવાના ઉદ્દેશ્યો 

ધર્મ અને આયુર્વેદિક સાથે સંકળાયેલી ઔષધીયોથી વધુમાં વધુ લોકોને માહિતી પહોંચાડવી.

વૃક્ષ આચ્છાદિત વિસ્તારોનો વધારો થશે અને લોકોની સક્રિય ભાગીદારી વધશે.

વધુ વૃક્ષો વાવવાથી વાતાવરણ શુદ્ધ થશે અને વનોનું પ્રમાણ વધશે.

વૃક્ષો પ્રત્યે લોકોમાં પ્રેમ ભાવના જાગશે અને જૈવિક વિવિધતા અને પર્યાવરણમાં સુધારો થશે.

ધાર્મિક સ્થળોનો વિકાસ થશે, પિકનિક સ્થળોમાં વધારો થશે સાથે સાથે રોજગારી નું પણ સર્જન થશે.

નવગ્રહ વન

જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને પ્લુટો એમ કુલ નવ ગ્રહો આવેલા છે આવેલા છે.

ભારતીય પરંપરામાં એવી માન્યતા છે કે ગ્રહોના જુદા જુદા નક્ષત્રોના ભ્રમણના કારણે માનવ જીવન પર પ્રભાવ પડે છે.

આ પ્રભાવ અનુકૂળ અને પ્રતિકૂળ હોઈ શકે છે ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવના સમાધાન માટે અનેક ઉપાયો શાસ્ત્રોમાં દર્શાવેલા છે જેમાં વૃક્ષની પૂજા પણ એક મહત્વનો ઉપાય છે.

અહીં નીચે કયા વૃક્ષની પૂજા કરવાથી કયા ગ્રહનો દોષ દૂર થાય તે નીચે કોઠામાં આપેલું છે.

  • સૂર્ય – આંકડો
  • ચંદ્ર – ખાખરો
  • મંગળ – ખેર
  • બુધ – અધેડો
  • ગુરુ – પીપળો
  • શુક્ર – ઉમેરો
  • શનિ – ખીજડો
  • રાહુ – ધરો
  • કેતુ – દર્ભ

નવ ગ્રહોને કુંડળી પ્રમાણે નીચે મૂજબ ગોઠવામાં આવેલા છે.

ઉત્તર

કેતુ

  ગુરુ 

  બુધ

પશ્ચિમ 

શનિ

 સૂર્ય

શુક્ર

પૂર્વ

રાહુ

મંગળ 

 ચંદ્ર

દક્ષિણ

ઉપર આપેલા ગ્રહોના સ્થાન પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવા વનોને નવગ્રહ વનો તરીકે ઓળખવામાં આવે છે.

નક્ષત્ર વન

બ્રહ્માંડમાં વાયુથી બનેલા પોતે પ્રકાશિત અને અનંત અંતરે આવેલા એક જ સ્થાને અને બિંદુ જેવા દેખાતા ચમકીલા પદાર્થને તારાઓ કહેવામાં આવે છે.

આ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોના સમૂહને 27 ભાગમાં વિભાજીત કરવામાં આવે છે જેને નક્ષત્રો તરીકે ઓળખવામાં આવે છે આવે.

વર્તુળ 360 ડિગ્રીનું હોય છે જેમાં 27 સરખા ભાગ પાડવામાં આવે તો દરેક નક્ષત્ર લગભગ 13 ડિગ્રી 20 મિનિટના અંતરે આવે છે.

અહીં નીચે નક્ષત્ર અને વૃક્ષ આપવામાં આવ્યું છે.

1. અશ્વિની – ઝેર કોચલું 

2. ભરણી – આમળા 

3. કૃતિકા – ઉમેરો 

4. રોહિણી – જાંબુ

5. મૃગશીર્ષ – ખેર

6. આદ્ર – અગર, શીશુ

7. પુનર્વસુ – વાંસ 

8. પુષ્ય – પીપળો 

9. આશ્લેષા – નગચંપો, નાગકેસર

10. જ્યેષ્ઠા – સિમલો

11. અનુરાધા – બોરસલ્લી, નાગકેસર 

12. વિશાખા – નાગકેસર, વિકલો

13. સ્વાતિ – અર્જુન સાદડ

14. ચિત્રા – બીલી

15. હસ્ત – અરીઠા,જુઈ , પીળી જુઈ

16. પૂર્વ ફાલ્ગુની – ખાખરો

17. ઉત્તર ફાલ્ગુની – પીપળી

18. મેઘા – વડ

19. રેવતી – મહુડો

20. પૂર્વ ભાદ્રપદ – આંબો

21. ઉતર ભાદ્રપદ – લીમડો, અરીઠા

22. શત તારાકા – કદંબ

23. ધનિષ્ઠ – ખીજડો

24. શ્રવણ – સફેદ આંકડો

25. ઉત્તરાશાઢા – ફણસ, જમીનનું નેતર

26. પૂર્વશાઢા – પાણીની નેતર

27. મૂળ – ગરમાળો, સાલ

રાશી વન

પૌરાણિક શાસ્ત્રોમાં સમગ્ર નભો મંડળને 12 રાશિઓમાં વિભાજિત કરવામાં આવેલ છે.

દરેક રાશિના બે અપૂર્ણાંક એક ચતુર્થાંશ નક્ષત્ર એટલે કે કુલ નવ ચરણોનો સમાવેશ થાય છે.

ગ્રહમાર્ગ કે ક્રાંતિવૃતના 360 ડિગ્રીના 12 ભાગ કરતા દરેક રાશિનો વિસ્તાર લગભગ ૩૦ ડિગ્રી જેટલો થાય છે.

રાશિમાં રહેલા નક્ષત્રો કે તારાઓના કાલ્પનિક બિંદુઓના આધારે રાશિઓના આકારની રચના થઈ છે.

અને તેના આધારે જ રાશિઓના નામ પણ આપવામાં આવ્યા છે જે મોટા ભાગે પ્રાણીઓના આકાર પ્રમાણે છે.

શાસ્ત્રોમાં દરેક રાશિઓના વૃક્ષોની માહિતી આપેલી છે જે તે વ્યક્તિ જન્મ રાશી પ્રમાણે વૃક્ષની વાવણી સંવર્ધન અને તેનો રક્ષણ કરે છે તેને શુભ માનવામાં આવે છે.

પંચવટી

પંચવટી એટલે પાંચ પવિત્ર છાયડા વાળા ઘટાદાર વૃક્ષોના સમૂહને પંચવટી કહેવામાં આવે છે.

પંચવટીની સ્થાપના સામાન્ય રીતે વર્તુળ આકારમાં કરવામાં આવે છે જેની આકૃતિ નીચે મુજબ છે.

વર્તુળના કેન્દ્રથી પાંચ મીટરની ત્રિજ્યા વાળા વર્તુળના પરિઘ ઉપર ચાર દિશામાં ચાર બીલીના વૃક્ષ વાવવામાં આવે છે.

કેન્દ્રથી 10 મીટર ત્રિજ્યાના વર્તુળના પરિઘ ઉપર ઈશાન, અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય દિશામાં વડના ચાર વૃક્ષો વાવવામાં આવે છે.

કેન્દ્રથી 20 મીટર ત્રિજ્યાના વર્તુળના પરિઘ ઉપર પાંચ મીટરના અંતરે 25 અશોકના વૃક્ષો વાવવામાં આવે છે.

કેન્દ્રથી 25 મીટરની ત્રિજ્યાના વર્તુળના પરિઘ ઉપર દક્ષિણ દિશાથી પાંચ મીટર ના અંતરે બંને તરફ બે આમળાના વૃક્ષો વાવવામાં આવે છે.

કેન્દ્રથી 30 મીટરની ત્રિજ્યાના પરિઘ ઉપર ચારેય દિશામાં એક એક એમ કરીને ચાર પીપળાના વૃક્ષો વાવવામાં આવે છે

આમ પર મુજબ વાવણી કરવાથી કુલ 39 વૃક્ષોની રચનાને પંચવટી ની રચના કહેવામાં આવે છે.

ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન 

વર્ષ 2020 સુધી ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કચ્છમાં આવેલું રક્ષક વન હતું , જે 11 હેક્ટરમાં ફેલાયેલું હતું.

પરંતુ વર્ષ 2020 માં જુલાઈ મહિનામાં 71 માં વન મહોત્સવ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના આજીડેમની નજીક રામવનનું લોકાર્પણ કર્યું.

જે 19.02 હેક્ટરમાં ફેલાયેલું છે , જે હાલ 2023 ની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે.

ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન

ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન હરીહર વન હતું જે ગીર સોમનાથ માં આવેલું છે જેનો વિસ્તાર 1.6 હેક્ટર છે.

પરંતુ 74 માં વન મહોત્સવ 2023 અંતર્ગત પાવાગઢ ખાતે વન કવચ વનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનો વિસ્તાર 1.1હેકટર છે માટે ગુજરાતનું સૌથી નાનું સાંસ્કૃતિક વન અત્યારે વન કવચ વન છે.

73 મો વન મહોત્સવ 2022 

73 મો વન મહોત્સવ 2022 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે વટેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

74 મો વન મહોત્સવ 2023

74 મો વન મહોત્સવ 2023 અંતર્ગત પંચમહાલ જિલ્લાના જેપુરા ખાતે પાવાગઢની નજીક વન કવચ વનનું નિર્માણ તાજેતરના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલું છે.

ગુજરાતના સાંસ્કૃતિક વન

વર્ષ 1950 માં કનૈયાલાલ માણેકલાલ મુનશીવન મહોત્સવ ઉજવવાની શરૂઆત કરવા કરાવી હતી.

આ અંતર્ગત ગુજરાત સરકારમાં દર વર્ષે જુલાઈ માસના પ્રથમ અઠવાડિયામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ઈ.સન 2004 થી ગુજરાત સરકારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 55 માં વન મહોત્સવ થી સાંસ્કૃતિક વારસાને સલગ્ન કરી વિવિધ સાંસ્કૃતિક વારનો ની સ્થાપના કરવામાં આવે છે.

અહીં વન મહોત્સવની ઉજવણી દરમિયાન ગાંધીનગરના સેક્ટર 18 માં પુનિત વનનું નિર્માણ કરાવ્યું.

પુનિત વન

  • વન મહોત્સવ55મો
  • સ્થાપના 06 – 07 – 2004
  • સ્થળ – સેક્ટર 18 ગાંધીનગર
  • વિસ્તાર – 6 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

સંત પુનિત મહારાજના નામ ઉપરથી આ વનનું નામ પુનિત વન રાખવામાં આવેલું છે.

“ભૂલો ભલે બીજું બધું પણ માં બાપ ને ભૂલશો નહીં” આ પંક્તિ ના લેખક સંત પુનિત મહારાજ છે.

અહીં ગ્રહ, નક્ષત્ર, રાશિ, સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્ર બિંદુમાં રાખી જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે.

આ પુનિત વનમાં નક્ષત્રવન, રાશિવન, નવગ્રહ વન, પંચવટીની રચના કરવામાં આવેલી છે.

અહીં શિવલિંગ જેવો આકાર દેખાય તે પ્રમાણે બીલીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે.

માંગલ્ય વન

  • વન મહોત્સવ – 56મો
  • સ્થાપના – 2005
  • સ્થળ – દાંતા તાલુકો, અંબાજી (બનાસકાંઠા)
  • વિસ્તાર – 3.5 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

માંગલ્ય વન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં અને અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલું છે.

નવા પરણેલા 501 નવયુગલો દ્વારા અહીં વૃક્ષો વાવવામાં આવ્યા હોવાથી આ વનને માંગલ્ય વન કહેવામાં આવે છે.

વર્ષ 2004 સુધી દર વર્ષે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવતો હતો.

પરંતુ વર્ષ 2005 માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હા વન મહોત્સવનું આયોજન જુદા જુદા જિલ્લાઓમાં કરવામાં આવ્યું.

ભારતમાં આવેલી 52 શક્તિપીઠ પૈકી અંબાજી શક્તિપીઠ એ ગુજરાત રાજ્યમાં અંબાજી ખાતે આવેલી છે.

દક્ષ પ્રજાપતિના યજ્ઞ બાદ માતાજી પોતે સતી થયા હતા અને ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી સતી થયેલા માતાજીના દેહના અલગ અલગ ટુકડા કર્યા હતા અને અહીં હૃદયનો ટુકડો અહીં પડેલો હોવાનું મનાય છે.

ધાર્મિક મહત્વની બાબતે જોતા અહીં વૃક્ષ વાટિકા જેવી કે નક્ષત્ર વન, નવગ્રહ વન, રાશી વન વગેરે બનાવવામાં આવેલ છે.

જુદા જુદા રંગના રોપાઓ દ્વારા ઓમ આકારની “ઓમ વાટિકા’ તેમજ સરોવરના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનાવેલ લાકડાનો “ગાર્ડન બ્રિજ’ અહીં જોવાલાયક છે.

તીર્થંકર વન

  • વન મહોત્સવ – 57મો
  • સ્થાપના 13 – 07 – 2006
  • સ્થળ તારંગા (મહેસાણા)
  • વિસ્તાર 5.4 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં તીર્થંકર વન આવેલું છે જે જૈન ધર્મનું પવિત્ર સ્થળ છે.

સોલંકી વંશના રાજા કુમારપાળ એ ભગવાન આદિનાથનું પુરાણું મંદિર બંધાવ્યું છે જે હેરિટેજ સાઈડ માં સ્થાન પામેલું છે.

જૈન ધર્મના 24 તીર્થંકરોએ વૃક્ષ નીચે “કેવલયજ્ઞાન’ પ્રાપ્ત કરેલ તે તમામ વૃક્ષો આ વનમાં આવેલા છે, આ બધા જ વૃક્ષોને કેવલીના વૃક્ષો તરીકે જૈન ધર્મમાં કહેવામાં આવે છે.

અહીં રાશિ વન, નક્ષત્ર વન, નવગ્રહ વન, કુટીર અને બાળ ઉધાન બનાવવામાં આવેલ છે.

આ સ્થળ સાબરમતી નદીના દક્ષિણ પશ્ચિમમાં આવેલ છે જે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલું છે.

હરિહર વન

  • વન મહોત્સવ 58મો
  • સ્થાપના 23 – 07 – 2007
  • સ્થળ – સોમનાથ (ગીર સોમનાથ)
  • વિસ્તાર – 1.6 હેકટર
  • વિશેષતા – સૌથી નાનું સાસ્કૃતિક વન
  • મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

ભારતના પશ્ચિમ દિશા માં આવેલું હરિહર વન ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કિનારે આવેલું છે.

સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકી એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે.

અહીં શિવ પંચાયતન વન, શ્રીકૃષ્ણ ગોલક ધામ વન, હરિશંકરી વન, જ્યોતિર્લિંગ વન, સ્મૃતિ વન, રુદ્રાક્ષ વન જેવા વનો અહીં જોવા મળે છે.

ભક્તિ વન

  • વન મહોત્સવ 59મો
  • સ્થાપના 18 – 07 – 2008
  • સ્થળ ચોટીલા (સુરેન્દ્રનગર)
  • વિસ્તાર – 5.8 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ભક્તિવન આવેલું છે.

ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જે માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પણ છે.

ભક્તિવનનો આશરે 12 એકર જેટલો વિસ્તારને ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલો છે જે નીચે મુજબ છે

1) તુલસી કુંડ

2) ભક્તિ વન

3) પુનિત વન

અહીં રોપ વિતરણ કેન્દ્ર, વન કુટીર અને ફુવારો પણ બનાવવામાં આવેલો છે.

નિરોગી બાળ વર્ષને ધ્યાનમાં રાખી આયુર્વેદિક મહત્વ ધરાવતી વિવિધ વનસ્પતિઓનું “નિરોગી બાળ વન’ બનાવવામાં આવેલું છે.

શ્યામલ વન

  • વન મહોત્સવ – 60મો
  • સ્થાપના – 18 – 07 – 2009
  • સ્થળ – શામળાજી (સાબરકાંઠા)
  • વિસ્તાર – 6.3 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર શામળાજી ખાતે સાબરકાંઠા જિલ્લામાં શ્યામલ વન આવેલું છે.

કોપીસીગ પ્રકારના વૃક્ષોનું આવરણ ધરાવતા બે ડુંગરો વચ્ચે શ્યામલ વન આવેલું છે.

દર વર્ષે અહીં લાખો લોકો આ સ્થળે આવે છે અને અહીં ભગવાન વિષ્ણુનું પ્રખ્યાત મંદિર આવેલું છે.

અહીં કોતરણી વાળો પ્રવેશ દ્વાર તેમજ રાસી વન, નક્ષત્ર વન, દશાવતાર વન, ધનવંતરી વન, દેવ વન અને ગ્રહવાટિકા દ્વારા વિવિધ વૃક્ષોની રોપણી કરવામાં આવેલ છે.

પાવક વન

  • વન મહોત્સવ 61મો
  • સ્થાપના 30 – 07 – 2010
  • સ્થળ – પાલીતાણા (ભાવનગર)
  • વિસ્તાર 7.4 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

સ્વર્ણિમ જયંતીના ભાગરૂપે 61 માં વન મહોત્સવ દરમિયાન પાવક વનની સ્થાપના કરવામાં આવી હતી.

આ વનમાં અમૃત મહોત્સવ વન, રાયણ વન, આરોગ્ય વન, તીર્થકર વન, રાશિ વન, નક્ષત્ર વન, શેત્રુંજય વન, કમળકુંડ વન જેવા વનો આવેલા છે.

પાવક વનમાં 95 જાતના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવેલા છે જેમાં વડ, બીલી, પીપળો, સિસુ, વાસ, ટેકોમાં વગેરે જાતોના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે.

વિરાસત વન

  • વન મહોત્સવ 62મો
  • સ્થાપના – 31 – 07 – 2011
  • સ્થળ – જેપુરા , ચાંપાનેર (પંચમહાલ)
  • વિસ્તાર – 6.5 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

વિરાસત વન પંચમહાલ જિલ્લાના પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ખાતે હાલોલ તાલુકામાં આવેલું છે.

આ વિસ્તારને યુનેસ્કો દ્વારા 2004માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલું છે.

લોકોને વૃક્ષ ઉછેર સાથે સાંકળવાના હેતુથી સાંસ્કૃતિક વનને નીચે જણાવ્યા પ્રમાણે સાત થીમ આધારિત વિકસાવવામાં આવેલું છે.

1) આરોગ્ય વન

2) આનંદ વન

3) આરાધ્ય વન

4) સાંસ્કૃતિક વન

5) નિસર્ગ વન

6) જૈવિક વન

7) આજીવિકા વન

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન

  • વન મહોત્સવ 63મો
  • સ્થાપના – 30 – 07 – 2012
  • સ્થળ – મહીસાગર (સંતરામપુર)
  • વિસ્તાર 5.0 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

વર્ષ 2012 માં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ સ્થળ સંતરામપુર થી દક્ષિણ દિશા એ 25 કિલોમીટર દૂર આવેલું છે.

17 – 11 – 1913ના રોજ અંગ્રેજોની વેઠ મજૂરી વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ, ગોવિંદ ગુરુ તેમજ 1500 થી વધારે લોકો અહીં શહીદ થયા હતા.

આ બલિદાન હર હંમેશ માટે યાદ રહે તે હેતુથી માનગઢની પાવનભૂમિ પર ગોવિંદ ગુરુ સ્મૃતિવન નું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીં તુલસી વન, કમળકુંડ, રાસી વન, નક્ષત્ર વન, તથા કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલ છે.

ગોવિંદ ગુરુ સ્મૃતિ વન એ માનગઢ ના ડુંગર ઉપર આવેલ વન છે જે ચોમાસા દરમિયાન ખૂબ જ સુંદર લાગે છે.

9 ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીં લાખોની સંખ્યામાં લોકો શ્રી ગોવિંદ ગુરુની પૂજા કરવા માટે અહીં આવે છે.

નાગેશ વન

  • વન મહોત્સવ 64મો
  • સ્થાપના – 02 – 08 – 2013
  • સ્થળ – નાગેશ્વર (દેવભૂમિ દ્વારકા)
  • વિસ્તાર 6.0 હેકટર
  • મુખ્યમંત્રી – નરેન્દ્ર મોદી

દ્વારકા થી 17 કિલોમીટર દૂર દ્વાદસ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર મુકામે આ વન બનાવવામાં આવેલું છે.

દારૂક નામના રાક્ષસનો ત્રાસ અહીં વધી જવાથી નાગેશ નામના એક શિવ ભક્તિ આ રાક્ષસ નો ત્રાસ દૂર કર્યો હોવાથી આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ રાખવામાં આવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણએ ધારુકા રાક્ષસનો વધ કરી અહીં દારૂકા વન ઊભું કરવામાં આવ્યું છે.

નાગેશ્વર મંદિરની બાજુમાં 300 મીટર દૂર આ નાગેશ્વરનું નિર્માણ કરવામાં આવેલું છે.

આ સંસ્કૃતિ વનમાં અલગ અલગ યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા વનો નીચે મુજબ છે.

1) નવગ્રહ વન

2) નક્ષત્ર વન

3) પંચવટી વન

4) રાશી વન

5) ચરક વન

6) ગુગળ વન

7) તુલસી વન

8) બીલી વન

9) દારૂકા વન

શક્તિ વન

  • વન મહોત્સવ – 65મો
  • સ્થાપના 30 – 07 – 2014
  • સ્થળ – કાગવડ જેતપુર (રાજકોટ)
  • વિસ્તાર – 7.5 હેકટર
  • મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખોડલધામમાં આવેલ કાગવડ ખાતે શક્તિ વનની સ્થાપના કરવામાં આવેલી છે.

ખોડલધામ રાજકોટથી આશરે 70 કિલોમીટર દૂર અને જેતપુરથી આશરે 13 કિલોમીટર દૂર આવેલું છે.

આ શક્તિ વનમાં છાયાદાર, ઘટાદાર ઔષધીય તેમજ જ્યોતિષશાસ્ત્ર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ 83,700 રોપાવોનું વાવેતર કરવામાં આવેલું છે.

અહીં ખોડલ ધારો, પાણીનો ધોધ તેમજ “નારી તું નારાયણી’ નારીને આદર આપતું શિલ્પ આવેલું છે.

વન ઔષધીથી ઉપચારની સમજ આપતું “વિશ્વાયુષ વન’ આવેલું છે.

જાનકી વન

  • વન મહોત્સવ 66મો 
  • થીમ રામાયણ થીમ પર
  • સ્થાપના 02 – 08 – 2015
  • સ્થળ – વાંસદા (નવસારી)
  • વિસ્તાર 9.64 હેકટર
  • મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાસંદા તાલુકા ખાતે જાનકી વન આવેલું છે.

કુદરતી સૌંદર્યથી ઉભરાતા આ વનમાં જાનકી વન, નવગ્રહ વન, હવન વન, સિંધુરી વન, પંચવટી વન, અશોક વાટિકા વન, આશ્રમ વન, નક્ષત્ર વન, રાશિ વન, રામાયણ વન વગેરે વનો આવેલા છે.

જાનકી વનનું મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

1) આદિવાસી લોક નૃત્યના વાચિંત્રો નું મ્યુરલ

2) નારી શક્તિ શિલ્પ

3) વાંસની વિવિધ બનાવટો

4) ઉનાઈ માતાનું મ્યુરલ

5) મેઈન પ્રવેશ દ્વારા

6) વાલ્મિકી કુટીર

મહીસાગર વન

  • વન મહોત્સવ 67મો
  • સ્થાપના – 27 – 07 – 2016
  • સ્થળ – વહેરાખાડી (આણંદ)
  • વિસ્તાર – 6.0 હેકટર
  • મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

મહીસાગર નદીના કિનારે વહેરાની ખાડી પાસે આણંદ જિલ્લામાં મહીસાગર વન આવેલું છે.

આ મહીસાગર વનની અંદર રાશિ વન, નક્ષત્ર વન, જૈવિક વન, ચંદન વન,નારીયેળી વન, નવગ્રહ વન જેવા વનો નિર્માણ કરવામાં આવેલું છે.

આ વનની અંદર 1,06,292 રોપાવવામાં આવેલા છે, અને મહીસાગર વનનું મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

1) સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ

2) સારસ પક્ષી સ્કલપચર

3) મ્યુરલ વોલ

4) મહીસાગર નદીનો કિનારો

5) ગજીબો

આમ્ર વન

  • વન મહોત્સવ – 67મો
  • સ્થાપના 30 – 07 – 2016
  • સ્થળ – બાળચૌઢી (વલસાડ)
  • વિસ્તાર – 5.0 હેકટર
  • મુખ્યમંત્રી – આનંદીબેન પટેલ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બાળચૌઢી ખાતે આમ્ર વનની સ્થાપના કરવામાં આવી હતી.

આ વનમાં રાશિ વન, નક્ષત્ર વન, નવગ્રહ વન, પંચવટી વન, આમ્ર વન,અને આરોગ્ય વન જોવા મળે છે જેમાં કુલ 1,62,541 રોપાનું વાવેતર કરવામાં આવેલું છે.

આ વનનું મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

1) વન કુટીર

2) નક્ષત્ર વન

3) નવગ્રહ વન

4) આરોગ્ય વન

5) આમ્ર વન

6) પૌરાણિક શિવ મંદિર

7) આંબાની ખેતી અંગે વૈજ્ઞાનિક પરિચય

8) આંબા અંગેની વધારાની માહિતી

એકતા વન

  • વન મહોત્સવ 67મો
  • સ્થાપના 04 – 08 – 2016
  • સ્થળ – બારડોલી (સુરત)
  • વિસ્તાર – 7.0 હેકટર
  • મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

સરદાર પટેલની એકતાને સમર્થન આપતું આ વન સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મોતા ખાતે આવેલું છે.

આ વનની અંદર અમર વન, ચંદન વન, સિંદૂરી વન, આમલી વન જેવા વનો આવેલા છે જેમાં કુલ 9,707 રોપાઓ વાવવામાં આવેલા છે.

એકતા વનના મુખ્ય આકર્ષણ નીચે મૂજબ છે.

1) વન કુટીર

2) જુદા જુદા ઔષધી વન

3) પાણીના ફુવારા

4) સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક અને સ્તંભ

5) વિવિધ ફૂલોની જાતો

6) કસરતના સાધનો

7) બાળકો માટે ક્રીડાગણ

શહીદ વન

  • વન મહોત્સવ – 67મો
  • સ્થાપના – 24 – 08 – 2016
  • સ્થળ – ધ્રોલ (જામનગર)
  • વિસ્તાર – 10.00 હેકટર
  • મુખ્યમંત્રી – આનંદીબેન પટેલ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ભૂચર મોરી ખાતે શહીદ વન સ્મારકની સ્થાપના કરવામાં આવેલી છે.

આ વનની અંદર રાશિ વન, નક્ષત્ર વન, બીલી વન, પંચવટી વન, તુલસી વન, ગોહિલવાડ વન, હાલાર વન, સોરઠ વન, ઝાલાવાડ વન, વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં કુલ 1,0,3,000 રોપા વાવવામાં આવેલ છે.

આ વનનું મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

1) રંગીન ફુવારો

2) વનદેવી મ્યુંકર

3) વન કુટીર

4) ઉજાણી ગૃહ

5) શહીદ જામ અજાજીનું સ્ટેચ્યુ

6) બગીચો

વિરાંજલી વન

  • વન મહોત્સવ 68મો
  • સ્થાપના – 16 – 06 – 2017
  • સ્થળ વિજયનગર (સાબરકાંઠા)
  • વિસ્તાર – 6.0 હેકટર
  • મુખ્યમંત્રી – વિજય રૂપાણી

વર્ષ 2017 માં વન મહોત્સવ ની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા ખાતે પાલ નામના સ્થળે કરવામાં આવી હતી જ્યાં વિરાંજલી વનની સ્થાપના કરવામાં આવી.

આ વનમાં કુલ 1,03,000 રોપા રોપવામાં આવેલા છે અને આ વનનું મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

1) મોતીલાલ તેજાવતનું સ્ટેચ્યુ

2) લક્ષ્મીકુંડ

3) ભૂલભૂલૈયા

4) ઇન્ટરપ્રિટેશન સેન્ટર

5) ગજીબો

6) આજીવિકા વન

7) ચબૂતરો

8) ડાયનોસોર હિપોપોટેમસના સ્ટેચ્યુ

9) 3 D ચશ્મા

રક્ષક વન

  • વન મહોત્સવ 69મો
  • સ્થાપના – 2018
  • સ્થળ – માધાપર, ભુજ (કચ્છ)
  • વિસ્તાર – 11.00 હેકટર
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી

વર્ષ 2018માં કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલ માધાપર ગામ ખાતે રક્ષક વનની સ્થાપના કરવામાં આવેલી છે.

1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન માધાપરની મહિલાઓએ હિંમત દેખાડી માધાપર એરપોર્ટના તૂટેલા રન વે ને ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો હતો.

અને આ હિંમત અને સલામ કરવા માટે જ માધાપરની બહેનો માટે રક્ષક વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જડેશ્વર વન

  • વન મહોત્સવ – 70મો
  • સ્થાપના – 2019
  • સ્થળ – ઓઢવ (અમદાવાદ)
  • વિસ્તાર – 8.5 હેકટર
  • મુખ્યમંત્રી – વિજય રૂપાણી

અમદાવાદ જિલ્લાના ઓઢવ ખાતે 70માં વન મહોત્સવ દરમિયાન જડેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યું.

રામ વન

  • વન મહોત્સવ – 71મો
  • સ્થાપના 2020
  • સ્થળ – આજીડેમ (રાજકોટ)
  • વિસ્તાર – 19.02 હેક્ટર
  • મુખ્યમંત્રી – વિજય રૂપાણી

વર્ષ 2020 દરમિયાન આજીડેમ રાજકોટ ખાતે રામ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મારુતિનંદન વન

  • વન મહોત્સવ 72મો
  • સ્થાપના 2021
  • સ્થળ કલગામ (વલસાડ)
  • વિસ્તાર – 4.5 હેકટર
  • મુખ્યમંત્રી – વિજય રૂપાણી

વર્ષ 2021 દરમિયાન વલસાડ જિલ્લાના કલગામ ખાતે મારુતિનંદન વનની સ્થાપના કરવામાં આવી હતી.

વટેશ્વર વન

  • વન મહોત્સવ 73મો
  • થીમ આયુર્વેદ અને યોગા 
  • સ્થાપના – 12 – 08 – 2022
  • સ્થળ – દૂધરેજ (સુરેન્દ્રનગર)
  • વિસ્તાર – 5.0 હેકટર
  • મુખ્યમંત્રી – ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોળી ધજા ડેમની નજીક વટેશ્વર વનનું નિર્માણ કર્યું જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અહીં 75000 જેટલા રોકાવાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વટેશ્વર વનની સ્થાપના કરવામાં આવેલી છે.

વન કવચ વન

  • વન મહોત્સવ74મો
  • સ્થાપના 03 – 08 – 2023
  • સ્થળજેપુરા (પંચમહાલ)
  • વિસ્તાર1.1 હેકટર
  • મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ

વન કવચ વન પાવાગઢથી 6 કિલોમીટર દૂર જેપુરા ગામ ખાતે 74 માં વન મહોત્સવ દરમિયાન તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Rashtriya Udyan in Gujarat: Read More

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment