How Many Rashtriya Udyan in Gujarat?

અહીં તમને Rashtriya Udyan in Gujarat વિશે પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવેલી છે જે અગાઉની પરીક્ષામાં પુછાય ગયેલા હોય અને હવે પછીની પરીક્ષામાં પુછાવાની શક્યતા ધરાવતા હોય તેવા પ્રશ્નોની અહીં ચર્ચા કરવામાં આવેલી છે માટે આ લેખને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.

Rashtriya Udyan in Gujarat

Rashtriya Udyan in Gujarat

વર્તમાનમાં એટલે (ડિસેમ્બર 2024 ) ભારતમાં કુલ 106 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે.

જો ગુજરાતમાં પૂછવામાં આવે તો વર્તમાનમાં ગુજરાતમાં (4) ગીર સોમનાથ, ભાવનગર, નવસારી અને જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે.

ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તેને સમજતા પહેલા રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું તેની વ્યાખ્યા સમજવી જરૂરી છે.

રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ?

અમુક ચોક્કસ વિસ્તારમાં કોઈ એક પ્રાણી કે પક્ષીને બદલે જે તે વિસ્તારની સંપૂર્ણ જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખી ચોક્કસ વિસ્તાર નક્કી કરવામાં આવે જ્યાં પાલતુ પશુઓ ચરાવવા પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને રાષ્ટ્રીય ઉધાન કહેવામાં આવે છે.

રાષ્ટ્રીય ઉદ્યાન

ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન 1936 માં બનાવવામાં આવ્યો હતો જેનું નામ હેલી રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યું હતું.

હેલી રાષ્ટ્રીય ઉધાન ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે જે વર્તમાનમાં જીમ કાર્બેટ નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે.

રાષ્ટ્રીય ઉદ્યાન વિશે અપવાદ

રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની મંજૂરીથી વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ 1972 ની શરતોને સંતોષીને રાષ્ટ્રીય ઉધાનમાં ચોક્કસ માનવીય પ્રવૃત્તિ કરી શકાય છે.

રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે

ગુજરાતમાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.

  1. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
  2. વેળાવદર રાષ્ટ્રીય ઉધાન
  3. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન
  4.  દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

  • સ્થાપના – 1965
  • વિસ્તાર – 258.71 ચો.કિ.મી
  • સ્થળ – ઉના (ગીર સોમનાથ)
  • IUCN સ્ટેટસ – કેટેગરી 2
  • મુખ્ય પ્રાણી – એશિયાઈ સિંહ
  • વૈજ્ઞાનિક નામ – પેંથરા લીઓ પર્સિકા
  • વિશેષતા – ગુજરાતનો સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને સૌથી મોટો નેશનલ પાર્ક

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન સાસણગીર છે.

એશિયાટિક સિહોની સૌથી વધુ વસ્તી જુનાગઢ ખાતે આવેલ મેંદરડા પાસે કનરો ડુંગર માં સિંહોની સૌથી વધુ વસ્તી જોવા મળે છે.

સાસણગીર ગામથી 12 કિલોમીટર દૂર દેવળીયા સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે જ્યાં ટુરિસ્ટ સિંહ, દીપડા, હરણ, સાંભર જેવા પ્રાણીઓ તેમજ કુદરતી નિવાસ સ્થાનને નિહાળવા માટે આવે છે.

વર્ષ 1900 માં એશિયાઈ સિંહની સંખ્યા 14-15 હતી.

વર્ષ 2020 ની ગણતરી મુજબ 674 એશિયાઈ સિંહની વસ્તી નોંધાઈ છે.

ગુજરાત સરકાર દ્વારા સાસણગીર ખાતે સિંહ પ્રજનન કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો જેમાં 180 થી વધારે સિહોની નસલને સાચવવામાં આવી હતી.

ગીર નેશનલ પાર્ક અને અભ્યારણમાં કુલ સાત નદીઓ વહે છે જે નીચે મુજબ છે.

  1. હિરણ
  2. ધાતરવડી
  3. રૂપેણ
  4. રાવળ
  5. શત્રુંજી
  6. મછુંદરી
  7. શિંગોડા

હિરણ નદી ઉપર કમલેશ્વર ડેમ બાંધવામાં આવેલો છે જે ગીરની જીવોદારી તરીકે ઓળખાય છે.

સાસણગીરની નજીક મગર ઉછેર કેન્દ્ર આવેલું છે અને મગર પુખ્ત વયના થાય ત્યારે તે મગરોને કમલેશ્વર ડેમમાં છોડી મૂકવામાં આવે છે.

ગીરના જંગલોના પ્રકાર

  • સૂકા પાનખર સાગી જંગલો
  • સૂકા પાનખર કંટક જંગલો
  • સૂકા સવારના પ્રકારના જંગલો

વનસ્પતિ સૃષ્ટિ

સાન્તાપાઓ અને રાયજાદા નામના વનસ્પતિશાસ્ત્રીઓ એ ગીરના જંગલમાં વનસ્પતિ સર્વેક્ષણ કર્યું અને તેમને અંદાજે 900 થી વધારે પ્રજાતિઓ સ્થાન ધરાવે છે.

“ગીરનાસિંહ 600” પુસ્તક મુજબ વનસ્પતિની 600 પ્રકારની પ્રજાતિઓ આવેલી છે.

સાગ

સાગને ટીક તરીકે પણ ઓળખવામાં આવે છે.

સાગનું વૈજ્ઞાનિક નામ ટેક્ટોના ગ્રાન્ડીશ છે.

સાગના પાન સૌથી મોટા હોય છે.

સાગના પાન સૌથી મોટા હોવાથી તે સૌથી વધુ બાષ્પો સર્જન કરે છે.

સાગના બીજ ઉભયલિંગી (નર અને માદા ભેગા) પ્રકારના હોય છે.

પ્રાણીસૃષ્ટિ

સિંહ, દીપડો, હરણ, સાબર, ભૂંડ, ચોસિંગા, ચિંકારા, નીલગાય, વાંદરા, મગર, કાળીયાર વગેરે જોવા મળે છે.

જાણવા જેવું

ગીર અભ્યારણના 1153.42 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી કુલ 258.71 ચો. કિલોમીટર વિસ્તારને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

સિંહની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને સિંહોને મધ્યપ્રદેશમાં આવેલા પાલપુરકૂણો ખાતે ખસેડવાનું આયોજન છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આઠ પ્રવાસી માર્ગો આવેલા છે.

ગીરનું જંગલ સૂકા સાગના પાનખર જંગલ પ્રકારનું છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સારી વ્યવસ્થા માટે ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ દ્વારા ચેલેન્જ ટ્રોફી ઓફ ધ ચેમ્પિયન આપવામાં આવી હતી.

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન

  • સ્થાપના – 1976
  • વિસ્તાર – 34.52 ચો.કિ.મી
  • સ્થળ – વલભીપુર (ભાવનગર)
  • IUCN સ્ટેટસ – કેટેગરી 2
  • મુખ્ય પ્રાણી – કાળિયાર / કૃષ્ણહરણ / કાળુહરણ
  • વૈજ્ઞાનિક નામ – Antilope Karvikapra

પટ્ટાઈ / હેરિયર

પટ્ટાઈ એક શિકારી પક્ષી છે તેની ચાર જાતિઓ આવેલી છે.

1) પાન પટ્ટાઈ

2) ઊજળી પટ્ટાઈ

3) પટ્ટી પટ્ટાઈ

4) ઉતરી પટ્ટાઈ

ખડમોર

ખડમોરનું બીજું નામ લેઝર ફ્લોરીકન છે.

ખડમોર એ બસ્ટાડ કુળનું પક્ષી છે.

ગુજરાતમાં બસ્ટાર્ડ કુળના કુલ ત્રણ પક્ષીઓ જોવા મળે છે.

ખડમોર, ઘોરાડ અને ટિલ્લોર બસ્ટાર્ડ કુળના પક્ષીઓ છે.

ગુજરાતમાં ટીલોરને હુબારા તરીકે ઓળખવામાં આવે છે.

IUCN એ આ પક્ષીને ભયગ્રસ્ત હેઠળ મૂકેલું છે.

પ્રાણી સૃષ્ટિ

કાળિયાર, વરુ, ખડમોર, નીલગાય, હેરિયર (પટ્ટાઈ), જંગલી બિલાડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

જાણવા જેવું

આ રાષ્ટ્રીય ઉદ્યાન દુનિયાનો સૌથી મોટો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે.

ભારતમાં કાળિયારની સૌથી વધુ વસ્તી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે.

અહીં સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે જે કાળિયાર ભોજન તરીકે ઉપયોગ કરે છે.

સવાના ઘાસનો શિયાળામાં રંગ સુવર્ણ / ગોલ્ડન અને ચોમાસામાં રંગ લીલો થઈ જાય છે.

ઉત્તર દિશામાં પરવાલિયા નદી અને દક્ષિણ દિશામાં અલંગ નદી વચ્ચે વેળાવદર નેશનલ પાર્ક આવેલો છે.

કાળિયાર ભારતીય વન્ય પ્રાણી સરક્ષણ ધારો 1972 ની અનુસૂચિ 1નું પ્રાણી છે.

વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન

  • સ્થાપના – 1979
  • વિસ્તાર – 23.99 ચો.કિ.મિ
  • સ્થળ – વાસંદા નવસારી
  • IUCN સ્ટેટસ – કેટેગરી 2

વનસ્પતિ

સાગ, સાદડ, માનવેલ વાસ, ટીમરૂ, ખાખરો, કલમ, મોદડ, હલદુ, સીસમ, કુસુમ, મહુડો, ઉમરો, સીમળો, આંબળા, વડ, પીપળો વગેરે.

પ્રાણીઓ

દિપડો, જંગલી ભૂંડ, હનુમાન વાનર, ટૂંકી પૂંછડીવાળું માકડુ, ભારતીય સાહુડી, ઝરખ, ચોસીંગા, વણિયાર, ચિતલ, ભેખર, જંગલી બિલાડી, દીપડો વગેરે.

પક્ષીઓ

લક્કડખોદ, ચીબરી, પોપ્પડર, ચોસિંગા, ઊડતી ખિસકોલી, ચામાચીડિયું વગેરે.

જાણવા જેવું

વર્ષ 1952 પહેલા આ વિસ્તાર વાસંદાના ભૂતપૂર્વ મહારાજની ખાનગી માલિકીનો હતો.

પરંતુ વર્ષ 1975 સુધી તેનો કબજો સરકાર હસ્તક આવી ગયો.

વર્ષ 1997 માં છેલ્લી વાર વાસંદા તાલુકામાં વાઘ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં જોવા મળતો સૌથી મોટો કરોળિયો જાયન્ટ વુડ સ્પાઇડર અહીં જોવા મળે છે.

આ નેશનલ પાર્કના ભાગરૂપે વાસંદા તાલુકામાં અંબિકા નદીના કિનારે કિલ્લોદ કેમ્પસાઇટને ઇકો ટુરીઝમ સાઈટ તરીકે વિકસાવવામાં આવેલી છે જ્યાં દર વર્ષે પ્રાકૃતિક શિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર બે ગામ તેમજ ઉધાનની લાગો લગભગ 12 ગામડા વસેલા છે.

આ ઉધાનની ઉત્તર પૂર્વ બાજુએ અંબિકા નદી સીમા બનાવે છે.

આ ઉધાનમાં સાદડદેવી ગામ વસેલું છે આ ગામમાં સાદડનું એક મહાકાય વૃક્ષ આવેલું હોવાથી આ ગામનું નામ સાદડદેવી પડ્યું હોવાની માન્યતા છે.

નવસારીનો પૂર્વ ભાગ અને ડાંગનો પશ્ચિમ ભાગ ભેગા થઈને આ રાષ્ટ્રીય ઉધાન સુધી પહોંચવા માટે સરળ રસ્તો પૂરો પાડે છે આથી રાષ્ટ્રીય ઉધાન નું સંચાલન દક્ષિણ ડાંગ વન વિભાગ કરે છે.

અહીં 3B/C દક્ષિણ ભારતીય ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલો આવેલા છે તેના પેટા પ્રકાર નીચે મુજબ છે.

  • ભેજવાળા સાગી જંગલો
  • ભેજવાળા પાનખર મિશ્ર જંગલો
  • સાધારણ ભેજવાળા સાગી જંગલો
  • વાંસ જંગલો

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

  • સ્થાપના – 1982
  • વિસ્તાર – 162.89 ચો.કી.મિ
  • સ્થળ – કચ્છના અખાતમાં (જામનગર)
  • IUCN સ્ટેટસ – કેટેગરી 2
  • મુખ્ય પ્રાણી – સમુદ્રી જીવો

વનસ્પતિ

ચેર (mangroves),

સમુદ્રી જીવો

કરચલો, જેલી ફિશ, છીપલા, સમુદ્રી સસલું, બરડતારા, જાયન્ટ સી એનીમોર, પફર માછલી, બોનેલીયા કૃમિ, શંખ, ભારતીય ખૂંદવાળી ડોલ્ફિન, સમુદ્રી ઘોડો, ડ્યુગોંગ વગેરે.

પરવાળા

જે પ્રાણીઓને કરોડરજ્જુ ન હોય તેવા પ્રાણીઓને અપૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે છે.

પરવાળા એ સમુદ્રનું અપૃષ્ઠવંશી નાનું પ્રાણી છે.

પરવાળાનું શરીર પોલિપના નામથી ઓળખાય છે,જેનો રંગ રંગહીન + પારદર્શક હોય છે.

પરવાળાના શરીર ફરતે આવેલું કવચ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે જેને કોરલરિફ તરીકે ઓળખાય છે.

ભારતમાં પરવાળાની 200 પ્રજાતિ જોવા મળે છે જેમાંથી 52 પ્રજાતિ જામનગર રાષ્ટ્રીય ઉધાનમાં જોવા મળે છે.

આ 52 પ્રજાતિ પૈકી 42 પ્રજાતિ કઠણ અને 10 પ્રજાતિ મૃદ પરવાળાની પ્રજાતિ છે.

મૃદ પરવાળા એટલે કે જે પરવાળા પોતાની ફરતે મુલાયમ પડ ધરાવતા હોય તેને મૃદ પરવાળા કહેવામાં આવે છે.

પરવાળાના ખડકોના પ્રકાર

  • બેરિયર – ઓસ્ટ્રેલિયા
  • ફ્રીજ 
  • એટેલો – લક્ષદ્વીપ

ભારતમાં આવેલા પરવાળાના ટાપુઓ

  • કચ્છનો અખાત
  • અંદમાન નિકોબાર
  • લક્ષદ્વીપ
  • મનારનો અખાત

પીરોટન ટાપુ ખાતે આવેલા કરચલાના પ્રકારો

  • નેપ્ચ્યુન કરચલો
  • મરૂન કરચલો
  • રાજા કરચલો
  • હરવી કરચલો
  • ભૂત કરચલો

ભારતમાં આવેલા કુલ 6 સામુદ્રિક નેશનલ પાર્ક

  1. રાણી ઝાંસી – અંદમાન
  2. મહાત્મા ગાંધી – અંદમાન
  3. ગીરીમાથા – ઓડીસા
  4. ગલ્ફ ઓફ મનાર – તમિલનાડુ
  5. મલવાન મરીને – મહારાષ્ટ્ર
  6. મરીને નેશનલ પાર્ક – ગુજરાત

જાણવા જેવુ

જામનગરના દરિયાકાંઠાથી શરૂ કરી કચ્છના અખાત સુધીના વિસ્તારમાં મરીન નેશનલ પાર્ક આવેલ છે.

મરીન નેશનલ પાર્કનું બીજું નામ પીરોટન ટાપુ કે જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન છે.

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ દહેરાદૂન એ કરેલા જૈવ ભૌગોલિક વર્ગીકરણ પ્રમાણે આ વિસ્તારને ઈંડો મલાયન ક્ષેત્રના જૈવ ભૌગોલિક વિસ્તારમાં આવતા 10 A પશ્ચિમી સમુદ્ર તટમાં પડે છે.

આ વિસ્તારને રાષ્ટ્રીય ઉધાન તથા અભ્યારણ તરીકે ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 4 હેઠળ જાહેર કરવામાં આવેલ છે.

પીરોટન ટાપુ 42 ટાપુઓનો બનેલો છે જેમાં 33 ટાપુઓ પરવાળાના બનેલા છે.

ભારતનો પ્રથમ સામુદ્રિક નેશનલ પાર્ક મરીન રાષ્ટ્રીય ઉદ્યાન છે જે સૌથી મોટો સામુદ્રિક નેશનલ પાર્ક છે.

ભારતનો સૌથી નાનામાં નાનો સામુદ્રિક નેશનલ પાર્ક સાઉથ બટન નેશનલ પાર્ક અંદમાન ખાતે આવેલો છે.

ડુંગોંગનું બીજું નામ સમુદ્રનધેનું / સમુદ્ર ગાય / સમુદ્ર સુંદરી છે.

સમુદ્ર ઘોડાનું બીજું નામ જળ ઘોડો / સમુદ્ર અશ્વ છે.

ચેરનું ગુજરાતીમાં નામ તમર છે.

Sanskrutik Van in Gujarat: Read More

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

2 thoughts on “How Many Rashtriya Udyan in Gujarat?”

Leave a Comment