Rajyapal – રાજ્યપાલ વિશે સંપૂર્ણ માહિતી

આ પોસ્ટમાં આજે તમને Rajyapal વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવેલી છે જેમાં રાજ્યપાલની લાયકાત,પગાર, નિમણુંક, તેમજ તેમના દરેક કામો કેવી રીતે મંત્રીઓ ધ્વારા કરાવે છે તેની સંપુર્ણ માહિતી આ લેખમાં આપેલી છે. આ માહિતીમાં કોઈ ભૂલ હોય તો મિત્રો તમે મને કોમેન્ટ માં કે ઈમેલ કરીને જણાવી શકો છો.

Table of Contents

RAJYAPAL

પ્રસ્તાવના

બંધારણના ભાગ-6માં અનુચ્છેદ 152થી અનુચ્છેદ-213 સુધી રાજ્યની વહીવટી વ્યવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ બંધારણના અનુચ્છેદ-153 મુજબ દરેક રાજ્યમાં એક Rajyapal રહેશે.

Rajyapal એટલે શુ?

જે રીતે દેશનો બંધારણીય વડો વડાપ્રધાન હોય તેમ રાજ્યનો બંધારણીય વડો રાજ્યપાલ હોય છે. જે રાજ્યની દરેક કારોબારી સત્તાઓ પોતે અથવા નિમેલા અધિકારીઓ દ્વારા બંધારણ મુજબ ભોગવે છે.

રાજ્યપાલનું બંધારણીય સ્થાન

રાજ્યપાલનું બંધારણીય સ્થાન અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ હતું.

  • ડૉ. બાબા સાહેબ આંબેડકર : “સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી તેમની તો માત્ર ફરજો છે.”
  • કનૈયાલાલ મુનશી : “રાજ્યપાલનું મુખ્ય કાર્ય રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા, તેમજ તેમની સામૂહિક જવાબદારી નું રક્ષણ કરવાનું છે.”
  • સારોજીની નાયડુ : “Rajyapal એ સોનાના પિંજરામાં બંધ પક્ષી સમાન છે.”
  • પટ્ટાભી  સીતા રમૈયા : “રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું, તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કંઈ જ નથી.”

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ

ગુજરાતન રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ હતા જે વર્ષ 1960 થી 1965 દરમિયાન ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.

રાજ્યપાલની નિમણૂંક

બંધારણના અનુચ્છેદ-155 મુજબ રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણમાં રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે જ્યાં રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.

સરકારિયા આયોગની ભલામણ અનુસાર રાજ્યપાલની નિમણૂકમાં 2 પરંપરાઓ જાળવવામાં આવે છે.

1. રાષ્ટ્રપતિ કોઈપણ વ્યક્તિને તે રાજ્યનો રાજ્યપાલ નિમણૂક નહીં કરી શકે જ્યાં નો તે નિવાસી હોય.
2. રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક પહેલા જે તે રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેશે.

બંધારણ સભાની પ્રાંતીય સમિતિ એ સલાહ આપી હતી કે રાજ્યપાલ એ લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલો હોવો જોઈએ પરંતુ બંધારણ સભામાં આ બાબતને સામાન્ય બહુમતી મળી નહીં. ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ રાજ્યપાલની નિમણૂક થાય તે પક્ષમાં હતા જ્યારે ટી. ટી. કૃષ્ણામાચારી અને ગોવિંદ વલ્લભ પંથ રાજ્યપાલની ચૂંટણી થાય તે પક્ષમાં હતા.

સરકારિયા આયોગની અન્ય ભલામણો 

રાજ્યપાલને તેના પાંચ વર્ષના કાર્યકાળ પહેલા રાજકીય કારણોથી હટાવવા જોઈએ નહીં. રાજ્યપાલે અનુચ્છેદ 356 (બંધારણીય કટોકટી)ને લાગુ કરવાની ભલામણ કરતા પહેલા અન્ય તમામ શક્યતાઓની વ્યવસ્થા વિચારવી જોઈએ. Rajyapal દ્વારા મંત્રી પરિષદને બહુમત સિદ્ધ કરવાનો આદેશ ધારાસભાના પટલ પર રજૂ કરવો જોઈએ નહીં કે રાજભવનમાં.

રાજ્યપાલનો કાર્યકાળ

અનુચ્છેદ-156 મુજબ રાજ્યપાલના કાર્યકાળની મુદતનો ઉલ્લેખ છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલના હોદ્દા પર કાર્યરત રહેશે અને તે પોતાની સહીથી કરેલા લખાણ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. અથવા રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી તે પદ પર રહી શકે છે.

રાજ્યપાલના હોદ્દાની મુદત તેઓ પોતાના હોદ્દો સંભાળે તે તારીખથી ધ્યાનમાં રહેશે, પરંતુ રાજ્યપાલ પોતાના હોદ્દાની મુદત પૂરી થતી હોવા છતાં, તેમના ઉત્તરાધિકારી હોદ્દો ન સંભાળે ત્યાં સુધી હોદ્દા ઉપર ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ રાજ્યપાલને તેનો કાર્યકાળ પૂર્ણ થતા બીજા રાજ્યમાં અથવા તે જ રાજ્યમાં અથવા બાકી કાર્યકાળ માટે પણ બીજા રાજ્યના Rajyapal તરીકે નિમણૂક આપી શકે છે.

આકસ્મિક સંજોગોમાં રાજ્યપાલનો હોદ્દો ખાલી પડે તો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તેમ વ્યવસ્થા કરી શકે છે જેમ કે તે ઈચ્છે તો રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને પણ રાજ્યપાલનો હોદ્દો સોંપી શકે છે. રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ન હોય તો વરિષ્ઠ ન્યાયાધીશને રાજ્યપાલનો હોદ્દો સોંપી શકે છે.

રાજ્યપાલની લાયકાત

અનુચ્છેદ-157 બંધારણના આ અનુચ્છેદમાં Rajyapalના પદ માટે નિમણૂક થયેલ વ્યક્તિની લાયકાતોની જોગવાઈ કરવામાં આવે છે.

  1.  તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ.
  2.  ઓછામાં ઓછી તેની ઉંમર ૩૫ વર્ષની હોવી જોઈએ.
  3.  કોઈપણ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ. (કોઈપણ સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ)
  4.  સંસદ (લોકસભા અને રાજ્યસભા) અથવા રાજ્ય વિધાનમંડળ (વિધાનસભા અને વિધાનપરિષદ) ના કોઈપણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ.
  5.  જો સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના સભ્યો હોય તો રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળે તે તારીખથી તે સભ્યપદ ખાલી કરવું પડે.

રાજ્યપાલના હોદ્દાની શરતો

અનુચ્છેદ-158 રાજ્યપાલના હોદ્દાની શરતોનો ઉલ્લેખ છે.

  1. સંસદના કોઈપણ ગૃહ કે રાજ્ય વિધાનમંડળના કોઈપણ ગૃહનો સભ્ય ન હોય.
  2. લાભનું પદ ધરાવતો ન હોય.
  3. સંસદ દ્વારા નક્કી કરાયેલા પગાર-ભથ્થા અને વિનામૂલ્ય રહેઠાણની સગવડનો અધિકાર તથા બીજી અનુચૂચિમાં દર્શાવ્યા પ્રમાણે વિશેષ અધિકાર.
  4. જો બે કે તેથી વધુ રાજ્યનો કાર્યભાર સંભાળતો હોય તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલો પગાર અને ભથ્થા મળશે ( 7બંધારણીય સુધારો 1956)
  5. રાજ્યપાલને મળતા પગાર ભથ્થામાં તેની હોદ્દાની મુદત દરમિયાન ઘટાડો કરી શકશે નહીં.

રાજ્યપાલ નો પગાર

1 લી એપ્રિલ 2018થી જે-તે રાજ્યના રાજ્યપાલને પગાર ₹ 3,50,000 આપવામાં આવે છે.
રાજ્યપાલના પગાર ભથ્થા રાજ્યની સંચિત નિધિ (સ્થાયી ભંડોળ / એકત્રિત ફંડમાંથી આપવામાં આવે છે જેના પર રાજ્યના વિધાન મંડળને મતદાન કરવાનો અધિકાર નથી. બે અથવા વધુ રાજ્યોના Rajyapal હોવાના સંબંધમાં બધા રાજ્યો સાથે મળીને પગાર ચૂકવશે.

રાજ્યપાલના શપથ

રાજ્યપાલ અનુચ્છેદ-159 મુજબ જે તે રાજ્યની ઉચ્ચ ન્યાયાલય (હાઇકોર્ટ)ના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમની ગેરહાજરીમાં વરિષ્ઠ ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે. રાજ્યપાલ બંધારણના રક્ષણ અને સુરક્ષાની શપથ લે છે.

રાજ્યપાલના કાર્ય અને શક્તિઓ

1. વહીવટી શક્તિઓ
2. નાણાકીય શક્તિઓ
3. ધારાકીય શક્તિઓ
રાજ્યપાલની વીટો સત્તાઓ
રાજ્યપાલને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા
4. ન્યાયિક શક્તિઓ
5. વિવેકાધીન શક્તિઓ

1. વહીવટી શક્તિઓ

રાજ્ય સરકારના તમામ કાર્યો Rajypalના નામે થાય છે. રાજ્યપાલ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે, જે રાજ્યપાલની ઈચ્છા સુધી પોતાના પદ પર કાર્યરત રહે છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક (અનુચ્છેદ 164) કરે છે.

રાજ્યપાલ રાજ્યનો મહાધીવક્તા (એડવોકેટ જનરલ) ની નિમણૂક અને તેના પગાર ભથ્થા નક્કી કરે છે. તે રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર (અનુચ્છેદ 165) રહી શકે છે. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે, પણ હટાવવા માટે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયધીશો માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા (મહાભિયોગ) દ્વારા જ હટાવી શકાય છે.

રાજ્યપાલ રાજ્ય જાહેર સેવા આયોગ (State Public Service Commission) ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે, પણ તેમને સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ પર માત્ર રાષ્ટ્રપતિ દ્વારા હટાવી શકાય છે. રાજ્યપાલ માત્ર તેમને નિલંબિત (Suspend) કરી શકે છે. રાજ્યપાલ રાજ્યોની તમામ યુનિવર્સિટીઓના કુલાધિપતિ (Chancellor) તરીકે કાર્ય કરે છે. અને આ યુનિવર્સિટીના કુલપતિ (Vice Chancellor)ની નિમણૂક કરે છે.

અનુચ્છેદ-167 મુજબ રાજ્યપાલ રાજ્યના વહીવટી અને ધારાકીય વિષયોથી સંબંધીત કોઈપણ પ્રકારની માહિતી મુખ્યમંત્રી પાસે માંગી શકે છે અથવા કોઈ મંત્રીના વિચારને મંત્રી પરિષદ સમક્ષ રાખી શકે છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિને રાજ્યમાં બંધારણીય કટોકટી લાગુ કરવા અંગેની ભલામણ કરી શકે છે. જો અનુચ્છેદ-356 અનુસાર રાજ્યમાં કટોકટીની સ્થિતિ હોય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે વિશાળ સત્તાઓ ભોગવે છે.

2. નાણાંકીય શક્તિઓ

રાજ્યપાલ રાજ્યના નાણામંત્રીના માધ્યમથી રાજ્યની વિધાનસભામાં વાર્ષિક નાણાકીય નિવેદન (બજેટ અનુચ્છેદ-202) રજૂ કરાવે છે. બંધારણના અનુચ્છેદ-207 મુજબ Rajyapalની પૂર્વ મંજૂરીથી જ નાણાકીય ખરડો વિધાનમંડળમાં રજૂ થાય છે.

રાજ્યપાલ એ રાજ્ય સરકારની આકસ્મિક નિધિ (Contingency Fund)ના મુખ્ય સંરક્ષક છે. તેમની પૂર્વમંજૂરી વિના આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં. રાજ્યમાં આવેલી તમામ પંચાયતો અને નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિઓની સમીક્ષા કરવા માટે દર 5 વર્ષે રાજ્ય નાણાપંચની રચના કરે છે. (અનુચ્છેદ-280 BB)

3) ધારાકીય / કાયદાકીય શક્તિઓ

અનુચ્છેદ-168 મુજબ રાજ્યપાલ રાજ્યની ધારાસભાનું અભિન્ન અંગ છે. રાજ્યપાલ રાજ્ય વિધાનમંડળના ગૃહની અથવા દરેક ગૃહની બેઠક, પોતાને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે વખોતો વખત બોલાવશે. પરંતુ એક સત્રની છેલ્લી બેઠક અને તે પછીના સત્રની પ્રથમ બેઠક માટેની નિયત તારીખો વચ્ચે 6 મહિના કરતા વધારે સમયગાળો રહેવો જોઈએ નહીં.

રાજ્યપાલ રાજ્ય વિધાનપરિષદમાં કુલ સભ્ય સંખ્યાના 1/6 ભાગના સભ્યોની કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજસેવા અને સહકારી ક્ષેત્રોમાંથી નિમણૂક (અનુચ્છેદ 171) કરે છે. રાજ્યપાલ, ગૃહની અથવા કોઈપણ એક ગૃહની સત્ર સમાપ્તિ કરી શકે છે. તે જ રીતે ગૃહનું વિસર્જન કરવાની પણ રાજ્યપાલને (અનુચ્છેદ-174) સત્તા છે. પરંતુ જ્યારે તે અનુચ્છેદ-356 (1) હેઠળ રાષ્ટ્રપતિએ રાજ્યની શાસકીય સત્તાઓ ગ્રહણ કરેલ હોય, ત્યારે તે સત્તા રાષ્ટ્રપતિને પ્રાપ્ત થાય છે.

રાજ્યપાલ, વિધાનસભાની દરેક સામાન્ય ચૂંટણી પછીના સત્રને અને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં, વિધાનસભા અને વિધાનપરિષદ બંને ગૃહોની સંયુક્ત બેઠક સંબોધન (અનુચ્છેદ 176) કરશે. વિધાનસભા અમને વિધાનપરિષદમાં સભાપતિ અને ઉપસભાપતિ એમ બંને હોદ્દાઓનું સ્થાન ખાલી હોય ત્યારે ગૃહના કોઈ સભ્યને સભાનું અધ્યક્ષ પદ સોંપી શકે છે.

વિધાનમંડળના સદસ્યોની ગેર લાયકાતો સંબંધિત પ્રશ્નો બાબતે કેન્દ્ર ચૂંટણી પંચ જોડે ચર્ચા-વિચારણા કરી તેનો નિર્ણય લઈ શકે છે. બંધારણના અનુચ્છેદ-333 મુજબ Rajyapal વિધાનસભામાં એક એંગલો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા. પરંતુ 25 જાન્યુઆરી 2020ના રોજ 104મો બંધારણીય સુધારો ધ્વારા આ પ્રથાને રદ કરવામાં આવેલ છે. રાજ્યપાલને વિધાનસભા અથવા વિધાનપરિષદને સંબોધન કરવાની સત્તા છે. CAG, જાહેર સેવા આયોગ અને રાજ્ય નાણાપંચના રિપોર્ટને વિધાનમંડળમા રજૂ કરાવે છે.

રાજ્યપાલની વીટો શક્તિઓ

બંધારણના અનુચ્છેદ-200 મુજબ રાજ્યપાલને રાજ્ય વિધાનમંડળમાંથી પસાર થયેલા કોઈપણ ખરડા પર વીટો સત્તાઓ મળેલી છે. રાજ્યપાલ પાસે સામાન્ય રીતે ત્રણ પ્રકારના વીટો પાવર છે.

  1. અંત્યાંતિક / અસ્વીકાર /Absolute Veto – ઈનકાર
  2. નીલંબકારી / Suspension Veto – પુન વિચારણા માટે મોકલવો પરંતુ નાણા ખરડા સિવાય
  3. જેબી / Pocket Veto – કોઈપણ નિર્ણય આપ્યા વગર રોકી રાખવો
  4. રાષ્ટ્રપતિના વિચાર માટે સુરક્ષિત રાખવો – (વધારાની સત્તા મળેલ છે) જો ખરડો હાઇકોર્ટની શક્તિઓને જોખમમાં મૂકે અથવા રાજ્યના નીતિ નિર્દેશક તત્વો વિરુદ્ધ હોય અથવા બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોય અથવા દેશહિત વિરુદ્ધ હોય તો રાષ્ટ્રપતિ માટે વિચારણા માટે સુરક્ષિત રાખવો ફરજિયાત છે.

રાજ્યપાલની વટહુકમ બહાર પડવાની સત્તા 

બંધારણના અનુચ્છેદ-213 મુજબ રાજ્યના Rajyapalને રાષ્ટ્રપતિની જેમ જ વટહુકમ (કાયદો ઘડવો) પ્રસિદ્ધ કરવાની સત્તા મળેલ છે. તેના માટેની પૂર્વશરત એ છે કે, રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ હોવું જોઈએ નહીં. અને જે રાજ્યમાં વિધાનસભા અને વિધાનપરિષદ હોય ત્યાં બંને ગૃહોનું સત્ર ચાલુ હોવું જોઈએ નહીં.

જો એક ગ્રુહની સત્ર સમાપ્તિ થઈ હોય તો પણ રાજ્યપાલ આ અનુચ્છેદ હેઠળ વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા ધરાવે છે, કારણ કે એક જ ગૃહ ચાલુ હોય ત્યારે તેને કાયદો ઘડવાની શકતા નથી. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ વિધાનમંડળનું સત્ર શરૂ થયાના 42 દિવસ અથવા 6 અઠવાડિયામાં વિધાનમંડળ માંથી પસાર કરવું જરૂરી છે. જો મંજૂર ન થાય તો તે રદ થવાને પાત્ર બને છે.

જો જે-તે રાજ્યમાં વિધાન મંડળના બંને ગૃહો હોય તેવા સંજોગોમાં અઠવાડિયાની ગણના જે ગ્રુપની બેઠક પ્રથમ નહીં પરંતુ પછીથી મળેલ હશે ત્યારથી કરવામાં આવશે. રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા રાજ્ય વિધાનસભા જેટલી જ મજબૂત છે. તે અનુસુચી-7 રાજ્યયાદી અને સંયુક્તયાદીમાં સમાવિષ્ટ વિષયો પૂરતો સીમિત છે.

પરંતુ કેન્દ્રીય કાયદા દ્વારા વિસંગતિના સંદર્ભમાં જ રાજ્યપાલનો વટહુકમ અમલમાં ગણાશે જો તે વટહુકમને રાષ્ટ્રપતિના સૂચનોને અનુસરીને જાહેર કરવામાં આવ્યું હોય. રાજ્યપાલના વટહુકમનો પ્રભાવ રાજ્ય વિધાનમંડળ દ્વારા બનાવવામાં આવેલા કાયદા સમાન છે.

4. રાજ્યપાલની ન્યાયિક શકિત 

બંધારણના અનુચ્છેદ-233 મુજબ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ રાજ્યના ન્યાયાલયની સલાહથી જિલ્લા ન્યાયાધીશોની નિયુક્તિ, સ્થાન વિતરણ અને પ્રમોશન આપે છે.

રાષ્ટ્રપતિ સંબંધિત રાજના ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિયુક્તિ માટે રાજ્યપાલ સાથે ચર્ચા કરે છે. અને રાજ્યપાલ રાજ્ય ન્યાયિક આયોગથી સંબંધિત વ્યક્તિઓની નિમણૂક પણ કરશે. અનુચ્છેદ-161 મુજબ રાજ્યપાલ સજામાં ઘટાડો, કાયદા વિરુદ્ધના કોઈપણ ગુનામાં સજામાફી, સજા મોકૂફી, સજામાંથી સંપૂર્ણ મુક્તિ (મૃત્યુદંડ સિવાય) આપવાની સત્તા ધરાવે છે.

રાજ્યપાલ રાજ્યયાદી અને સંયુક્ત યાદીના વિષયો પર આધારિત કાયદામાં માફી આપી શકે છે. રાજ્યપાલને સૈન્ય અદાલત કે ફાંસીની સજા સંપૂર્ણ માફ કરવાની સત્તા નથી. પરંતુ રાજ્યપાલ ફાંસીની સજામાં સંપૂર્ણ માફી સિવાય તેને અન્ય સજામાં ફેરવીને માફી આપી શકે છે.

5. રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓ 

બંધારણના અનુચ્છેદ-163 (1) મુજબ રાજ્યપાલને કારોબારી કાર્ય કરવામાં મદદરૂપ થવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતા વાળી એક મંત્રી પરિષદ હશે તેવી જોગવાઈ છે તથા રાજ્યપાલ પોતાની વિવેકીય શક્તિઓનો ઉપયોગ મંત્રી પરિષદની સલાહ મુજબ કરે છે.

રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે.

1) બંધારણમાં સ્પષ્ટ કરેલી વિવેકીય શક્તિ

અનુચ્છેદ-201 અનુસાર રાજ્ય વિધાન મંડળ દ્વારા મંજૂર કરેલ હોય ખરડાને રાષ્ટ્રપતિના વિચાર માટે સ્વવિવેકથી અનામત રાખી શકે છે. સ્વવિવેકથી રાજ્યપાલ વિધાનમંડળ દ્વારા પસાર કરેલો કોઈ ખરડાને એકવાર પુનઃ વિચારવા માટે પરત કરી શકે છે.

અનુચ્છેદ-365 અનુસાર રાજ્યમાં બંધારણ નિષ્ફળ થવાની પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિને રાજ્ય કટોકટી લાગુ કરવા માટે ભલામણ કરી શકે છે. અનુચ્છેદ-213 અનુસાર કોઈ વટહુકમ રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાખી શકે છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમની સરકારો દ્વારા આદિજાતિ જિલ્લા પરિષદને આપવાની રકમ બાબતે નિર્ણયો લઈ શકે છે.

2) પરિસ્થિતિજન્ય સ્વવિવેકી શક્તિઓ

મુખ્યમંત્રીના નિયુક્તિના સમયે જ્યારે કોઈ દળ અથવા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત ન હોય અથવા બહુમત પ્રાપ્ત કે ગઠબંધનના કોઈ નિશ્ચિત નેતા ન હોય તો રાજ્યપાલ એવી સ્થિતિમાં મુખ્યમંત્રીની નિમણૂક પોતાના વિવેકથી કરે છે.

જો રાજ્યપાલની દ્રષ્ટિએ વિધાનસભામાં સરકારે બહુમતી ગુમાવી હોય તો મુખ્યમંત્રીને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે અથવા રાજીનામું આપવા કહી શકે છે અને જો તે બંનેમાંથી કોઈ પણ વાત માટે તૈયાર ન હોય તો રાજ્યપાલ મંત્રી પરિષદને ભંગ કરી શકે છે તથા મુખ્યમંત્રીને પદભ્રષ્ટ કરી શકે છે.

એ જ પ્રકારે વિધાનસભા દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરી દેવામાં આવેલ હોય અને મંત્રીપરિષદે રાજીનામું ન આપ્યું હોય ત્યારે રાજ્યપાલ મંત્રીપરિષદને ભંગ કરી શકે છે.રાજ્યપાલ કેટલીક વિશેષ પરિસ્થિતિઓ અથવા કોઈ મહત્વપૂર્ણ વિષય પર તત્કાલીન વિચાર કરવા માટે અથવા મુખ્યમંત્રીના બહુમતમાં શંકા હોવા પર સ્વવિવેકથી વિધાનસભાનું અધિવેશન બોલાવી શકે છે.

રાજ્યપાલ સ્વવિવેકથી મુખ્યમંત્રી સહિત કોઈપણ મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચાર વગેરેના આરોપ પર કેસ દાખલ કરવાની મંજૂરી આપી શકે છે. રાજ્યપાલ વિશેષ પરિસ્થિતિઓમાં વિધાનસભા ભંગ કરવાના સંબંધમાં મુખ્યમંત્રીની સલાહને નકારી શકે છે. અથવા તેમની સલાહ વગર જ સ્વવિવેકથી વિધાનસભાને ભંગ કરી શકે છે.

અનુચ્છેદ-163 (2) મુજબ રાજ્યપાલને વિવેકબુદ્ધિ અનુસાર કોઈ બાબત અંગે પ્રશ્ન થાય તો રાજ્યપાલે પોતાનો વિવેક બુદ્ધિથી કરેલો નિર્ણય આખરી ગણાશે અને તેમના કરેલા કોઈપણ કાર્યનું કાયદેસરતા સામે પોતાની વિવેક બુદ્ધિથી કરવું જોઈતું હતું કે નહીં તે અંગે કઈ કોઈ પણ વાંધો ઉઠાવી શકશે નહીં.

રાજ્યપાલના વિશેષાધિકાર

અનુચ્છેદ-361 મુજબ રાજ્યપાલને વિશેષાધિકાર મળેલા છે જે નીચે મુજબ આપેલ છે.

  1. તેના કાર્યકાળ દરમિયાન તેની ધરપકડ કરવા કોઈપણ ન્યાયાલય આદેશ કરી શકતુ નથી.
  2. તેના કાર્યકાળ દરમિયાન તેની સામે ફોજદારી કેસ ચલાવી શકાતો નથી.
  3. વ્યક્તિગત રૂપમાં રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કેસની સુનાવણી થઈ શકે પણ તે માટે તેને બે મહિના પૂર્વે રાજ્યપાલને નોટિસ આપવી જરૂરી છે.
  4. પોતાના પદ પર કરેલા કોઈપણ કાર્ય માટે તે કોઈ પણ ન્યાયાલયને જવાબદાર નથી.

રાજ્યની મંત્રી પરિષદ

રાજ્યપાલને સલાહ આપવા માટે તેમજ મદદ કરવા માટે મંત્રી પરિષદની રચના અનુચ્છેદ 163 મુજબ કરવી પડે છે.

બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલા વિવેક બુદ્ધિ અનુસારના કાર્યોને બાદ કરતા રાજ્યપાલને કાર્ય કરવામાં મદદ કરવા તથા સલાહ આપવા માટે એક મંત્રીમંડળની રચના કરવી પડે છે જે મંત્રીમંડળના વડા મુખ્યમંત્રી હોય છે.

નિમણૂક

મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે તથા અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રીને સાલા મુજબ કરે છે.

રાજ્યપાલની વ્યક્તિગત જવાબદારી

મંત્રીઓ રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી પોતાના હોદ્દા પર રહેશે મતલબ મંત્રીય વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને રાજીનામું આપવા અથવા રાજ્યપાલને કોઈ મંત્રીને બરખાસ્ત કરવા જણાવી શકે છે.

રાજ્યપાલની સામૂહિક જવાબદારી

મંત્રી પરિષદ સામૂહિક રીતે વિધાન સભાને જવાબદાર હોય છે. જો વિધાન સભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપી દેવું પડે છે.

શપથ

રાજ્યપાલ મંત્રીઓને બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવે છે. જો કોઈ મંત્રી વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય ન હોય તો તેને 6 મહિનાની અંદર કોઈપણ એક ગૃહનો સભ્ય બનવું ફરજિયાત છે.

પગાર ભથ્થા

જે તે રાજ્યનું વિધાન મંડળ કાયદા દ્વારા વખતોવખત મંત્રીઓના પગાર-ભથ્થા નક્કી કરશે. ત્યાં સુધી બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ પગાર-ભથ્થા મળવાપાત્ર રહેશે.

ગુજરાતના રાજ્યપાલ ની યાદી

1

મહેંદી નવાઝ જંગ 

1960-1965

2

નિત્યાનંદ કાનુનગો 

1965-1967

3

પી.એન. ભગવતી (કાર્યકારી)

1967

4

શ્રી મન્નારાયણ

1967-1973

5

પી.એન.ભગવતી (કાર્યકારી)

1973

6

કે.કે.વિશ્વનાથન

1973-1978

7

શારદા મુખર્જી

1978-1983

8

કે.એમ.ચાંડી 

1983-1984

9

બી.કે.નહેરુ

1984-1986

10

આર.કે.ત્રિવેદી

1986-1990

11

મહિપાલચંદ્ર શાસ્ત્રી

1990

12

સ્વરૂપ સિંહ 

1990-1995

14

કૃષ્ણપાલ સિંહ

1996-1998

15

અંશુમાન સિંહ 

1998-1999

16

કે.જી.બાલકૃષ્ણન (કાર્યકારી)

1999

17

સુંદરસિંહ ભંડારી

1999-2003

18

કૈલાશપતિ મિશ્રા

2003-2004

19

બલરામ જાખડ (કાર્યકારી)

2004

20

નવલકિશોર શર્મા

2004-2009

21

એસ.સી.ઝમીર (કાર્યકારી)

2009

22

કમલાબેન બેનીવાલ 

2009-2014

23

માર્ગરેટ આલ્વા (કાર્યકારી)

2014

24

ઓમપ્રકાશ કોહલી

2014-2019

25

આચાર્ય દેવવ્રત

2019 થી અત્યાર સુધી 

રાજ્યપાલ વિશે જાણવા જેવું 

  • કેટલીક વિશેષ બાબતોમાં રાષ્ટ્રપતિના નિર્દેશ પર રાજ્યપાલની વિશેષ જવાબદારીઓ બને છે જેમ કે,1) મહારાષ્ટ્રમાં વીદર્ભ અને મરાઠાવાડ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના કરવી.
    2) ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના કરવી.
  • સૌ પ્રથમ મહિલા Rajyapal – સરોજિની નાયડુ (ઉત્તર પ્રદેશમા રાજ્યપાલ)
  • સૌ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ – કુમુદબેન જોશી (આંધ્રપ્રદેશ)
  • બીજા ગુજરાતી મહિલા રાજ્યપાલ – આનંદીબેન પટેલ (મધ્યપ્રદેશ)
  • આઝાદી પહેલાના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ – ચંદુલાલ ત્રિવેદી (ઓરિસ્સા)
  • આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ – મંગલદાસ પકવાસા (મધ્ય પ્રદેશ)
  • ઈસવીસન 1970 માં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલ રાજ્યના મંત્રીમંડળ સાથેના સંબંધો બાબતે ‘ભગવાન સહાય સમિતિ’ બનાવી હતી.
  • ભારતમાં સૌપ્રથમ ઇસવીસન 1980 માં તમિલનાડુના રાજ્યપાલ પ્રભુદાસ પટવારીને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.
  • દિલ્હી, પોંડીચેરી, અંદમાન નિકોબાર માં રાજ્યપાલના બદલે ઉપરાજ્યપાલ (Lieutenant Governor) નું પદ હોય છે.
  • ચંદીગઢ, દિવ દમણ દાદરા નગર હવેલી, લક્ષદીપમાં વહીવટદાર (Administrator) નું પદ હોય છે.
  • પંજાબના રાજ્યપાલ ચંદીગઢના વહીવટદાર તરીકે ઓળખાય છે.
  • રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી મુજબ વધુમાં વધુ પાંચ વર્ષ સુધી રહી શકે છે, રાજ્યપાલને હોદ્દા પરથી હટાવવા બાબતે બંધારણમાં કોઈ જ જોગવાઈ નથી.

Faq (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. ગુજરાતના રાજ્યપાલ નું નામ શું છે?

Ans- ગુજરાતના વર્તમાન રાજ્યપાલ નું નામ શ્રી આચાર્ય દેવવ્રત છે.

2. પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા?

Ans- ભારતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ હતા.

3. ગુજરાત રાજ્યના વડા કોણ છે?

Ans- ગુજરાત રાજયના બંધારણીય વડા રાજ્યપાલ છે.

4. રાજ્યના વહીવટી વડા કોણ છે?

Ans- રાજ્યના વહીવટી વડા રાજ્યપાલ છે જ્યારે મુખ્યમંત્રી એ મંત્રીમંડળના વડા છે

વધુ વાંચો : રાષ્ટ્રીય પ્રતીકો  

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment