તાજેતરમાં લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાતા વિવિધ પરિયોજના જેવી કે, વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, ગીધ પરિયોજના, હાથી પરિયોજના તેમજ Magar Pariyojana વિષે વારંવાર પ્રશ્નો પૂછાયા હતા તેને ધ્યાનમાં રાખીને આજે અહી મગર પરિયોજના વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી જે જે તમને દરેક રીતે ઉપયોગી થાય તે હેતુ થી લખવામાં આવેલી છે.
Magar Pariyojana
મગરની ચામડી તથા ઔષધીય ગુણોને કારણે મગરનો શિકાર થવાથી તેની વસ્તીમાં ખુબ ઝડપથી ઘટી જેના કારણે ભારત સરકાર દ્વારા તેના સંરક્ષણ માટે Magar Pariyojana શરૂ કરવામાં આવી હતી.
મગર પરીયોજના વર્ષ 1975 માં રજૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મગરની પ્રજાતિને (ખાસ કરીને ઘડિયલ) નાશ:પ્રાય થવાના ખતરામાંથી બહાર લાવી ફરીથી તેમનું સંવર્ધન કરવું.
આ પરીયોજના ભારત સરકાર અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) એન્ડ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ફંડ (UNDP)ના સહયોગથી શરૂ કરવામાં આવી હતી.
સરીસૃપ પ્રાણીઓ એટલે શું?
સરીસૃપ પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે જે પેટે સરકીને ચાલે છે.
સરીસૃપ પ્રાણીઓની ભારતમાં 456 અને ગુજરાતમાં 107 પ્રજાતિઓ જોવા મળે છે.
સરીસૃપ પ્રાણીઓની વિશેષતાઓ
- સરીસૃપ પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે.
- સરીસૃપ પ્રાણીઓની ચામડી ચીકણી હોય છે.
- તેઓ અન્ય પ્રાણીઓ કરતા ઠંડુ લોહી ધરાવે છે.
- તેઓ ઈંડા મૂકે અને તેમની ત્વચા ખરબચડી અને સૂકી હોય છે.
- સમાન્ય રીતે તેઓ 3 ખંડોનું હૃદય ધરાવે છે પરંતુ અપવાદ રૂપે મગરમાં 4 ખંડોનું હૃદય ધરાવે છે.
મગર વિશ સામાન્ય માહિતી
લંબાઇ – 8 થી 10 ફૂટ
વજન – 900 થી 1000 કિલો
વિશેષતા – શિકારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જબડું ધરાવે છે.
ભારતમાં Magar Pariyojana વર્ષ 1975માં શરૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં મગર સંરક્ષણ પ્રોજેક્ટ વર્ષ 1977માં શરૂ કરવામાં આવ્યો હતો.
ભારતમાં મગર સંરક્ષણ પ્રોજેક્ટ સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય ઓડિશા છે.
પૃથ્વી પરના સૌથી ખૂંખાર શિકારી મગરની માનવામાં આવે છે મગરમચ્છ એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે તથા તે ઠંડુ લોહી ધરાવે છે.
માનવ અને મગર સંઘર્ષનું હોટસ્પોટસ
માનવ અને મગર વચ્ચે થતા ઘર્ષણના સ્થાનો ભારતમાં અલગ અલગ સ્થળોએ આવેલા છે જે નીચે મુજબ આપેલા છે.
ગુજરાત | વડોદરા |
રાજસ્થાન | કોટા |
ઓડિશા | કેન્દ્રપારા (ભીતરકર્ણિકા નેશનલ પાર્ક) |
અંદમાન નિકોબાર | ટાપુઓ |
ભારતમાં જોવા મળતી મગરની પ્રજાતિ
આમ તો ભારતમાં મગરોની 3 પ્રજાતિ જોવા મળતી હતી પરંતુ વર્તમાનમાં ઓડિશા રાજ્યમાં આવેલા ભીતરકર્ણિકા નેશનલ ખાતે 20 સફેદ મગરો જોવા મળ્યા હતા.
આ સાથે જ ભારતમાં મગરની મુખ્ય 4 પ્રજાતિ થઈ ગઈ, જે નીચે મુજબ આપેલી છે.
1 | મગર (માર્શ મગર) |
2 | ઘરિયાલ (ગેવિયર) |
3 | ખારા પાણીના મગર |
4 | સફેદ નદીમુખી મગર |
મગર (માર્શ મગર)
આ મગરનું વૈજ્ઞાનિક નામ Crococlyus Palustris છે.
મગર (માર્શ મગર)ને IUCNની સંવેદનશીલ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે.
મગર (માર્શ મગર) એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિ 1નું પ્રાણી છે.
આ પ્રકારની પ્રજાતિ ઈંડા મુકતી અને ‘હોલ નેસ્ટીંગ’ ધરાવતી પ્રજાતિ છે.
આ પ્રકારની પ્રજાતિ મુખ્યત્વે ભારતીય ઉપખંડ સુધી જ સમિતિ છે તે તાજા પાણીના સ્ત્રોતો અને ધીમા વહન ધરાવતી નદીઓ તેમ જ નદીમુખોમાં જોવા મળે છે.
તે મુખ્યત્વે બિહાર, ઝારખંડ ગંગા નદીમાં, રાજસ્થાનમાં તેમજ ગુજરાતમાં જોવા મળે છે.
આ મગર ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા અને પાવાગઢના ડુંગર માંથી નીકળતી વિશ્વામિત્રી નદીમાં આ પ્રજાતિના મગર જોવા મળે છે.
આ મગરને ઇન્ડિયન ક્રોકોડાઇલ પણ કહેવામાં આવે છે.
ઘરિયાલ (ગેવિયલ)
આ મગરનું વૈજ્ઞાનિક નામ Gavialis Gangeticus છે.
ઘરિયાલ મગરને IUCNની અતિ સંકટગ્રસ્ત શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે.
ઘરિયાલ મગરને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિ 1નું પ્રાણી છે.
આ મગરને ગેવિયર પણ કહેવામાં આવે છે તે એક પ્રકારની એશિયાઈ મગર છે જે પોતાના લાંબા, પાતળા જબડાના કારણે કે જેના પર એક ઘડા જેવા આકાર જોવા મળે છે તેથી અલગ તરી આવે છે.
જે માછલી હાની ન પહોંચાડતી હોય તેને આ મગર પોતાનો ખોરાક બનાવે છે.
આ મગર મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચંબલ અને શોણ નદીના વિસ્તારમાં જોવા મળે છે.
આ પ્રજાતિ પહેલા ઉત્તર ભારતની નદીઓમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી પરંતુ હાલ આ પ્રજાતિ માત્ર ચંબલ ખીણ પ્રદેશમાં જ જોવા મળે છે.
ખારા પાણીના મગર
આ મગરનું વૈજ્ઞાનિક નામ Crocodylus Porosus છે.
ખારા પાણીના મગરને IUCNની અલ્પચિંતાજનક શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે.
ઘડિયાળ મગરને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુસૂચિ 1નું પ્રાણી છે.
વિશ્વના તમામ મગરમાં સૌથી મોટો સરીસૃપ મગર આ પ્રજાતિનો છે જે અંદમાન અને નિકોબારના ટાપુઓ ખાતે જોવા મળે છે.
આ પ્રકારના મગરો ઓડિશાના ભીતરકર્ણિકા નેશનલ પાર્ક, પશ્ચિમ બંગાળના સુંદરવન અને અંદમાન નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે.
આ પ્રજાતિ મોટાભાગના મગરો કરતા વધુ જળચર છે અને 12 થી 15 માઈલ પ્રતિ કલાકની ઝડપે ટૂંકા ગાળા માટે તરી શકે છે.
વર્ષ 1974 સુધીમાં તે કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાંથી લુપ્ત થઈ ગઈ હતી.
સફેદ નદીમુખી મગર
વર્તમાનમાં ઓડિશા રાજ્યમાં આવેલા ભીતરકર્ણિકા નેશનલ પાર્કના નદીમુખમાં 20 સફેદ નદીમુખી મગરો જોવા મળ્યા હતા.
આ સાથે હવે મગરોની એક નવી પ્રજાતિનો ઉમેરો થયો.
ભારતમાં મગર સંરક્ષણ કાર્યક્રમ
મગરનો વધતો શિકાર તેમજ તેની સંખ્યામાં થતા ઘટાડાના કારણે તેને બચાવવાં માટે વિવિધ સંરક્ષણ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે.
દંગમાલમાં બૌલા પ્રોજેક્ટ
ઓડિશા ખાતે આવેલુ ભીતરકરનિકા અભ્યારણના દંગમાલ ખાતે ખારા પાણીના મગર ઈંડા મુકવા આવે છે આ ઈંડાને એકત્ર કરવામાં આવે છે.
આજ સ્થળે નાના મગરને નદીઓ અને ખાડીઓમાં છોડવામાં આવે છે.
રામતીર્થ ખાતે મગર પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટની શરૂઆત તમિલનાડુ રાજ્યમાં વર્ષ 1984 થી કરવામાં આવેલી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સીમલીપાલમાં મગરનું સંવર્ધન કરવામાં આવે છે.
ટીકરપાડા ખાતે ઘડિયાળ પ્રોજેકટ
આ પ્રોજેક્ટરની શરૂઆત ઓડિશા રાજ્યમાં કરવામાં આવેલી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ઘડિયાળ પ્રજાતિના મગરોનું સંરક્ષણ કરવામાં આવે છે.
મગર માટે સંરક્ષિત વિસ્તારો
- રાષ્ટ્રીય ચંબલ અભ્યારણ (રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ)
- કેટનિયાઘાટ વન્યજીવ અભ્યારણ
વિશ્વનો સૌથી મોટો મગર
વિશ્વનો સૌથી મોટો જીવિત મગર (ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં) ઓરિસ્સા રાજ્યના ભીતરકર્ણિકા નેશનલ પાર્કમાં વર્ષ 2006માં નોંધાયો હતો.
આ મગરની લંબાઈ 23 ફૂટ અને વજન 3 ટન હતું તેનું નામ મચીમોસોરસ રેક્સ હતું અને તેની ખોપડી 5 ફૂટ લંબાઈની હતી.
મગર એ સરીસૃપ વર્ગનું પ્રાણી છે જે ચાર ખંડનું હૃદય ધરાવે છે.
વિશ્વ મગર દિવસ
વિશ્વ મગર દિવસ 17 જુનના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ વિશ્વભરમાં લુપ્તપ્રાય મગર તથા ઘડિયાળો પ્રત્યે જાગૃતતા વધારવાનું અભિયાન છે.
ઓડિશાનો કેન્દ્રપરા જિલ્લો મગરની તમામ ત્રણ જાતો ધરાવતો ભારતનો એકમાત્ર જીલ્લો બન્યો છે જ્યાં મગરની ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે.
મગર વિશે જાણવા જેવું
જ્યારે પૃથ્વી પર ડાયનાસોર નો અસ્તિત્વ હતું તે સમયથી મગર આ ધરતી પર અસ્તિત્વ ધરાવે છે.
મગરનાસંરક્ષણ અને સંવર્ધન માટે ડૉ. એચ.આર.બસ્ટડની સલાહ પર ભારતમાં વર્ષ 1975માં મગરના સંરક્ષણ માટેની પરીયોજનાની શરૂઆત કરવામાં આવી હતી.
આ પરિયોજના અંતર્ગત દેશમાં સૌપ્રથમ ઓડિશાના તિકરપરામાં મગર પ્રજનન કેન્દ્રની શરૂઆત કરાઈ હતી.
આ Magar Pariyojana અંતર્ગત શરૂઆતમાં ભારતમાં 16 મગરમચ્છ પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી.
ઓડિશાના નંદનકાનન ઉધાનમાં મગરની ચારેય પ્રજાતિઓની કેપ્ટિવ બ્રિડિંગ યોજના હાથ ધરવામાં આવી છે.
મગર બચાવ કેન્દ્રનો પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી કરવામાં આવ્યો છે.
મગરની વસ્તી ગણતરી
તાજેતરમાં વર્ષ 2023માં જ મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
વર્ષ 2023માં સરીસૃપની વાર્ષિક ગણતરી કરવામાં આવી હતી જે મુજબ ઓડિશાના કેન્દ્રપરા જિલ્લામાં ભીતરકરણીકર રાષ્ટ્રીય ઉધાન અને તેની આસપાસના વિસ્તારોમાં ખારા પાણીના મગરોની સંખ્યામાં વધારો થયો છે.
વર્ષ 2023ની સરીસૃપ વસ્તી ગણતરી મુજબ ખારા પાણીના મગરોની સંખ્યા 1793 થઈ છે.
ભારતમાં ખારા પાણીના મગરોની સંખ્યા અંદાજે 1976માં 96 હતી જે વધીને 2012માં 1640 થઈ ગઈ છે.
ગુજરાતમાં આવેલી વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે.
મગરડી શું છે?
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં પ્રાણી સંરક્ષણ માટેની મીટીંગ દરમિયાન મગરડી સિંચાઈ યોજનાની શરૂઆત કરી હતી.
આ સિંચાઇ યોજના જુનાગઢ જિલ્લામાં જંગલની જમીનનો ઉપયોગ કરીને પ્રેમપરાની 38.23 હેક્ટર જમીનને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ પ્રેમપરા અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવી છે.
મગરોની નદીઓ
મગરોની નદીઓ એટલે કે જે-તે દેશ કે રાજ્યમાં આવેલી નદીઓમાં સૌથી વધું જોવા મળતી મગરોની પ્રજાતિ.
ક્રમ | દેશ / રાજ્ય | નદી |
1 | ભારત | મહાનદી |
2 | ગુજરાત | વિશ્વામિત્રી |
3 | આફ્રિકા | લિમ્પોપો |
આ પણ વાંચો વાઘ પરિયોજના : Read More