Dahod District નો સામાન્ય પરિચય
- સ્થાન : મધ્ય ગુજરાત
- મુખ્ય મથક : દાહોદ
- ક્ષેત્રફળ : 3628.50 ચો. કિમી
- કુલ વસ્તી : 21,27,086
- વસ્તી ગીચતા : 584 (દર ચો. કિમી દીઠ)
- સાક્ષરતા : 58.82 %
- પુરુષ સાક્ષરતા : 72.14 %
- મહિલા સાક્ષરતા : 49.02 %
- લિંગ પ્રમાણ : 986
- શિશુ લિંગ : 937
દાહોદ જિલ્લાની આંતરરાજ્ય સરહદ
1. રાજસ્થાન
2. મધ્ય પ્રદેશ
દાહોદ જિલ્લાની જિલ્લા સરહદ
1. મહીસાગર
2. પંચમહાલ
3. છોટાઉદેપુર
દાહોદ જિલ્લાના જોવાલાયક સ્થળો
- રતનમહાલ રીંછ અભ્યારણ
- શિવ મંદિર બાવકા
- કેદારનાથ શિવ મંદિર ચોસાલા
- ઘુઘર દેવ શિવ મંદિર ચાકલીયા
- ભમરેચી માતાનું મંદિર લીમખેડા
- દેવઝરી મહાદેવ મંદિર રોઝમ
- પંચકૃષ્ણ મંદિર થેરકા
- માનગઢ હિલ ગઢડા (ફતેપુરા)
- ઠક્કર બાપા સરોવર
- મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર પાંચવાડા
- બાવકા શિવ મંદિર
- કંકણેશ્વર મહાદેવ મંદિર
દાહોદ નો ઇતિહાસ
ગુજરાતનો પૂર્વનો દરવાજો અથવા ઉગતા સૂર્યનો જિલ્લો એટલે દાહોદ જિલ્લો દાહોદ જિલ્લો એ ગુજરાત રાજ્યમાં મધ્ય ગુજરાતમાં આવેલો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે.
દાહોદ જિલ્લો દૂધીમતી નદીના કિનારે વસેલો છે અને અહીં દધીચિ ઋષિએ દુધીમતી નદી કિનારે કઠોર તપ કર્યું હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ) ના સમયમાં પંચમહાલ માંથી દાહોદ જિલ્લાની રચના થઈ હતી.
મુઘલ સામ્રાજ્યના છઠ્ઠા નંબરના શાસક ઔરંગઝેબ (આલમગીર) નો જન્મ દાહોદ શહેરના ગડીના કિલ્લામાં થયો હતો.
દાહોદ જિલ્લાના તાલુકા કેટલા
1 | દાહોદ |
2 | ઝાલોદ |
3 | ફતેપુરા |
4 | સંજેલી |
5 | સિંગવડ |
6 | લીમખેડા |
7 | ધાનપુર |
8 | ગરબાડા |
9 | દેવગઢબારિયા |
દાહોદ
દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય સરહદો મળતી હોવાથી તે દો-હદ એટલે કે દાહોદ તરીકે ઓળખાય છે.
દાહોદનું પ્રાચીન નામ દાધિપત્ર , દધીપુરાનગર છે. દાહોદ જીલ્લાના તાલુકા નવ છે અને દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે.
ગરીબોના મેલી તરીકે જાણીતા ઠક્કર બાપાની કર્મભૂમિ દાહોદ જિલ્લામાં છે.
ઝાલોદ
દાહોદ શહેરથી 32 km દુર આવેલું શહેર ઝાલોદએ તાલુકો છે.
અહી થેરકા ખાતે પંચક્રિશ્ના મંદિર આવેલું છે.
અહી આવેલું ભરત ટાવર એ જોવાલાયક છે.
ફતેપુરા
દાહોદ શહેરથી 70 km દુર આવેલું આ શહેર પાળીયાઓ માટે જાણીતું છે.
દિવાળીના 14 દિવસ પછી ચૌઉદ્સના દિવશે ગુજરી ગયેલા પૂર્વજોની યાદમાં પાળિયા નાખવાનો રીવાજ હોય છે જેથી આ પાળિયા માટે ફતેપુરા જાણીતું છે.
આ શહેરથી રાજસ્થાન રાજ્યની સરહદ માત્ર 5 km દુર છે.
સંજેલી
દાહોદ શહેર થી 52 km દુર આવેલું આ શહેર જંગલ વિસ્તાર માટે જાણીતું છે.
અહી જંગલી જાનવરો જેવા કે દીપડો , જંગલી ભૂંડ જેવા પ્રાણીઓ જોવા મળે છે.
સિંગવડ
સિગવડ તાલુકાની રચના 1 મેં 2017ના રોજ લીમખેડા તાલુકા માંથી કરવામાં આવી હતી.
અહીં રણધીકપુર ગામે કબુતરી નદી કિનારે ભમરેચી માતાનું મંદિર આવેલું છે.
આ મંદિરની પાસે એક ઝરણું આવેલું છે જ્યાં બારેમાસ પાણી વહે છે.
લીમખેડા
દાહોદ થી 32 કિલોમીટર દૂર આવેલું રતનમહાલ રીંછ અભ્યારણ માટે જાણીતું છે.
અહીં આવેલો ઉમરીયા ડેમ ચોમાસાની ઋતુમાં આકર્ષણ અને કેન્દ્ર છે.
લીમખેડામાં હોળી પછીના દિવસોમાં આમલી અગિયારસનો મેળો ભરાય છે.
ધાનપુર
ધાનપુર તાલુકામાં આવેલું કંજેટા ગામ આંબળા , મધ અને ચારોળી માટે પ્રખ્યાત છે. (Trik – આમચી મુંબઈ)
ગરબાડા
ગુજરાતનો સૌથી પૂર્વમાં આવેલો તાલુકો છે અને અહીં સૌપ્રથમ સૂર્યોદય અહીં થાય છે. (ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય અહીં થાય છે)
ઠક્કર બાપા સરોવર અહીં આવેલું છે અને આ સરોવર ઉપર પાટાડુંગરી બંધ બાંધવામાં આવેલો છે.
પાટાડુંગરી સિંચાઈ યોજના ગરબાડા તાલુકાના પાંચવાડા ખાતે આવેલી છે જે ખાન નદી પર બનાવવામાં આવેલી છે.
ગરબાડા ખાતે ભીમકુંડ પણ આવેલો છે.
ગરબાડાના નઢેલાવ ગામે કારતક સુદ એકમના રોજ ગાય ગોહરીનો મેળો ભરાય છે.
ગરબાડાના જેસાવાડા ગામે ગોળ ગધેડાનો મેળો ભરાય છે.
ગરબાડાના ગાંગરડી ગામે અને ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ચૂલનો મેળો ભરાય છે.
દેવગઢબારિયા
દાહોદનું પેરિસ તરીકે ઓળખાતું દાહોદ જિલ્લાનું આ એક રજવાડી શહેર દાહોદ થી લગભગ 70 કિલોમીટર દૂર આવેલું છે.
અહીં આવેલો રાજમહેલ , સાગર મહેલ , લાલ બંગલો , સ્પોર્ટ ક્લબ , સર રણજીતસિંહજી હાઇસ્કુલ અને ઐતિહાસિક ટાવર જોવાલાયક સ્થળો છે.
અહીં દર બે વર્ષે ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવે છે.
દેવગઢ બારીયાની સ્થાપના વર્ષ 1524માં પતઇ રાવળ (જયસિંહ ચૌહાણ) ના પૌત્ર ડુંગરસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
આ વંશના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા.
અહીંથી સૌથી વધુ ગ્રેફાઇટ મળી આવે છે.
અહીં દાળની મિલો આવેલી છે.
અહીં રજવાડી કુટુંબના રાજકુમારી હેમાંગીસિંહને રાજસ્થાનના શાસ્ત્રી નૃત્ય ઘુમ્મર માટે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે.
દાહોદ જિલ્લાની નદીઓ
દૂધીમતી
પાનમ
ખાનનદી
અનાસ નદી
કાલી નદી
માછણ નદી
હડપ નદી
ધોધ
નળધા ધોધ – ધાનપુર
રોહન ધોધ – ધાનપુર
કઠીવાડા ધોધ – ધાનપુર
કુંડ
ભીમકુંડ – ગરબાડા
તળાવ / સરોવર / ડેમ
છાબ તળાવ – દાહોદ
દેલસર તળાવ – દાહોદ
હસ્તેસ્વર તળાવ – લીમખેડા
ઠક્કર બાપા સરોવર – ગરબાડા
વન
હિડિંબા વન – ચોસલા
આરોગ્ય વન – દાહોદ
વન ચેતના કેન્દ્ર – રાબડાલ (દાહોદ)
કોરોના વોરિયર્સ વન – બાવકા
પાક
મકાઈ
બાજરી
ડાંગર
મગફળી
જવ
ચણા
તમાકુ
ખનીજ
ગ્રેફાઇટ
દાહોદ જિલ્લાના અભ્યારણ
દાહોદ જીલ્લામાં એક માત્ર રીંછ અભ્યારણ આવેલું છે જે દાહોદ જીલ્લ્લાના લીમખેડા તાલુકામાં આવેલું છે. જેની માહિતી નીચે મુજબ આપેલી છે.
રતનમહાલ રીંછ અભ્યારણ – લીમખેડા
સ્થાપના – માર્ચ 1982
ક્ષેત્રફળ – 11.65 ચો.km
મુલાકાતનો સમય – ઓક્ટોબર થી મેં
રીંછ (Sloth bear) આ અભ્યારણનો મુખ્ય પ્રાણી છે.
રીંછ નું વૈજ્ઞાનિક નામ – મેલુંરસસ યુરસીનસ
રીંછનું સ્થાનિક નામ – ભાલુ
રીંછ નું પ્રિય ભોજન – ઉધય
ગુજરાતમાં આવેલા પાંચ રીંછ અભયારણ્ય પૈકી સૌથી વધુ રીંછોની સંખ્યા રતનમહાલ રીંછ અભ્યારણમાં છે.
પાંચ રીંછ અભ્યારણો નીચે મુજબ છે.
1 | બાલારામ રીંછ અભ્યારણ | બનાસકાંઠા |
2 | જેસોર રીંછ અભ્યારણ | બનાસકાંઠા |
3 | રતનમહાલ રીંછ અભ્યારણ | દાહોદ |
4 | જાંબુઘોડા રીંછ અભ્યારણ | પંચમહાલ |
5 | શૂલપાણેશ્વર રીંછ અભ્યારણ | નર્મદા |
આ અભ્યારણમાં મહુડાના વૃક્ષો સૌથી વધુ છે.
આ અભ્યારણમાં રીંછ , દીપડો ,ચરખ , ચોસિંગા જેવા પ્રાણીઓ જોવા મળે છે.
દાહોદ જિલ્લાના મેળાઓ
દાહોદ જીલ્લામાં જુદા જુદા તહેવારે મેળાઓ ભરાય છે જેમાં મુખ્યત્વે હોળીના સમયે દાહોદ જીલ્લામાં મેળાઓ ભરાય છે જે દરેક મેળાઓ વિશે નીચે આપેલ છે.
ગોળ ગધેડાનો મેળો
ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના જેસાવાડા તાલુકામાં હોળી પછી પછી પાંચમા સાતમા કે બારમા દિવસે ભરાય છે.
પ્રાચીન સમયમાં સ્વયંવરની યાદ અપાવતો મેળો એટલે આજનો ગોળ ગધેડા નો મેળો.
આ મેળો એક મોટા મેદાનમાં આડા અને ઉભા સિમડાનો એક માંચડો તૈયાર કરી તેની ઉપર એક પોટલીમાં ગોળ બાંધવામાં આવે છે.
અને આ પોટલી લેવા માટે યુવાનો આ માંચડે ચડે છે અને આ માંચડાની ફરતે ગોળની પોટલીની રક્ષા કરતી આદિવાસી બહેનો હાથમાં લાકડીયો લઈને યુવાનોને રોકે છે.
જે યુવાન આ ગોળની પોટલી લેવામાં સફળ થાય છે તેને મેળામાં મનગમતી છોકરી સાથે લગ્ન કરવાની પરંપરા હતી.
પરંતુ હવે આ લગ્ન કરવાની પરંપરા રહી નથી પણ વિજેતાને ચોક્કસ રકમ આપવામાં આવે છે અને મનોરંજન માટે આ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે.
આમલી અગિયારસનો મેળો (હાથી ધરાનો મેળો)
ફાગણ સુદ અગિયારસના દિવસે લીમખેડા તાલુકાના હાથી ધારાના મેદાનમાં આ મેળો ભરાય છે આથી જ આ મેળાને હાથી ધરાનો મેળો પણ કહેવામાં આવે છે.
ગળદેવનો મેળો
આ મેળો દાહોદ જિલ્લાના ખંગેલા ગામમાં ભરાય છે.
આ મેળામાં બાળકોની બીમારી દૂર કરવા માટે બાધા રાખવામાં આવે છે.
ચૂલનો મેળો
આ મેળાનું આયોજન હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ગરબાડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણિયાર ગામે ભરાય છે.
મુખ્ય મેળો છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે આ ઉપરાંત પંચમહાલ , ભરૂચ , નર્મદા વગેરે આદિવાસી વિસ્તારમાં ભરાય છે.
લોકવાયકા પ્રમાણે ગામની બહાર એક લાંબો ચૂલો બનાવવામાં આવે છે અને તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે ત્યારબાદ એક ઘડામાં પાણી અને હાથમાં શ્રીફળ લઈને આગમાં ચાલવામાં આવે છે.
આમ કરવાથી પાપ મુક્ત થવાય છે એવી લોક માન્યતા સાથે આ મેળાનું આયોજન થાય છે.
ગાય ગોહરીનો મેળો
આ મેળો ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે કારતક સુદ એકમના દિવસે ભરાય છે.
આ મેળામાં પશુઓના શિંગડાઓ ને રંગવામાં આવે છે અને પશુઓને તૈયાર કરીને તેમની પૂજા કરવામાં આવે છે.
દાંડા રોપણીનો મેળો
હોળીના 15 દિવસ પહેલા દાંડા રોપણીનો મેળો ઉજવાય છે.
આ મેળા પછી 15 દિવસ પહેલા કોઈ શુભકામ ન કરી શકાય.
દાહોદ જિલ્લાના મંદિરો
શિવ મંદિર – બાવકા
ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખાતું આ મંદિર દાહોદ શહેર થી 14 કિલોમીટર ચાંદાવાડા ગામના હિરલાવ તળાવ નજીક ટેકરી પર આવેલું છે.
બાવકાનું આ શિવ મંદિર 10-11મી સદી સોલંકી વંશના શાસક ભીમદેવ બીજાના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ મંદિરને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
લોકવાયકા મુજબ આ મંદિરનું નિર્માણ કામ માનવ દ્વારા નહીં પરંતુ દેવ લોકો એ રાતોરાત આ મંદિર નું નિર્માણ કાર્ય થયું હતું.
આ મંદિરના નિર્માણ સમયે જે શિલ્પો બનાવવામાં આવ્યા છે તે કામ શિલ્પો કહેવામાં આવે છે.
આવા શિલ્પો બીજે મધ્યપ્રદેશના ખજૂરાહોના મંદિરોમાં જોવા મળતા શિલ્પો જેવા છે. આ કારણે જ ગુજરાતના ખજૂરાહો તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિરના ગર્ભગૃહમાં 11મી સદીમાં બનેલી શિવ પાર્વતીની પ્રતિમા અને તેમના પુત્ર ગણેશની પણ પ્રતિમા જોવા મળે છે.
દરેક શિવ મંદિરના પ્રવેશ દ્વાર આગળ નંદીની પ્રતિમા જોવા મળે છે તેવી જ રીતે આ શિવમંદિરના પ્રવેશ દ્વાર આગળ પણ નંદીની પ્રતિમા જોવા મળે છે.
આ મંદિરમાં દેવી-દેવતાઓ , હાથીઓ , નર્તકીઓ વગેરેના જીણી કોતરણી વાળા શિલ્પો જોવા મળે છે.
આ મંદિર મારુ ગુર્જર શૈલીમાં બનાવવામાં આવેલું છે અને આ મંદિરનો પ્રકાર પંચાયતન છે.
આ મંદિરની સામે વન વિભાગ દ્વારા કોરોના વોરિયર્સ વન બનાવવામાં આવ્યું છે. આ વનની અંદર શિવજીની 10 ફૂટ ધ્યાનમાં બેઠેલી મૂર્તિ જોવા મળે છે.
સરકાર દ્વારા 71માં વન મહોત્સવ નિમિત્તે આ વનની અંદર 3500 નવા છોડ લગાડવામાં આવ્યા હતા.
આ વનમાં તળાવની નજીક એક વિશ્રામ ગૃહની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
પંચકૃષ્ણ મંદિર – થેરકા
દાહોદ શહેરથી 32 km દૂર ઝાલોદ તાલુકાના થેરકા ગામની નજીકમાં આ મંદિર આવેલું છે.
લોકવાયકા મુજબ પાંડવો એ વનવાસ દરમિયાન આ સ્થળ પર રાત્રી રોકાણ કરી આ મંદિરની સ્થાપના કરી હતી.
આ મંદિર 12મી સદીમાં બનેલું હોઈ શકે છે.
ભમરેચી માતાનું મંદિર – રધિકકપુર
દાહોદ શહેરથી 50 km દૂર આવેલું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે.
સિંગવડ ખાતે ગોવિંદ ગીરીજી મહારાજની સમાધિ આવેલી છે.
સિંગવડ તાલુકામાં હડફ નદી આવેલી છે.
દેવઝરી મંદિર – જેકોટ
દાહોદ શહેર થી 14 km દૂર આવેલું આ મંદિર શિવજીનું મંદિર છે.
આ મંદિર દાહોદ થી લીમખેડા જતી વખતે જેકોટ ગામે મુખ્ય હાઇવેની બાજુમાં જંગલ વિસ્તારમાં આવેલું છે.
ચોમાસાની ઋતુ દરમિયાન આ મંદિરને મુલાકાત લેતા આનંદ અનુભવો ની લાગણી થાય છે.
અહીં ચોમાસા દરમિયાન સુંદર મજાનું ઝરણું પસાર થાય છે, જેને જોવા માટે લોકોની ભીડ જામે છે.
કેદારનાથ મંદિર – ચોસાલા
દાહોદ શહેર થી 11 km દૂર ચોસાલા અને સાકરદા વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે.
આ મંદિરની નજીકમાં કાળી ડેમ આવેલો છે માટે આ મંદિરને કાળી ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લોકવાયકા મુજબ શિવરાત્રીના દિવસે શિવજી અને પાર્વતીજીનો વાસ માનવામાં આવે છે.
આ મંદિરની નજીકમાં હીડીંબા વન આવેલું છે.
શ્રાવણ મહિનામાં અહીં ખૂબ મોટો મેળો ભરાય છે.
કંકણેશ્વર મહાદેવ – મીરાખેડી
દાહોદ થી 15 km દૂર મીરાખેડી ગામમાં કંકણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
આ મંદિર 1200 વર્ષ પુરાનું મંદિર છે.
ડાયનોસોરના ઈંડા માટેનું પ્રખ્યાત સ્થળ છે.
કંકણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાવદ તેરસના રોજ શિવરાત્રીનો મેળો ભરાય છે.
હસ્તેશ્વર મહાદેવ મંદિર – લીમખેડા
લીમખેડાના મોટા હાથી ધરામાં આવેલા હસ્તેશ્વર મહાદેવ મંદિર એ મહાભારતના સમયમાં બન્યું હોવાની માન્યતા છે.
મહાભારતના સમયમાં આ મંદિર હસતીપુર નગરી તરીકે ઓળખાતું હતું.
આ મંદિર લીમખેડા માંથી પસાર થતી હડપ નદીના કિનારે આવેલું છે.
આ મંદિરની નજીક ખોદકામ દરમિયાન જૈન મૂર્તિઓ ખંડેર હાલતમાં મળી આવી હતી.
લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે આખા વર્ષમાં ગમે ત્યારે લગ્ન થયા હોય તો પણ આ મંદિરે દર્શન કરવાથી તેઓના ઘર સંસાર કાયમ માટે સુખી રહે છે.
તેમજ યુવાનો પોતાના મનગમતા પાત્રને પામવા માટે આ મંદિરે બાધા રાખે છે.
Dahod District Fact Point
સૌથી વધુ મકાઈનું ઉત્પાદન કરતો જિલ્લો દાહોદ છે.
હિલ મિલેટ રીસર્ચ ( બાજરી સંશોધન કેન્દ્ર ) સ્ટેશન દાહોદ ખાતે આવેલું છે.
દાહોદ શહેરમાં દાઉદી વોરા કોમની વસ્તી ખૂબ છે.
દાહોદ શહેરની રતલામીની કચોરી અને સેવ ચવાણું પ્રખ્યાત છે.
કોરોના દરમિયાન પ્લાસ્ટિકનું પ્રદૂષણ ને નાથવા માટે સૌપ્રથમ ગુજરાતના દાહોદ જિલ્લામાં પ્રથમ પ્લાસ્ટિક કેફેની શરૂઆત કરવામાં આવી હતી.
અહીં પ્લાસ્ટિક કેફેમાં એક કિલો પ્લાસ્ટિક આપવાથી એક પ્લેટ ચા નાસ્તો આપવામાં આવે છે.
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે મત્સ્ય ઉદ્યોગ જોવાલાયક સ્થળ છે.
દાહોદ શહેરની મધ્યમાં આવેલું છાબ તળાવનું નિર્માણ સિધ્ધરાજ જયસિંહએ કરાવેલું.
લીમડી શહેર માછણ નદી કિનારે આવેલું છે.
દાહોદને પૂર્વનો દરવાજો ગણાવનાર કવિ નન્હાલાલ હતા.
પૂર્વનુ ગ્રામીણ ઓલમ્પિક દેવગઢબારીયા (દાહોદ) ખાતે યોજાય છે. દશેરાના દિવસે.
પશ્ચિમનું ગ્રામીણ ઓલમ્પિક સુરેન્દ્રનગર ખાતે યોજાય છે.
સૌથી વધુ આદિવાસીઓની વસ્તી દાહોદ જિલ્લામાં આવેલી છે.
Dahod Pine Code – 389151
Rto – GJ20
Faq (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. દાહોદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે?
Ans – દાહોદ જિલ્લામાં નવ તાલુકા આવેલા છે.