Chandrayaan 3 in Gujarati

મિત્રો અહી Chandrayaan 3 in Gujarati વિશે માહિતી આપવામાં આવેલી છે. અહી Chandrayaan 1, Chandrayaan 2, Chandrayaan 3 વિશે પણ માહિતી આપવામાં આવેલી છે. તાજેતરમાંજ Chandrayaan 3 મિશન લોન્ચ કરવામાં આવેલ છે જેના વિશે તમને માહિતી આપવામાં આવેલી છે.

 

chandrayaan 3 in Gujarati મહત્વનું શા માટે ? 

મંગળ જેવા ગ્રહોના મિશન માટે ચંદ્રનો ઉપયોગ ચંદ્ર પરથી અંતરિક્ષયાન લોન્ચ કરવા માટેનું સ્ટેશન સ્પેશ સ્ટેશન બનાવી શકાશે.

ચંદ્ર પર દસ લાખ મેટ્રિક ટન હિલિયમનો ભંડાર છે જે પૃથ્વીની 500 વર્ષ સુધીની ઉર્જાની જરૂરિયાત સંતોષવા સક્ષમ બનશે.

દક્ષિણ ધ્રુવ પર પાણીની હાજરી હોવાના કારણે વિવિધ મશીન માટે ઇંધણ મળી રહેશે.

સ્પેસ ટુરીઝમ માટે મહત્વનું સ્થળ બનાવી શકાશે.

chandrayaan 3 in Gujarati મિશનનો ઉદ્દેશ્ય ? 

અંતરીક્ષમાં સંશોધન કરનાર ભારતની અગ્રણી સંસ્થા ISRO (ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ Chandeayaan 3 મિશનના મુખ્ય ત્રણ લક્ષ્ય રાખ્યા છે.

  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત અને સરળ લેન્ડીંગ પ્રસ્થાપિત કરવું
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવરને ચંદ્રની સપાટી પર ફરતું કરવું
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા

ચંદ્રયાન 3 માં કેટલા મોડ્યુલ છે ?

ચંદ્રયાન 3 માં ત્રણ મોડ્યુલ છે.

1. પ્રોપલસર મોડ્યુલ

લેન્ડર અને રોવરને ચંદ્રની સપાટી પર લઈ જવાની તાકાત આપશે.

2. લેન્ડર અને રોવર મોડ્યુલ

ચંદ્ર પર ઉતારવામાં આવશે જેમાં લેન્ડર ચંદ્રના તાપમાન અને ભૂકંપ નો અભ્યાસ કરશે.અને રોવર  ચંદ્ર પર થતી રાસાયણિક પ્રક્રિયા અને પાણીનો અભ્યાસ કરશે.

3. ઇન્ટર મોડ્યુલ એડેપ્ટર

પ્રોપલસર અને લેન્ડર રોવર મોડેલને જોડવા માટે નું કાર્ય કરશે.

Chandrayaan Mission 

અત્યાર સુધી ચંદ્ર પર 3 મિશનો કરવામાં આવેલા છે જે નીચે મુજબ તેની માહિતી આપવામાં આવેલી છે.

Chandrayaan 1 

લોન્ચ 22 oct 2008 (સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ)

રોકેટ – PSLV – XL C11

XL – ઍક્ટ્રા લાર્જ

માત્ર ઓર્બીટર હતું

કાર્ય – ચંદ્ર પર પાણીની શોધ કરવા.

કેટલાં સમય માટે – 2 વર્ષ

સફળ / નિષ્ફળ – 95 % સફળ

કારણ – ISRO સાથેનો સંપર્ક તૂટી જવાથી. (ઓગસ્ટ 2009)

અધ્યક્ષ – જી માધવન

બજેટ – 380 કરોડ

Chandrayaan 2

લોન્ચ – 22 July 2019 ( આંધ્રપ્રદેશ)

રોકેટ – GSLV MK III – MK1

ઓર્બીટર, લેન્ડર અને રોવર હતું.

કાર્ય – દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનો

સફળ / નિષ્ફળ – 95 % સફળ (48 દિવશ પછી)

કારણ – લેન્ડર સાથે સંપર્ક તૂટી જવાથી (દક્ષિણ ધ્રુવથી 2.1 કિલોમીટર પહેલા)

અધ્યક્ષ – કે. શિવાન

બજેટ – 970 કરોડ

ચંદ્રયાન 2 મિશન ને ત્રણ ભાગમાં વહેંચાયું હતું

1. ઓર્બીટર : ચંદ્રની સપાટીથી 100 કિલોમીટર દૂરની કક્ષાએ સ્થાપિત કરવું

2. લેન્ડર : લેન્ડર ‘વિક્રમ’ નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવું

3. રોવર : રોવર ‘પ્રજ્ઞાન’ દ્વારા ચંદ્રની ધરતી પર માટી અને ખડકોના નમુના લઇ તેના ડેટા પૃથ્વી સુધી મોકલવા.

ચંદ્રયાન 2 ની સિદ્ધિ

ઉપર ત્રણમાંથી ચંદ્રયાન 2 નું ઓર્બિટલ ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત થઈ ગયું હતું.

જ્યારે ચંદ્રયાન 2 ના બાકીના બે ઉદ્દેશો પૂરા થાય એ પહેલા જ તેના લેન્ડર વિક્રમ સાથેનો ઇસરોનો સંપર્ક તૂટી ગયો હતો.

ચંદ્રયાન મિશન બે લગભગ 95 ટકા સફળ થયું હતું.

Chandrayaan 3

લોન્ચ – 14 જુલાઈ 2023 (સતીશ ધવન સ્પેસ સેન્ટર હરીકોટા) 2:30PM

થીમ – Science of the Moon 

ચંદ્રયાન 3 મિશનના ડાઈરેક્ટર – ડો. રિતુ કારીધાર 

રોકેટ વુમન ઓફ ઇન્ડિયા – ડો. રિતુ કારીધાર 

પ્રોજેકટ ડાઈરેક્ટર – પી.વીરા મુથુવેલ 

રોકેટ – LVM3 – M4 (જૂનું નામ – GSLV MK – III)

LVM – લોન્ચ વિહિકલ માર્ક 3

GSLV – જીઓસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ

પ્રમુખ રોકેટ એન્જિન નું નામ – CE 20 ક્રાયોજનીક એન્જિન

માત્ર રોવર અને લેન્ડર છે ઓર્બિટર નથી.

રોવર નું નામ – પ્રજ્ઞાના ( 6 પૈડા )

લેન્ડરનું નામ – વિક્રમ

કાર્ય – દક્ષિણ ધ્રુવ પર ઉતરી રાસાયણિક અને કુદરતી વસ્તુઓનો અભ્યાસ

લેન્ડિંગ તારીખ – 23 ઓગસ્ટ 2023 (સાંજે 06:04 મિનિટ)

કેટલા સમય માટે – 14 દિવસ માટે

સફળ / નિષ્ફળ – સફળ  

અધ્યક્ષ – એસ. સોમનાથન 

બજેટ – 615 કરોડ 

23 ઓગસ્ટ – રાષ્ટ્રિય અંતરીક્ષ દિવસ તરીકે ઉજવાશે હવે

વિક્રમ લેન્ડિંગ પોઈન્ટનું નામ – શિવશકિત

ચંદ્રયાન 2 ના ટચડાઉન પોઈન્ટનું નામ – તિરંગા

જાણવા જેવું 

ચંદ્ર નો એક દિવસ બરાબર પૃથ્વીના 14 દિવસ થાય છે.

લેન્ડર માટે સૂર્યપ્રકાશ જરૂરી છે અને ચંદ્ર પર 14 થી15 દિવસ સૂરજ નીકળે છે અને 14 થી 15 દિવસ સૂરજ નીકળતો નથી.

આ મિશન અંતર્ગત જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થશે તો આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો.

પરંતુ ચંદ્ર પર લેન્ડ કરનાર દેશોમાં USA, USSR (રશિયા), CHIN બાદ ભારત ચોથો દેશ બની ગયો.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment