Bacteria Thi Thata Rogo in Gujarati

બેક્ટેરિયા એટલે હવા પાણી જમીન તેમજ પ્રાણીઓના શરીરમાં વિઘટન પામતા તથા વનસ્પતિમાં રહેલા રોગોત્પાદક એકકોષી સૂક્ષ્મ જીવાણુને બેક્ટેરિયા કહેવામાં આવે છે. અહી Bacteria Thi Thata Rogo In Gujarati વિશે માહિતી આપેલ છે.

Bacteria Thi Thata Rogo In Gujarati

Bacteria Thi Thata Rogo In Gujarati

Bacteria

શોધ – એન્ટોની વોન લ્યુવેન હોક 1683

બેક્ટેરિયા નામ આપનાર – એરનબર્ગ

બેક્ટોરિયોલોજીના પિતા – એન્ટોની વોન લ્યુવેન હોક

આધુનિક બેક્ટોરિયોલોજીના પિતા – રોબર્ટ કોચ

આકાર પ્રમાણે જુદા જુદા પ્રકાર – ગોળાણુ, સર્પાણું, વક્રાણું, દંડાણું

બેક્ટેરિયાનું બહારનું આવરણ પેપ્ટીડોગ્લગોકોનનું બનેલું હોય છે.

જારક બેક્ટેરિયા – O2 ની હાજરીમાં જ માત્ર વિકાસ અને વૃદ્ધિ પામે છે.

અજારક બેક્ટેરિયા – O2 ની ગેરહાજરીમાં પણ વિકાસ અને વૃદ્ધિ પામે છે.

બેક્ટેરિયાને મારવા પાણીમાં ક્લોરિન ઉમેરવામાં આવે છે.

પાણીમાં ક્લોરીનની વધુ માત્રા ચકાસવા માટે ઓર્થોટોલિડિન નામનો ટેસ્ટ કરવામાં આવે છે.

લક્ષણો 

0.2 થી 2.0 μ કદ ધરાવે છે

બેક્ટેરિયા સૂક્ષ્મ રોમ (વાળ) ધરાવે છે.

ત્વચાની નીચે પ્રોટીન અને ફોસ્ફ ફોલીપીડનું સ્તર ધરાવે છે.

સામાન્ય રીતે બધે જ જોવા મળે છે.

ખૂબ જ સૂક્ષ્મ હોવાથી આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી.

ઉપયોગ અને ફાયદા 

કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતરણ કરે છે.

લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી છે.

તૃણાહારી પ્રાણીઓના શરીરમાં રહેલા ‘સેલ્યુલોઝ’ ને પચાવવામાં મદદરૂપ થાય છે.

શિમ્બી કુળની (લેગ્યુમિનેસી) વનસ્પતિના મૂળમાં રાઈઝોબીયમ અને બ્રેડીરાઈઝોબીયમ જાતિના બેક્ટેરિયા સહજીવન ગાળે છે જે હવા માંથી N2 નું શોષણ કરી વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે.

મનુષ્યના આંતરડામાં ઈ – કોલાઈ (E – Coli / ઈશ્વરીયાકોલાઈ ) નામના બેક્ટેરિયા રહેલા હોય છે. જે વિટામીન B12 અને વિટામીન K નું નિર્માણ કરે છે અને મનુષ્યના આંતરડામાંથી પોતાને આવશ્યક પોષક તત્વોનું શોષણ કરે છે.

ઈ – કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની રસી બનાવવામાં વપરાય છે.

ઓઝોટોબેક્ટર, એસોસપાઈરિલમ, ક્લોસ્ટ્રીડીયમ બેક્ટેરિયા જમીનમાં હવામાના નાઈટ્રોજનનું સ્થાપન કરીને જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે.

ગેરફાયદા 

બેક્ટેરિયાના કારણે પ્લેગ, ધનુર, ક્ષય, કોલેરા, ન્યુમોનિયા, ટાઈફોડ, મરડો જેવા રોગો થાય છે.

બેક્ટેરિયા દ્વારા જાતીય રોગો જેવા કે સિફિલસ અને ગોનોરિયા થાય છે.

બેક્ટેરિયા એ દૂધ અને ખોરાકને પણ બગાડે છે.

રોગનું નામ 

બેક્ટેરિયા 

અસર કરતા અંગો

કોઢ / રક્તપિત  (Lepracy)

માઇક્રોબેક્ટેરિયમ લેપ્રસી

ચેતાતંત્ર

કોલેરા (Cholera)

વિબ્રીઓ કોલેરી 

આંતરડા

ગોનોરિયા

નાઈસેરિયા ગોનેરાઈ 

જનન અંગો

ટાઈફોડ 

સાલમોનેલા ટાયફી 

આંતરડા

ડેપ્થેરિયા

કોરીની બેક્ટેરિયમ ડીપ્થેરી 

શ્વાસનળી

ધનુર / ટીટેનસ 

કલાસ્ટ્રીડીયમ ટેટેની

ચેતાતંત્ર

ન્યુમોનિયા 

ડીપ્લોફોકસ ન્યૂમોની 

ફેફસા

પ્લેગ / મરકી / હેન્સેન્સ 

યેરસીનિયા પેસ્ટીસ 

ફેફસા

ઉધરસ / કાળી ખાસી / પટુર્સિસ 

હિમોફલીસ પરટુસિસ

શ્વસનતંત્ર

ક્ષય / ટીબી

માઇક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ

ફેફસા

મરડો 

----

----

કોઢ / રક્તપિત 

માઇક્રોબેક્ટેરિયમ લેપ્રેસી નામના બેક્ટેરિયાથી થાય છે.

ચેતાતંત્ર પર અસર કરતો રોગ છે.

આ રોગ થવા પર શરીર પર સફેદ ડાઘ પડે છે.

કોલેરા

વિબ્રીઓ કોલેરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે.

આંતરડામાં અસર કરતો રોગ છે.

દૂષિત પાણી અને ખોરાક દ્વારા થતો રોગ છે.

ઉલ્ટી, ઝાડા અને ડીહાઇડ્રેશન આ રોગના લક્ષણો છે.

કોલેરાની રસીની શોધ રોબર્ટ કોચ એ કરી છે.

ગોનોરિયા

નાઈસેરીયા ગોનીરાઈ નામના બેક્ટેરિયાથી થાય છે.

મૂત્રમાર્ગમાં અસર કરતો રોગ છે.

આ રોગ થવાથી મૂત્ર માર્ગ પર સોજો આવે છે.

ટાઈફોડ 

દૂષિત પાણી અને ખોરાક દ્વારા થતો રોગ છે જે આંતરડામાં અસર કરે છે.

સાલમોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે.

આ રોગની માહિતી મેળવવા માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે.

ડેપ્થેરીયા

કોરની બેક્ટેરિયમ ડીપથેરી નામના બેક્ટેરિયાથી થાય છે.

શ્વાસ નળીમાં અસર કરતો રોગ છે.

તાવ તેમજ શ્વાસ લેવામાં મુશ્કેલી થવી આ રોગનું લક્ષણ છે.

ધનુર / ટીટનસ 

કલાસ્ટ્રીડિયમ ટેટની નામના બેક્ટેરિયાથી થાય છે.

ચેતાતંત્ર પર થતો રોગ છે.

સખત તાવ, દાંત, જડબા અને શરીરના વિવિધ ભાગો જકડાઈ જવા આ રોગનું લક્ષણ છે.

ન્યુમોનિયા

ડીપ્લોફોકસ ન્યુમોની નામના બેક્ટેરિયાથી થાય છે.

ફેફસામાં થતો રોગ છે.

ઠંડી લાગવી, ફેફસામાં સોજો આવવો અને શ્વાસોશ્વાસના દરમાં વધારો થવો આ રોગનું લક્ષણ છે.

પ્લેગ / મરકી / હેન્સેન્સ

યેરસીનીયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી થાય છે.

ફેફસામાં થતો રોગ છે.

સખત તાવ, ખુબ તરસ લાગવી, શરીર પર કાળા ડાઘ અને ચામડી સુકાઈ જવી આ રોગનું લક્ષણ છે.

ઉંદર, ચાંચડ અને માંકડ દ્વારા ફેલાય છે.

પ્લેગની દવા – આયોડિન ટર્કોલાઈડ

પ્લેગની દવા શોધનાર – ત્રિભુવનદાસ ગજ્જર

ગુજરાતના રસાયણ વિજ્ઞાનના પિતા – ત્રિભુવનદાસ ગજ્જર

ઉધરસ / કાળી ખાંસી 

હિમોફલીસ પરટુસીસ નામના બેક્ટેરિયાથી થાય છે.

ફેફસામાં થતો રોગ છે.

વારંવાર ઉધરસ આવવી આ રોગનું લક્ષણ છે.

ક્ષય / ટીબી 

માઈક્રો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે.

ફેફસામાં થતો રોગ છે.

ઉધરસ આવવી તેમજ ઉધરસ સાથે લોહી પડવું આ રોગના લક્ષણ છે.

આ રોગને રાજ રોગ પણ કહેવામાં આવે છે.

Word TB Day

24 March – Word TB Day

Word TB Day Theme 2023 – Yes ! We Can end TB !

આ રોગ ચેપી વ્યક્તિના સંપર્કથી ફેલાય છે.

2025 પહેલા ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય છે.

2030 સુધી સંયુક્ત રાષ્ટ્ર એ ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય છે.

RNTCP પ્રોગ્રામ ટીબીના દર્દીઓ સાથે સંકળાયેલો છે.

RNTCP – Revised  National Tuberculosis control program me

TB ના દર્દીઓ માટે DOTS નામની પ્રણાલી ચાલુ કરવામાં આવેલી છે.

DOTS – Directly Observed Treatment Short Course

ટીબી માટે BCG ની  રસી આપવામાં આવે છે આ રસીની 2021 માં શતાબ્દીની ઉજવણી કરાઈ.

BCG – બેસિલસ કેલ્મેટ ગ્લુરીન

મરડો 

બેસીલર નામના બેક્ટેરિયા દ્વારા થાય આ રોગ થાય છે.

ઝાડા સાથે લોહી પડવું આ રોગના લક્ષણો છે.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment