આ લેખમાં તમને Abhyaran in Gujarat વિશે માહિતી આપવામાં આવેલી છે, જેમાં ગુજરાતમાં આવેલા દરેક અભ્યારણ વિશે પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવેલી છે, માટે આ લેખને ધ્યાનથી વાંચવા માટે વિનંતી છે.
Abhyaran in Gujarat
અભ્યારણની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ કરવામાં આવે છે.
પર્યાવરણ અને જળવાયુ મંત્રાલય મુજબ વર્તમાનમાં ભારતમાં કુલ 566 અને ગુજરાતમાં કુલ 23 અભ્યારણ આવેલા છે.
રાષ્ટ્રીય અભ્યારણને IUCN એ કેટેગરી 2 માં સમાવેશ કરવામાં આવેલો છે.
અભ્યારણ એટલે શું
કોઈ એક ચોક્કસ વિસ્તાર કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે નક્કી કરવામાં આવ્યું હોય તેવા વિસ્તારને અભ્યારણ કહેવામાં આવે છે.
અભ્યારણમાં ચોક્કસ મર્યાદામાં માનવીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવે છે પરંતુ પાલતુ પશુઓને ચડાવવા માટે અધિકારીને મંજૂરી મેળવવી જરૂરી છે.
ગુજરાતના અભ્યારણો
વર્તમાનમાં ગુજરાતમાં કુલ 24 અભયારણ્ય છે પરંતુ એક અભ્યારણ બન્યું નથી માટે હાલ 23 અભ્યારણો ગુજરાતમાં આવેલા છે.
આનંદીબેન પટેલના સમયમાં કામધેનું અભ્યારણની જાહેરાત થીઈ હતી જે બન્યું નથી, ગુજરાતના દરેક અભ્યારણ વિશે માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
ગીર અભ્યારણ
ગીર અભ્યારણ કુલ ત્રણ જિલ્લામાં ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લા સુધી વિસ્તરેલું છે.
આ અભ્યારણ ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ છે જે મુખ્યત્વે એશીયાઈ સિંહના સરક્ષણ અને સંવર્ધન માટે જાણીતું છે.
ગીર અભ્યારણ વિશે : વધુ વાંચો
નળ સરોવર પક્ષી અભ્યારણ
સ્થાપના – 1969
વિસ્તાર – 120.82 ચો.કિ.મી
સ્થાન – અમદાવાદ + સુરેન્દ્રનગર
આકર્ષણ – સુરખાબ (ફ્લેમિંગો)
મુલાકાત – ઓક્ટોબર
અહીં 360 ટાપુઓ આવેલા છે જેમાં સૌથી મોટો ટાપુ પાનવડ ટાપુ છે.
નળ સરોવર એ ગુજરાતની 24 સપ્ટેમ્બર 2012માં ઘોષિત કરવામાં આવેલી પહેલી રામસર સાઈડ છે.
નળસરોવર એ જળપ્લાવિત વિસ્તાર / આદ્રભૂમિ / વેટલેન્ડ વિસ્તાર છે.
અહીં ઓક્ટોબર મહિનામાં મધ્ય એશિયા, સાઈબેરીયા અને યુરોપ વગેરે સ્થળોથી પક્ષીઓ આવે છે જે એપ્રિલ મહિના સુધી અહીં રોકાય છે.
ઘુડખર અભ્યારણ
સ્થાપના – 1973
વિસ્તાર – 4953.71 ચો.કિ.મી
સ્થાન – ધાંગધ્રા (મુખ્ય મથક)
આકર્ષણ – ઘુડખર (જંગલી ગધેડો)
વૈજ્ઞાનિક નામ – A Quus Heminous khar
મુલાકાત – ચોમાસા થી શિયાળો
આ અભ્યારણ્યની સરહદ 6 જિલ્લા સાથે ફેલાયેલી છે જેમાં કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે.
આ અભ્યારણનું મુખ્ય મથક ધાંગધ્રા (સુરેન્દ્રનગર) ખાતે આવેલું છે.
આ વિસ્તારને નપાણીયો વિસ્તાર કહેવામાં આવે છે કારણ કે આ વિસ્તારમાં નહિવત પ્રમાણમાં પાણી છે.
આ અભ્યારણમાં જંગલી ગધેડા (ઘુડખર), નીલગાય, કાળિયાર, ડુક્કર, શિયાળ, ઝરખ, ચીકારા, વરુ, રણ બિલાડી, કોબ્રા સાપ, જેવા પ્રાણીઓ જોવા મળે છે.
આ અભ્યારણ ઘુડખર માટે વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે.
જેસોર અભ્યારણ
સ્થાપના – 1978
વિસ્તાર – 180.62 ચો.કિ.મી
સ્થાન – અમીરગઢ (બનાસકાંઠા)
આકર્ષણ – રીંછ / સ્લોથ બીયર / સુસ્તી રીંછ
મુલાકાત – શિયાળો
વનસ્પતિઓ
બોર, ગાંડો બાવળ, ખેર, વિલાયતી બાવળ, દૂધલો, ધાવ, સોલેડી, સીસમ વગેરે અહી જોવા મળે છે.
પ્રાણીઓ
કાળુ રીંછ, અજગર, હરણ, શાહુડી નીલગાય, ઝરખ, શિયાળ, વણિયાર ટૂંકી પૂંછડી વાળા વાંદરા વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
પક્ષીઓ
કોયલ, બગલા, લક્કડખોદ, ખેરખટો, માખી માર, લટોરો વગેરે પક્ષીઓ જોવા મળે છે.
બરડા અભ્યારણ
સ્થાપના – 1979
વિસ્તાર – 192.31 ચો.કિ.મી
સ્થાન – રાણાવાવ (પોરબંદર)
મુલાકાત – શિયાળા થી ઉનાળો
આકર્ષણો
પોરબંદર પક્ષી અભ્યારણ
હરસિદ્ધ માતાનું મંદિર
બિલેશ્વર મહાદેવ મંદિર
કિલેશ્વર મંદિર
વનસ્પતિઓ
ગોરડ, બબુલ, રાયણ, બોર, જાંબુ, આમલી, દુધલો, વાસ વગેરે વનસ્પતિઓ અહીં જોવા મળે છે.
પ્રાણીઓ
દિપડો, ઝરખ, જંગલી ભૂંડ, શિયાળ, નીલગાય વગેરે પ્રાણીઓ અહીં જોવા મળે છે.
દિપડો
વૈજ્ઞાનિક નામ – Panthera Pardus
લંબાઈ – 180 થી 220 cm
વજન – 40 થી 80 ગ્રામ
ગર્ભાધાન સમય – 95 થી 105 દિવસ
દરજજો – વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 પરિશિષ્ટ 1
ક્યાં જોવા મળે – અમદાવાદ અને ખેડા જિલ્લા સિવાય દરેક જગ્યાએ
પક્ષીઓ
- ટપકાવાળો જુમ્મસ
- ચોટલિયો સાપમાર
દરિયાઈ અભ્યારણ
આ અભ્યારણનું નામ મરીન / દરિયાઈ / સામુદ્રિક અભ્યારણ છે.
આ દરિયાઈ અભ્યારણ એ રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે.
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિશે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો વાળો લેખ વાંચો
હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ
સ્થાપના – 1980
વિસ્તાર – 644.01 ચો.કિ.મી
સ્થાન – વીંછીયા (રાજકોટ)
મુલાકાત – જુલાઈ થી ઓક્ટોબર
આ અભ્યારણમાં કુલ વૃક્ષો પૈકી 70% વૃક્ષો ગોરડના વૃક્ષો આવેલા છે.
રોજર અને પવારના વર્ગીકરણ પ્રમાણે આ વિસ્તાર જૈવિક પ્રાંત 4B ગુજરાતના રજવાડામાં આવે છે.
આ અભ્યારણમાં આવેલા જંગલનો પ્રકાર સુકા કાંટાળા પાનખર જંગલો પ્રકારનો છે જેને સવાના પ્રકારના ઘાસિયાના જંગલો કહેવામાં આવે છે.
આ અભ્યારણમાં માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ચોમાસા દરમિયાન GEER ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવે છે.
GEER – ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન.
વનસ્પતિઓ
ગોરાડ, દેશી બાવળ, કેસૂડો, લીમડો, ગુગળ, થોર, સાટોડી વગેરે વનસ્પતિઓ જોવા મળે છે.
પ્રાણીઓ
નીલગાય, ચિકારા, શિયાળ, વરુ, ઝરખ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પક્ષીઓ
લક્કડખોદ, સુગરી, લટોરો, તલિયો હાલો, નાનો પતંગો, બુલબુલ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
આ અભ્યારણમાં બુલબુલ (હડિયો) ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે.
આ અભ્યારણમાં 19 જાતના સાપ જોવા મળે છે જેમાં ત્રણ ખૂબ ઝેરી સાપ છે અને બાકીના બિનજરૂરી સાપ હોય છે.
નારાયણ સરોવર અભયારણ્ય
સ્થાપના – 1981
વિસ્તાર – 444.23 ચો.કિ.મી
સ્થાન – લખપત (કચ્છ)
આકર્ષણ – ઘોરાડ
મુલાકાત – નવેમ્બર થી ફેબ્રઆરી
અહીં સૌથી વધુ જોવા મળતું ખડતલ પ્રાણી છીકારા છે જે એક પ્રકારનું હરણ છે.
અહીં જંગલનો પ્રકાર ઉષ્ણકટિબંધીય કંટાળા વન પ્રકારનો છે.
અહીં ઘોરાડ (રાજસ્થાનનું રાજ્ય પક્ષી) , ખડમોર અને ટીલોર (હુબરા) નું આશ્રય સ્થાન આવેલું છે.
નલિયા ખાતે ઘોરાડ સંવર્ધન અને સંશોધન માટે કેન્દ્ર બનાવવામાં આવશે.
વનસ્પતિઓ
દેશી બાવળ, ગોરાડ, બોર, પિલું, થોર, ગાંડો બાવળ વગેરે વનસ્પતિઓ જોવા મળે છે.
પ્રાણીઓ
અહી વરુ, હેણોતરો, છીકારા (હરણ), રણલોકડી, ઝરખ, બિલાડી, કીડીખાઉ, નીલગાય વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
પક્ષીઓ
ઘોરાડ, ટીલ્લોર, ખડમોર, કાળા તેતર, કુંજ, પટ્ટાઈ, કુંજ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય
સ્થાપના – 1981
વિસ્તાર – 6.05 ચો.કિ.મી
સ્થાન – જામનગર
મુલાકાત – ઓક્ટોબર અને માર્ચ
વર્ષ 2022 માં ખીજડીયા પક્ષી અભ્યારણને રામસર સાઈડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધી 4 રામસર સાઇટ આવેલી છે.
આ અભ્યારણમાં સ્થાનિક અને સ્થળાંતરીય પક્ષીઓ જોવા મળે છે.
વનસ્પતિઓ
ટાઇફા, અંગુસ્ટાટા, હાઇડ્રિલા વોટરસેલટ, વેલીસ્ટારરિયા, સ્પાઈરાલીસ, નાજસ માઇનોર વગેરે વનસ્પતિઓ જોવા મળે છે.
પ્રાણીઓ
શિયાળ, જંગલી બિલાડી, નીલગાય, નોળિયો વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
પક્ષીઓ
ચોટીલી, મોટી ડુંબકી, નાની ડુબકી, જળકુકડી, બતક, ભાગતડું, કાંજિયા, બગલી, બગલા, ડોક, હંજ, પેણ, ચમચો વગેરે પક્ષીઓ જોવા મળે છે.
રતન મહાલ રીંછ અભ્યારણ
સ્થાપના – 1982
વિસ્તાર – 55.65 ચો.કિ.મી
સ્થાન – લીમખેડા (દાહોદ)
મુલાકાત – ઓક્ટોબર થી મે
મુખ્ય પ્રાણી – રીંછ (Sloth Bear)
રીંછનું વૈજ્ઞાનિક નામ – મેલુરસસ યુરસિનસ
રીંછનું પ્રિય ભોજન ઉધય છે અને તેને IUCN ની સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવેલું પ્રાણી છે.
ગુજરાત રાજ્યનું પૂર્વનું અભ્યારણ રતન મહાલ રીંછ અભ્યારણ છે.
ગુજરાતનું સૌથી ઉત્તરનું અભ્યારણ જેસોર (બનાસકાંઠા) રીંછ અભ્યારણ છે.
રતન મહાલ રીંછ અભ્યારણ્યમાં સૂકા પાનખર પ્રકારનું જંગલ આવેલું છે.
આ અભ્યારણમાં વાંસના અને મહુડાના ઝાડ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ગુજરાત રાજ્યમાં આવેલા 5 રીંછ અભ્યારણ પૈકી સૌથી વધુ રીંછ અહીં જોવા મળે છે.
રીંછને છાતીના ભાગે V આકારનું નિશાન હોય છે અને અહીં ની સ્થાનિક પ્રજા રીંછને ભાલુ તરીકે ઓળખે છે.
ગુજરાતમાં રીંછ માટેના 5 અભયારણ્ય આવેલા છે જે નીચે મુજબ છે.
- બાલારામ રીંછ અભયારણ્ય – બનાસકાંઠા
- જેસોર રીંછ અભયારણ્ય – બનાસકાંઠા
- શૂલપાણેશ્વર રીંછ અભયારણ્ય – નર્મદા
- રતન મહાલ રીંછ અભયારણ્ય – દાહોદ
- જાંબુઘોડા રીંછ અભ્યારણ – પંચમહાલ
શૂલપાણેશ્વર અભયારણ્ય
સ્થાપના – 1982
વિસ્તાર – 607.71 ચો.કિ.મી
સ્થાન – નર્મદા
મુલાકાત – ચોમાસા અને શિયાળો
આ અભ્યારણ્યનું સ્થાપના સમયે નામ દુખમલ અભયારણ્ય હતું.
આ અભ્યારણની સીમા કરજણ તળાવ સુધી છે અને સૌથી ઊંચો ડુંગર ધામણામાળ છે.
આ અભ્યારણ્ય પણ રીંછ માટે પ્રખ્યાત અભયારણ્ય છે જે નર્મદા નદીને કિનારે આવેલું છે.
અહીં નીનાઈ અને ઝરવાણી ધોધ આવેલો છે.
વનસ્પતિઓ
ખાખરા, આંબો, વડ, મહુડો, વાસ વગેરે વનસ્પતિઓ અહીં જોવા મળે છે.
પ્રાણીઓ
ઉડતી ખિસકોલી, ચોશિંગા, રીંછ, દીપડા, જંગલી બિલાડી, હરણ, જરખ જેવા પ્રાણીઓ અહીં જોવા મળે છે.
પક્ષીઓ
પોપટ, મેના, કોયલ, ડોંગો બગલા, હંઝ વગેરે પક્ષીઓ અહીં જોવા મળે છે.
કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ
સ્થાપના – Feb 1986
વિસ્તાર – 7506.22 ચો.કિ.મી
સ્થાન – રાપર (કચ્છ)
આકર્ષણ – સુરખાબ (ગુજરાતનું રાજ્ય પક્ષી)
મુલાકાત – ચોમાસુ અને શિયાળો
ટાપુઓ – ખડિર, પચ્છમ અને કુવર
આ અભ્યારણને સુરખાબ નગર (ફ્લેમિંગો સીટી) અભ્યારણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ અભ્યારણ ખારાપાટના રણને આવરી લેતું એકમાત્ર અભ્યારણ છે.
આ સ્થળેથી જુરાસિક અને ક્રિટેશિયસ કાળની અશ્મિઓના પુરાવો મળી આવ્યા હતા.
અહીં હંજ પક્ષીઓ ગાળાના માળા બનાવીને ઈંડા મૂકે છે.
અહીં સુરખાબ ગાળાનો માળો બનાવીને તેમાં ઈંડા મૂકે છે જ્યારે ઘોરાડ ખુલ્લી જમીનમાં ઈંડા મૂકે છે.
સાંઢો નામનું સરીસૃપ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
સાંઢાનું વૈજ્ઞાનિક નામ સારા હર્ડવિકી છે જે અનુસૂચિ 2 નું પ્રાણી છે.
આ અભયારણ્ય સુરખાબ માટે પ્રખ્યાત છે જે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે.
સુરખાબના બીજા નામો – ગ્રેટર ફ્લેમિંગો, બળા (ગુજરાતમાં કહેવાય)
અહીં છીકારા, નીલગાય, ઝરખ ઘણા પ્રમાણમાં જોવા મળે છે.
વનસ્પતિઓ
કાળો ડુંગર અને ગોરો ડુંગરની વચ્ચેની જૈવ વિવિધતા આ અભ્યારણને મળે છે જેમાં ખારી જાર, મીઠી જાર, ગુગળ, થોર, ખીજડો, ગોરડ, બાવળ વગેરે વનસ્પતિઓ અહીં જોવા મળે છે.
પ્રાણીઓ
નોળિયો, રોલો, શાહુડી, ભૂંડ, નીલગાય, ઘુડખર, શિયાળ, ઝરખ, વરુ, રણ સસલું, રણલોકડી, સાંઢો વગેરે પ્રાણીઓ અહીં જોવા મળે છે.
પક્ષીઓ
અહીં મોટો સુરખાબ, નાનો સુરખાબ, પેણ, કાળી ડોક, નાનો કાજીયો, બતક, ચમચા, બગલા, ટીટોડી વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પોરબંદર પક્ષી અભયારણ્ય
સ્થાપના – Nev 1988
વિસ્તાર – 0.0933 ચો.કિ.મી
સ્થાન – પોરબંદર
આકર્ષણ – યાયાવર પક્ષીઓ
મુલાકાત – શિયાળો
આ અભ્યારણ વ્યાયાવર પક્ષીઓના ઉડીયન માર્ગમાં પડે છે.
પોરબંદર પક્ષી અભ્યારણ ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભ્યારણ છે. (સૌથી મોટું – કચ્છ રણ વન્ય પ્રાણી)
પક્ષીઓ
નાના અને મોટા હંજ, પેણ, બતક, હંસ, ભગતડું, કજિયો, બગલા, પાન બગલી, ઢોક, ચમચા, કુંજ, ધોમાડ, નીલકંઠ વગેરે પક્ષીઓ જોવા મળે છે.
ગાગા વન્યજીવ અભ્યારણ્ય
સ્થાપના – Nev 1988
વિસ્તાર – 3.33 ચો.કિ.મી
સ્થાન – કલ્યાણપુર (દેવભૂમિ દ્વારકા)
અહીં 12 જાતીના સસ્તનો 8 જાતિના સરીસૃપો અને 80 જાતિના પક્ષીઓ જોવા મળે છે.
ડૉ. સલીમ અલીએ વર્ષ 1976માં અહીં ઘોરાડ જોયેલું પરંતુ હાલ આ જગ્યાએ ઘોરાડની હાજરીના કોઈ પુરાવા મળ્યા નથી.
અહીં જોવા મળતું ઘોરાડ પક્ષી એ વન્ય પ્રાણી સરક્ષણ ધારો 1972 ની અનુસૂચિ 1 નું પ્રાણી છે જેને IUCN ની ગંભીર સંકટ ગ્રસ્ત કેટેગરીમાં મૂકવામાં આવેલું છે.
કરોડરજ્જુ વગરના પ્રાણીઓ પતંગિયું, ફૂદા, મધમાખી, ભમરા, કરોળિયા, ઉધય વગેરે
આ અભ્યારણમાં સ્થળાંતરીય પક્ષીઓ વધુ જોવા મળતા હોવાથી આ અભ્યારણને મહા ગંગા પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વનસ્પતિઓ
ઘાસ, કેરડો, પીલુ, ગાંડો બાવળ અને ગોરાડ અહીં જોવા મળે છે.
પ્રાણીઓ
વરુ, નોળિયો, નીલગાય, શિયાળ, જંગલી બિલાડી વગેરે અહીં જોવા મળે છે.
પક્ષીઓ
ઘોરાડ, તેતર, હંજ, ચકલી, બટાવડા વગેરે અહીં જોવા મળે છે.
રામપુરા અભ્યારણ
સ્થાપના – Nev 1988
વિસ્તાર – 15.01 ચો.કિ.મી
સ્થાન – વાંકાનેર (મોરબી)
મુલાકાત – સપ્ટેમ્બર ઓક્ટોબર અને જાન્યુઆરી
આ અભ્યારણમાં આવેલા જંગલનો પ્રકાર સુકુ પાનખર ઝાખરા યુક્ત સૂકું સવાના પ્રકારનું વન જોવા મળે છે.
આ વન પહેલા રાજકોટ જિલ્લામાં હતું પરંતુ મોરબી જિલ્લાની રચના થઈ ત્યાર પછી આ વન મોરબી જિલ્લામાં સમાવેશ થયો.
અહીં એશિયાઈ સિંહની જીન બેંક આવેલી છે
થોળ પક્ષી અભયારણ્ય
સ્થાપના – Nev 1988
વિસ્તાર – 6.99 ચો.કિ.મી
સ્થાન – કડી (મહેસાણા)
મુલાકાત – નવેમ્બર થી ફેબ્રુઆરી
આ અભયારણ્ય મુખ્યત્વે જળચર પક્ષીઓ માટે મહત્વનું સ્થળ છે.
5 એપ્રિલ 2021 માં આ અભ્યારણને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.
અહીં કુત્રિમ તળાવ આવેલું છે જે સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જે બંધાવનાર સયાજીરાવ ગાયકવાડ હતા.
આ અભ્યારણ ખાતે સારસ પક્ષી જોવા મળે છે જે હંમેશા બે ના જૂથમાં (નર અને માદા) હોય છે જેને સીતા અને રામ પણ કહે છે.
પાણીયા પ્રાકૃતિક અભ્યારણ
સ્થાપના – Jun 1989
વિસ્તાર – 39.64 ચો.કિ.મી
સ્થાન – ધારી (અમરેલી)
મુલાકાત – ઓક્ટોબર અને જૂન
આ અભ્યારણ ગીરનો જ એક ભાગ છે અને આ અભ્યારણનું બીજુ નામ ચાંંચાઇ પાણીયા છે.
આ અભ્યારણ છીકારા માટે મહત્વનો કુદરતી વિસ્તાર તરીકે સ્થાન ધરાવે છે.
આ અભ્યારણ વન્ય પ્રાણી સરક્ષણ ધારો 1972 ની કલમ 18 મુજબ બનેલું છે.
અહીં આવેલા જંગલનો પ્રકાર દક્ષિણનું સુકુ મિશ્ર પાનખર જંગલ પ્રકારનો છે.
વનસ્પતિઓ
દેશી બાવળ, ખેર, ગાંડો બાવળ, હરમો બાવળ, બોરડી, ખાખરો, વાંસ જોવા મળે છે.
પક્ષીઓ
એશિયાઈ સિંહ, જીરાફ, દિપડો, જંગલી બિલાડી, ચિતલ, છીછરા, જંગલી ભૂંડ, ચોસીંગા, કીડીખાવ નીલગાય વગેરે જોવા મળે છે.
બાલારામ અભ્યારણ
સ્થાપના – 7 ઓગસ્ટ 1989
વિસ્તાર – 544.78 ચો.કિ.મી
સ્થાન – અમીરગઢ (બનાસકાંઠા)
મુલાકાત – ચોમાસુ અને શિયાળો
જોવાલાયક સ્થળો
અંબાજી મંદિર
માઉન્ટ આબુ
બાલારામ મંદિર
બાલારામ મહેલ
જેસોર રીંછ અભ્યારણ
આ અભ્યારણ એ રાજસ્થાનના થારના રણને ગુજરાતમાં આગળ વધતું અટકાવે છે.
બાલારામ વન્ય પ્રાણી અભ્યારણમાંથી બાલારામ નદી પસાર થાય છે.
આ અભ્યારણના બંને છેડે મંદિર તથા અરવલ્લી પર્વતની ટેકરીઓમાં આ અભ્યારણ આવેલું છે.
અહીં આવેલું જંગલ સૂકા પાનખર જંગલ પ્રકારનું છે જ્યાં ઔષધીય વનસ્પતિનો પુષ્કળ ભંડાર આવેલો છે.
જંગલની જ્વાળા તરીકે ઓળખાતી પલાશ વનસ્પતિ પણ અહીં મળી આવે છે.
પલાશ વનસ્પતિ નું અંગ્રેજી માં નામ Butea Mobosperma છે.
પલાશ વનસ્પતિનું ગુજરાતીમાં નામ ખાખરો / કેસુડો છે.
આ વનસ્પતિનો ઉપયોગ હોળીના રંગો, જમવા માટેના પતરાળા, પેટની કૃમિ મટાડવા (બીજ) અને તેના મૂળનો રસ આંખમાં નાખવાથી બળતરા તેમજ આજણી વગેરે મટે છે.
તેના પાનથી નાહવાથી ચામડીના રોગ મટે છે.
અહીંથી કડાયો વનસ્પતિ મળે છે જે ઔષધીય ગુંદર તરીકે તેનો ઉપયોગ થાય છે અને તેનું થડ સફેદ હોય છે.
વનસ્પતિઓ
મોદડ, ખેર, ધાવડો, સેલેડી, કડાયા, ટીમરૂ, ખાખરો, બોર, દેશી બાવળ, બીલી, દૂધી, ગોબર, કણજી, ઇન્દ્રજવ, અર્જુન, સાદડ, જાંબુ વગેરે
પ્રાણીઓ
દિપડો, રીંછ, માકડુ, વીજ, શાહુડી, ઝરખ, જંગલી ભૂંડ, વરુ, શિયાળ, સસલું, વાંદરો, નીલગાય વગેરે
પક્ષીઓ
બુલબુલ, દેશી નીલકંઠ, નાનો પતરંગો, લક્કડખોદ, ચિલોત્રા, મોર, કંસારો, લટારો વગેરે
બરડીપાડા / પૂર્ણા અભ્યારણ
સ્થાપના – 1990
વિસ્તાર – 160.84 ચો.કિ.મી
સ્થાન – આહવા (ડાંગ)
મુલાકાત – ચોમાસુ
આ અભ્યારણ્ય પૂર્ણા નદીના કિનારે આવેલું હોવાથી પૂર્ણ અભ્યારણ તરીકે ઓળખાય છે.
આ અભયારણ્ય મુખ્યત્વે વાઘ અને સાબર માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ અભ્યારણોમાં છેલ્લી વખત વાઘ 1997 માં જોવા મળ્યો હતો.
આ અભયારણ્ય વિસ્તાર ગુજરાતનો સૌથી વધુ વરસાદ મેળવતો વિસ્તાર છે.
આ અભ્યારણમાં પૂર્ણા નદીના કિનારે મહલ ગામ આવેલું છે.
આ અભ્યારણમાં સંપૂર્ણ આદિવાસી વસ્તી જેવી કે ભીલ, વારલી, કોકના, દુબળા વગેરે જાતિની વસ્તી રહે છે.
આ અભ્યારણમાં આવેલા જંગલનો પ્રકાર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ પ્રકારનો છે.
વનસ્પતિઓ
અહીં સૌથી વધુ વૃક્ષો વાંસ, સાગ, ઉતુંગ બાવલ વગેરે જાતની વનસ્પતિઓ આવેલી છે.
પ્રાણીઓ
આ અભ્યારણમાં દીપડા, વાંદરા, સાબર, હરણ, બોનેટ માંકડું વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
જોવાલાયક સ્થળો
સાપુતારા
વધઈ વનસ્પતિ ઉધાન
ગીરાધોધ
જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ
સ્થાપના – 1990
વિસ્તાર – 130.38 ચો.કિ.મી
સ્થાન – જાંબુઘોડા (પંચમહાલ)
મુલાકાત – ચોમાસુ કે શિયાળો
અહીં દિપડો અહીંનો સર્વોચ્ચ શિકારી પ્રાણી છે.
અહીં પણ રીંછ જોવા મળે છે.
અહી ભેકર , જગલી ભૂંડ પણ જોવા મળે છે.
કચ્છ ઘોરાડ અભયારણ
સ્થાપના – 1992
વિસ્તાર – 2.03 ચો.કિ.મી
સ્થાન – નલિયા (કચ્છ)
મુલાકાત – ચોમાસુ કે શિયાળો
ગુજરાતનું ગુજરાતનું સૌથી નાનું અભ્યારણ છે જ્યાં મુખ્યત્વે ઘોરાડ પક્ષીના સરક્ષણ માટે જાણીતું છે.
ઘાસિયા જમીનમાં અહીં ઘોરાડ આશ્રય અને ઈંડા મુકવા માટે અનુકૂળ છે.
અહીં ગોરાડ, ચિંકારા, વરું, હેનોતરો, નીલગાય વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
મીતીયાળા વન્યજીવ અભ્યારણ
સ્થાપના – Feb 2004
વિસ્તાર – 18.22 ચો.કિ.મી
સ્થાન – સાવરકુંડલા + ખાંભા (અમરેલી)
મુલાકાત – શિયાળો
મીતીયાળાના જંગલનો આ ડુંગરાળ પ્રદેશ સુપ્રસિદ્ધ સિંહોના અભ્યારણ સાથે સમાનતા ધરાવે છે.
મીતીયાળા વનનો પશ્ચિમ ભાગ ગીરના જંગલની સરહદ થી માત્ર 5 કિલોમીટર દૂર છે.
આ અભ્યારણમાં સિંહ, દીપડા, ચિતલ, સાબર જેવા પ્રાણીઓ જોવા મળે છે.
ગિરનાર વન્યજીવ અભ્યારણ
સ્થાપના – 2008
વિસ્તાર – 178.87 ચો.કિ.મી
સ્થાન – જૂનાગઢ
આકર્ષણ – ગિરનાર ડુંગર
પ્રાણીઓ
સિંહ, દિપડો, સાબર, ચિત્તલ, હનુમાન વાનર, હરણ, શાહુડી, નોળિયો જેવા પ્રાણીઓ જોવા મળે છે.
કામધેનું અભ્યારણ
સ્થાપના – 2015
સ્થાન – ધરમપુર (પોરબંદર)
જાહેરાત – આનંદીબેન પટેલ
આ અભ્યારણ હજુ બન્યું નથી માટે આ અભ્યારણને કુલ અભ્યારણમાં ગણતરી થતી નથી.