Solanki Vansh History In Gujarati – સોલંકી વંશનો ઇતિહાસ

ગુજરાતમાં ચાવડા વંશ પછી ઈ.સ. 942 થી 1244 દરમિયાન સોલંકી વંશનો સમયગાળો જોવા મળે છે. ગુજરાતમાં પ્રાચીન ઈતિહાસમાં સોલંકી વંશના સમયગાળામાં રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસ જોવા મળે છે. તો ચાલો મિત્રો આજે તમને આ લેખમાં Solanki Vansh History In Gujarati વિશેની માહિતી તેમજ આ વંશની ઉત્પતિ કેવી રીતે થઈ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીયે.

Table of Contents

Solanki Vansh generalknowledge4.com

Solanki Vansh History In Gujarati

  • ગુજરાતનો સુવર્ણયુગ – સોલંકી યુગ/વંશ
  • ગુજરાતનો બીજો સુવર્ણયુગ – વસ્તુપાળ અને તેજપાલ
  • ભારતનો સુવર્ણયુગ – ગુપ્ત યુગ/વંશ
  • સ્થાપક – મૂળરાજ પહેલો 
  • પિતા – રાજી
  • માતા – લીલાદેવી
  • પત્ની – માધવી
  • પુત્ર – ચામુંડરાજ
  • રાજધાની – અણહિલપુર પાટણ
  • બોલી – પ્રાકૃત ગુજરાતી
  • રાજ ધર્મ – શૈવ
  • છેલ્લો શાસક – ત્રિભુવનપાળ સોલંકી
  • કુલ શાસકો – 12

સોલંકી વંશની ઉત્પત્તિ

ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહ અવારનવાર નશાની હાલતમાં મૂળરાજની મશ્કરી કરતા આવું વારંવાર બનતું હતું. એક દિવસે સામંતસિંહ એ નશામાં મૂળરાજનું અપમાન કર્યું આથી ગુસ્સે ભરાયેલા મૂળરાજે તેના મામા સામંતસિંહની હત્યા કરી ઈ.સ. 942માં પાટણમાં Solanki Vanshની સ્થાપના કરી. સોલંકીને ચોલુકય તરીકે પણ ઓળખવામાં આવે છે.

Solanki Vanshની ઉત્પતિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે એવું કહેવાય છે કે ઈન્દ્રના કહેવાથી બ્રહ્મએ ચુલુક (ખોબો) માંથી સોલંકી વંશની ઉત્પત્તિ કરી. જે આગળ જતા સોલંકી તરીકે ઓળખાય છે. (દંતકથા મૂજબ)કેટલાક ઈતિહાસકારોએ સોલંકી શાસકોને ચંદ્રવંશી તરીકે પણ ઓળખાવ્યા છે.

મૈત્રક કાળ દરમિયાન ઉત્તર ગુજરાતનો ભાગ ગુર્જરદેશ, ગુર્જરભૂમિ, ગુર્જરધરા, ગુર્જર મંડળ તરીકે પ્રખ્યાત હતો જે આગળ જતા ગુજરાત તરીકે ઓળખાય છે. સૌ પ્રથમ 13મી સદીમાં આબુરાસ ગ્રંથમાં ગુજરાત શબ્દનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

સોલંકી વંશની માહિતીના સ્ત્રોતો 

  • પ્રબંધ ચિંતામણી – મેરૂતુંગ
  • વિચાર શ્રેણી – મેરુતુંગ
  • આબુરાસ – પાલ્હન
  • પ્રબંધ કોશ – રાજશેખર

મેરુતુંગ દ્વારા રચિત ‘પ્રબંધ ચિંતામણી’ અને હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત ‘દયાશ્રય’ ગ્રંથોમાં સોલંકી વંશની ઉત્પત્તિ વિશેની જુદી જુદી માહિતી આપવામાં આવેલી છે.

પ્રશસ્તિ અને પ્રબંધ મુજબ વડનગરની શ્રીપાલ પ્રશસ્તિ, આબુની સોમેશ્વર પ્રશસ્તિ, સહસ્ત્રલિંગની શ્રીધર પ્રશસ્તિ અને વસ્તુપાળની ઉદય પ્રશસ્તિમાં સોલંકી વંશની માહિતી મળે છે.

સોલંકી વંશ દરમિયાન અભિલેખો અને તામ્રપત્રો તેમજ મળેલી મૂર્તિઓ પરથી રાજાઓની વંશાવલી સંબંધીત માહિતી મળે છે.

વસ્તુપાળના સમયે લખાયેલી ‘કીર્તિ કૌમુદી’ તેમજ વસંત વિલાસ સાહિત્યમાં સોલંકી વંશ વિશેની માહિતી મળે છે.

સોલંકી વંશનું રાજ્યતંત્ર 

સોલંકી વંશના દરેક રાજાઓ વિવિધ બિરુદો ધારણ કરતા હતા. જેમકે પરમભટાર્ક, મહારાજાધીરાજ અને પરમેશ્વર એ ત્રણ મહાબિરુદ્ધ ધારણ કરતા.

જ્યારે કેટલાક રાજા સિદ્ધચક્રવતી, અવંતીનાથ, સપ્તમચક્રવતી, અભિનવસિદ્ધરાજ જેવા બિરુદો ધારણ કરતા હતા.

  • શ્રીકર – આવકખાતું
  • વ્યયકરણ – ખર્ચખાતુ
  • મંડપીકાકરણ – માંડવીખાતું
  • કોષ્ઠાગાકરણ – કોઠારખાતુ
  • મહાક્ષપટલકરણ – દફતરખાતું
  • વેરાકુલ – બંદરવિભાગ

સામાજિક સ્થિતિ

સોલંકી વંશના શાસન દરમિયાન પોરવાડ, ખડાયતા, વણિકો, મોઢ, નાગર, શ્રીમાળી વગેરે જ્ઞાતિઓનો ઉલ્લેખ જોવા મળતો હતો.

સોલંકી વંશ દરમિયાન વિધવા પુનલગ્નનું ઉત્તમ ઉદાહરણ જોવા મળતું હતું જેમ કે વસ્તુપાળ અને તેજપાળ પુનલગ્ન કરેલી વિધવા કુમાર દેવીના પુત્ર હતા.

આર્થિક સ્થિતિ 

સોલંકી વંશ દરમિયાન ગુજરાતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ દેશ વિદેશમાં વિખ્યાત બન્યો હતો.

ખંભાત અને ભરૂચમાં અનેક પ્રકારનું કાપડ તૈયાર થતું અને ત્યાંથી દેશ-વિદેશમાં તેની નિકાસ થતી હતી.

કુમારપાળ દ્વારા સાળવી પરિવારને પટોળાનો વિકાસ કરવા માટે  ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.

સાહિત્યનો વિકાસ 

  • નીતિમંજરી – દ્યા-દ્રીવેદિ – ભીમદેવ પ્રથમ
  • ઉદયસુંદરીકથા – સોડલ – ભીમદેવ પ્રથમ
  • સિદ્ધહેમશબ્દાનુશાસન – હેમચંદ્રાચાર્ય – સિધ્ધરાજ જયસિંહ
  • નરનારાયણનંદ – વસ્તુપાળ – વીરધવલ
  • પંચગ્રંથિ – બુદ્ધિસાગરસૂરી
  • ગણદર્પણ – કુમારપાળ – કુમારપાળ

સોલંકી વંશના સ્થાપત્યો

  • ડભોઇનો કિલ્લો – ડભોઇ – સિધ્ધરાજ જયસિંહ
  • રાણકદેવીનું મંદિર – વઢવાણ (સુરેન્દ્રનગર) – સિધ્ધરાજ જયસિંહ
  • મૂળરાજ ત્રિપુરુષ પ્રાસાદ – અણહિલવાડ પાટણ – ભીમદેવ પ્રથમ
  • સોમેશ્વર ત્રિપુરુષ પ્રાસાદ – અણહિલવાડ પાટણ – મૂળરાજ સોલંકી
  • સલખેણેશ્વર મહાદેવનું મંદિર – સરખણપુર – લવણપ્રસાદ
  • કુંભારીયાના દેરા – અંબાજી – વિમળશાહ
  • મૂળનાથ મૂળેશ્વર મહાદેવ મંદિર – માંડલ – મૂળરાજ પ્રથમ
  • દુર્લભ સરોવર – પાટણ – દુર્લભરાજ
  • સહસ્ત્રલિંગ સરોવર – પાટણ – સિધ્ધરાજ જયસિંહ
  • મલાવ તળાવ – ધોળકા – મીનળદેવી
  • મુનસર તળાવ – વિરમગામ – મીનળદેવી
  • નેમીનાથનું દેરાસર – ગિરનાર – સજ્જન મંત્રી
  • વડનગરનો કિલ્લો – વડનગર – કુમારપાળ
  • અજીતનાથનું દેરાસર – પ્રભાસ પાટણ – કુમારપાળ
  • રાણકીવાવ – પાટણ – ઉદયમતી
  • કર્ણસાગર તળાવ – કર્ણાવતી (અમદાવાદ) – કર્ણદેવ

મૂળરાજ સોલંકી (ઈ.સ. 1942 થી 1997)

સમયગાળો – ઈ.સ. 1942 થી 997

બિરુદ – પરમેશ્વર, પરમભટાર્ક, મહારાજાધિરાજ, ગુર્જર

રાજ્ય વિસ્તાર – સારસ્વતમંડલ (સરસ્વતી નદીથી રૂપેણ નદી વચ્ચેનો પ્રદેશ)

સારસ્વતમંડલ એટલે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર.

મૂળરાજ સોલંકીનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોવાથી તેમનું નામ મૂળરાજ પડ્યું.

મૂળરાજના પિતા રાજી/રાજ કનોજના પ્રતિહાર રાજ્યમાં ગુર્જર દેશના સામંત હતા. તેમણે સામંતસિંહની બહેન લીલાદેવી સાથે લગ્ન કર્યા હતા.

‘ગુજરાત’ શબ્દની શરૂઆત મૂળરાજના સમયમાં થઈ હોય તેવી માન્યતા છે. અલબરુની અને માર્કોપોલોએ પણ ગુજરાત નામનો ઉલ્લેખ તેમણે લખેલા પુસ્તકમાં કર્યો છે.

યુદ્ધો  

સોરઠ

ગ્રાહરિયુ

કચ્છ

લાખોફુલાણી

માળવા

મુંજ

લાટ

બારાપ

આબુ

ધરણીવરહ

સોરઠ વિજય

પાટણની ગાદી પર મૂળરાજ સોલંકી હતા આ સમયે સોરઠનો (જૂનાગઢનો આસપાસનો વિસ્તાર) રાજવી ચુડાસમા વંશના સ્થાપક ગ્રહરિપુ સોમનાથની યાત્રાએ જતા યાત્રાળુઓને હેરાન કરાતા અને તેમની પાસેથી યાત્રા વેરો લેતો હતો.

આ વાતની જાણ મૂળરાજને થતા તે ઈ.સ. 1110માં ચુડાસમા વંશનાં સ્થાપક ગ્રહરિપુ પર ચુડાસમા વંશની રાજધાની વામનસ્થળી (આજનું વંથલી) જૂનાગઢ ખાતે આક્રમણ કરે છે અને ગ્રહરીપુને કેદ કરી લે છે.

કચ્છ વિજય

ગ્રહરીપુને કેદ કરી સોરઠનો વિસ્તાર પોતાની સત્તામાં લઈ લે છે, આ સમયે ગૃહરીપુના મિત્ર એવા કચ્છના રાજા લાખા ફુલાણીને આ વાતને જાણ થતા તેઓ તેને બચાવવા માટે તેની પૂરી સેના સાથે પાટણ આવવા માટે નીકળે પડે છે.

અહીં પાટણના રાજા મૂળરાજને ખબર પડે છે અને તેમની અને લાખ ફુલાણી વચ્ચે કંથકોટ ખાતે દ્વંદ્વ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં કચ્છના રાજા લાખા ફુલાણીનો પરાજય થાય છે.

આ યુદ્ધમાં કચ્છના રાજા લાખા ફુલાણનું મૃત્યુ થાય છે અને આ સાથે જ કચ્છ, સૌરાષ્ટ્ર અને પાટણનો વિસ્તાર પોતાના હસ્તક લઈ લે છે.

માળવા વિજય

મૂળરાજ સોલંકી અને માળવાના રાજા મુંજ વચ્ચે પણ યુદ્ધ થયેલું પરંતુ આ યુદ્ધમાં કોણ જીત્યું એની માહિતી નથી.

આબુ વિજય 

મૂળરાજ સોલંકી અને આબુના શાસક ધરણીવરાહ વચ્ચે પણ યુદ્ધ થયેલું અને આ યુદ્ધમાં મૂળરાજ સોલંકીની જીત થયેલી.

જૈન ધર્મ ગ્રંથ ‘આબુરાસ’માં પ્રથમવાર ગુજરાત શબ્દનો ઉપયોગ થયો હતો. દુર્ગાશંકર હરિપ્રસાદ શાસ્ત્રીના મતે સોલંકીઓનું મૂળ દક્ષિણ કર્ણાટકમાં હોવાનું જાણવા મળે છે.

મૂળરાજ સોલંકીના શાસન વખતે ગુજરાતી ભાષા અને લીપીનો વિકાસ થયો હતો.

મૂળરાજ સોલંકીનું મંત્રીમંડળ

મંત્રી

માધવ

મહામંત્રી

જમ્બક

મુખ્ય પ્રધાન

જેહુલ

પુરોહિત

સોલશર્મા

દૂતક

શિવરાજ

સંધિ વિગ્રાહક

શ્રી જય

લેખક

બાલાર્ક

મૂળરાજ સોલંકીએ બંધાવેલા સ્થાપત્યો 

મૂળરાજ સોલંકીએ પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્રમહાલયનું કામ શરૂ કરાવ્યું હતું. પરંતુ તેના શાસનકાળ દરમિયાન આ કામ પૂર્ણ થઈ શકતું નથી.

મૂળરાજ સોલંકી પાટણમાં મૂળદેવ સ્વામીનું મંદિર, મૂળરાજ વસહીકા અને જૈન દેરાસરનુ બાંધકામ કરાવ્યું હતું.

પાટણ ખાતે સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ, મુંજાલ સ્વામીનો પ્રાસાદ તેમજ વઢીયાર પ્રદેશમાં માંડલ નજીક મૂળનાથ મૂળેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું.

મૂળરાજ સોલંકીએ સિધ્ધપુર ખાતે આવેલી સરસ્વતી નદીના કિનારે અગ્નિ પ્રવેશ કરી દેહનો ત્યાગ કર્યો હતો.

ચામુંડરાજ (ઈ.સ. 997 થી 1010)

મૂળરાજ પ્રથમએ લાટ પ્રદેશના રાજા બારપ પર ચડાઈ કરી હતી ત્યારે ચામુંડરાજએ સેનાપતિ તરીકે સેવા આપી હતી.

ચામુંડરાજએ હાથીઓનું પરીક્ષણ કરવામાં માહેર હતા આથી તેમની પાસે હાથીઓ વધારે હતા.

ચામુંડરાજ એ શિવભક્ત હતા તેમજ તેમને પાટણમાં ચંદ્રનાથદેવ અને ચાચિણેસ્વરદેવનો પ્રાસાદ બંધાવ્યો હતો. તેમજ તેમને મહેસાણા તાલુકામાં જૈન મંદિરને એક ગામ દાનમાં આપ્યું હતું.

ચામુંડરાજના સમયમાં અરબી વેપારી અલબરુની ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. તેણે ચચિણેશ્વર દેવનો પ્રાસાદ અને ચંદનાથ મહાદેવનું મંદિરનું પણ બંધાવ્યું.

ચામુંડરાજ ચારિત્રથી સારો ન હોવાના કારણે તેમની બહેન વાચિણીદેવી એ ગાદી પરથી દૂર કરાવીને તેમના પુત્ર વલ્લભરાજનો રાજ્યભિષેક કરાવ્યો હતો.

ચામુંડરાજ કાશીની યાત્રાએ જાય ત્યારે માળવા પ્રદેશમાં માળવાના રાજા સિંધુરાજે તેમની મુકુટ અને રાજચિન્હ નીચે પાડીને તેનું અપમાન કરે છે.

આ અપમાનનો બદલો લેવા માટે વલ્લભરાજ તેની સાથે યુદ્ધ કરવા માળવા જાય છે ત્યારે તે રસ્તામાં શીતળાના રોગથી તેનું મૃત્યુ થાય છે.

ચામુંડરાજ બંને પુત્રોને ગુમાવવાના દુઃખથી તે નર્મદા કિનારે શુકલતીર્થ જઈ અનસન દ્વારા દેહનો ત્યાગ કરે છે.

વલ્લભરાજ (ઈ.સ. 1010)

વલ્લભરાજને ‘રાજમદનશંકર’ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

પિતા ચામુંડરાજ કાશીની યાત્રાએ જતા હતા તે સમયે માળવાના રાજા સિંધુરાજે તેમણે હેરાન કર્યા અને તેમનું મુકુટ અને રાજચિન્હ છીનવી લીધું.

આ અપમાનનો બદલો લેવા માટે વલ્લભરાજ માળવાના રાજા સિંધુરાજ સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડે છે.

માળવા પ્રદેશ પહોંચતા પહેલા અસાધ્ય રોગ (શીતળા રોગ) લાગુ પડતા તે રસ્તામાં મૃત્યુ પામ્યો. સવારમાં વલ્લભરાજની લાશ ઘરે આવે છે અને આ જોઈને ચામુંડરાજને ખૂબ આઘાત લાગે છે અને તે દુઃખી થાય છે.

દુર્લભરાજ (ઈ.સ. 1010 થી 1022) 

વલ્લભરાજનું અચાનક મૃત્યુ થતાં દુર્લભરાજ ગાદી પર આવે છે. તે ચાહમાન રાજા મહેન્દ્રની બહેન દુર્લભદેવી સાથે લગ્ન કરે છે.

દુર્લભરાજનો પ્રધાનમંત્રી (પુરોહિત) સોમેશ્વર પ્રથમ હતો. તેણે લાટ પ્રદેશના રાજા કીર્તિરાજને હરાવીને લાટ પ્રદેશ જીત્યો હતો.

દુર્લભરાજએ પાટણમાં દુર્લભ સરોવરની રચના કરી જે પાછળ જતા સહસ્ત્રલિંગ તળાવ બન્યું.

દુર્લભરાજે કોશગૃહ (સંપતિ ભેગી કરવા માટે), સાત માળનું ધવલ ગૃહ (સંગીત અને મનોરંજનનું સ્થાન) અને હસ્તીશાળા (હાથીઓ માટે)નું નિર્માણ પાટણમાં કરાવ્યું.

તેને પોતાના મોટાભાઈ રાજમદનશંકર (વલ્લભરાજ) પ્રાસાદનું નિર્માણ પાટણમાં કરાવ્યું .

સોલંકી વંશનો આ પ્રથમ રાજા હતો કે જેને જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને તે અનેકાંતવાદ (સ્યાદવાદ)માં માનવા વાળા રાજા હતો.

દુર્લભરાજને પોતાનો પુત્ર ન હોવાથી તેને નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમને રાજગાદી આપી રાજ્યભિષેક કરવામાં આવ્યો.

ભીમદેવ પ્રથમ (ઈ.સ. 1022 થી 1064)

ઉપાધિ – બાણાવળી ભીમ

રાણી – ઉદયમતી અને બકુલાદેવી (ચૌલાદેવી)

પુત્રૌ – કર્ણદેવ (ઉદયમતીનો પુત્ર) અને ક્ષેમરાજ (બકુલાદેવીનો પુત્ર)

ભીમદેવ બાળપણથી જ ધનુરવિદ્યામાં પારંગત હતો તેથી જ તેને ‘બાણાવળી’ તરીકે ઓળખવામાં આવતો હતો.
ભીમદેવના પ્રથમ લગ્ન જૂનાગઢના રાજા રા’ખેંગારની પુત્રી ઉદયમતી સાથે થાય છે. જેના થકી તેમને કર્ણદેવ નામનો પુત્ર થયો હતો.

દક્ષિણમાંથી નૃત્ય કરવા સોમનાથમાં અમુક નરતિકીઓને તેડવામાં આવી જેમાં એક સુંદર કન્યા બકુલાદેવી સાથે ભીમદેવને પ્રેમ થઈ ગયો અને તેની સાથે બીજા લગ્ન કર્યા.

પરંતુ આ લગ્ન થવાનું કારણ અને શરત ઉદયમતીએ લગ્ન પહેલાં જ રાખી હતી, કે રાજગાદી ફક્ત મારો જ વંશ સંભાળશે એવી શરતે ભીમદેવને બકુલાદેવી સાથે લગ્ન કરવાની છૂટ આપી હતી.

મહમૂદ ગઝનવીએ અણહિલવાડ, શ્રીમાલ અને ચંદ્રાવતીને લૂંટયા પરંતુ સોમનાથ પર આક્રમણ કરતા પહેલા મહમૂદ ગઝનવીના મંત્રી ઉતબીનું અવસાન થયું.

ભીમદેવના સમયમાં ઈ.સ. 1026 મહમૂદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું બાણાવળી કહેવાતો ભીમદેવ મહમૂદ ગઝનવીના સૈન્યથી ડરી પોતાની પત્ની અને સસરા રા’ખેંગાર સાથે કચ્છના કંથકોટના ડુંગરમાં સંતાઈ ગયા.

મહમૂદ ગઝનવીના પાટણમાં અનેક સ્થાપત્યોને તોડી પાડે અને આગળ વધી સોમનાથનું સોનાનું મંદિરને લૂંટી લે છે અને શિવલિંગ સાથે લઈ જતા રહે છે.

મહમૂદ ગઝનવીએ સોમનાથ ચઢાઈનું વર્ણન અલબરુનીના અરબી પુસ્તક ‘કિતાબ-ઉલ-હિન્દ’માં જોવા મળે છે.

મહમૂદ ગઝનવીની આ લૂંટ બાદ બાણાવળી કહેવાતો ભીમદેવ પ્રથમ હવે પાછો ફરે છે અને લોકોની નજરોમાં નીચો પડે છે.

આથી જ તેને લોકોનું ધ્યાન સોમનાથની ઘટના પરથી દૂર કરવા માટે પુષ્પાવતી નદીના કિનારે શહીદોની યાદમાં ઈરાની શૈલીથી પ્રભાવિત મારુ ગુર્જર શૈલીનું મોઢેરાનું સૂર્યમંદિર બનાવ્યું અને સોમનાથનો પથ્થરોથી જીણો દ્વાર કરાવ્યો.

ભીમદેવ પ્રથમ ઉપર થયેલ મહમૂદ ગઝનવીના આક્રમણ પછી તેને ખંડણી ભરતા ઘણા સામંતોએ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો.

આબુના રાજા ધંધુક પરમાર સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભીમદેવે ધંધુકને હરાવી અને પોતાના વિશ્વાસુ વિમળ મંત્રીને આબુના સૂબા તરીકે નિમણૂક કરી.

આ વિમળ મંત્રીએ ઈ.સ. 1032માં આબુમાં અજીતનાથ (આદિનાથ)નું દેરાસર બનાવ્યું જે દેલવાડાનું પહેલું દેરાસર છે. આ મંદિરનું બીજું નામ વિમલ વસાહી છે.

આ સિવાય વિમળ મંત્રીએ અંબાજીમાં જૈન દેરાસર, કુંભારીયાના દેરા અને આરાસુર નું મંદિર બંધાવડાવ્યું હતું.

ભીમદેવ પ્રથમના સમયમાં પાટણમાં ત્રીપુરુષ દેવાલયની સ્થાપના કરવામાં આવી હતી અને વડનગરના કીર્તિ તોરણનું બાંધકામ પણ ભીમદેવ પ્રથમના સમયમાં જ થયું હતું.

ભીમદેવના મહત્વના બાંધકામો 

મહમૂદ ગઝનવીના આક્રમણ બાદ સોમનાથ મંદિર ફરીથી બંધાવ્યું અને સોમનાથ મંદિરનો પથ્થરો દ્વારા જીણો દ્વાર કરાવ્યો.

ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ પાટણમાં સાત માળની રાણકી વાવ બંધાવી. જેને વર્ષ 2014માં વિશ્વવિરાસત સ્થળોમાં સ્થાન મળ્યું છે.

રાણકી વાવ એ ગુજરાતની બીજા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. રાણકી વાવ ‘જયા’ પ્રકારની વાવ છે.

કર્ણદેવ પ્રથમ (ઈ.સ. 1064 થી 1094) 

શાસન – 30 વર્ષ

પત્ની – મીનળદેવી (મયણલ્લા)

પુત્ર – સિધ્ધરાજ જયસિંહ

પિતાના સમયમાં ગઝનીના આક્રમણો વખતે સ્વતંત્ર થયેલા સામંતોને ઠેકાણે પાડ્યા અને લાટને પાછુ મેળવી અને જગતપાળને હરાવી નવસારીકા વિજય મેળવ્યો.

કર્ણદેવે લાટ તરફ જવા માટે રવાના થાય છે પરંતુ લાટમાં જવા માટે વચ્ચે કર્ણાવતી નગર (આજનું પાલડી અમદાવાદ) નામનું એક ગામ હતું ત્યાં આશાવલ નામનો એક શાસક હતો તે પણ સોલંકીઓની ખંડણી ભરતો બંધ થઈ ગયો હતો આથી આશાવલને હરાવી આ પ્રદેશ પણ જીતી લીધો.

કાશ્મીરના કવિ બિલહણ દખણ જતા પહેલા થોડો સમય ગુજરાતમાં રોકાયા હતા ત્યારે તેમણે ‘કર્ણસુંદરી’ નામના નાટકની રચના કરી હતી જેમાં કર્ણદેવ અને મીનળદેવીની પ્રણય કથાની માહિતી મળે છે.

રાજપુતોનો ઈતિહાસ લખવા કાશ્મીરના કવિ બિલહણ દખણ જતા પહેલા થોડો સમય ગુજરાતમાં રોકાઈને ચાલુક્યની મુલાકાતે ગયા હતા.

આ ઘટનામાં કવિ બિલહણ કર્ણદેવના ખૂબ જ વખાણ કરે છે. આ વખાણથી ગોવા (ચંદ્રપુર)ના રાજા જયકેશી અને તેમની પુત્રી મયણલ્લા ખુશ થઈ જાય છે.

રાજા જયકેશીની કુંવરી મયણલ્લા મનોમન નક્કી કરી લે છે કે હું પરણીશ તો કર્ણદેવને જ આ વાત પિતાને ખબર પડે છે આથી કર્ણદેવ સાથે તેના વિવાહ નક્કી કરી દેવામાં આવે છે.

થોડા સમય બાદ પાલનપુર (બનાસકાંઠા)ખાતે મીનળદેવી એક બાળકને જન્મ આપે છે જેનું નામ સિધ્ધરાજ જયસિંહ રાખવામાં આવે છે.

પુત્ર સિધ્ધરાજ 3 વર્ષના હોય છે ત્યારે તે સમયે કર્ણદેવ અને માળવાનો રાજા નરવરમાં સાથે યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં કર્ણદેવને તલવાર વાગે છે જેથી તેને સડો થાય છે અને તેનું અવસાન થાય છે.

પિતા કર્ણદેવના મૃત્યુ સમયે જયસિંહની ઉંમર નાની હોવાથી તેમની વિધવા પત્ની મીનળદેવીએ પાટણનું શાસન સંભાળ્યું અને પાટણનો વિકાસ કર્યો હતો.

કર્ણદેવ સોલંકીએ બંધાવેલા સ્થાપત્યો

પાટણ ખાતે કર્ણમેરુ પ્રાસાદની અને ગિરનાર પર કરણવિહાર દેવળની સ્થાપના કરાવી હતી.

કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી( આજનુ અમદાવાદ) નગરની સ્થાપના કરી તેમાં કોચરબ દેવીનો પ્રાસાદ, જયંતિદેવીનું દેવાલય અને કર્ણસાગરનું નિર્માણ કરાવ્યું હતું.

કર્ણદેવના મંત્રી માધવે વઢવાણમાં માધાવાવ બંધાવી હતી. કર્ણદેવ સોલંકીએ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર કર્ણાવતી ખાતે નિર્માણ કરાવ્યા હતા.

સિધ્ધરાજ જયસિંહ (ઈ.સ. 1094 થી 1143) 

જન્મ – પાલનપુર (બનાસકાંઠા)

ત્રણ વર્ષની ઉંમરે રાજ્યભિષેક થાય છે.

સિધ્ધરાજ જયસિંહ મહાન શિવભક્ત હતો.

મીનળદેવીના આદેશથી સોમનાથનો યાત્રાવેરો રદ કર્યો.

સિંહ સવંતની શરૂઆત કરાવી (ઈ.સ. 1014)

પ્રબંધ ચિંતામણી ગ્રંથ અનુસાર સિધ્ધરાજ જયસિંહનો જન્મ ઈ.સ.1091માં પાલનપુર (બનાસકાંઠા)માં થયો હતો.
તેમના પિતા કર્ણદેવનું મૃત્યુ થતાં ફક્ત ત્રણ વર્ષની ઉંમરે સિધ્ધરાજ જયસિંહ પાટણની ગાદી સંભાળીને 49 વર્ષ શાસન કર્યું હતું.

શાસનના શરૂઆતના સમયમાં મામા મદનપાળે પાટણનો વહીવટ સંભાળ્યો હતો પરંતુ મામા મદનપાળ મીનળદેવીને વારંવાર હેરાન કરતા હોવાથી શાંતુ મહેતા દ્વારા મદનપાળની હત્યા કરાવવામાં આવીને અને પાટણની ગાદીનો વહીવટ મીનળદેવીએ સંભાળ્યો.

સિધ્ધરાજ જયસિંહએ બાળપણમાં મલ્લવિદ્યા અને શસ્ત્રવિદ્યા તેમની માતા મીનળદેવી પાસેથી શીખ્યા અને રાજવહીવટની તાલીમ શાંતુ અને મુંજાલ મહેતા નામના મંત્રી પાસેથી શીખ્યા હતા.

સિધ્ધરાજ જયસિંહએ સોરઠ વિજય, માળવા વિજય, બરબરકને હરાવ્યો, શાકંભરીના ચાહમાન રાજાને હરાવ્યો તેમજ તેમના અન્ય પરાક્રમોના કારણે તેઓ આ વંશના સૌથી પ્રતાપી રાજા માનવામાં આવે છે.

સિધ્ધરાજ જયસિંહએ મેળવેલ વિજયો  

સોરઠ વિજય

જૂનાગઢના રાજા રા’ખેંગાર બીજાએ પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહ મળવા ગયા હતા ત્યારે એ દરમિયાન રા’ખેંગાર બીજાએ પાટણના પૂર્વ દરવાજો તોડી પાડી પાટણને લુટે છે.

પાટણમાં સિધ્ધરાજ જયસિંહના મંત્રીઓ રા’ખેંગારને ભગાડે છે અને તે એક ઘરમાં સંતાઈ જાય છે આ ઘરમાં એક યુવાન રૂપસુંદરી હતી જેનું નામ રાણકદેવી હતું.

આ રાણક રા’ખેંગારને ત્રણ દિવસ સુધી સાચવે છે અને આ બંનેની આંખ મળી જાય છે. આ રાણકદેવી એ જ હતી જેની બાળપણમાં સિદ્ધરાજ સાથે સગાઈ નક્કી થઈ ગઈ હતી.

સિધ્ધરાજ જયસિંહ પહેલેથી જ લગ્ન કરેલા હોવાથી રાણકને આ સગાઈ ગમી ન હતી.

રા’ખેંગાર એ રાણકને લઈને ભાગે છે અને જુનાગઢ ખાતે ઉપરકોટાના કિલ્લામાં સંતાઈ જાય છે આ વાત માત્ર રા’ખેંગારના ભાણેજ દેસળ અને વિસળ ને જ ખબર હતી.

પરંતુ દેસળ અને વિશળના દગાથી જ સિધ્ધરાજ જયસિંહ રા’ખેંગાર અને રાણકને શોધી કાઢે છે અને રા’ખેંગારને હત્યા કરી રાણકને કેદ કરી તેની સાથે પાટણ લઈ જવા નીકળે છે.

આ વિજય ઈ.સ.1114માં થયો હતો જેથી આ વિજયની યાદમાં સિંહ સવંત શરૂ કરવામાં આવી હતી જે ફક્ત જુનાગઢમાં જ લાગુ થઈ હતી અને અહીં તેણ સિદ્ધચક્રવર્તી બિરુદ્ધ ધારણ કર્યું હતું.

સિધ્ધરાજ જયસિંહ રાણકને કેદ કરીને પાટણ પાછી લઈ જવાની તૈયારી કરે છે તે સમયે પાટણ જવાના રસ્તામાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ભોગાવો નદી કિનારે રાત પડી જાય આથી અહીં તંબુ તાણીને રાત વાતો કરે છે.

અહી રાણકદેવી ભોગાવો નદીના કિનારે અગ્નિસનાન કરી સતી થઈ જાય છે. આથી જ રાણકને સતી રાણકદેવી તરીકે પૂજવામાં આવે છે. અહીં સિધ્ધરાજ રાણક વતી પુત્ર ન થવાનું કલંક લાગે છે.

રાણકદેવીની યાદમાં વઢવાણ ખાતે રાણકદેવીનું મંદિર બંધાયેલું જોવા મળે છે જે હાલમાં પણ અસ્તિત્વમાં છે.

માળવા વિજય

સિધ્ધરાજ જયસિંહ ભોગાવો નદી કિનારેથી પાછા પાટણ આવવા માટે નીકળે છે ત્યારે પાટણ પોહોચતા જ ખબર પડે છે કે જુનાગઢ વિજય કરવા માટે ગયા હતા ત્યારે માળવાના રાજા નરવર્મા અને તેના પુત્ર યશોવર્માએ પાટણ પર આક્રમણ કર્યું હતું.

આથી સિધ્ધરાજ જયસિંહ માળવાના રાજાઓ સાથે બદલો લેવા માટે યુદ્ધ કરે છે અને યશોવર્માને કેદ કરી લે છે.

માળવાની રાજધાની અવંતીને જીતીને અવંતીનાથનું બિરુદ મેળવે છે અને આ યુદ્ધ દરમિયાન સિધ્ધરાજ જયસિંહ માળવાથી ભોજ વ્યાકરણ ગ્રંથ અને માળવાના પટોળા લૂંટીને પાટણ લઈ આવે છે.

બર્બરક વિજય

પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલા ઋષિઓના આશ્રમ પર બર્બરક નામના રાક્ષસનો ત્રાસ હોવાના કારણે સિધ્ધરાજ જયસિંહ તેના પર આક્રમણ કર્યું હતું.

આ યુદ્ધ દરમિયાન સિધ્ધરાજ જયસિંહની જીત થાય છે અને બર્બરકની હાર થાય છે પરંતુ બર્બરકની પત્ની પિંગલાની વિનંતીથી સિધ્ધરાજ જયસિંહ બર્બરકને મુક્ત કર્યો હતો.

સિધ્ધરાજ જયસિંહ બાબરાભૂતને હરાવીને બર્બરક જિષ્ણુ તરીકે ખ્યાતિ પામ્યા હતા.

બર્બરક ‘બાબરાભૂત’ તરીકે અને સિધ્ધરાજ જયસિંહ ‘સઘરા જેસંગ’ તરીકે પ્રસિદ્ધ થયા.

સોરઠ માળવા અને બર્બરક એમ ત્રણેય દિશામાં વિજય મેળવી તેને ત્રિભુવનગંડ નામ મેળવ્યું.

સિધ્ધરાજ જયસિંહ સહસાંઘ તરીકે પણ ઓળખાતો હતો.

શાકંભરી વિજય

શાકંભરીના ચાહમાન રાજા અજય રાજે પોતાની સત્તા આસપાસના વિસ્તારોમાં ફેલાવવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમના પુત્ર અરણોરાજે સિધ્ધરાજ જયસિંહ આગળ શરણાગતિ સ્વીકારવી પડી.

સિધ્ધરાજ જયસિંહએ પોતાની દત્તક પુત્રી કાંચનદેવીના લગ્ન અરણોરાજ સાથે કરાવ્યા હતા જેનો ઉલ્લેખ ‘પૃથ્વીરાજ વિજય’ નામના ગ્રંથમાં જોવા મળે છે.

સિધ્ધરાજના સમયમાં સાહિત્યનો વિકાસ

સિધ્ધરાજ જયસિંહ માળવાથી લાવેલા ભોજ વ્યાકરણ ગ્રંથને દેખે છે અને તે વિચારે છે કે આપણે પણ આવો ગ્રંથ બનાવવો જોઈએ જેથી તેને તેમના જૈન મુનિ હેમચંદ્રાચાર્યની સલાહ લીધી.

હેમચંદ્રાચાર્યની સલાહથી જ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ બનાવ્યો અને હાથીની અંબાડી પર રાખી સિધ્ધરાજ એ પગપાળા ચાલી પાટણમાં ‘શ્રીકર’ નામના હાથી પર રથયાત્રા કાઢી.

સિધ્ધરાજ જયસિંહના સમયના બાંધકામો

સિધ્ધરાજના સમયમાં માતા મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ (અર્ધસહસ્ત્રલિંગ તળાવ) અને વિરમગામમાં મુનસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું.

માતા મીનળદેવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ વીરપુર ગામ ખાતે ‘મીનલ વાવ’નું નિર્માણ કરાવ્યું હતું.

સિધ્ધરાજ જયસિંહએ સહસ્ત્રલિંગ તળાવના કિનારે દશાવતાર વિષ્ણુનું મંદિર બનાવ્યું હતું.

મૂળરાજ પ્રથમ દ્વારા શરૂ કરવામાં આવેલ રુદ્રમહાલયનું કામ સિધ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરાવામાં આવ્યું હતું.

દુર્લભરાજ દ્વારા પાટણ ખાતે દુર્લભ (સહસ્ત્રલિંગ) સરોવર બંધાવ્યું હતું અહિ સિદ્ધરાજ જયસિંહ દ્વારા 1008 શિવાલયો અને વિષ્ણુ ભગવાનનું મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

સિધ્ધરાજ જયસિંહે વઢવાણ અને ભરૂચના કિલ્લાનું સારકામ કરાવ્યું હતું અને તેમના મંત્રી ઉદયને ઝીંઝુવાડાનો કિલ્લો બંધાવ્યો હતો.

સિધ્ધરાજ જયસિંહ ભાવનગર શેત્રુંજા નજીક સિંહપુર નામનું નગર વસાવ્યું હતું જે હાલમાં શિહોર નામે ઓળખાય છે.

સિધ્ધરાજ જયસિંહના જુનાગઢના સજ્જન મંત્રીએ ગિરનાર પર્વત પર નેમિનાથ તીર્થંકરનું પથ્થરનું મંદિર બંધાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1088 થી 1173)

સમયગાળો – 11 થી 14મી સદી (હેમયુગ સમય)

જન્મ – ધંધુકા (અમદાવાદ)

કર્મભૂમિ – પાટણ

બિરુંદ – કાલિકાસર્વજ્ઞ (દયાશ્રય કૃતિ માટે)

મૂળ નામ – ચાંગદેવ

પિતા – ચચિંગદેવ

માતા – પાહીણીદેવી

ગુરુ – આચાર્ય દેવચંદ્રસુરી

દીક્ષાબાદ નામ – સોમચંદ્ર (9 વર્ષે)

કૃતિઓ – સિદ્ધહેમશબ્દાનુશાસનમ, કાવ્યાનુંશાસનમ, છંદાનુંશાસનમ, દયાશ્રય, અભિધાનચિંતામણી, વીતરાગસ્ત્રોત, દેશીનામમાળા, પ્રમાણમીમાંસા.

હેમચંદ્રાચાર્ય કે જેમનું બીજું નામ ચાંગદેવ હતું તેઓ મૂળ ધંધુકાના રહેવાસી હતા અને તેઓ સિદ્ધરાજ જયસિંહના રાજકવિ હતા.

હેમચંદ્રાચાર્ય સોલંકી વંશના મહાન શાસક સિધ્ધરાજ જયસિંહ અને કુમારપાળના દરબારમાં બિરાજતા હતા.

હેમચંદ્રાચાર્યને તેમના ગુરુ દેવચંદ્રસુરીએ દીક્ષા આપી ત્યારબાદ તેઓ ‘સોમચંદ્ર’ તરીકે ઓળખાયા હતા.

ગુરુ દેવચંદ્રસુરીએ હેમચંદ્રાચાર્યને 21 વર્ષની ઉંમરે ગાદી આપી ત્યારે તેઓ ‘આચાર્ય હેમચંદ્ર’ તરીકે ઓળખાયા હતા.

હેમચંદ્રાચાર્યના પ્રભાવથી સિધ્ધરાજ જયસિંહ અહિંસાનું વ્રત ધારણ કરી રાજ્યમાં પશુ હત્યાનો નિષેધનો હુકમ કર્યો પરંતુ સંપૂર્ણ સફળતા ન મેળવી શક્યા.

સિધ્ધરાજ જયસિંહને રાણકદેવીના શ્રાપ લાગેલ હોવાથી સિધ્ધરાજને એક પણ પુત્ર ન હતો તેથી કંચનાદેવીને દત્તક પુત્રી તરીકે રાખે છે અને તેના લગ્ન અરણોરાજ સાથે કરાવે છે.

સિધ્ધરાજને કોઈ પુત્ર ન હોવાથી તેને બકુલા દેવીના વંશજ કુમારપાળને ગાદી સોંપવા કરતા તેના જમાઈ અરણોરાજ અને કંચનાદેવીના પુત્ર સોમેશ્વરને ગાદી સોંપવાની વાત કરતા કુમારપાળે સિધ્ધરાજ સાથે સંઘર્ષ કર્યો.

સિધ્ધરાજ જયસિંહ આ અંતિમ વર્ષોમાં લીધેલા ઘમંડી અને અયોગ્ય નિર્ણયોથી દુઃખી થઈ હેમચંદ્રાચાર્ય પાટણ છોડી ખંભાત ચાલ્યા ગયા.

બકુલા દેવીના વંશજ કુમારપાળે હેમચંદ્રાચાર્ય તથા તેમના બનેવી કાનહડે દેવ તથા માસીના દીકરા અનક સોલંકી અને મંત્રી ઉદયની મદદથી પાટણની ગાદી મેળવી.

હેમચંદ્રાચાર્યનું સમાધિ સ્થળ ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર આવેલું છે.

કુમારપાળ (ઈ.સ. 1143 થી 1173)

બીજું નામ – ગુજરાતનો અશોક, લબ્ધપ્રસાદ, પરમમાહેશ્વર,

જન્મ – દધિસ્થલી

પિતા – ત્રિભુવનપાળ

માતા – કાશ્મીરાદેવી

ભાઈ – કીર્તિપાળ અને મહિપાલ

બહેન – દેવળદેવી અને પ્રેમલદેવી

પુરોહિત – હેમચંદ્રાચાર્ય

ધર્મ – શૈવ અને જૈન

બિરુંદ – ગુજરેશ્વર ઉમાપતિ

સિધ્ધરાજ જયસિંહ પુત્ર અવસ્થામાં મરણ પામવાથી બકુલા દેવીના વંશજોના હાથમાં પાટણની ગાદી આવી કુમારપાળને આ ગાદી પ્રાપ્ત કરવામાં સિધ્ધરાજના જમાઈ અરણોરાજ ચૌહાણ સાથે સંઘર્ષ કરવો પડ્યો.

અરણોરાજને હરાવી કુમારપાળે તેની દીકરી જલહણા સાથે લગ્ન કર્યા. કુમારપાળને આ યુદ્ધમાં મદદ કરનાર ગુરુ હેમચંદ્રાચાર્ય અને બનેવી કૃષ્ણદેવ (કન્હડરાજ)ની મદદથી રાજા બન્યો.

કુમારપાળે તેના માસીના દીકરા અરણોરાજ સોલંકી (અનખ સોલંકી) તરીકે પ્રસિદ્ધ છે તેણે વિયાદ્ર નામે એક ગામ ભેટમાં આપ્યું અને અનક સોલંકીના વંશજો જ આગળ જતા વાઘેલા કહેવાય.

ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના મત પ્રમાણે ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે સ્થાન સમ્રાટ અશોકનું છે તેવું જ સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રચારમાં કુમારપાળનું છે.

ગુરુ હેમચંદ્રાચાર્યની આજ્ઞાથી તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને પરમઅર્હતનું બિરુદ ધારણ કર્યું હતું.

મેરુતુંગ દ્વારા કુમારપાળને ‘વિચાર ચતુર્ભુમુખ’નું બિરુદ આપ્યું હતું તેમજ કુમારપાળનો ઉલ્લેખ ‘ડાહ્યા રાજા’ તરીકે કરવામાં આવેલો છે.

કુમારપાળના સમયમાં વિકાસ

કુમારપાળે હેમચંદ્રાચાર્યના સત્સંગોથી શૈવ ધર્મ સાથે જૈન ધર્મ પણ સ્વીકાર્યો અને રાજ્યમાં તેણે સમગ્ર રાજ્યમાં પશુ હિંસા, દારૂ તેમજ નશીલા પદાર્થો પર પ્રતિબંધ મૂક્યો.

કુમારપાળે માસ, મટન વેચનાર લોકોને બોલાવ્યા અને ત્રણ વર્ષ ચાલે તેટલું અનાજ આપીને માસ મટન ન વેચવા માટે કહ્યું આની સાથે જ જુગાર ઉપર પણ પ્રતિબંધ મૂકાવ્યો.

સિધ્ધરાજ જયસિંહ સમયમાં લેવાતો અન્યાયી કર અપુત્રિકા ધન (પુરુષનું મૃત્યુ થાય ત્યારે તેને કોઈ પુત્ર ન હોય તો રાજ્યનું બધું ધન લઈ લેવામાં આવતું) અર્થાત્ રૂદતી-વિત્ લેવાનું બંધ કર્યું.

કહેવાય છે કે પાટણમાં પટોળા લાવનાર ભલે સિધ્ધરાજ જયસિંહ હોય પરંતુ કાપડ ઉદ્યોગ તરીકે પટોળાનો વિકાસ કરવા નેપાળના કાપડ વણકરો જે પટોળા બનાવતા હતા તેમના 600 પરિવારને પાટણમાં વસાવી અને પાટણના પટોળાને પ્રસિદ્ધ કરાયા.

કુમારપાળે મહેસાણામાં તારંગા પર્વત પર એક જ પથ્થરમાંથી જૈન તીર્થકર અજીતનાથની મૂર્તિ સ્થાપિત કરી.

આ કારણે જ ગુજરાતનો પ્રથમ સુવર્ણયુગ કુમારપાળના સમયને ગણવામાં આવે છે.

કુમારપાળના સમયમાં સ્થાપત્ય 

કુમારપાળે સોમનાથ મંદિરનો અને રૂઢિ રાણીના માળીયાનો જીણોદ્વાર દ્વાર કરાવ્યો હતો.

કુમારપાળે અણહીલપુરમાં કુમારપાલેશ્વર નામે શિવ મંદિર તેમજ પાટણમાં પાર્શ્વનાથનુ મંદીર બનાવ્યું.

ગિરનાર પર જૈનોને રહેવા માટે 1440 વિહારો બનાવ્યા અને ગિરનારના પગથીયાઓનું નિર્માણ કરાવ્યું.

કુમારપાળના સમયમાં સાહિત્ય

કુમારપાળના સમયમાં કવિ શ્રીપાલે વડનગરના કોટની પ્રશસ્તિ રચી હતી અને કુમારપાળે ‘ગણદર્પણ’ નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો.

કુમારપાળ સંસ્કૃત ભાષા પ્રત્યે ખાસ રુચિ ધરાવતા હતા તેથી તેમણે પોતાના દરબારમાં ત્રણ સંસ્કૃત વિદ્વાનો રામચંદ્ર, ઉદયન અને કપર્દી નિમણૂક કરી હતી.

કુમારપાળના દરબારમાં વાગભટ્ટ, પ્રહલાદન, સત્યહરિશ્ચંદ્ર, ગણચંદ્ર, મહેન્દ્રસુરી, દેવચંદ્ર, રામચંદ્ર, ઉદયચંદ્ર, વ્યશચંદ્ર અને બાળચંદ્ર જેવા જ્ઞાની વિદ્વાનો હતા.

કુમારપાળે પણ જીવનના અંતિમ વર્ષોમાં એ જ ભૂલ કરી જે સિધ્ધરાજ જયસિંહ એ કરી હતી તેણે પણ પુત્ર ન હોવાથી તેના દોહીત્ર પ્રતાપમલને ગાદી પર બેસાડવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી કુમારપાળના ભાઈ મહિપાળના પુત્ર અજય પાળે કુમારપાળને વિષ આપી હત્યા કરી.

અજયપાળ (ઈ.સ. 1173 થી 1176)

કુમારપાળન પોતાના દોહિત્ર પ્રતાપમલને ગાદી આપવા માંગતા હતા તેથી અજયપાળે વિષ આપીને કુમારપાળની હત્યા કરી હતી અને અજયપાળ ગાદી પર આવ્યા હતા.

અજયપાળને 2 રાણીઓ હતી.

1) નાયકાદેવી – પુત્ર મૂળરાજ બીજો

2) કપૂરાદેવી – પુત્ર ભીમદેવ બીજો

અજયપાળે પોતાના પૂર્વજોથી નારાજ થઈ પૂર્વજોના પ્રાસાદો તોડી પાડ્યા હતા અને સિધ્ધરાજ જયસિંહ અને કુમારપાળે જૈનોને જે દાન અને માન આપવાની પ્રથા શરૂ કરી હતી તેનો અંત કરી જૈનની દુશ્મની વહોરી હતી.

અજયપાળે મેવાડના રાજા સામંતસિંહ સાથે યુદ્ધ કર્યું હતું અને રાજા સામંતસિંહ અને શાાકંભરીના રાજાને કર ભરતા કર્યા હતા.

અજયપાળ મેવાડના યુદ્ધમાં સખત રીતે ઘવાયા હતા જેથી આબુના રાજા ધારાવર્ષના નાનાભાઈ પ્રહલાદન દેવે તેમની મદદ કરી હતી.

આ પ્રહલાદન દેવ એ જ છે કે, જેમને પ્રહલાદનપુર એટલે કે આજનું પાલનપુર વસાવ્યું હતું. તેમ જ પ્રહલાદનએ ‘પાર્થપરાક્રમ’ નામના નાટકની રચના પણ કરી હતી.

એક લોક વાયકા મુજબ જૈનોએ વિજયદેવ નામના સૈનિકને ચડાવીને અજયપાળની હત્યા કરાવી હતી.

 મૂળરાજ બીજો (ઈ.સ. 1176 થી 1178)

અજયપાળનું મૃત્યુ થતાં તેમની જગ્યાએ મૂળરાજ બીજો ગાદી પર આવે છે પરંતુ મૂળરાજ બીજો ખૂબ નાની ઉંમરમાં શાસક બને છે તેથી રાજ્યનું શાસન તેની માતા નાયકાદેવી સંભાળે છે.

મૂળરાજ બીજો ખૂબ નાની ઉંમરે શાસક બન્યો હોવાથી તે ‘બાળ મૂળરાજ’ તરીકે ઓળખાય છે.

બાળ મૂળરાજના સમયમાં અફઘાનના શાસક અને ગઝનીના સુબા એવા મુઈઝ મહૂમ્મદ શાહબુદ્દીન ઘોરી પહેલી વખત ગુજરાત પર આક્રમણ કર્યું હતું.

નાયકાદેવી દ્વારા આબુ પર્વત પ્રદેશ પાસે લડી અને આ યુદ્ધ જીત્યું પરંતુ પાછી ફરતી વખતે બાળમૂળરાજને કોઈ અસાધ્ય રોગ લાગતા તેનું મૃત્યુ થયું.

નાયકાદેવી વિશે જાણવા જેવું

અજયપાળની પ્રથમ પત્ની નાયકાદેવીએ ‘ગુજરાતની વિરાંગના રાણી’ તરીકે પ્રસિદ્ધ છે.

વર્ષ 2022માં નિર્માતા ઉમેશ શર્મા દ્વારા નાયકાદેવીની વીરતા દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘નાયકાદેવી : ધ વોરિયર ક્વીન’ રજૂ થઈ હતી.

આ ફિલ્મમાં નાયકાદેવીનું પાત્ર ખુશી શાહ દ્વારા ભજવવામાં આવ્યું હતું અને મહૂમ્મદ શાહબુદ્દીન ઘોરીનું પાત્ર ચકી પાંડે દ્વારા ભજવવામાં આવ્યું હતું.

ભીમદેવ બીજો (ઈ.સ. 1178 થી 1242)

શાસન – સૌથી વધુ શાસન 64 વર્ષ

બિરુંદ – અભિનવ સિદ્ધરાજ, સપ્તચક્રવર્તી

ઉપનામ – ભોળાભીમ

મૂળરાજ બીજાના મૃત્યુ પછી તેના નાના ભાઈ ભીમદેવ બીજો ગાદી પર આવે છે અને તેઓ ગુજરાત પર સૌથી વધુ 64 વર્ષ સુધી શાસન કરે છે.

મહૂમ્મદ શાહબુદ્દીન ઘોરીનો સેનાપતિ કુત્બુદીન ઐબક ઈ.સ 1197 અને 1998 એમ બે વાર પાટણ પર ચડાઈ કરી હતી. આ દરમિયાન ભીમદેવ બીજાના મંત્રી લવણપ્રસાદ અને તેના યુવાન પુત્ર વીરધવલએ ખૂબ જ પરાક્રમથી કુત્બુદીન ઐબકને હરાવે છે.

પાટણ પરના આ યુદ્ધમાં આબુના શાસક ધારાવર્ષે તથા તેના ભાઈ પ્રહલાદનદેવ પણ ભીમદેવ બીજાની મદદે આવે છે.

લવણ પ્રસાદને બે દીકરા હતા જેમાંથી વીરધવલને ગુજરાતનો સેનાપતિ બનાવ્યો અને વિરમદેવને વિરમગામની આખી જાગીર આપી દીધી અને તેણે ‘વિરમગામ’ની સ્થાપના કરી.

આ યુદ્ધ પછી લવણપ્રસાદ નું મહત્વ ખૂબ જ વધી ગયું અને તેને ધોળકાનો રાણો બનાવી દીધો.

સોલંકીઓમાં સૌથી વધુ શાસન ભીમદેવ બીજાએ કર્યું હોય પરંતુ સોલંકીઓની પડતીની શરૂઆત ભીમદેવ બીજાના આ 64 વર્ષના શાસનમાં જ થઈ.

મુસ્લિમ આક્રમણો સાથે જ વ્યાગ્રના વાઘેલાઓ સોલંકી કરતા વધુ મજબૂત બની ગયા અંતિમ સમયમાં વીરધવલે ખંભાત લૂંટી કબજે કરી લીધું અને દુઃખી હાલતમાં તેનું અવસાન થયું.

ભીમદેવ બીજાના સમયના સ્થાપત્ય

ભીમદેવ બીજાએ તેની પત્ની લીલાદેવીના નામ પરથી લીલાપુર નગર વસાવ્યું અને લીલાપુરમાં ભીમેશ્વરદેવ અને લીલેશ્વરદેવ મંદિર બંધાવ્યું

ભીમદેવ બીજાએ સોમનાથ મહાદેવ મંદિરમાં ‘મેઘનાદ મંડપ’ બંધાવ્યો હતો.

ભીમદેવ બીજાના સૂબા વાઘેલા રાણા લવણપ્રસાદની માતા સલખણદેવીના નામ પરથી સલખણપુર વસાવ્યું હતું.

લવણપ્રસાદે પોતાના પિતા અને માતાના નામ પરથી આનલેશ્વદેવ અને સલણેશ્વરદેવના મંદિરો પણ બંધાવ્યા હતા.

ત્રિભુવનપાળ (ઈ.સ. 1242 થી 1244)

ત્રિભુવનપાળ સોલંકી વંશના અંતિમ શાસક હતા તેમને કોઈ પુત્ર ન હોવાના કારણે ફક્ત બે વર્ષ સત્તા ભોગવી હતી.

ત્રિભુવનપાળ તેમના એક દાન પત્રમાં મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટાર્ક જેવા ઉપનામો જોવા મળે છે.

સોલંકી વંશ દરમિયાન ઘણા સમકાલીન રાજ્યો અસ્તિત્વમાં હતા. જેમાં ચુડાસમા રાજ્ય, જેઠવા રાજ્ય, ગોહિલ રાજ્ય અને જાડેજા રાજ્ય વગેરેનો સમાવેશ થતો હતો.

ત્રિભુવનપાળ વૃદ્ધ હતો આથી વસ્તુપાળ અને તેજપાલના ષડયંત્ર મુજબ વિશળદેવે સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવનપાળની હત્યા કરી.

Faq (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો?

Ans – સોલંકી વંશનો છેલ્લો રાજા ત્રિભુવનપાળ હતો.

2. ભીમદેવે કયું મંદિર બંધાવ્યું?

Ans – ભીમદેવે મોઢેરાનું સૂર્યમંદિર બંધાવિયું હતું.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment