Bharat Nu Bandharan (બંધારણ એટલે શું )

Bharat Nu Bandharan તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. દરેક દેશની સરકારોના નિર્માણ અને સંચાલનની એક વ્યવસ્થા હોય છે જેને રાજ્ય વ્યવસ્થા કરવામાં આવે છે રાજ્ય વ્યવસ્થામાં મૂળ આધાર જે તે દેશનો બંધારણ હોય છે.

constitution of india generalknowledge4.com

Bharat Nu Bandharan

Constitution લેટિન ભાષાનો શબ્દ “Constituere” પરથી બનેલો છે, જેનો અર્થ “સ્થાપવું” થાય છે.

દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે. બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે જે સામાન્ય રીતે લેખિત અથવા અલખિત દસ્તાવેજમાં સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે તથા કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે શક્તિઓનો સ્પષ્ટ વિભાગ કરે છે.

બંધારણમાં તમામ કાયદાઓ નું મૂળ રહેલું હોવાથી તેને દેશનો મૂળભૂત કાયદો (Fundamental Law) કહેવામાં આવે છે. પ્રત્યેક બંધારણ ક્યાંની જનતાની વિશિષ્ટ રાજમૈતિક અને આર્થિક પ્રકૃતિ આસ્થા અને અપેક્ષા ઉપર આધારિત છે.

વહીવટના આધારે બંધારણના પ્રકાર 

1) એકીકૃત (Unitary)
2) સમવાયતંત્રી (Federalism)

એકીકૃત

સમવાયતંત્રી

બ્રિટન

યુ એસ એ

બાંગ્લાદેશ

ભારત

જાપાન

કેનેડા

ન્યૂઝીલેન્ડ

જર્મની

ઇઝરાયેલ

સ્વિટરઝલેન્ડ

ઇજિપ્ત

ઓસ્ટ્રેલિયા

સંશોધન આધારે બંધારણના પ્રકાર

1) કઠોર (જડ) બંધારણ

જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય ત્યારે તેને કઠોર બંધારણ કહે છે અમેરિકાનું બંધારણ એ કઠોર બંધારણ છે.

2) લચીલું બંધારણ

જ્યારે બંધારણમાં સંશોધન કરવાની પ્રક્રિયા સરળ હોય ત્યારે તેને લચીલું બંધારણ કહે છે બ્રિટનનું બંધારણ વિશ્વનું સૌથી લચીલું બંધારણ છે.

યાદ રાખો

  • પ્રાચીન કાળમાં એથેન્સનું બંધારણ સૌથી પ્રાચીન બંધારણ માનવામાં આવે છે.
  • સંયુક્તરાષ્ટ્ર અમેરિકાને પ્રમુખશાહી સરકારની જનની તથા સ્વિટરઝલેન્ડને પ્રજાસત્તાક લોકશાહીની જનની કહેવામાં આવે છે.
  • ભારતના બંધારણ મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્ર પ્રણાલીનું છે.

બંધારણનું વર્ગીકરણ

ભારતના બંધારણનાં નિર્માણ અને વિકાસની પ્રક્રિયાના આધારે બંધારણના બે પ્રકાર પડે છે જે નીચે મુજબ આપેલ છે.

1) લેખિત બંધારણ

એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા દેશની રાજ્યવ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતોને લેખિત બંધારણ કહેવામાં આવે છે. ભારત, જાપાન, અમેરિકા અને ફ્રાન્સ લેખિત બંધારણ ધરાવે છે.

આધુનિક યુગનું સૌપ્રથમ લેખિત બંધારણ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા દ્વારા 1787માં ફિલાડેલ્ફિયા સંમેલન પછી બનાવવામાં આવ્યું હતું.

2) અલેખિત બંધારણ

જ્યારે દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં ન હોય, સમયે-સમયે તે અલગ-અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થતા હોય, પ્રથાઓ અને રૂઢિઓ આધારિત વિસ્તૃત થતા હોય તો તેને અલેખીત બંધારણ કહેવામાં આવે છે.

બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ વગેરે અલેખીત બંધારણ ધરાવે છે.

યાદ રાખો

  • ભારતનું બંધારણ મધ્યમમાર્ગી છે એટલે કે ભારતનું બંધારણ પૂરેપૂરું કઠોર કે લચીલું નથી.
  • ભારતનું બંધારણ એકીકૃત અને સમવાયતંત્રી પ્રણાલીનું મિશ્રણ છે. જે અર્ધ સમવાયતંત્રી છે.
  • વર્ષ 2023 માં કેરળના કોલ્લમ જિલ્લાને ભારતનો સૌપ્રથમ બંધારણીય સાક્ષર જીલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

બંધારણનું મહત્વ

લોકશાહી દેશોમાં લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના સંચાલનમાં ફાળો આપે છે એ જ રીતે લોકશાહીમાં સરકારની સત્તા અને લોકોના હકો બંધારણ દ્વારા ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે લોકોની જરૂરિયાત આકાંક્ષાઓ અને અપેક્ષાઓનો પડઘો બંધારણમાં પડે છે આમ બંધારણ જીવંત દસ્તાવેજ છે.

બંધારણની જરૂરિયાત કેમ પડી

આભારભૂત બાબતોના નિયમોનો એવો સંગ્રહ ઉપલબ્ધ કરાવે તે દેશના લોકોમાં સમન્વય અને વિશ્વાસને જાળવી રાખે.

રાષ્ટ્રના નિર્ણય લેવાની શક્તિ કોની પાસે રહેશે અને સરકારને રૂપરેખા અને કાર્ય પણ બંધારણ દ્વારા નક્કી થાય છે.

બંધારણ દેશની સરકાર દ્વારા નાગરિકો પર લાગુ કરવામાં આવતા કાયદાઓની સીમા નક્કી કરે જેથી નાગરિકોના મૂળભૂત અધિકારો જળવાઈ રહે.

તે સરકારને એવી ક્ષમતા પ્રદાન કરે જેથી લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકાય અને ન્યાય પૂર્ણ સમાજની સ્થાપના માટે ઉચિત પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે.

બંધારણનું કાર્ય

  • રાજ્યને વૈચારિક આધાર અને કાયદેસરપણું પ્રદાન કરવું.
  • સરકારની નિર્માણ પ્રક્રિયા નક્કી કરવી.
  • શાસનના માળખાને સ્પષ્ટ કરવું.
  • ભવિષ્યની દ્રષ્ટિથી આદર્શ શાસનના માળખાનું નિર્માણ કરવું.
  • નાગરિકોના અધિકાર અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું.

ભારતનું બંધારણ

ભારતનું બંધારણ વિશ્વના તમામ દેશોમાં સૌથી લાંબુ લેખિત બંધારણ છે કારણ કે ભારતના બંધારણમાં આધારભૂત બાબતો સિવાય સામાન્ય બાબતો જેવી કે નબળા વર્ગો માટે વિશેષ જોગવાઈ, રાજ્યો અંગેની જોગવાઈઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ સૌથી લાંબુ બંધારણ છે.

ભારતનું બંધારણના સંસદીય સાર્વભૌમત્વ અને યુએસએના ન્યાયિક સ્વાતંત્ર્યનું મિશ્રણ છે.

શાસનના અંગો

દેશને ચલાવવા માટે બંધારણમાં ત્રણ પ્રકારના શાસનોની વ્યવસ્થા કરવામાં આવેલું છે જે નીચે મુજબ છે.

  • ધારાસભા
  • કારોબારી
  • ન્યાયતંત્ર

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment