Important information about the Genda Pariyojana

મિત્રો અહી Genda Pariyojana વિશે મહતી આપેલ છે. આ માહિતી તમને ઉપયોગી થાય તે હેતુથી લખવામાં આવેલી છે માટે આ માહિતીને તમે શાંતિથી વાંચો અને બીજા મિત્રોને પણ મોકલો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થાય. આપેલી માહિતીમાં કોઈ ભૂલ હોય તો તમે મને કોમેન્ટ માં જણાવશો જેથી હું માહિતીને સુધારી શકુ.

Indian RhinoRhino
Indian Rhino

Genda Pariyojana

ગેન્ડના શિંગડા ઔષધિઓ બનાવવા માટે વપરાતા હોવાથી તેના શિકારના કારણે તેની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો આથી તેના સંરક્ષણ માટે વર્ષ 1987માં ગેંડા પરિયોજના શરુ કરવામા આવી.

વર્ષ – 1987

ગેંડા દિવસ – 22 સપ્ટેમ્બર

થીમ 2022 – Five Rhino Special Forever (2023ની થીમની સત્તાવાર જાહેરાત નથી થઇ)

ઉજવણી – WWF

વૈજ્ઞાનિક નામ – Rhinoceros

Conservation Status of the Genda

IUCN Red List – Vulnerable (સંવેદનશીલ)

CITES – પરિશિષ્ટ 1

વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 અનુસૂચિ 1

ઇન્ડિયન રાઈનો વિઝન 2020

અમલીકરણ – પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય

ભાગીદાર – બોડો ઓટોનોમસ કાઉન્સિલ (BAC)

સહકાર – WWF, IRF, સ્થાનિક NGO અને વૈશ્વિક સંસ્થાઓ

એકશિંગી ગેંડાના સંરક્ષણ તથા તેની સંખ્યામાં વધારો કરવા માટે હાથ ધરાયેલા રાઈનો વિઝન 2020 ના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા છે.

આ અભિયાનનું નામ ”રોહિત ફોર રાઈનો” છે.

ધ્યેય – આસામમાં વર્ષ 2020 સુધીમાં એક શીંગી ગેંડાની સંખ્યા 2000 થી વધારીને 3000 સુધી લઈ જવી અને એ સુનિશ્ચિત કરવું કે મુખ્ય સાત સંરક્ષિત વિસ્તારોમાં ગેંડાને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે જેથી તેમના સંવર્ધનમાં સગવડતા રહે.

ગેંડા વિશે માહિતી

ગેંડો એ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું પ્રાણી છે અને જમીન પરનું હાથી પછી બીજું સૌથી મોટું પ્રાણી છે.

ગેંડો એ તૃણાહારી પ્રાણી છે વિશ્ર્વમાં ગેંડાની કુલ પાંચ પ્રજાતિઓ જોવા મળે છે જે નીચે મુજબ છે.

આફ્રિકા – વાઈટ રાઈનો અને બ્લેક રાઈનો

એશિયા – ઈન્ડિયન રાઈનો, જાવા રાઈનો અને સુમાત્રન રાઈનો

એમાં પણ ભારતમા ફકત ઈન્ડિયન રાઈનો (એકશીંગી ગેંડો) જ જોવા મળે છે.

ગેંડાએ અસામ રાજ્યના માનસ અભ્યારણ્ય અને કાઝીરંગા તેમજ પશ્ચિમ બંગાળના જલદાપાડા રાષ્ટ્રીય ઉધાનમાં જોવા મળે છે.

ભારત વિશ્વના 85 % એકશિંગી ગેંડા ધરાવે છે અને તેમાં પણ માત્ર અસામ રાજ્યમાં જ વિશ્વના ટોટલ એકશિંગી ગેંડાની 2/3 વસ્તી ધરાવે છે.

વર્ષ 2015માં તેના રક્ષણ માટે સ્પેશિયલ રાયનોજ પ્રોજેક્ટ ફોર્સની રચના કરવામાં આવી.

ગેંડાની મુખ્ય 3 પ્રજાતિ (જાવા, સુમાત્રા અને એકશીંગી ગેંડો) ના સંવર્ધન અને સંરક્ષણ માટે ભૂતાન, નેપાળ, ઈન્ડોનેશિયા અને મલેશિયા સાથે ભારત સહકાર કરશે.

સ્ટેટ ઓફ ધ રાયનોઝ રિપોર્ટ 2022 અનુસાર ગેંડાની સંખ્યા 4012 છે જે ભારત, ભૂતાન, નેપાલના એકશિગી ગેંડાની સંખ્યા છે.

વિશ્વની 70% વસ્તી તો ફક્ત કાઝીરંગાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી છે.

વર્તમાનમાં બોઈંગ 747 ફ્લાઈટમાં 30 વાઈટ ગેંડાને દક્ષિણ આફ્રિકાથી રવાન્ડા લઈ જવામાં આવ્યા હતા જે અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સ લોકેશન હતું સ્થળાંતર હતું.

ગેંડાના શિંગડા પર વાળના જુમખા હોય છે જે કેરોટીનના બનેલા હોય છે.

ગેંડા વધુ લાંબુ જોઈ શકતા નથી તેની નબળી દૃષ્ટિના કારણે તેઓ ફક્ત 30 મીટર દૂર જોઈ શકે છે તે વ્યક્તિને જોવા માટે મુખ્યત્વે ગંધ પર આધાર રાખે છે..

ગેંડા વાત કરે છે ત્યારે રમુજી અવાજમાં વાત કરે છે અને જ્યારે ઝઘડો કરે ત્યારે બૂમો પાડે છે જેને ટ્રમ્પલેટ કોલ્સ કહે છે.

કાળા ગેંડા જ્યારે ગુસ્સે થાય ત્યારે તે એલારામ તરીકે છીંક આવે એવો અવાજ કરે છે.

નર ગેંડાને Buls, માદા ગેંડાને Cows, બચ્ચા ગેંડાને Calves અને ગેંડાના જૂથને Crash કહેવામાં આવે છે.

જાવા અને ભારતીય ગેંડાને એકશીંગ હોય છે જ્યારે કાળા અને સુમાત્રન ગેંડાને બે શીંગ હોય છે.

સફેદ ગેંડાનું શીંગ દર વર્ષે 7 સેન્ટિમીટર વધે છે અને 150 cm સુધીનો રેકોર્ડ છે.

ભારતમાં માત્ર એકશિંગી ગેંડો જ જોવા મળે છે અને

  • હાથી પરિયોજના : Read More
  • વાઘ પરિયોજના : Read More
  • ગીધ પરિયોજના : Read More

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment