Vadodara District Taluka List – વડોદરા જીલ્લા વિશે માહિતી

આ પોસ્ટમાં તમને વડોદરા જિલ્લા વિશે માહિતી આપવામાં આવશે આવનારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં વડોદરા જિલ્લા વિશે પ્રશ્નો પૂછાવાની ખૂબ સંભાવના છે માટે અહીં વડોદરા જીલ્લો અને  Vadodara District Taluka List વિશે તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

Vadodara District Taluka List

1. વડોદરા (મુખ્યમથક)

2. ડેસર

3. સાવલી

4. વાઘોડિયા

5. પાદરા

6. કરજણ

7. સિનોર

8. ડભોઇ

વડોદરા જિલ્લાને સરહદ ધરાવતા જિલ્લા 

  • પંચમહાલ
  • છોટાઉદેપુર
  • નર્મદા
  • ભરૂચ
  • આણંદ
  • ખેડા

વડોદરા જોવાલાયક સ્થળો

  • ડભોઈનો કિલ્લો
  • કીર્તિ મંદિર
  • મકરપુરા પેલેસ
  • પ્રતાપ વિલાસ પેલેસ
  • લક્ષ્મી વિલાસ પેલેસ
  • નજરબાગ પેલેસ
  • ઇન્દુમતી પેલેસ
  • આજે ડેમ
  • નવલખી વાવ
  • સપ્તમુખી વાવ
  • વિદ્યાધરની વાવ
  • બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી
  • મહારાજા ફતે સિંહ રાવ મ્યુઝિયમ વડોદરા
  • આરોગ્ય મ્યુઝિયમ
  • પુરાતત્ત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ
  • મેડિકલ કોલેજ મ્યુઝિયમ
  • ત્રિવેણી સંગમ

વડોદરા નો ઇતિહાસ

ઈ.સ 1721માં ગાયકવાડ શાસક પીલાજી રાવે મુઘલનો પાસેથી વડોદરાનો કબજો મેળવી મરાઠા શાસન સ્થાપ્યું.

ઈ.સ 1734માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બન્યું હતું.

ઈ.સ 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થતા વડોદરા ગાયકવાડના શાસન હેઠળ આવ્યું.

મહારાજા ખંડેરાવનું મૃત્યુ થતાં તેના પત્ની જમનાબાઈએ ગોપાલ રાવને દત્તક લીધા જે સયાજીરાવ ત્રીજા તરીકે ઓળખાય છે.

સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરા રાજ્યનો ખરો વિકાસ કર્યો હતો.

વર્તમાનમાં કોઠી વિસ્તારમાં આવેલા વડના ઝાડ પાસે વિકસેલા આ વડપદ્રક કે વડપૂર તરીકે ઓળખાતું હતું.

વડપદ્રકના નામ પરથી જ વડોદરા નામ ઉતરી આવ્યું હોવાનું મનાય છે.

વડોદરામાં રાષ્ટ્રકૂટો, ચાલુક્ય, ગુપ્ત, સોલંકી, મુસ્લિમ, મુઘલ, મરાઠા અને અંગ્રેજોનું શાસન રહ્યું હતું.

મલ્હાર રાવ ગાયકવાડના સમયમાં પ્રથમ દીવાન તરીકે દાદાભાઈ નવરોજીની નિમણૂક થઈ હતી.

સયાજીરાવ ગાયકવાડ ત્રીજા 

જન્મ – નાશિક (મહારાષ્ટ્ર)

મૂળ નામ – ગોપાળરાવ

ગાદી – ઈ. સ. 1875

રાજ્યભિષેક – ઈ. સ. 1885

વડોદરાનો સુવર્ણકાળ / ગોલ્ડન સમય – 1885 થી 1936

તેમના કામો

રમેશચંદ્ર દત્તની મદદથી ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત અમરેલી જિલ્લાથી કરાવેલી.

Bank of Baroda (BOB)ની સ્થપના કરાવેલી.

સયાજીરાવ ગાયકવાડએ તેમની માનીતી પત્ની ચિમનાબાઈની યાદમાં ન્યાય મંદિર બંધાવડાવ્યું.

ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસના શાસન કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

સયાજીરા ત્રીજાએ તંજાવુરથી નર્તકી અને સંગીત નિષ્ણાતોને બોલાવેલા તે પૈકી કુબેરનાથ વડોદરા સ્થાયી થયા અને તેમના થકી ગુજરાતમાં ભરતનાટ્યમનો ઉદભવ થયો.

ગુજરાત પુસ્તકાલયની સ્થાપના સયાજીરાવ ત્રીજાના સહયોગથી મોતીભાઈ અમીન (ચરોતરનું મોતી) એ કરેલી.

ભારતની સૌપ્રથમ સંગીત પરિષદ વડોદરા ખાતે 1916માં સયાજીરાવ ત્રીજાના સમયમાં ભરાઈ હતી.

1886માં સંગીત કોલેજની સ્થાપના કરી જેના પ્રથમ આચાર્ય મોલાબક્ષ ખાં હતા.

સયાજીરાવે 1879માં પ્રાણીસંગ્રહાલય બનાવ્યું જેને કમાટીબાગ તરીકે ઓળખવામાં આવે છે.

1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઈ તે સમયે સુપ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માને ચિત્રો તૈયાર કરવા માટે આ કલાભવનમાં આમંત્રણ અપાયું હતું.

વડોદરામાં સેવા આપનાર મહાન વ્યક્તિઓ

બદરૂદ્દીન તૈયબજી

રમેશચંદ્ર દત્ત

વી.ટી. કૃષ્ણમામાચારી

ત્રિભુવનદાસ ગજ્જર

ડો. ભીમરાવ આંબેડકર

અરવિંદ ઘોષ

વડોદરા જિલ્લો

મુખ્ય મથક – વડોદરા

રચના – 1 મેં 1960

ઉપનામ – સંસ્કારી નગરી / મહેલોની નગરી

RTO પાર્સિંગ – GJ 06 અને 28

તાલુકા –08

કુલ વસ્તી – 21 લાખ (અંદાજે)

સાક્ષરતા – 78.92 %

વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે.

ઋષિ વિશ્વામિત્રીના નામ પરથી વડોદરા નામ પડ્યું છે .

વડોદરાનો પ્રથમ ઉલ્લેખ ઇ.સ 812માં વટપદ્ર તરીકે કરાયો છે.

કવિ પ્રેમાનંદ અને દયારામનો જન્મ વડોદરામાં થયો હતો.

ડભોઈ

ડભોઇ તાલુકામાં ડભોઈનો કિલ્લો આવેલો છે .

દરવાજા / ભાગોળ – 4

પૂર્વ ભાગોળ –  હીરા  ભાગોળ

પશ્ચિમ ભાગોલ – વડોદરી ભાગોળ

ઉતર ભાગોળ – મહુડી ભાગોળ

દક્ષિણ ભાગોલ – નાદોરી ભાગોળ

નિર્માતા – સિધ્ધરાજ જયસિંહ

શિલ્પી – હિરાધર

જીર્ણોદ્ધાર – વિશળદેવ વાઘેલા

નાશ – અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાન

ડભોઇનો કિલ્લો હિન્દુ મીલેટરી આર્કિટેકનું પ્રતીક છે

શિલ્પી હિરાધરની પ્રેમિકા તેન માટે તેન તળાવનું નિર્માણ કર્યુ હતું.

મુક્તાબાઇ જૈન જ્ઞાન મંદિર ડભોઇ ખાતે આવેલું છે.

નદીઓ

વિશ્વામિત્રી 

પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢના ડુંગર માંથી નીકળીઆ નદી વડોદરામાં પ્રવેશ કરે છે.

વિશ્વામિત્રી નદી આગળ વધી ઢાઢર નદીમાં ભળી જાય છે જે ભરૂચ જિલ્લામાં પ્રવેશી ખંભાતના અખાતને મળે છે.

આ નદીમાં મગર અને સંખ્યા વધુ હોવાથી ગુજરાતની લિમ્પપો તરીકે ઓળખાય છે.

  • નર્મદા – ચાંદોદ / કરનાળી / નારેશ્વર / માલસર
  • ઢાઢર – ડભોઇ
  • ઓરસંગ
  • ગોમા
  • હિરણ
  • મેસરી
  • ભૂખી
  • ભારજ
  • ઢાઢર – ડભોઇ
  • મહી

તળાવો 

કડક તળાવ

નિર્માણ – વિશળદેવ વાઘેલાએ

પર્વતો

  • સાપુતારા પર્વતમાળા (ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ)
  • સહ્યાદ્રિ પર્વતમાળા (MP, GJ, MH, ગોવા, કર્ણાટક, કેરળ)
  • પૂર્વ બાજુ પાવાગઢ

ડેરી 

  • બરોડા ડેરી
  • સુગમ ડેરી

મંદિરો

કીર્તિ મંદિર

સયાજીરાવ ત્રીજાની સિલ્વર જ્યુબલીની ઉજવણીની મનમાં કીર્તિ મંદિર બનાવવામાં આવ્યું છે.

આ ઇમારત E આકારની છે અને કબરો ગુંબજ જેવી સુંદર સ્થાપત્ય ધરાવે છે.

વડોદરામાં આવેલ કીર્તિ મંદિરમાં શાંતિ નિકેતન વિદ્યાલયના મહાન કલાકાર નંદલાલ બોઝે ગીતા વિષય પર તૈલ ચિત્રો બનાવ્યા છે.

આ મંદિરમાં રાજા રવિ વર્માના કેટલાક દુર્લભ ચિત્રો પણ જોવા મળે છે.

પેલેસ 

મકરપુરા પેલેસ 

નિર્માણ – 1870

રાજા – ખંડેરાવ ગાયકવાડ બીજા

બીજું નામ – સમર પેલેસ

શૈલી – ઇટાલિયન શૈલી

ગાયકવાડા રાજાઓએ ઉનાળાનો સમય પસાર કરવા માટે તમિલનાડુના નીલગીરી જંગલમાં મહેલનું નિર્માણ કરાવેલું.

પ્રતાપ વિલાસ પેલેસ 

નિર્માણ – પ્રતાપસિંહ ગાયકવાડ 1914

બીજું નામ – લાલબાગ પેલેસ

લક્ષ્મી વિલાસ પેલેસ 

નિર્માણ – 1890

રાજા – મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

સ્થપતિ – ચાર્લ્સ મટ

શૈલી – ઈન્ડો ગોથિક

આ મહેલમાં મહારાજા ફતેસિંહ રાવ સંગ્રહાલય આવેલું છે.

આ સંગ્રાહલયમાં રાજા રવિ વર્માના મહાભારત અને રામાયણ પર આધારિત ચિત્રો જોવા મળે છે.

નજરબાગ પેલેસ

નિર્માણ – મલ્હાર રાવ ગાયકવાડ 1870

વડોદરાનો સૌથી જૂનો મહેલ છે.

માંડવી દરવાજા પાસે આવેલો છે.

હાલ આ મહેલ જર્જરીત હાલતમાં છે.

ઇન્દુમતી પેલેસ

પ્રતાપસિંહ રાવ ગાયકવાડના મોટા બહેન એ બંધાવેલો.

ઉદ્યોગો 

એલેમ્બિક દવા બનાવવાનું કારખાનું ત્રિભુવનદાસ ગજ્જરના પ્રયાસથી.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ (GSFC) – વડોદરા

ઇન્ડિયન પેટ્રો કેમિકલ કોર્પોરેશન લિમિટેડ (IPCL) – વડોદરા

ખનીજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી – કોયલી

ગુજરાત સાયકલ લિમિટેડ નું કારખાનુ – વાઘોડિયા

ગરમ કાપડનો ઉપયોગ – વડોદરા

સિંચાઈ યોજના

વડોદરા નજીક આજવામાં વિશ્વામિત્રી નદી પર આજવા ડેમ બાંધવામાં આવ્યો છે જે વડોદરા શહેરને પાણી પૂરું પાડે છે.

સંશોધન કેન્દ્ર 

ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ – વડોદરા

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ આર એન્ડ ડી એજન્સી – વડોદરા

ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોલેટરી – વડોદરા

ઈલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન – વડોદરા

વાવ – તળાવ – સરોવર

મહમદ તળાવ – વડોદરા

આજવા તળાવ – વડોદરા

સુરસાગર / ચંદન તળાવ – વડોદરા

તેન તળાવ – ડભોઇ

તરસાલી તળાવ – વડોદરા

નાગેશ્વર તળાવ – ડભોઇ

વઢવાણ તળાવ – ડભોઇ (રામસર સાઈડમાં સમાવેશ)

વણજારી વાવ – સિસવા (મોડાસામાં પણ આવેલી છે)

સેવાસી વાવ – વડોદરા

સપ્તમુખી વાવ – ડભોઇ

વિદ્યાધરની વાવ – સેવાસી

Confution point :

નવલખી વાવ – વડોદરા

નવલખી મેદાન – વડોદરા

નવલખી મંદિરદ્વારકા

નવલખી કૂવો – જૂનાગઢ , રાજકોટ , સુરેન્દ્રનગર, મોરબી

નવલખી મહેલગોંડલ

મેળા અને ઉત્સવો 

ચાડીયાનો મેળો 

જીલ્લો – વડોદરા , ભરૂચ, દાહોદ અને પંચમહાલ

જાતિ – તડવી અને ભીલ આદિવાસી

સમય – હોળી પછી તરત જ

નીરાધરોની માતાનો મેળો 

સંગ્રહાલયો

બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી (ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય)

મહારાજા ફતેસિંહ રાવ મ્યુઝિયમ વડોદરા (લક્ષ્મીવિલાસ પેલેસ નો જ એક ભાગ છે)

હેલ્થ મ્યુઝિયમ – વડોદરા

પુરાતત્ત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ – વડોદરા

મેડિકલ કોલેજ મ્યુઝિયમ વડોદરા

પ્રાચીય વિદ્યામંદિર – વડોદરા

હંસાબેન મહેતા ગ્રંથાલય – વડોદરા

શ્રી મુક્તિ કમલમોહન જ્ઞાનભંડાર – વડોદરા

મધ્યસ્થ ગ્રંથાલય/ સેન્ટ્રલ લાઇબ્રેરી – વડોદરા (ગુજરાતમાં સૌથી મોટું ગ્રંથાલય)

મુક્તાબાઇ જૈન જ્ઞાન મંદિર – ડભોઇ

ચાંદોદ ત્રિવેણી સંગમ

દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે.

ડભોઇ તાલુકામાં આવેલું છે.

ડભોઇ બીજું નામ દર્ભાવતી છે.

પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. (માતૃ શ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર પાટણ)

ત્રિવેણી સંગમ ખાતે કાલસર્પદોષની વિધિ કરવામાં આવે છે.

ફેકટ પોઇન્ટ

દંતેશ્વર વિસ્તારમાં કુતુબુદ્દીન મોહમ્મદ ખાનનો મકબરો આવેલો છે.

વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ માર્ગનું નિર્માણ 2003માં થયેલું છે જેનું નામ મહાત્મા ગાંધી માર્ગ છે.

કેલસાઇડ અને ચૂનાના પથ્થરો વડોદરા જિલ્લામાંથી મળી આવે છે.

સુરસાગર / ચંદન તળાવ 1757માં સુરેશ્વર દેસાઈએ બંધાવેલું.

બેંક ઓફ બરોડાના મુખ્ય મથક વડોદરા ખાતે આવેલું છે.

નર્મદા નિગમની મુખ્ય કચેરી વડોદરા ખાતે આવેલી છે.

એમ એસ યુનિવર્સિટીમાં અરવિંદ ઘોષે યુવાનીના 12 વર્ષ આ યુનિવર્સિટીમાં અંગ્રેજી શિક્ષક તરીકે સેવા આપી હતી.

MS યુનિવર્સિટીની શરૂઆત પ્રતાપસિંહ રાવ ગાયકવાડે કરી હતી.

ચાંપાનેર , માંડવી અને લહેરીપુરા દરવાજા વડોદરા ખાતે આવેલા છે.

ડભોઇનું યુદ્ધ બાજીરાવ પેશવા અને ત્રંબકરાવ ડભાડે વચ્ચે થયું હતું.

ડ્યુટેરિયમ ઓક્સાઇડ ભારે પાણીનો વોટર પ્લાન્ટ વડોદરા ખાતે આવેલ છે.

ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરા ખાતે આવેલી છે.

સુમનદીપ અને પારુલ યુનિવર્સિટી, વડોદરા ખાતે આવેલી છે.

શ્રી અરવિંદ ઘોષનો આશ્રમ વડોદરા ખાતે આવેલો છે.

શ્રી રંગ અવધૂતનો આશ્રમ નર્મદા નદીના કિનારે નારેશ્વર ખાતે આવેલો છે.

શ્રી રંગ અવધૂતનું મૂળ નામ પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે છે.

શ્રી રંગ અવધૂતના આધ્યાત્મિક ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી હતા.

વડોદરાને વીર વડોદરા કહેનાર પ્રેમાનંદ હતા.

વડોદરાની ભાખરવડી વખણાય છે.

પ્રમુખસ્વામી મહારાજનો જન્મ ચાણસદ (વડોદરા) ખાતે થયો હતો.

પૂજ્ય શ્રી મોટાનો આશ્રમ સાવલી ખાતે આવેલો છે.

ખ્રિસ્તી ધર્મનો તીર્થસ્થાન નિષ્કલંક માતાનું મંદિર વડોદરા ખાતે આવેલું છે.

સૌરાષ્ટ્રના રજવાડાઓના એકીકરણ વખતે વડોદરા રાજ્યના રાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ હતા.

પ્રતાપસિંહ રાવ ગાયકવાડના દિવાન જીવરાજ મહેતા હતા.

કવિ નંદશંકર મહેતાના પુત્રી અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની એવા હંસાબેન મહેતા ૧૯૪૬માં સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ બન્યા હતા.

Read More: Dahod Jillo

Read More: Panchmahal Jillo 

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment