પ્રમાણિત ઇતિહાસ હર્યક વંશ – Haryak vansh

મહાજનપદમાં સૌથી શક્તિશાળી મહાજનપદ મગધ હતું અને તેમાં આવેલા રાજવંશો પૈકી હર્યક વંશથી ભારતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થાય છે. હવે તમને એમ થતું હશે કે પ્રમાણિત ઇતિહાસ એટલે શું તો પ્રમાણિત ઇતિહાસ એટલે કે વસ્તુઓનું પ્રમાણ / પુરાવા હોવા.

હર્યક વંશ - Haryak vansh

હર્યક વંશ

સ્થાપક – બિંબિસાર / શ્રેણિક

સમય – ઈ. પૂ. 544 – 492

રાજધાની – રાજગૃહ / ગિરીવ્રજ

પત્ની – 1) મહાકૌશલ્યા 2) ચેલ્લના 3) ક્ષેમાં 4) આમ્રપાલી 

હર્યક વંશના સ્થાપક બિંબિસાર 15 વર્ષની ઉંમરે રાજગાદી સંભાળે છે અને ભારતના પ્રાચીન પ્રમાણિત ઇતિહાસની શરૂઆત થાય છે.

બિંબિસાર ત્રણ રાણીઓ હતી જેમાં પ્રથમ પત્ની કૌશલ રાજવી પ્રસંનજીતની બહેન મહાકૌશલ્યા સાથે થયા હતા.

મહાકૌશલ્યાને દહેજમાં કાશી પ્રદેશ ભેટમાં મળ્યો હતો જ્યાંથી તેને વાર્ષિક એક લાખ સિક્કા જેટલું મહેસુલ મળતું હતું.

બિંબિસારની બીજી પત્ની લીછવી રાજ્યની રાજા ચેતકની દીકરી ચેલ્લના સાથે થયા હતા.

બિંબિસારની ત્રીજી પત્ની પંજાબના મદ્ર કુળની રાજકુમારી ક્ષેમાં સાથે થયા હતા.

બિંબિસાર વૈશાલીની આમ્રપાલી નામની ગણિકા સાથે લગ્ન કર્યા અને તેના દ્વારા એક પુત્રનો જન્મ થયો જેનું નામ જીવક હતું જે ગૌતમ બુદ્ધનો વૈદ હતો.

બિંબિસાર એ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન રાજા હતા અને બિંબિસાર બંને ધર્મને માન આપતા હતા.

બિંબિસારે બૌદ્ધ ભિક્ષુકોને કદંબવેણ નામનું વન ભેટમાં આપ્યું હતું.

બિંબિસારએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને જૈન ધર્મ અનુસાર બિંબિસાને શ્રેણિક અથવા સૈન્ય તરીકે ઓળખવામા આવે છે.

બિંબિસારનો એક સમયનો અવંતીનો દુશ્મન નરેશ પ્રદયોતા બીમાર પડે છે આથી તેની સેવા કરવા માટે તેના રાજ વૈધ જીવકને મોકલે છે.

બિંબિસાર અંગ મહાજનપદ પર ચડાઈ કરે છે અને તેને જીતી લે છે ત્યારબાદ તેના પુત્ર અજાતશત્રુને ત્યાંના રાજા બનાવે છે.

થોડા સમય બાદ અજાતશત્રુને ગાદીને લાલચ આવતા તેના પિતાની હત્યા કરી તેને ગાદી પર બેઠો.

જૈન ધર્મ વિશે વધુ વાંચો : More Details

અજાતશત્રુ

ગૌતમ બુદ્ધના દ્રુષ્ટ પિતરાઈ ભાઈ દેવદત્ત એ આજાતશત્રુને તેના પિતા વિરુદ્ધ ચડાવિયો આથી અજાતશત્રુએ ગાદીની લાલચમાં તેના પિતાની હત્યા કરી.

જૈન ગ્રંથોમાં અજાતશત્રુને કુણિક તરીકે ઓળખાય છે.

હર્યક વંશના રાજા અજાતશત્રુ અત્યંત આક્રમક સ્વભાવનો હતો અને તેને સૌ પ્રથમ લડાઈ તેના મામા નરેશ પ્રસન્ન જીત સાથે થઈ હતી.

બિંબીસારે આજાતશત્રુ પાસેથી તેની માતાને દહેજમાં અપાયેલો કાશીનો પ્રદેશ પરત આપવા માટે આગ્રહ કર્યો તેથી આજાતશત્રુ એ ના પાડતા ભયંકર યુદ્ધ થયું અને અંતે પ્રસન્નજીત કાશી છોડવા માટે મજબુર થયા.

અજાતશત્રુ પહેલા બૌદ્ધનો વિરોધી હતો પરંતુ ત્યારબાદ તે બુદ્ધનો અનુયાયી બન્યો.

અજાતશત્રુના સમયમાં બૌદ્ધ ધર્મની પ્રથમ મહાસભા રાજગૃહ / ગીરીવ્રજ ખાતે ભરાઈ હતી અને આ જ સમયે સ્તૂપોની શરૂઆત થઈ હતી.

ઈ. સ. પૂર્વે 483માં ભગવાન બુદ્ધના અવસાન પછી તે તરત જ કુશીનાર ખાતે પહોંચી તેમની અસ્તીઓ લઈને તેના રાજ્યમાં સ્તૂપોનું નિર્માણ કરાવે છે.

અજાતશત્રુ બાદ તેનો પુત્ર ઉદાયીન તેના પિતાની હત્યા કરી ગાદી પર આવે છે.

ઉદાયીન

અજાતશત્રુના ઉત્તરાધિકારી તરીકે ઉડાયીન ગાદી પર આવે છે ઉદયીનનું સૌથી મોટું કામ એ હતું કે તેણે ગંગા તેમજ સોણ નદીના સંગમ સ્થાને પાટલીપુત્ર / પટના ખાતે એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું અને તેને પોતાની રાજધાની બનાવી.

પાટલીપુત્ર યુદ્ધની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું પગલું હતું કારણ કે આ સ્થળ માત્ર કેન્દ્રવર્તી હતું એટલું જ નહીં પણ અહીં વ્યાપારીઓ અને સૈનિકો માટેની વ્યવસ્થા ઘણી જ સરળ હતી.

પાટની પુત્રની સ્થાપના ઉદાયીને કરી હતી અને પાટલી પુત્રને કુસુમપૂરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું ઉદાયીન (ઉદયભદ્ર) તેના પિતાની જેમ વીર તથા સામ્રાજ્યવાદી નીતિમાં માનતો હતો.

બૌદ્ધ ગ્રંથ દિપવંત અને મહાવંશ અનુસાર ઉદાયીનનો પુત્ર અને મુંડ અને મુંડનો પુત્ર નાગદશક ત્રણે ક્રમશ પોતાના પિતાની હત્યા કરી ગાદી મેળવે છે.

હર્યક વંશનો અંતિમ રાજાના નાગદશક હોય છે જેની હત્યા તેના જ તેનો જ સેનાપતી શિશુનાગ કરે છે અને અહીંથી એક નવા વંશની સ્થાપના કરે છે.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment