છંદ એટલે શું ? ગુજરાતીમાં સરળ સમજુતી

મિત્રો અહીં છંદ એટલે શું તેના વિશે સંપૂર્ણ પાયાથી માહિતી આપવામાં આવેલી છે. છંદ શીખવા માટે છંદના અમુક શબ્દોનો ખ્યાલ હોવો જરૂરી છે. તેમ જ લઘુ અને ગુરુ અક્ષરના નિયમો વિશે પણ જાણકારી હોવી જરૂરી છે, આની સાથે જ છંદ શીખવા માટે ગણ, બંધારણ અને અક્ષરોની નિશાની વિશે પણ જાણકારી હોવી જોઈએ.

Table of Contents

છંદ એટલે શું,

છંદ એટલે શું

>  કાવ્યમાં મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરોના ચોક્કસ માપ અને ગોઠવણીના ચોક્કસ નિયમ અનુસાર થયેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહેવામાં આવે છે.

>  જેમ સમાસ વાક્યને ટૂંકાવે છે તેવી જ રીતે અલંકાર સાહિત્યના ભાવને સુંદર બનાવે છે. છંદ એ દરેક પંક્તિને એકસરખો લય આપવાનું કામ કરે છે.

છંદના અમુક શબ્દોનો ખ્યાલ

1. ગણ – પંક્તિમાં ત્રણ અક્ષરોના સમૂહને ગણ કે ત્રિક કહેવામાં આવે છે.

2. ચરણ – છંદના પૂરેપૂરા માપવાળી એક લીટીને ચરણ કહેવામાં આવે છે છંદના બે ચાર કે તેનાથી પણ વધારે ભાગ પડે તેને ચારણ કે પદ કહે છે.

3. યતિ – પંક્તિ ગાતી વખતે જ્યાં થોડો સમય મીરામ લેવામાં આવે તેને યતિ કહેવામાં આવે છે.

4. તાલ માત્રામેળ છંદમાં જ્યાં ભાર મૂકવામાં આવે તેને તાલ કહેવામાં આવે છે.

5. શ્લોક ચાર ચરણ ભેગા થાય ત્યારે એક શ્લોક કે કાવ્યની એક કડી બને છે, જો શ્લોક અધુરો એટલે કે બે ચરણનો હોય તો શ્લોક ભંગ થયો કહેવાય છે.

6. છૂટ – છંદનું બંધારણ જાળવવા કે કોઈ વાર રાગ જાળવવા કવિએ લીધેલી શબ્દોની જોડણીમાં છૂટાછાટને છૂટ કહે છે.

લધુ અક્ષરના નિયમો

> છંદનો પ્રકાર જાણવા માટે તમને છંદની ગોઠવણીમાં ઉપયોગમાં લેવાતા લઘુ અને ગુરુ અક્ષરોનું જ્ઞાન હોવું જરૂરી છે.

> લઘુ એટલે નાનું, ટૂંકું, હસ્વ કે સંવૃત.

> લઘુ અક્ષરની નિશાની અર્ધચંદ્ર ચિન્હ (U) છે.

> લઘુ અક્ષરની વેલ્યુ 1 ગણવી.

> માત્રા વગરના હ્સ્વ સ્વરોને લઘુ ગણવા. (અ, ઈ, ઉ, ઋ)

> માત્રા વગરના વર્ણને લઘુ ગણવા. (ક, ખ, ગ… ક્ષ)

> જોડીયા અક્ષરને એક જ અક્ષર ગણવો. (ત્વ, સ્વ, ત્ય, ક્તિ)

> હસ્વ માત્રા વાળા અક્ષરોને લઘુ ગણવા. (ઇ, કિ, ખિ, ગિ, કુ, કૃ)

> કોમળ / મંદ અનુસ્વાર વાળા અક્ષરોને લઘુ ગણવા. (તું, હું, ક્યું, ચાલતું, સુંવાળું, બોલતું)

> જોડીયા અક્ષરની સાથે કોમળ અનુસ્વાર વાળાને પણ લઘુ ગણવા. (ગળ્યું, મળ્યાં)

ગુરુ અક્ષરના નિયમો

> ગુરુ એટલે મોટું, લાંબુ, દીર્ઘ કે વિવૃત.

> ગુરુ અક્ષરની નિશાની () છે.

> ગુરુ અક્ષરની વેલ્યુ 2 ગણવી.

> હસ્વ સિવાયની બધી જ માત્રા વાળા સ્વરોને ગુરુ ગણવા. (ઈ, ઊ, એ, ઐ, ઓ, ઔ)

> માત્રાવાળા અને દીર્ઘ વર્ણને ગુરુ ગણવા. (કી , ખી ,કા, ખા,કો, ખો , કે, કૈ, કૌ)

> તીવ્ર અનુસ્વાર વાળા અક્ષરોને ગુરુ ગણવા. (ળ્યું, લડ્યો, ળ્યાં, ચડ્યો, શંકા, લંકા, ગંગા, નંદ, કંઠ, મંડળ, સંગમ)

> વિસર્ગ વાળા અક્ષરોને ગુરુ ગણવા. (અંત:કરન, નિ:શક, નિ:સ્વાર્થ)

> જ્યારે જોડા અક્ષરનો થડકો આગળના અક્ષરને લાગે ત્યારે જોડીયા અક્ષરની આગળનો અક્ષર ગુરુ બને છે. (સત્ય , નિત્ય , નિષ્ફળ , ભક્તિ , શક્તિ)

> અક્ષરને ગુરુ ગણવો અને તેની માત્રા 3 ગણવી.

છંદનું બંધારણ અને તેની નિશાનીઓ

ગણ 

બંધારણ 

નિશાની 

ય મા તા 

U - -

મા

મા તા રા 

- - -

તા 

તા રા જ 

- - U

રા 

રા જ ભા 

- U -

જ 

જ ભા ન 

U - U 

ભા 

ભા ન સ 

- U U 

ન 

ન સ લ 

U U U

સ 

સ લ ગા 

U U - 

લઘુ 

U

ગુરુ 

-

છંદના પ્રકાર

1. અક્ષરમેળ છંદ 

A) રૂપમેળ 

B) સંખ્યામેળ 

2. માત્રામેળ છંદ

3. ગેય છંદ

1. અક્ષરમેળ છંદ 

આ છંદના બે પેટા પ્રકારો છે, આ છંદને ઓળખવા માટે અક્ષરોની ગણતરી કરવી પડે છે.

A) રૂપમેળ

આ છંદમાં અક્ષરો અને તેનું બંધારણ જોઈને છંદનો પ્રકાર નક્કી કરવામાં આવે છે.

ઇન્દ્રવજા છંદ

> કુલ અક્ષરો – 11

> બંધારણ ત ત જ ગા ગા 

> Note – ઇન્દ્રવજ્રા છંદને ઓળખવા માટે પંક્તિના પ્રથમ અક્ષર ગુરુ (-) જ હશે.

> ઉદાહરણ :

  • જોવા સિનેમા જવું આજ છે ને ! ખાશું શું જો આ દઈ દો અત્યારે ! (–U) બંધારણ = તારાજ
  • મેં સ્વપ્નમાં સુંદર ઓળખ્યો તો, ને મોહમાં મેરુ સમો ગણ્યો તો.
  • મિચાય છે પાંપણ એક મારી, ખોલી જજો લાખ – કરોડ લોચનો.
  • ચાલી જરાને ગ્રહી એક શીશી, પ્યાલી ભરી દંતથી ઓસ્ટ પીસી.
  • દીઠો તને હંસની હાર માંહે, દીઠો અષાઢી જલધાર માંહે.
  • જોતાં જ સર્વે પ્રલયાજ્ઞિ જેવા, મુકો તમારાં વિકરાળ દાઢો.
  • વર્ષો લગી એકરી ધર્મ ચિન્તા, ને વેઠી કૈ વર્ષ સુધી અનિંદ્રા.

ઉપેન્દ્રવજ્રા છંદ

> કુલ અક્ષરો – 11

> બંધારણ – જ ત જ ગા ગા

> Note – ઉપેન્દ્રવજ્રા છંદને ઓળખવા માટે પંક્તિનો પ્રથમ અક્ષર લઘુ (U) જ હશે.

> ઉદાહરણ :

  • અરે ન કીધાં ફુલ કેમ આંબે ? (U-U) બંધારણ = જભાન
    કર્યા વળી કંટક શાહ ગુલાબે ?
  • થયો મહા દૈત્ય તણો ધસારો,
    લઈ શક્યા ટક્કર દેવતા ના.
  • આતાગ ટાગ્યો લવનાંબુ રાશિ
    મનુષ્યના અંતરનો જગતતણો.
  • દયા હતી ના, નહીં કોઈ શાસ્ત્ર,
    હતી તહી કેવળ માણસાઈ.
  • નિર્દોષ ને નિર્મળ આંખ તારી,
    હતી હૈયે યૌવનથી અજાણી.

ઉપજાતિ છંદ

> કુલ અક્ષર – 11 + 11 = બે પંક્તિમાં

> બંધારણ – ઇન્દ્રવજ્રા + ઉપેન્દ્રવજ્રા  (એટલે કે એક પંક્તિ ઇન્દ્રવજ્રાની અને એક પંક્તિ ઉપેન્દ્રવજ્રાની હોય છે.)

> ઉદાહરણ :

  • જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ,
    બની રહ્યો તેજ સમાધિ યોગ.
  • એ ભદ્ર કાયા ગીરી જેમ ઉન્નત,
    નિહાળતાં ખ્યાલ મને થતો કદી.
  • ઘંટા તણા ચાર ટકોરાં વાગ્યા,
    ઉદ્યોગી લોકો જન સર્વ જાગ્યા.
  • ભરો ભરો માનવનાં ઉરોને,
    ઉત્સાહને ચેતન પૂરી રેલી.
  • સજાવતાં ચપ્પુ છરી !  કહેતો,
    ને તેહની પાછળ બાળ તેનો.
  • રચો રચો અંબરચુંબી મંદિરો,
    ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
  • દુર્યોધન પ્રેશિત દૂધ એક,
    દેખાવમાં ઘાતક દૃષ્ટ છેક.
  • અરે રૂડો માનવ દેહ આવ્યો,
    બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.

તોટક છંદ

> કુલ અક્ષર – 12

> બંધારણ – સ સ સ સ

> ઉદાહરણ :

  • તુજ રંગ બધા મુજ આ તનમાં.
  • ડગલું ભરતાં કહું રે ઝડપે.
  • શિરમાં ઉરમાં મનમાં.
  • પ્રભુ જીવન દે, હજી જીવન દે.
  • જડ ચેતનામાં પ્રભુ વાસ વસે.

ભુજગી છંદ 

> કુલ અક્ષર – 12

> બંધારણ – ય ય ય ય

> ઉદાહરણ :

  • ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી.
  • પૂરી એક અંધેરીને ગંડુ રાજા.
  • ભલો દૂરથી દેખાતાં દિલ ભાવ્યો.
  • પિતાની કુહાડી લઈ બાળ નાના.

વંશસ્થ છંદ 

> કુલ અક્ષર – 12

> બંધારણ – જ ત જ ર

> ઉદાહરણ :

  • ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને.
  • હું માનવી માનવ થાવ તો ઘણું.
  • વિચારાનાં નેત્ર જળે ભરાય છે.

વસંતતિલકા છંદ

> કુલ અક્ષર – 14

> બંધારણ – ત ભ જ જ ગા ગા

> Note – આ છંદમાં અંતમાં બે અક્ષરો ગુરુ હોય.

> ઉદાહરણ : 

  • શાને થવું પતિત આશ્રમ ધર્મનાથી,
    સૌંદર્ય શું ? જગત શું ? તપ એજ સાથી.
  • ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
    ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે.
  • રે ! આ અનાથ જનજીવન બચાવવાને,
    ન ધર્મ માનવ તણો કંઈ પાળવાને.
  • અશ્રુ હતું હૃદયમાં નયણે ન આવ્યું,
  • શબ્દો હતા મન મહી ફરકીયા ન હોઠે.
  • ચોપાસમાં રણકતો સૂનકાર લાગે,
    વૃક્ષો બધા વિહગની રજૂઆત લાગે.
  • મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ,
    આનંદની મધુર ઝાંય ન ક્યાંય જોઈ.
  • એ દિવ્ય દર્શન તણો અધિકાર જેને,
    દ્રષ્ટિ ગમે જગ તણી જડ કેમ તેને.

માલિની છંદ

> કુલ અક્ષર 15

> બંધારણ – ન ન મ ય ય

> યતિ – 8 માં અક્ષરે

> ઉદાહરણ : 

  • સુરભ અનિલ માંહે રેણુ ની જાય વ્યાપી.
  • શ્રવણ મધુર વાગે ઘંટડી કંઠ બાંધી.
  • સજતી સજન કાજે રાત્રી યે રમ્ય સ્વાંગો.
  • મધુર સમય તારા ખેતરે શેલડીના.
  • તૃષિત નયન વ્હાલાં વત્સને વ્હાલ પામવા.

પૃથ્વી છંદ

> કુલ અક્ષર – 17

> બંધારણ – જ સ જ સ ય લ ગા

> યતિ – 8 માં અક્ષરે

> ઉદાહરણ : 

  • ભલે નયનથી રહે સુદૂર તે છતાં રે પ્રિય !
    સદાય તવ સ્થાન છે હૃદયના મયુરાસને.
  • જગે ક્ષિતિજને તટે અમલ ઈન્દુની રેખ તે,
    થતી વિકસતા સુહાગભર પૂર્ણિમાનો શશી.
  • નસીબ વિ ફરે, લિયે નયન લોક આડા કરી,
    બુરા દુખદ હાલને સહી રહું કેયસે એકલો.
  • કહે કરવું ગાન ? બોલ લલકારીએ પ્રર્થના,
    પલેપલ ઉઠંત સૂર સહધર્મ દાંપત્યના.
  • સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી,
    અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના.
  • જશે દિવસ દોયલા વિષમ કાળ વીતી જશે,
    પ્રસંગવશ પામરો શમિત શાંતી સર્વે થશે.
  • ધરાતલ ઘૂમો કયહી નહી મળે રૂડી ચોતરી,
    મળે અધિક જે તને મુજ થકી ઉરે થાય જે.
  • અખૂટ રસ પૌરૂસે સભર આત્મા હું તો ચહું,
    જહી મરણ્યે મહોત્સવ અપૂર્વ જેવું થતું.
  • ન દાહ વસમો કદી જીગર બુમ ના પાડતો
    લીધો જનમને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
  • ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા,
    ઘણુંક ઘણું તોડવું, તું ફીટકાર ઘા ઓ ભુજા.
  • ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.
    વ્યવસ્થિત રહે ન એક ચીજ ઓરડામાં કદી.

મંદાક્રાંતા છંદ 

> કુલ અક્ષર – 17

> બંધારણ – મ ભ ન ત ત ગા ગા

> યતિ – 4 અને 10 માં અક્ષરે

> ઉદાહરણ :

  • રે હૈયું આ અજબ સુખ એ દેખ સે હાય ક્યારે ?
    ને એ મોંઘુ ફળ તપ તણું પામશે હાય ક્યારે ?
  • માડી મીઠી, સ્મિત મધુરને ભવ્યમૂર્તિ પિતાજી,
    દાદી વાંકી, રસિક કરતી ગોસ્ઠીથી બાળ રાજી.
  • ના શિક્ષાના કથન કથવાં યુક્ત તારા સમીપે,
    ને આશ્વાસો પણ ઉચરવા વ્યર્થ જેવા દિવસે છે.
  • શોકાવશે હૃદય ભરતી, કંપતી ભીતીઓથી,
    ને ચિંતાથી જવલિત બનતી, સંભ્રમે વ્યર્ગ થાતી.
  • રે પંખીડા ! સુખથી ચણજો ગીતવા કાંઈ ગાંજો,
    શાને આવા મુજથી ડરીને ગીત છોડી ઉઠો છો.
  • ઝાંખા ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ,
    વર્ષા કાલે જલધિ જલના હોય જાણે તરંગ.
  • ને ગાણાનો ધ્વનિત પડઘા હોયના એમ જાણે,
    વ્યોમે વ્યોમે તરલ ધવલા ફૂટતા તારલાઓ.
  • ખૂંચી તેણી સજલ દર્ગમાં કાચ કેરી કણીકા !
    ઉપાડેલાં ડગ ઉપર શા લાહે કેરા મણિકા.
  • તે પંખીની ઉપર પથરો ફેકતા ફેંકી દીધો.
    બેસિ ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી.
  • ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી.
    જ્યાં દેવોના પરમ વરસો પુત્ર પામ્યા પનોતો.

શિખરિણી છંદ 

> કુલ અક્ષર – 17

> બંધારણ – ય મ ન સ ભ લ ગા

> યતિ – 6 અને 11 માં અક્ષરે

> ઉદાહરણ :

  • હાણોના પાપીને દીરગુણ બનશે પાપ જગનાં,
    લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી.
  • અમારા એ દાદા વિપુલ વનમાં ઝુંડ સરખા,
    વિશાળી છાયા એ સકલ અમ સંતાપ હરતા.
  • પ્રભો સંતાડી દેશ શકલ ગ્રહ તારા ઉદધિમાં,
    અન સંકેલી ઘડીક મહી આ રાસ રમવા.
  • ઠરી મારી આંખો કબીરવડ તું ને નીરખીને,
    ખરી પાપી બુદ્ધિ ખરી જ રૂડી જાત્રા થઈ મને.
  • બપોરી વેળાનું હરિત વરનું ખેતર ચડ્યું,
    વિચારે એવું કે લસલસ થતો મોલ સઘણો.
  • કરે એવું જ્યોત્સના ભ્રમણ, ભ્રમણે અટકતો,
    શશાંક પક્ષીને શુભગમણી સેંધે ઝબકતો.
  • ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી,
    ભર્યા રસ્તે જેવી લગન વરઘોડા તણી ગતી.
  • ફર્યો તારા સાથે પ્રિયતમ સખે, સૌમ્ય વયના,
    સ્હવારો ને જોતો વિકસિત થતા શૈલ શિખરે.
  • કદી માંગુ તોયે વગર અધિકારે નહીં મળે,
    વિના માંગ્યું વાહલા અધિકૃત થતા સત્વરે જડે.
  • કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.
    સમાધે ડૂબેલા નયન ઉઘડે આશ સભર .

હરિણી છંદ 

> કુલ અક્ષર – 17

> બંધારણ – ન સ મ ર સ લ ગા

> યતિ – 6 અને 10 માં અક્ષરે

> ઉદાહરણ :

  • ખખડ થતીને ખાંડગાતી જતી ડમણી જૂની,
    વિજન પથને ચીલેચીલે તમિસ મહી ધન.
  • દિન દિન જતાં માસો વિત્યા અને વરસો વહ્યા,
    નગર જન ને સંબંધી એ વ્યથા વીસરી શક્યા.
  • અજબ જગમાં એવાયે કૈ અનેક પડ્યા હશે.
    ધવલ તડકા તાજા તાજા દહી દડાકા સમા.
  • ગહન નિધિ હું મોજુ યે હું વળી ધનવર્ષણ.

શાર્દૂલવિક્રીડિત છંદ 

> કુલ અક્ષર – 19

> બંધારણ – મ સ જ સ ત ત ગા

> યતિ – 12 માં અક્ષરે

> ઉદાહરણ :

  • રાજાના દરબારમાં રસિક કી મેં બીન છેડી અને,
    તે તારા ઠમકારાથી સકળનાં ચોરી લીધા ચિતને.
  • ને જે અન્યબળે અશક્ય વિષયે મિથ્યા પ્રવૃત્તિ કરે.
    ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહ પ્રેરતો.

સ્ત્રગ્ધરા છંદ  

> કુલ અક્ષર – 21

> બંધારણ – મ ર ભ ન ય ય ય  

> યતિ – 7 અને 14 માં અક્ષરે

> ઉદાહરણ :

  • રે આવા તેજ કો, જગત નયનને દ્રષ્ટિએ ના પડેલ.
  • મારા વાડા મહિનો નભ કલગી સમો ગ્રવિલો પારિજાત.

અનુષ્ટુપ છંદ 

> આ છંદમાં આઠ આઠ અક્ષરોના ચાર ચરણ હોય છે.

> પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ હોય.

> બીજા અને ચોથા ચરણમાં સાતમો લઘુ હોય.

> આ છંદનાં દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે.

  • છાયા તો વડના જેવી, ભાવતો નંદના સમ,
    દેવોના ધામના જેવું, હૈયુ જાણે હિમાલય.
  • હજારો વસમા તર્કો અંતરે ઉદ્ભવતી રહ્યા,
    તોયે ધૈર્ય ભરી ઊભી સ્વામીને સન્મુખી થવા.
  • આશા નામે મનુષ્યની બેડી આચાર્યની કહી,
    જેથી બંધાયેલા દોડે, છોટા રહે પાંગળા જયમ.
  • વસે શું વિશ્વમાં આવી સત્ય ધર્મ પ્રસારતિ,
    અમલ માનવી સત્તા સર્વલોક પ્રતારતી.
  • કનિષ્ઠ દ્રોપદી સાથે પોતાના વાસમાં હતો,
    સતી ખેદ હતી જ્યોતિ વદને વધતો જતો.
  • ચિત્તને ચિરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા,
    સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરત્મજા.
  • અનેરો કોઈ આનંદ, અનાયાસ ઉરે થતો,
    ન શોધેલો, ન સાધેલો સ્વયંભૂ સમ શોભતો.
  • ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા,
    એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

B) સંખ્યામેળ છંદ 

> સંખ્યામેળ છંદમાં ફક્ત અક્ષરોની સંખ્યા ગણીને છંદનો પ્રકાર નક્કી કરવામાં આવે છે.

મનહર છંદ 

> કુલ અક્ષર – બે પંક્તિઓના 16 + 15 = 31

> બંધારણ – મનહર છંદનું કોઈ બંધારણ નથી.

> યતિ – 8 16 અને 24 માં અક્ષરે

> ઉદાહરણ :

  • સુખ દુઃખ વારનો પોકાર સૂણનાર ગયો,
    કોણ હવે સુખ કરી શોક ને સમાવશે ?
  • ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા,
    ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે.
  • આંધળી દળ ને આટો ચાર શ્વાન ચાટી જાય,
    અંતે આટો ક્યારે એને આવશે આ હાથમાં ?
  • છેલ્લે બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે છે.
    સાબ સાબ કૃષ્ણ એક રોટલા નો મોટો છે.
  • સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,
    અન્ય નોતો એક વાકું આપના !  અઢાર છે.
  • એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી,
    હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે.
  • લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો,
    કોણ હવે મને લાડકોડ થી લડાવશે ?
  • આદિત્યનો અસ્ત થતા થાય છે અંધારું ધબ,
    ફારબસ વિના એવી દુનિયા દેખાય છે.

ધનાક્ષરી છંદ 

> કુલ અક્ષર – બંને પંક્તિઓના 16+16= 32

> બંધારણ – ધનાક્ષરી છંદનું બંધારણ નથી.

> ઉદાહરણ :

  • ભાઈ, ભાઈ‘ કહીને બોલાવતો તું ભાવ ધરી,
    ભલો મિત્રતાનો ભાવ ભજવ્યો તે ભાઈ ભાઈ.

માત્રામેળ છંદ 

> માત્રામેળ છંદ માં માત્રા કેવી રીતે ગણવી તે સમજવું ખૂબ જરૂરી છે.

> લઘુ અક્ષર અને ગુરુ અક્ષર વિશે જાણતા હોય તો માત્રામેળ છંદ સમજી શકાય છે.

ચોપાઈ છંદ 

> ચરણ – 2 કે 4

> માત્રા – દરેક ચરણમાં 15 માત્રાઓ

> ચોપાઈ છંદમાં સામાન્ય રીતે બે ચરણ કે ચાર ચરણ પણ હોય છે.

> Note : અહીં ફક્ત એક ચરણમાં જ 15 માત્રા હોય છે.

ઉદાહરણ :

  • એક મુરખને એવી ટેવ, 21 1112 22 21 = 15
    પથ્થર એટલા પૂજે દેવ. 111  212  22. 21 = 15
  • તે માટે તક જોઈ તમામ,
    શક્તિવિચારી કરીએ તે કામ.
  • વેશ ટેક છે આડી ગલી બેઠો તે નવ શકે નીકળી.
    વાદળની ચાદર ઓઢી ને સૂરજ જ્યારે પોઢી જાય,
  • ભટુરિયાં શાં તારલિયા લઇ,
    ચંદા આપે રમવા જાય.
  • પાનેપાને પોઢી રાત,
    તળાવ જપ્યું કહેતા વાત.
  • શિયાળે શીતળ વા વાય,
    પાન ખરે ભઉં પેદા થાય,
  • પાકે ગોળ, કપાસ, કઠોળ,
    તેલ, ધરે આવે તંબોળ.
  • જેણે ઘડી તે અહેનો તાત,
    વસ્ત્ર કર્યા તા તે તો ભ્રાત,
  • આપ્યો જીવ તે ઈશ્વર થયો,
    પલ્લુ કર્યું તે પુરુષ જ રહ્યો.
  • જો જો રે મોટા ના બોલ,
    ઉજ્જડ ખેડે બાજયું ઢોલ,
  • અધ અંધ અંધારે મળ્યા,
    જયમ તલમાં કોદરા ભળ્યા.
  • કાળી ઠંડી ખરતી રાત,
    સમણે ચળકે સૂના ગાત.
  • વિદ્યા ભણી સફળ જ થજો,
    સુખે વાસ તમારો જજો.
  • જંગલ માથે ઉગ્યો ચાંદ,
    નભ તરુનું રૂપાળું પાંદ.

ચરણાકુળ છંદ 

> ચરણ – 4

> માત્રા – દરેક ચરણમાં 16 માત્રા

> ઉદાહરણ :

દોહરા છંદ  

> ચરણ (પંક્તિ) 4

> માત્રા – પ્રથમ અને ત્રીજા ચરણમાં – 13-13 માત્રા

            – બીજા અને ચોથા ચરણમાં – 11-11 માત્રા

> ઉદાહરણ :

  • દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ,
    2112     2  212,     211   2  1121
    એક કપૂત કાળું કરે, બીજા દિયે પ્રકાશ.
    21    121   21  12, 22      12   121
  • અષાઢ આવ્યો હે સખી, કેમ કરી કાઢું દન,
    નાથ નમેરા થઈ રહ્યા, હદે પડિયાં એ રતન.
  • જે થવાનું હોય છે તેવી બુદ્ધિ થાય
    સહાય પણ તેવી મળે, તેવો પણ વ્યવસાય.
  • એકલ પાંખ ઉડાય ના, એકલ નહિ હસાય,
    એકલ રવિ નભ સંચરે, ભડકે સળગે કાય.
  • મુખ સમ કો મંગલ નહી, મૃત્યુ સમી નહી હાણ,
    જગ સમ કો જંગલ નહિ, નહી સત્ય સમી વાણ.
  • કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય.
    વણ તુટેલ તાતણે, ઉપર ચડવા જાય.
  • નમતાંથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન,
    સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
  • વધે વ્યાજ જીમ ગરથનું, વધે બીજનો ચંદ્ર,
    વધે અરુણ ઉતરાયણો તેમ વાધે પુન્ય મહેન્દ્ર.
  • દેશ વિશેષ નરેશનો, બેટા કર્યા શિર કેશ.
    દેશ નહિ લવ લેસ તો વેસ ન નભે હંમેશ.
  • કવિતા કહી કલ્પના, જન મન રંજન જાણ,
    સરસ સરસ રસ શબ્દને, અર્થની રચના આણ.
  • શેરી મિત્રો સૌ મળે, તાળી મિત્ર અનેક,
    જેમાં સુખ દુઃખ વામીએ સો લખનમાં એક.
  • ફાગણ આવ્યો હે સખી, કેશું ફૂલ્યા રસાળ,
    હદે ન ફૂલી રાધિકા ભમર કનૈયોલાલે.

સોરઠો છંદ 

> ચરણ – 4

> માત્રા – પ્રથમ અને ત્રીજા ચરણમાં 11-11 માત્રા

              – બીજા અને ચોથા ચરણમાં 13-13 માત્રા

> ઉદાહરણ :

  • પ્રજળે દિપકજ્યોત, પ્રબળે ઉરમાં ઝંખના,
    112   11122          112   112    112
    દિપક જ્યોતે અંગ હોમે પ્રામ પતંગિયું.
  • વ્હાલા તારા વેણ, સ્વપ્નમાં પણ સંભારે,
    નેહ ભરેલા નેણ, ફરિ ન દીઠા ફરખસ.
  • લાખ લડાવ્યા લાડ સુખ તે તો સ્વપ્ને ગયું,
    ઝંઝા દુઃખના ઝાડ, ફળવા લાગ્યા, ફારબસ.
  • ઓ રસ તરસ્યા બાળ રસ ની રીત મભૂ લશો,
    પ્રભુએ બાંધી પાળ રસસાગર ની પુણ્યથી.
  • ગાંડી ઓ ગુજરાત, ઉદાર પાડોશી ભણી,
    પય તુજ ધાવી માત, પાડોશી ગરવા બને.

રોળા છંદ 

> ચરણ – 4

> માત્રા – 24

  • અહીંયા સહસ્ત્રલિંગ તળાવ વિશાળ હતું.
    અહીંયા પાટણ જુનુ અહીં આ લાંબુ સૂતું.
  • બાવન વર્ણ વિલાસ, ખેલ ખેલંદો દલપત,
    ધીર વીર ગંભીર, ઘૂધવતો સાગર નર્મદ.

અંજની છંદ 

> ચરણ – 4

> માત્રા – પ્રથમ અને ત્રીજા ચરણમાં 16-16 માત્રા

   – ચોથા ચરણમાં 10 માત્રા

> ઉદાહરણ :

  • એકાંતે દિલ દુખડા રોશુ, દર્દ જુના આંસુ કે ધોશું,
    કે આંસુથી લ્હોશું મીઠાં એકાંતે.
  • આકાશે એની એ તારા એની એ જ્યોત્સનાની ધારા
    તરુણ નિશા એની એ ; દારા ક્યાં છે એની એ ?

હરિગીત છંદ 

> ચરણ – 2

> માત્રા –28 (દરેક પંક્તિમાં)

> તાલ – 14 મી (તાલ એટલે અટકવું)

> ઉદાહરણ :

  • તુંજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહી ચક્રો રચી.
  • તું જ સ્પર્શથી મુજ ચક્ષુને કાંઈ સ્વપ્ન સમું જે લધિયુ.
  • જીવન સુખી ! તે તું જ વિના રે ! જાય કોને અર્પિયું.
  • આ પ્રેમ સંસારી તણો તુંજ તેજ જેવો છે નકી ?
  • એ અમૃતે શું ઝેરના બિંદુ ભર્યા વિધિ એ નથી ?
  • આ મોક્ષથી મોંઘુ અને સાકર થકી વધતું ગળ્યું,
  • તુ જ બાણાનાં સંપાતથી પંચત્વ આ સમયે મળ્યું.

સવૈયા છંદ 

> ચરણ – 4

> માત્રા – 31 કે 32

> તાલ (યતિ) – 16 માં અક્ષરે

> ઉદાહરણ :

  • સોના-સુરજનાં કિરણોએ ચમક ભરી છે ચારે કોર,
    ગોઝારી ગઈ રાત ગળીને પ્રકાશના પ્રકટ થયા છે પહોર.
  • ઝેર ગયાં ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર
    પર નાતિલા જાતિલાથી સંપ કરી ચાલે સંસાર.
  • સુરજદેવે આંખ ઉઘાડી હિંગળોકશી ઉગતે પહોર,
    બીવરાવી ને રાત ભગાડી મૂકી કાજલ કાળી ઘોર.
  • આંબા ઉત્તમ સોના મોરે વસંતનો કરતા સત્કાર
    લાલ ધજા કેસુડાની લઈ ખાખર કરતા જય જયકાર.
  • પુષ્પ તણી પાંદડી બેસી હસતું, કોણ ચિંરતન હાસ ?
  • પરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

ઝુલણા છંદ 

> ચરણ – 2

> માત્રા – 37 (દરેક પંક્તિમાં / ચરણમાં)

> તાલ (યતિ) – 10 20 અને 30 માં અક્ષરે

> Note : ઝૂલણા છંદ નરસિંહ મહેતાનો પ્રિય છંદ હતો.

  • આજ આકાશના મંડપે મેઘના નૃત્યના ચંડ પડ છંદ ગાજે
    21      2212      212   212    212    21  11  21  22

    પ્રકૃતિના પાંચ બજવૈ ગવૈયા ઉઠ્યા ત્વરિતનિજનિજ તાણા સાજ સાંજ
    1112      21  112     122   12     1111111           12     21    22
  • જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાન માં કોણ જાશે ?
    ત્રણ સો સાઠ ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળિયા કોણ થાશે.

ગેય છંદ

કટાવ છંદ

> ચરણ – નિશ્ચિત હોતી નથી.

> માત્રા – નિશ્ચિત હોતી નથી.

> ઉદાહરણ :

  • અડકો દડકો , દહિ દડુકો
  • શ્રાવણ મહીને , વેલા ચાલે
  • ઊલ મૂલ , ધન્તુરનું ફૂલ

કુંડળીઓ છંદ

> શરૂઆતમાં દોહરા છંદના 4 ચરણ

> એના પછી ચરણ ઉલટાવી સોરઠની 4 લીટી આપવાથી અને દોહ્રનો પ્રથમ શબ્દ છેલ્લે લાવવાથી આ છંદ બને છે.

ઉદાહરણ : 

  • ડોલે તરુવર ડાળીયો, પવન ઝુલાવે પાન,
    ઊડે મનોહર પંખીઓ, ગાતાં સુબદાર ગાન.

ગુલબંકી છંદ

> ચરણ – નિશ્ચિત નથી.

> માત્રા – નિશ્ચિત નથી

> Note : બે બે અક્ષરોના જોડકા કે જેમાં લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુ આવે ત્યારે ગુલબંકી છંદ બને છે.

> બળવંતરાય ઠાકોર એ ગુલબંકી છંદ વાપરનાર સાહિત્યકાર હતા.

> ઉદાહરણ :

  • આવવું ના આશ્રમે, મળે નહીં સ્વતંત્રતા

છપ્પો છંદ

> આ છંદમાં કુલ 6 લીટીઓ હોય છે.

> પ્રથમ લાઈન રોળા છંદની હોયછે.

ઉદાહરણ : 

  • અમૃત અખંડ ઝરંત માડીની અનુપમ છાયા,
    ચિંતા તાપ હરંત પિતાની પવન છાયા,
    દયા ભાવભીની નિત્ય નીગળતી ,
    હુંફ હમ દેનાર ,સહોદર સંગે મળતી

છંદ ઓળખવાની ટ્રિક

> અક્ષરમેળ છંદને ઓળખવા માટે સૌપ્રથમ અક્ષરોની સંખ્યા ગણી લેવી.

> અક્ષરોની સંખ્યા ગણ્યા પછી કાવ્ય પંક્તિના પહેલા ત્રણ અક્ષરોનો ગણ કયો છે તે જોઈ લેવું.

> 11 અક્ષરના ત્રણ છંદ છે તેની ઓળખ આસાનીથી કરી શકાય છે.

> પંક્તિનો પહેલો અક્ષર ગુરુ (-) હોય તો તે ઇન્દ્રવજ્રા છંદ હશે.

> પંક્તિનો પહેલો અક્ષર લઘુ (U) હોય તો તે ઉપેન્દ્રવજ્રા છંદ હશે.

> પંક્તિમાં ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાની હોય એટલે કે મિશ્ર પંક્તિ વાળો છંદ હોય તો તે ઉપજાતિ છંદ હશે.

> 12 અક્ષર વાળાત્રણ છે જેની ઓળખ બંધારણના આધારે સરળ છે.

> 17 અક્ષર વાળા ચાર છંદ છે જેની ઓળખ સરળ રીતે કરી શકાય છે.

> ગણથી શરૂ થતો છંદ શિખરણી જ હશે.

> ગણથી શરૂ થતો છંદ પૃથ્વી જ હશે.

> ગણથી શરૂ થતો છંદ મંદાક્રાંતા જ હશે.

> ગણથી શરૂ થતો છંદ હરિણી જ હોશે.

> પંક્તિમાં 14 અક્ષર હોય તો તે છંદ વસંતતિલકા છંદ જ હશે.

> પંક્તિમાં 15 અક્ષર હોય તો તે છંદ માલીની છંદ જ હશે.

> પંક્તિમાં 19 અક્ષર હોય તો તે છંદ શાર્દૂલવિક્રીડીત છંદ જ હશે.

> જો પંક્તિમાં 21 અક્ષરો હોય તો તે છંદ સ્તગ્ધ્રા છંદ જ હશે.

છંદ ટુકમાં

પ્રકાર 

છંદ 

અક્ષરો 

બંધારણ 

રૂપમેળ 

ઇન્દ્રવજ્રા

11

ત ત જ ગા ગા 

રૂપમેળ 

ઉપેન્દ્રવજ્રા 

11

જ ત જ ગા ગા 

રૂપમેળ 

ઉપજાતી 

11

ત ત જ ગા ગા + જ ત જ ગા ગા 

રૂપમેળ 

તોટક 

12

સ સ સ સ 

રૂપમેળ 

ભૂંજગી 

12

ય ય ય ય 

રૂપમેળ 

વંશસ્થ 

12

જ ત જ ર 

રૂપમેળ 

વસંતતિલકા 

14

ત ભ જ જ ગા ગા 

રૂપમેળ 

માલિની

15

ન ન મ ય ય 

રૂપમેળ 

પૃથ્વી 

17

જ સ જ સ ય લ ગા 

રૂપમેળ 

હરિણી

17

ન સ મ ર સ લ ગા 

રૂપમેળ 

શિખરિણી 

17

ય મ ન સ ભ લ ગા 

રૂપમેળ 

મંદાક્રાંતા 

17

મ ભ ન ત ત ગા ગા 

રૂપમેળ 

શાર્દૂલવિક્રીડીત

19

મ સ જ સ ત ત ગા 

રૂપમેળ 

સ્ત્રગ્ધરા

21

મ ર ભ ન ય ય ય 

રૂપમેળ 

અનુષ્ટુપ

32

સંખ્યામેળ 

મનહર

31

બંધારણ નક્કી નથી 

સંખ્યામેળ 

ધનાક્ષરી 

32

બંધારણ નક્કી નથી 

માત્રામેળ છંદ ટુકમાં

છંદ 

ચરણ 

માત્રા 

ચોપાઈ 

4

15

ચરણાકુળ

4

16

સોરઠો 

4

24

દોહરો 

4

24

રોળા 

4

24

અંજની 

4

26

હરિગીત 

-

28

સવૈયા 

-

31/32

ઝૂલણા 

2

37

Video: Watch Now

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment