શું તમને ખબર છે હાલમાં કેટલામી પંચવર્ષીય યોજના ચાલે છે ?

વર્તમાનમાં 1 જાન્યુઆરી 2015 થી કેટલાક કારણોસર પંચવર્ષીય યોજના રદ કરીને નીતિ આયોગની રચના કરવામાં આવેલી છે. સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ વાર પંચવર્ષીય યોજનાનો વિચાર ઈ.સન 1928-32માં રશિયા (સોવિયતસંઘ)ના જોસેફ સ્ટેલીન દ્વારા આપવામાં આવ્યો હતો.ભારતમાં પંચવર્ષીય યોજનાના પિતા તરીકે એમ .વિશ્વેસ્વરાય જાણીતા છે જેમને “Planned Economy”પુસ્તકમાં અર્થવ્યવસ્થામાં યોજનાની જરૂરિયાત વિશેનું વર્ણન કર્યું છે. પંચવર્ષીય યોજનાની શરૂઆત ભારતમાં 1951થી થઈ હતી અને આ પહેલા 1938માં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રાષ્ટ્રીય આયોજના સમિતિની રચના કરાઈ હતી પણ બીજા વિશ્વયુદ્ધના કારણે આ યોજના અમલમાં આવી ન હતી.

ઈ.સન 1945માં એમ.એન.રોય દ્વારા ‘People Plan’ નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1960માં જયપ્રકાશ નારાયણ ધ્વારા ‘સર્વોદય યોજના’ આપવામાં આવી હતી.

 ભારાતની પંચવર્ષીય યોજના વિશે મહત્વની જાણકારી .પંચવર્ષીય યોજના pdf,પંચવર્ષીય યોજના,panchvarshiya yojana,બીજી પંચવર્ષીય યોજના, 12 મી પંચવર્ષીય યોજના,છેલ્લી પંચવર્ષીય યોજના,ગુજરાતની પંચવર્ષીય યોજના,

પ્રથમ પંચવર્ષીય યોજના

સમય ગાળો : 1951-1956

મુખ્ય ઉદ્દેશ્ય  : મોંઘવારી પર કાબુ લાવવો.

આ યોજના હેરોડ ડોમર મોડલ પર આધારિત હતી.

હિરકુંડ બંધ , ભાખરા નાગલ અને દામોદરવેલની શરુઆત કરાઈ.

ઉત્પાદન ક્ષમતા વધારી આર્થિક અસમાનતા દૂર કરવી.

કૃષિ વિકાસને અગ્રતા આપવી.

વર્ષ 1953માં NEC (National Extension Service) ની શરૂઆત થઈ હતી.

વર્ષ 1959માં CDP (Community Development Programme) અને FPP (Family planning Programme) ની શરૂઆત થઈ હતી.

રાષ્ટ્રિય આવકનું લક્ષ્યાંક 2.1 % હતું તે 3.6% થયું.

બીજી પંચવર્ષીય યોજના

સમયગાળો – 1956-1961

પ્રો.પી.સી.મહાલનોબિસ (પ્રશાંત ચંદ્ર મહાનલોબીસ) ના મોડલ પર આધારીત છે.

ભીલાઈ, દુર્ગાપુર ,રાઉરકેલા જેવા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના થઈ.

મુખ્ય ઉ્દેશ્ય ઔદ્યોગીકરણની શરૂઆત કરવાનો.

રાષ્ટ્રીય આવકમાં 25% વધારો કરવો.

રોજગારી વધારવી અને આવકની અસમાનતા દૂર કરવી.

ભારતે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો.

ત્રીજી પંચવર્ષીય યોજના

સમય ગાળો – 1961-1966

મુખ્ય ઉદ્દેશ આર્થિક ગતિશીલતાની અવસ્થાનો હતો.

વિકાસમાં વધારો અને ઉદ્યોગોનો વિકાસ કરવો.

શ્રમ શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો.

વર્ષ 1962માં ચીન સાથે યુદ્ધ થયું અને વર્ષ 1965 માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું.

અહી પ્લાન હોલી-ડે  1966-1969 સુધી ચાલી જેમાં ચોથી પંચવર્ષીય યોજનાને સ્થાને 1966-1967 , 1967-1968 , 1968-1969 આમ એક એક વર્ષની યોજના જેને પ્લાન હોલી- ડે કહે છે.

ચોથી પંચવર્ષીય યોજના 

સમયગાળો : 1969-1974

સ્થિરતા સાથે વિકાસ સાધવો.

વિકાસનો લક્ષ્યાંક 5.6 ટકા જેની સામે 3.3% પ્રાપ્ત થયો.

ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા દેશની 14 પ્રમુખ બેંકોનો રાષ્ટ્રીયકરણ કરાયું.

વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ અને બાંગ્લાદેશ લીબ્રેશન કારણે વિપરીત અસર થઈ.

પાંચમી પંચવર્ષીય યોજના

સમયગાળો – 1974-1979

આ યોજના 1978માં નવી ચૂંટાયેલી સરકાર દ્વારા સમાપ્ત કરી દેવાઈ.

પાંચમી પંચવર્ષીય યોજના ડી.ડી.ધર (દુર્ગા પ્રશાદ ધર) દ્વારા બનાવાય હતી.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી નિવારણ આત્મ નિર્ભરતા અને ગરીબી હટાવો હતો.

4.4 % વિકાસના લક્ષ્યાંક સામે 5 ટકા પ્રાપ્ત થયો.

ભારતીય રાષ્ટ્રીય હાઈવે સિસ્ટમની શરૂઆત થઈ.

વર્ષ 1975માં ઈલેક્ટ્રીક સપ્લાય એક્ટ અમલમાં આવ્યો.

1978માં મોરારજી દેસાઈની નવી સરકાર દ્વારા આ યોજનાને નકારવામાં આવી હતી.

1978-1980 દરમિયાન રોલિંગ પ્લાન અમલમાં આવ્યો.

છઠ્ઠી પંચવર્ષીય યોજના

સમયગાળો – 1980-1985

1978માં નવી સરકાર દ્વારા રોલિંગ પ્લાન બનાવાય અને આ પ્લાનને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો.

1978માં ભારતના સૌથી નાની 40 વર્ષના વયના વડાપ્રધાન રાજીવ ગાંધી બન્યા.

આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબી અને બેરોજગારી હટાવવી હતો.

વિકાસ લક્ષ્યાંક 5.2% ની સામે 5.4% પ્રાપ્ત થયો.

સાતમી પંચવર્ષીય યોજના

સમયગાળો : 1985-1990

ઉત્પાદન અને રોજગારનું સર્જન કરવું.

ટેકનોલોજીનો વિકાસ કરવો.

પર્યાવરણનું સંરક્ષણ કરવું.

ઉર્જા સંરક્ષણ અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો વિકાસ કરવો.

1990-1991 વચ્ચેનો સમયગાળો

ભારતીય અર્થવ્યવસ્થાના પિતા અને ભારતના 12 માં વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ (પામુલપાર્થી વેંકટ નરસિંહ રાવ) દ્વારા અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર કરાયો.

નાણામંત્રી ડો. મનમોહનસિંહ દ્વારા ખુલ્લા બજારની જાહેરાત કરવામાં આવી.

અહી 1990-1991 વચ્ચેના સમયગાળામાં જુદા જુદા વાર્ષિક પ્લાન બનાવાયા

આઠમી પંચવર્ષીય યોજના

સમયગાળો : 1992-1997

1991 માં ભારતે આર્થિક મહામંદીનો સામનો કર્યો અને IMF ની સલાહ અનુસાર ઉદારીકરણ અપનાવી.

વસ્તી વધારાનું નિયંત્રણ તથા પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારાયો.

માનવ વિકાસ અને 100 ટકા રોજગારી પ્રાપ્ત થઈ.

નવમી પંચવર્ષીય યોજના

સમયગાળો : 1997-2002

મહિલા સશક્તિકરણ અને ગરીબી ઘટાડી અને રોજગારીનું સર્જન કરાયું.

વિકાસનું લક્ષ્યાંક 7% હતો જે 6.5% પાછળથી કરાયું.

બળા વર્ગો માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરાઈ.

દસમી પંચવર્ષીય યોજના

સમયગાળો : 2002 -2007

નદી પ્રદૂષણ દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા.

2007 સુધીમાં ગરીબીમાં પાંચ ટકા ના દરે ઘટાડો કરાયો.

શિશુ મૃત્યુદર અને માતૃત્વ મૃત્યુદર ઘટાડો.

અગિયારમી પંચવર્ષીય યોજના

સમયગાળો : 2007-2012

EMRI (Emergency Management Research institute) એમ્બ્યુલન્સ 108 શરૂ કરવામાં આવી.

વસ્તીમાં થતો વધારો રોકવો.

સામાજિક સમાનતા લાવવી.

દરેક ગામમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું.

બારમી પંચવર્ષીય યોજના

સમયગાળો : 2012-2017

મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી 100 ટકા ઘટાડવી અને 100 ટકા સાક્ષરતા લાવવી.

વૃદ્ધિ દરનો લક્ષ્ય 8% થયો.

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ ખર્ચ થયો.

યોજના આયોગ 

Planning Commission

સ્થાપના : 15 માર્ચ 1950

મુખ્ય મથક : દિલ્હી યોજના ભવન

અધ્યક્ષ : વડાપ્રધાન

સંગઠન : એક અધ્યક્ષ + કેબિનેટ મંત્રી + એક ઉપાધ્યક્ષ (અર્થશાસ્ત્ર, ઉદ્યોગ અને વિજ્ઞાનના નિષ્ણાત)

યોજના આયોગના કાર્યો

દેશની ભૌતિક અને માનવીય સંસાધનોનું અનુમાન કરવું

યોજનાના વિવિધ ચરણોનું નિર્ધારણ કરવું અને પ્રાથમિકતા ના આધાર પર સંસાધનોની વહેચણી કરવી.

રાષ્ટ્રીય સંસાધનોના સંતુલિત ઉપયોગની યોજના.

સમાયતરે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિવિધ પ્રશ્નો પર સલાહ આપવી.

યોજના વિવિધ તબક્કાની સમીક્ષા તથા સુધારાત્મક પગલાં ભરવા.

યોજનાના અમલીકરણ અને આર્થિક વિકાસમાં નડતરરૂપ હોય તેવા તત્વોને ઓળખવા અને તેનો અભ્યાસ કરવો.

રાષ્ટ્રીય વિકાસ પરિષદ 

National Development Council

સ્થાપના : 6 ઓગસ્ટ 1952

અધ્યક્ષ : વડાપ્રધાન

સંગઠન : અધ્યક્ષ

દરેક રાજ્યના મુખ્યમંત્રી

કેબિનેટના મંત્રીઓ

કેન્દ્રશાસિત પ્રદેશના વડા (લેફ્ટનન્ટ ગવર્નર LG)

યોજના આયોગના દરેક સભ્યો

NDC નો નિર્માણ રાજ્યો અને આયોગ વચ્ચે સહયોગ માટે

રાષ્ટ્રીય વિકાસ પરિષદના કાર્યો

રાષ્ટ્રીય યોજનાનું સમયતરે સંચાલન કરવું.

રાષ્ટ્રીય આયોજનમાં વહીવટી ક્ષમતા વધારવી અને વિકસિત તથા પછાત વર્ગોનો વિકાસ કરવો.

રાષ્ટ્રીય વિકાસ માટે સામાજિક અને આર્થિક નીતિ લાગુ કરવી.

યોજના આયોગની યોજનાનું અધ્યયન કરી ચર્ચા વિચારણા કરી અંતિમ સ્વીકૃતિ આપવી.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment