મિત્રો અહીં પંચમહાલ જીલ્લો અને પંચમહાલ જીલ્લાના તાલુકા વિશે તેમજ ભૂગોળ ,ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં પંચમહાલ જિલ્લાની માહિતી આપવામાં આવેલી છે મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે 17 જિલ્લાઓ હતા આ 17 જિલ્લાઓ પૈકી મધ્ય ગુજરાતમાં આવેલો પંચમહાલ જિલ્લો વિશે અહીં માહિતી આપવામાં આવેલી છે.
પંચમહાલ એટલે કે પાંચ મહેલો જેમાં પાંચ તાલુકા કે જે સબ ડિવિઝન ( ગોધરા , હાલોલ , કાલોલ , દાહોદ અને ઝાલોદ) ગ્વાલિયરના મહારાજા સિંધીયા એ અંગ્રેજોને શું પરત કર્યા હતા જે ઉપરથી આ જિલ્લાનું નામ પંચમહાલ પડેલું છે.
પંચમહાલ જિલ્લાના તાલુકા કેટલા છે?
1. ગોધરા
2. મોરવાહડપ
3. હાલોલ
4. કાલોલ (કલોલ – ગાંધીનગર)
5. જાંબુઘોડા
6. ઘોઘંબા
7. શહેરા
Panchmahal District ની સામાન્ય માહિતી
સ્થાન મધ્ય ગુજરાત : મધ્ય ગુજરાત
મુખ્ય મથક : ગોધરા
તાલુકા : 7
ક્ષેત્રફળ : 5,272 ચો.km
કુલ વસ્તી : 16,30,757
વસ્તી ગીચતા : 498 (1 ચો.કિ.મી.દીઠ)
સાક્ષરતા : 72.32 %
પુરુષ સાક્ષરતા : 82.51 %
મહિલા સાક્ષરતા : 58.89 %
લિંગ પ્રમાણ : 949
શિશુ લિંગ : 932
પંચમહાલ જિલ્લાની જિલ્લા સરહદો : 5
1. દાહોદ
2. મહીસાગર
3. ખેડા
4. વડોદરા
5. છોટાઉદેપુર
Panchmahal District ના જોવાલાયક સ્થળો
જાંબુઘોડા રીંછ અભ્યારણ
ચાંપાનેરનો કિલ્લો
પાવાગઢ મંદિર
સાત કમાનો
નવલખા કોઠાર
ગરમ પાણીના ઝરા – ટુવા
પોયણીનો ધોધ – ઘોઘંબા
ચડીયાનો મેળો
પંચમહાલ નો ઇતિહાસ
મરાઠાની ચાર શાખાઓ પૈકીની એક શાખા કે જે ગ્વાલિયરના મહારાજા સિંધિયાએ અંગ્રેજોને (પાંચમહાલ)નો પાંચ પ્રદેશ આપેલા તેથી આ વિસ્તારને પંચમહાલ તરીકે ઓળખવામાં આવે છે.
ગ્વાલિયરના સિંધિયાઓનું ગુજરાતમાં શાસન હતું તે સમયે તેમનું મુખ્ય મથક પાવાગઢ હતું.
મરાઠાની શાખાઓ : 4
1. વડોદરા – ગાયકવાડ
2. ગ્વાલિયર – સિંધિયા
3. ઈન્દોર – હોલકર
4. નાગપુર – ભોંસલે
ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠ પૈકી એક શક્તિપીઠ કે જે મહાકાળી માની શક્તિપીઠ છે તે અહીં પંચમહાલ તાલુકામાં આવેલી છે.
પંચમહાલ ના પાંચ મહેલ
- ગોધરા
- હાલોલ
- કાલોલ
- દાહોદ
- ઝાલોદ
ગુજરાતમાં આવેલી શક્તિપીઠો : 3
1. પાવાગઢ – પંચમહાલ
2. અંબાજી – બનાસકાંઠા
3. બહુચરાજી – મહેસાણા
વલભી વંશના શાસક શીલાદિત્ય પાંચમાંના એક તામ્ર લેખમાં આ વિસ્તારનો ‘ગોધરા હક’ તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે.
ગોધરા
પ્રથમ ગુજરાતી બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ એ પ્રધાનમંત્રી બન્યા તે પહેલા ગોધરા ખાતે નાયબ કલેકટર તરીકે સેવા આપી હતી.
ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ વકીલાતની શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી.
જૈન ધર્મના 16 માં તીર્થંકર શાંતિનાથનું દેરાસર ગોધરા ખાતે આવેલું છે તેમનું પ્રતીક હરણ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી Anandiben Patel એ ગોધરા ખાતે 2016 માં ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીનું ઉદઘાટન કરેલું.
27 ફેબ્રુઆરી 2002ના રોજ રમખાણોની શરૂઆત થઈ હતી આ દિવસે અયોધ્યાથી Sabarmati Express માં આવી રહેલા 59 સેવકોને ગોધરા ખાતે S – 6 ડબ્બાને આગ લગાવી જીવતા સળગાવી દેવાયા હતા.
ગરમ પાણીના ઝરા માટે સુપ્રસિદ્ધ સ્થળ ટુવા ખાતે આવેલું છે.
National Research Center For Onion And Garlic સ્ટેશન ગોધરા ખાતે આવેલું છે.
India Agricultural Research Institite ગોધરા ખાતે આવેલું છે.
મકાઈ રિસર્ચ સ્ટેશન ગોધરા ખાતે આવેલું છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પંચામૃત ડેરી આવેલી છે.
Read More : Dahod District
મોરવાહડફ
પંચમહાલ જિલ્લામાં આવેલા મોરવા હડફ ખાતે કબૂતરી, હડફ અને પાનમનો ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે.
મોરવા હડફ તાલુકાના રામપુર ગામમાં ચાડિયાનો મેળો અને ઝાલા નો મેળો ભરાય છે.
હાલોલ
હાલોલમાં ટર્બાઇન બનાવવાનું કારખાનું આવેલું છે.
ગુજરાત પ્રાઈમ મુવર્સનું ટર્બાઇન બનાવવાનું કારખાનું આવેલું છે.
કાર બનાવવાનું General Motors Halol નું કારખાનું અહીં આવેલું છે.
Licky Film Studio Halol ખાતે આવેલો છે. (વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો – વલસાડ)
બહાદુર શાહે બંધાવેલ સિકંદર શાહનો મકબરો અહીં આવેલો છે.
આદિવાસી વિકાસની પ્રવૃત્તિના પ્રેણેતા હરીવલ્લભ પરીખનો આશ્રમ રંગપુર ખાતે આવેલો છે.
પાટણ ખાતે મૂળરાજ સોલંકી દ્વારા બનાવેલું રુદ્ર મહાલય જેવો જ મંદિર હાલોલ તાલુકાના ડેસર ખાતે પ્રાચીન રુદ્ર મહાલય શિવ મંદિર આવેલું છે.
2011માં 62 માં વન મહોત્સવ દરમિયાન પાવાગઢ ખાતે વિરાસત વનનું નિર્માણ કરવામાં આવ્યું.
બહાદુરી રાગમાં નિષ્ણાત એવા બૈજુ બાવરાનો જન્મ ચાંપાનેર ખાતે થયો હતો.
બૈજુ બાવરા સ્વામી હરિદાસના શિષ્ય હતા.
હોરી ગાયકીનું સર્જન બૈજુ બાવરા એ કર્યું હતું.
બૈજુ બાવરા એ ગ્વાલિયરના રાજા માનસિંહના દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું.
બૈજુ બાવરા માનસિંહના દરબારી ગાયક હતા અને તેઓ ખૂબ હોશિયાર હોવાથી રાજા માનસીસિંહે બૈજુના સન્માનમાં ગ્વાલિયર (મધ્યપ્રદેશ) ખાતે સંગીત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.
બૈજુ બાવરાએ સંગીત સાથે સંકળાયેલા “ઓકેદેશા” નામના ગ્રંથની રચના કરી હતી.
દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલી છે.
જાંબુઘોડા
અહીં ઝંડ હનુમાનજીનું 200 વર્ષ જૂનું મંદિર આવેલું છે.
જાંબુઘોડા ખાતે ધનીમાતાનો ડુંગર આવેલો છે.
ભીમના હાથથી ચલાવાયેલી અનાજ દળવાની ઘંટી આવેલી છે.
ઘોઘંબા
સુપ્રસિદ્ધ પોયણીનો ધોધ અને હાથણી માતાનો ધોધ ઘોઘંબા તાલુકામાં કાળી નદી પર આવેલા છે.
આ ધોધની નજીક હાથણી માતાનું મંદિર આવેલું છે.
શહેરા તાલુકો
ટુવા :
પંચમહાલ જિલ્લામાં આવેલું ટુવા ગામ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે.
ટુવા ખાતે ભીમ અને હિડિંબાના લગ્નની ચોરી આવેલી છે.
ટુવામાં ભીમના પગલાં પણ આવેલા છે.
શહેરા તાલુકામાં શિવપુર ખાતે વસતા બ્રાહ્મણો અને પંડિતો એ શ્રીગોંડ તરીકે ઓળખાય છે જે ચારેય વેદ ઋગ્વેદ ,યજુર્વેદ , સામવેદ અને અથર્વવેદના જાણકાર હતા.
પંચમહાલ જિલ્લાની નદીઓ
વિશ્વામિત્રી
પાનમ
મહી
હડફ
ગોમા
ભાદર
કાળી
મહી નદી પંચમહાલ અને ખેડા તેમજ પંચમહાલ અને મહીસાગર જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે.
ધોધ
પોયણીનો ધોધ – ઘોઘંબા
હાથણી માતાનો ધોધ – ઘોઘંબા
ખુનિયા મહદેનો ધોધ
કુંડ
ગંગા – ચાંપાનેર
યમુના – ચાંપાનેર
સરસ્વતી – ચાંપાનેર
ગરમ પાણીના કુંડ – ટુવા
ત્રિવેણી કુંડ – ચાંપાનેર (હાલોલ)
અષ્ટકોણી કુંડ – ચાંપાનેર (હાલોલ)
તળાવ / સરોવર
દૂધિયું તળાવ – પાવાગઢ પર્વત ઉપર (દુધિયા વાવ – ભદ્રેશ્વર , કચ્છ)
છાશિયુ તળાવ – પાવાગઢ પર્વત ઉપર
તેલયુ તળાવ – પાવાગઢ પર્વત ઉપર
વડા તળાવ – ચાંપાને (હાલોલ)
ડેમ
કરાડ ડેમ – ઘોઘંબા
મેસરી ડેમ – કાલોલ
કડા ડેમ – જાંબુઘોડા
વાવ
વણઝારી વાવ – ગોધરા
ચાંપાનેરની વાવ – હાલોલ
સિંધમાતાની વાવ – હાલોલ
સર્પાકાર પગથિયા વાળી વાવ – ચાંપાનેર
મહેલ / હવેલી / કિલ્લાઓ
પતઇ રાવળ નો મહેલ – હાલોલ
ખાપરા ઝવેરી નો મહેલ – હાલોલ
જય સિંહ નો મહેલ – ચાંપાનેર
મરાઠા નો મહેલ – ચાંપાનેર
માચીનો કિલ્લો – હાલોલ
પાવાગઢનો કિલ્લો – હાલોલ
વન
કેવડી વન – પંચમહાલ
વિરાસત વન – પાવાગઢ
પાક
મકાઈ (મકાઈનું સૌથી વધુ ઉત્પાદન – દાહોદ)
ખનીજ
મેંગેનીઝ – શિવરાજપુરની ખાણ માંથી
ગ્રેફાઇટ – જાંબુઘોડા
પંચમહાલ જિલ્લાના અભ્યારણ
જેમ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકામાં એક રીંછ અભ્યારણ આવેલું છે તેવી રીતે, પંચમહાલ જીલ્લામાં પણ એક રીંછ અભ્યારણ આવેલું છે જે જાંબુઘોડા તાલુકામાં આવેલું છે.
રીંછ અભ્યારણ – જાંબુઘોડા
સ્થાપના – 1990
ક્ષેત્રફળ – 130.38 ચો.km
શ્રેષ્ઠ મુલાકાત સમય – ચોમાસુ અને શિયાળો
ગુજરાતમાં આવેલા પાંચ રીંછ અભ્યારણ પૈકી પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકામાં આવેલું અભ્યારણ છે.
જાંબુઘોડા અને રતનમહાલ અભ્યારણના ભાગરૂપે કેવડી વન વિસ્તારને ઇકો ટુરીઝમ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યો છે.
કેવડી ઇકો ટુરીઝમ સાઇટમાં પંચમહાલ અને દાહોદ જિલ્લાના વનવિસ્તારનો સમાવેશ થાય છે.
અહીં રીંછ અને દુર્લભ ઉડતી ખિસકોલી જોવા મળે છે.
દિપડો અહીંનું સર્વોચ્ચ શિકારી પ્રાણી છે.
આ અભ્યારણમાં ભેકર, ભસતા હરણ અને જંગલી ભૂંડ જોવા મળે છે.
પંચમહાલ જિલ્લાના મેળાઓ
પંચમહોત્સવ
ડિસેમ્બર મહિનામાં પાવાગઢ ખાતે આવેલ વડા તળાવ પાસે સાંસ્કૃતિક અને સંગીત મહોત્સવ નું આયોજન થાય છે.
આ મહોત્સવ ની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી.
આ મહોત્સવ દરમિયાન પાવાગઢની પરિક્રમા યોજાય છે.
ખખોહલોનો મેળો
ખખોહલોનો મેળો પંચમહાલ જિલ્લામાં દિવાળીના દિવસો દરમિયાન ભરાય છે.
આ મેળામાં માટીના કોડિયામાં અગ્નિ પ્રગટાવી તેમાં મરચું અને મીઠું નાખીને ધુમાડો કરવામાં આવે છે અને આ ધુમાડો આખા ગામમાં ફેરવવામાં આવે છે.
ત્યારબાદ આ કોડિયાને ગામની બહાર ફેંકી દેવામાં આવે છે આમ આ વિધિ કરવાથી સમગ્ર ગામ ઉપર ઈશ્વરની કૃપા અને સુખ શાંતિ વધશે તેવી માન્યતા છે.
રંગપંચમીનો મેળો
આદિવાસી ખેડૂતો આ મેળો દિવાળી પછીના બેસતા વર્ષના દિવસે આ મેળો ઉજવે છે.
આદિવાસી ખેડૂતો આ મેળા દરમિયાન ગાયોને રંગોથી શણગારતા હોય છે અને તેથી જ આ મેળાને રંગપંચમીનો મેળો કહેવામાં આવે છે.
પંચમહાલ જિલ્લાના મંદિરો
મહાકાળી મંદિર – પાવાગઢ
તાલુકો – હાલોલ
નદીનું ઉદગમ – વિશ્વામિત્રી
શંકુ આકાર ધરાવતા પાવાગઢના પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી કપાઈને સતી માતાના જમણા પગની આંગળી પડી હતી.
મહાકાળી માતાના ફોટોમાં આપણે જોયું હશે કે રક્તબીજ નામના રાક્ષસનું તેઓ ધડ અલગ કરે છે ત્યારે તેના હાથમાં ખપર ધારણ કરેલું હોય છે તો ચાલો આપણે આ રક્ત બીજબીજ અને ખપર વિશે જાણીએ.
રક્તબીજ નામના રાક્ષસને વરદાન હતું કે તેને કોઈ મારે અને તેના લોહીના દરેક બિંદુ માંથી તેના જેવો જ શક્તિશાળી રાક્ષસ ઉત્પન્ન થાય.
આથી મહાકાળી મા એ હાથમાં ખપર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનું એક પણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધું અને રક્તબીજનો સંહાર કર્યો.
પાવાગઢ ડુંગર જ્વાળામુખીથી બનેલો ગુજરાતનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત છે.
આ ડુંગરનો પા ભાગ (25% ) જ જમીનની બહાર ઉપસી આવેલો હોવાથી પાવાગઢ નામથી ઓળખાય છે.
પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી ઉદભવે છે તેમજ આ ડુંગર પર વિશ્વામિત્ર ઋષિની ગુફા આવેલી છે.
પાવાગઢ ખાતે વિરાસત વન આવેલું છે જે વર્ષ 2011માં 62 માં વન મહોત્સવ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
ચાવડા વંશના સ્થાપક એવા વનરાજ ચાવડાએ પોતાના પિતા જયશિખરી ચાવડાનું રાજ્ય પાછું મેળવવા માટે મદદ કરનાર ચંપા વાણીયાના નામ પરથી પાવાગઢની તળેટીમાં ઈ. સ. 774 માં ચાંપાનેરની સ્થાપના કરી હતી.
ગુજરાત સરકારે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે પ્રથમ આરોહણ અવરોહણની સ્પર્ધા યોજવાની શરૂઆત કરી. (ચડવું – ઉતરવું)
આવી જ સ્પર્ધા જુનાગઢ ખાતે પણ યોજવામાં આવે છે.
ચાંપાનેર – હાલોલ
ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ ચાંપા વાણીયાની યાદમાં ઈ. સ.747 માં ચાંપાનેર શહેર વસાવ્યું હતું.
ઐતિહાસિક વારસો ધરાવતું સ્થળ ચાંપાનેર હાલોલ તાલુકામાં આવેલું છે.
ચાંપાનેરને 2004માં યુનેસ્કો દ્વારા ગુજરાતની પ્રથમ અને ભારતની 26મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી.
ચૌહાણ વંશના રાજા જયસિંહ ચૌહાણ (પતઇ રાવળ)નું શાસન ચાપાનેર ખાતે હતું.
આ સમયે સ્વતંત્ર સલ્તનતના રાજા મોહમ્મદ બેગડાની નજર ચાંપાનેર પર પડે છે અને રાજા જયસિંહ ચૌહાણને હરાવીને ઈ.સ. 1484 માં ચાંપાનેર પર કબજો કરે છે.
મોહમ્મદ બેગડો ઋતુ પ્રમાણે તેની રાજધાની બદલતો હતો જે નીચે મુજબ છે.
- શિયાળો – જુનાગઢ
- ઉનાળો – અમદાવાદ
- ચોમાસુ – ચાંપાનેર
હવે મોહમ્મદ બેગડો ચાંપાનેરનું નવું નામ રાખે છે, મુહમદાબાદ. ચાંપાનેરને શહેર એ મુકરર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચાંપાનેર ખાતે જોવાલાયક સ્થળોમાં નગીના મસ્જિદ જુમ્મા મસ્જિદ કેવડા મસ્જિદ ખજુરી મસ્જિદ ચાંપાનેર નો ભદ્ર જહાપણાનો કિલ્લો મોતી મસ્જિદ કબુતર ખાના વગેરે જોવાલાયક સ્થળો છે.
બૈજુ બાવળાનો જન્મ ચાંપાનેર ખાતે થયો હતો.
વિરાસત વન
પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તળેટી ની નજીક જયપુરા ગામે વિરાસત વન નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વનનું નિર્માણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ 2011માં 62 માં વન મહોત્સવ દરમિયાન થયું હતું.
આ વનનો વિસ્તાર 6.5 હેક્ટરમાં ફેલાયેલો છે.
આ વિરાસત વન સાત થીમના આધારે વિકસાવવામાં આવેલું છે. આ થીમ સાંસ્કૃતિક વન, જૈવિકવન, આનંદવન, આરોગ્યવાન, આરાધ્યાવન, આજીવિકા વન, નિસર્ગવન
પંચમહાલ જિલ્લાના ફેક્ટ પોઇન્ટ
પ્રાચીન ચાંપાનેર ખાતે નવ દરવાજાઓ આવેલા છે.
પાવાગઢની ટેકરી પર આવેલું દૂધિયું તળાવ ડોલોમાઈટ ખનીજનું બનેલું છે.
છાસિયું તળાવ કેલ્શિયમ કાર્બોનેટ ખનીજનું બનેલું છે.
તેલીયુ તળાવ મેગ્નેશિયમ કાર્બોનેટનું બનેલું છે.
સ્ટુઅર્ટ લાઇબ્રેરી ગોધરા ખાતે આવેલી છે.
હવા ખાવાનું સ્થળ કબુતર ખાના ચાપાનેર ખાતે આવેલું છે.
માગસર વદ અમાવસના દિવસે પાવાગઢ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વૈષ્ણવ સંપ્રદાયની ચાર બેઠકો ગોધરા ખાતે આવેલી છે.
24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ચાંપાનેર ખાતેથી થઈ હતી.
નાયક દાસ આદિવાસી ચળવળ ગોધરા ખાતેથી શરૂઆત થઈ હતી જેના આગેવાન રૂપસિંધ હતા.
Faq (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. પંચમહાલ જિલ્લાના મહત્વના સ્થળો
Ans – જાંબુઘોડા રીંછ અભ્યારણ, ચાંપાનેરનો કિલ્લો , પાવાગઢ મંદિર , સાત કમાનો, નવલખા કોઠાર, ગરમ પાણીના ઝરા – ટુવા, પોયણીનો ધોધ – ઘોઘંબા , ચડીયાનો મેળો , પતઇ રાવળનો મહેલ, ખાપરા ઝવેરી નો મહેલ, જય સિંહનો મહેલ, મરાઠા નો મહેલ, માચીનો કિલ્લો , પાવાગઢનો કિલ્લો વગેરે….
2. પંચમહાલ જિલ્લાના તાલુકા
Ans – ગોધરા, મોરવા હડપ, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, શહેરા
3. પંચમહાલ જિલ્લાની નદીઓ
Ans – વિશ્વામિત્રી, પાનમમહી, હડફ, ગોમા, ભાદર, કાળી, મહીનદી
4. શહેરા તાલુકો
Ans – પંચમહાલ જિલ્લામાં આવેલું ટુવા ગામ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. ટુવા ખાતે ભીમ અને હિડિંબાના લગ્નની ચોરી આવેલી છે. ટુવામાં ભીમના પગલાં પણ આવેલા છે. શહેરા તાલુકામાં શિવપુર ખાતે વસતા બ્રાહ્મણો અને પંડિતો એ શ્રીગોંડ તરીકે ઓળખાય છે જે ચારેય વેદ ઋગ્વેદ ,યજુર્વેદ , સામવેદ અને અથર્વવેદના જાણકાર હતા.