મિત્રો અહી ચાવડા વંશ નો ઇતિહાસ, ચાવડા વંશની કુળદેવી, ચાવડા વંશ ગોત્ર તેમજ ચાવડા વંશ વિશે સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવેલી છે. અહી આપવામાં આવેલી માહિતી તમને સરળતાથી યાદ રહે અને તે તમને પરીક્ષામાં ઉપયોગી થાય માટે લખવામાં આવેલી છે. માહિતીમાં કોઈ પણ સુધારો જણાય તો તમને મને કોમેન્ટ કરી શકો છો.
ચાવડા વંશ નો ઇતિહાસ અને ઉત્પતિ
ઈ.સ. 738માં નવસારીના રાજા અવનીજનશ્રય પુલીકેશે તેના તામ્રપત્રમાં ચાવડા વંશનો ઉલ્લેખ ‘ચાપોટક’ તરીકે કરેલો જોવા મળે છે જે પાછળથી અપભ્રંશ થઈ ચાવડા થઈ ગયું. મૈત્રક વંશના શાસક શીલાદિત્ય ત્રીજાએ પંચાસરની જાગીર જયશિખરી ચાવડાને સોંપી હતી જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનો વિસ્તાર હોવાનું મનાય છે.
આ પહેલા ચાવડા મૈત્રક વંશના સામંતો હતા. જયશિખરી ચાવડા પંચાસર (પાટણ)ની આજુબાજુ એક કિલ્લો બનાવડાવિયો અને ત્યાં રાજ કરવા લાગ્યો. જયશિખરી ચાવડાનો કવિ શંકર બારોટ કે જે ચારણ જ્ઞાતિનો હતો તે એક દિવસે પ્રવાસે જાય છે તે ફરતા ફરતા કલ્યાણ નગર/કાન્યકુંજ/કનોજ કે જે ઉત્તર પ્રદેશ વિસ્તારમાં આવેલું હોય છે ત્યાંના રાજા ભૂવડના દરબારમાં પહોંચી જાય છે.
કનોજ ખાતે ભૂવડ નામનો રાજા હોય છે તે તેના દરબારમાં કેટલાક દિવસ રોકાય છે અને રોજ દરબારમાં શંકર બારોટ પોતાના રાજા જયશિખરી ચાવડાના ખૂબ વખાણ કર્યા કરે છે. કલ્યાણ નગરના રાજા ભૂવડને મનમાં થયું કે આટલા બધા વખાણ કરે છે તો જરૂર ત્યાંની તિજોરી ભરેલી હશે તેમ કરીને તેના મનમાં ઈર્ષા જાગે છે.
આથી તે તેના સેનાપતિ મિહિરને ગુજરાતના પંચાસર (પાટણ)ને લૂંટવા મોકલે છે. ભૂવડનો સેનાપતિ મિહિર 5000 સૈનિકો સાથે પંચાસર ખાતે આવી પહોંચે છે અને ત્યાં આ સમયે જયશિખરી ચાવડાનો સેનાપતિ સૂરપાળ અને મિહિર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે.
આ યુદ્ધમાં જયશિખરી ચાવડાના સેનાપતિ સૂપાળની જીત થાય છે અને મિહિરને પાછો કનોજ ભગાડી મૂકે છે. આ વાતનો બદલો લેવા માટે કલ્યાણ નગરના રાજા ભુવડ મોટું સૈન્ય લઈને પંચાસર ખાતે યુદ્ધ કરવા નીકળી પડે છે.
ભૂવડ અને તેનું મોટું સૈન્ય પંચાસર ખાતે આવી પહોંચે છે. અહી આ સેન્ય પંચાસરના કિલ્લાને ઘરી લે છે. અને આ કિલ્લાને તોડવાની કોશિશ કરે છે પરંતુ કહેવાય છે કે 50 દિવસ સુધી આ કિલ્લો તૂટતો નથી પંચાસરના કિલ્લામાં ધનધાન્ય ખૂટી જવાથી અંતે કિલ્લાના દરવાજે ખોલવા પડે છે.
ત્યારબાદ જયશિખરી ચાવડા અને ભુવડ વચ્ચે ભયંકર યુધ્ધ થાય છે અને અંતે જયશિખરી ચાવડા વીરગતિ પામે છે. આ સમયે જયશિખરી ચાવડાની પત્ની રૂપસુંદરી સભર્ગા હતી. જયશિખરી મૃત્યુ પામતા પહેલા તેના સેનાપતિ સૂરપાળ તેને આદેશ આપે છે કે તારી બહેનને લઈને રાજમહેલના ગુપ્ત માર્ગેથી નીકળી જા આથી સેનાપતિ સૂરપાળ એ પોતાની બહેનને લઈને રણ મેદાનની બહાર જતો રહે છે.
પંચાસરના રાજા ભુવડ પંચાસરને જીતી લે છે, અને અહીં તેના વહીવટી અધિકારીને મૂકીને પાછો કલ્યાણ નગર જતો રહે છે. હવે રૂપસુંદરી થોડા સમય બાદ વનમાં એક બાળકને જન્મ આપે છે જેનું નામ વનરાજ ચાવડા રાખવામાં આવે છે.
વનરાજ ચાવડાનો ઉછેર વનમાં થાય છે અને તેને તેના મામા સૂરપાળ અને રૂપસુંદરી તેનું પાલન પોષણ કરે છે. જૈન અનુશ્રુતિ પ્રમાણે જૈન મુનિ શીલગુણસુરી એક વાર જંગલમાંથી પસાર થતી વખતે વનરાજને હિંચકામાં હીંચતો જોયું ત્યારે તેને ભવિષ્ય વાણી કરી હતી કે તે એક મહાન રાજા અને મહાન ધર્મદાતા બનશે.
વનરાજ ચાવડાના ધીમે ધીમે મોટો થાય છે અને તેના મામા તેમને તાલીમ આપી અને તેને યોદ્ધા બનાવે છે. વનરાજ ચાવડા તેના પિતાનું રાજ્ય પંચાસર પાછો મેળવવા માટે સૈન્ય ભેગું કરવાનું શરૂ કર્યું પરંતુ તેની પાસે પૈસા ન હોવાથી વનરાજ અને તેના મામા સૂરપાળ જંગલમાં લોકોને લૂંટવાનું શરૂ કરે છે.
આ લૂંટમાં તેનો મિત્ર અણહિલ ભરવાડ પણ સામેલ થાય છે અને આ ત્રણ જણા જંગલમાં થી નીકળતા લોકોને લૂટે છે. એકવાર એવું થાય છે કે વનરાજ, સૂરપાળ અને અણહિલ ભરવાડ જંગલમાં આવતા વ્યક્તિને લૂંટવાની રાહ દેેેેેખતા હોય છે. ત્યારે ત્યાં એક ઘી નો વેપારી પોતાના ગાડા સાથે જંગલમાં પસાર થાય છે ત્યારે તેને લૂંટવા માટે ઉભો રાખે છે અને તેને કહે છે કે તારી પાસે જે હોય તે આપી દે !
ત્યારે આ વેપારી કે જે ધનુષ વિદ્યામાં પારંગત હતો અને તેની પાસે રાખેલા પાંચ તીર માંથી બે તીર ભાંગી નાખ્યા અને કીધું કે તમારી માટે આ ત્રણ તિર જ કાફી છે. આ દેખી વનરાજ અને અણહિલ ગભરાયા ત્યારે ચાંપા વાણીયા કીધું કે જે વખતે જયશિખરી ચાવડાની અને તેના સેનાપતિ સૂરપાળનું શાાશન હતું ત્યારે તમારા જેવા ની તાકાત નતી કે પંચાસરમાં કોઈ ચોરી કરી શકે.
આ સાંભળી સૂરપાળ આગળ આવે છે અને તેની ઓળખાણ આપે છે ત્યારે ચાંપો વાણિયો કહે છે કે તમે તો રાજવંના છો તમને આ શોભતું નથી ત્યારે વનરાજ
સૈન્ય ભેગું કરવા માટે પૈસાની જરૂરિયાતની વાત કરી હતી.
આથી ચાંપા વાણીયાએ સૈન્ય ભેગુ કરવા અને તે સાથે રહીને પંચાસર રાજ્ય પાછું મેળવવા માટે મદદ કરે છે. વનરાજ ચાવડાએ તેના મામા સૂરપાળ, અણહીલ ભરવાડ ચાંપાવાણીયા ની મદદથી પંચાસર રાજ્ય પર કબજો મેળવ્યો. 50 વર્ષની ઉંમરે વનરાજ ચાવડાનો રાજ્યભિષેક થયો ત્યારે તેને બનાસકાંઠાની કાકર ગામની માનેલી બહેન શ્રીદેવી પાસે રાજ તિલક કરાવિયું અને રાજગાદી મેળવી.
ચાવડા વંશના શાસકોના નામ
- જયશિખરી ચાવડા
- વનરાજ ચાવડા – વંશનો ખરો સ્થાપક
- યોગરાજ ચાવડા
- ક્ષેમરાજ ચાવડા
- ભુવડ
- વીરસિંહ
- રતનાદિત્ય
- સામંત સિહ ચાવડા
જયશિખરી ચાવડા
રાજા | રાજ્ય | કવિ | સેનાપતિ |
જયશિખરી ચાવડા | પંચાસર | શંકર બારોટ | સૂરપાળ |
ભૂવડ | કનોજ (UP) | કામરાજ | મિહિરપાળ |
વનરાજ ચાવડા (ઈ.સ. 746 થી 806)
યુગ – અનુમૈત્રક
રાજધાની – અણહીલપુર પાટણ
સ્થાપક – વનરાજ ચાવડા
રાજ્યભિષેક – 50 વર્ષની ઉંમરે
ધર્મ – જૈન
પિતા – જયશિખરી ચાવડા
માતા – રૂપસુંદરી
મામા – સૂરપાળ
ગુરૂ – સાધુ શીલગુણસુરી
મિત્રો – અણહીલ ભરવાડ અને ચાંપો વાણિયો / વણિક જમ્બન
મહાઅમાત્ય (મુખ્યમંત્રી) – વણિક જામ્બન
નવલકથા – વનરાજ ચાવડા
નવલકથાના લેખક – મહિપતરામ રૂપરામ
વનરાજ ચાવડાના સ્થાપત્યો
અણહીલપુર પાટણ – અણહીલ ભરવાડની માનમાં વસાવ્યું
ચાંપાનેર – ચાંપા વાણીયાની માનમાં
પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર – જૈન મુનિ સાધુ શિલગુણસૂરીના કહેવાથી
સૂરપાળની પ્રતિમા – લોકોના કહેવાથી
પાટણમાં કંથેશ્વરી દેવીનું મંદિર બંધાવડાવ્યું.
ધવલ ગૃહ મહેલ બનાવ્યો.
યોગરાજ ચાવડા (ઈ.સ. 7806 થી 842)
પિતા – વનરાજ ચાવડા
યોગરાજ ચાવડા ન્યાયપ્રિય રાજા હતો.
વનરાજ ચાવડા ના અવસાન બાદ તેમના પુત્ર યોગરાજ ચાવડા પાટણની રાજગાદીએ આવ્યા યોગરાજ નામ પ્રમાણે તેઓ યોગી અને ન્યાયપ્રિય રાજા હતા.
ચાવડા એટલે ચોરી કરનાર એમ તેમના પર મહેણું હતું યોગરાજના સમયગાળામાં આ હકીકત ખોટી પડી હતી.
ક્ષેમરાજ અને તેના ભાઈઓએ પ્રભાસપાટણ ખાતે વહાણો પર લૂંટ ચલાવીને પોતાના પૂર્વજોના કલંકને તાજું કર્યું હતું.
ક્ષેમરાજ ચાવડા (ઈ.સ. 842 થી 866)
પિતા – યોગરાજ ચાવડા
બિરુદ – ઉતાવળિયો રાજા
ઈતિહાસમાં બહારવટિયા શાસક તરીકે પ્રસિદ્ધ ક્ષેમરાજ અને તેના ભાઈઓએ સોમનાથ પાટણ (પ્રભાસપાટણ) ખાતે વહાણો પર લૂંટ ચલાવીને પૂર્વજોના કલંકને તાજુ કર્યું હતું.
ક્ષેમરાજ પછી ભુવડરાજ, વીરસિંહરાજ અને રત્નાદિત્ય નામના શાસકો ગાદી પર આવે છે.
ભુવડ (ઈ.સ 866 થી ઈ.સ 895)
પાટણમાં ભુવનેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું.
સામંતસિંહ ચાવડા (ઈ.સ. 935 થી 942)
બહેન – લીલાદેવી
બનેવી – રાજા રાજી (ચાલુક્ય વંશ)
રત્નાદિત્ય પછી સામંતસિંહ ગાદી પર આવે છે જે ચાવડા વંશના છેલ્લા રાજા હતા.
દક્ષિણના રાજા ચાલુક્ય વંશના રાજવી રાજ અવારનવાર પંચાસર ખાતે ધનુરવિદ્યા શીખવા માટે આવતા હતા.
સામંતસિંહ આ જોઈને તેમની બહેન લીલાદેવીના લગ્ન ચાલુકય વંશના રાજા રાજ સાથે કરી દીધા અને તેમને પંચાસર ખાતે રહેવાનું કીધું.
લીલાદેવી થોડા સમય બાદ પુત્રને જન્મ આપે છે અને જેનું નામ મુળરાજ રાખવામાં આવે છે.
થોડા સમય પછી કચ્છમાં વિદ્રોહ થવાને કારણે આ વિદ્રોહને શાંત કરવા જતા સમયે રાજનો રસ્તામાં અકસ્માત થતા મૃત્યુ પામે છે.
હવે બધી જ જવાબદારી સામતસિંહ પર આવી પડે છે આથી સામંતસિંહ વ્યસન બની જાય છે અને દરબારમાં પણ વ્યસન કરીને આવે છે.
સામંતસિંહ નશામાં હોય ત્યારે મુળરાજને ગાદી પર બેસાડે છે અને નશો ઉતરી જાય ત્યારે મૂળરાજને ગાદી પરથી ઉતારી મૂકે છે.
એક વાર સામંતસિંહ નશામાં હોય ત્યારે મૂળરાજનું અપમાન કરે છે આથી મૂળરાજ સામંતસિંહની હત્યા કરીને ગાદી પર આવે છે.
ફેકટ પોઈન્ટ
ચાવડા વંશની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે – રત્નમાળા, રાસમાળા, પ્રબંધચિંતામણી
ચાવડા વંશમાં સૌથી વધુ શાસન કરનાર કોણ – વનરાજ ચાવડા
સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કરનાર – ભીમદેવ બીજો
ચાવડા વંશનો પ્રથમ રાજા – જયશિખરી ચાવડા
પાટણના સૌપ્રથમ રાજા કોણ – વનરાજ ચાવડા
પંચાસર નજીક કયું સ્થળ આવેલું – રાધનપુર (બનાસકાંઠા)
પંચાસર નજીક કઈ નદી આવેલી – રૂપેણ
દીર્ઘકાળ કે મહાકાળ કોને કહેવાય છે – 196 વર્ષ
ઈતિહાસમાં પ્રથમ દીર્ઘકાળ એટલે – 1) ક્ષપ ક્ષત્રપ કાળ 2) મૈત્રક કાળ 3)સોલંકી કાળ
ચાવડા વંશના સમયમાં ભરૂચ અને ખંભાત સમૃદ્ધ બંદરો હતા.
ચાવડા વંશના સમયમાં રૂપાના સિક્કાનું ચલણ પ્રચલિત થયું હતું.
ચાવડા વંશના સમયે આનંદનગર (હાલના વિદ્યાનગર અને અણહીલપુર પાટણ) વિદ્યાના મુખ્ય કેન્દ્ર હતા.
Read More : સોલંકી વંશની માહિતી