The Light of Asia – ગૌતમ બુદ્ધ અને તેમના 5 અવતારો

મિત્રો અહી ગૌતમ બુદ્ધ વિશે પરીક્ષા લક્ષી માહિતી આપવામાં આવેલી છે જે તમને દરેક પરીક્ષામાં ઉપયોગી થશે અહી આપવામાં આવેલી માહિતી એ NCERT પુસ્તકોના આધારે માહિતી આપવામાં આવેલી છે.નીચે આપેલી માહિતીમાં જો કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો જેથી આપેલી માહિતીમાં સુધારો કરી શકાય.

ગૌતમ બુદ્ધ,The Light of Asia,બૌદ્ધ ધર્મના સંપ્રદાય, ગૌતમ બુદ્ધ ના વિચારો, ગૌતમ બુદ્ધ ના ગુરુ નું નામ શું હતું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?, buddha, buddha images, buddha purnima, buddha wallpaper, buddha statue,બુદ્ધ પૂર્ણિમા,બદધ ધરમ પનરજનમ અન કરમ,મનથ શદધ ત બદધ

ગૌતમ બુદ્ધ વિશે માહિતી 

  • જન્મ – ઈ.સ.પૂર્વે. 563
  • જન્મ સ્થળ – લુંબીની ગામમાં (નેપાળ) કપિલવસ્તુ પ્રાંત
  • કુળ – કષ્યકુળ
  • ગોત્ર – ગૌતમ
  • મૂળ નામ – સિદ્ધાર્થ
  • ઉપનામ – કાસ્યકુમાર
  • પત્ની – યશોધરા
  • પુત્ર – રાહુલ
  • માતા – મહામાયા / માયાદેવી
  • પાલક માતા – પ્રજાપતિ ગૌતમી
  • પિતા – શુદ્ધોધન
  • સારથી – ચન્ના / છંન્દક
  • ઘોડાનું નામ – કંથક

ગૌતમ બુદ્ધના અન્ય નામો

  • સિદ્ધાર્થ
  • કાસ્યકુમાર
  • ગૌતમ
  • લાઈટ ઓફ એશિયા
  • શાક્યમુનિ

યશોધરાના અન્ય નામ

  • ગોપા – લલિત વિસ્તારમાં
  • બિંબા – બૌદ્ધ ધર્મ ગ્રંથ મહાવદાનમાં
  • ભદ્રકચ્છના – બુદ્ધ વંશની અંદર

ભગવાન બુદ્ધ નો ઇતિહાસ

દંત કથા પ્રમાણે શુદ્ધોધન અને માતા મહામાયાના લગ્નના ઘણા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ નહોતી થતી પરંતુ કેટલાક સમય પછી મહામાયાના સ્વપ્નમાં એક દાંત વાળો સફેદ હાથી આવે છે.

આ હાથી મહામાયાના પલંગની આજુબાજુ ફરે છે અને તે એક દાંત વાળો હાથી મહામાયાના ગર્ભમાં સમાઈ જાય છે. અને નવ મહિના બાદ મહામાયનને એક પુત્રનો જન્મ થાય છે અને તે પુત્ર એટલે જ ગૌતમ બુદ્ધ.

ગૌતમ બુધ્ધનો જન્મ કપિલ વસ્તુ પ્રાંતમાં આવેલા લુમ્બિની ગામમાં (નેપાળ) ખાતે ઇ.સ.પૂ – 563 માં વૈશાખી પૂર્ણિમાના દિવસે સાલ વૃક્ષની નીચે થયો હતો.

ગૌતમ બુદ્ધના જન્મના સાત દિવસ બાદ તેની માતા મહામાયાનું મૃત્યુ થઈ જાય છે આથી મહામાયાની નાની બહેન પ્રજાપતિ ગૌતમી સાથે શુદ્ધોધનના લગ્ન કરવામાં આવે છે.

ગૌતમ બુદ્ધના જન્મ સમયે આશિત મુનિએ ભવિષ્યવાણી કરેલી કે આ બાળક મહાન સંત બનશે.

આથી શુદ્ધોધન સિદ્ધાર્થને તમામ ધાર્મિક કાર્યોથી દૂર રાખે છે કારણ કે તેના પિતા નહોતા ઇચ્છતા કે તે એક સંત બને એવો ઇચ્છતા હતા કે તે એક મહાન રાજા બને.

સિદ્ધાર્થને બાળપણથી જ તેનો ઉછેર લાડ પ્રેમથી કરવામાં આવ્યો હતો અને તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું હતું અને તેમને ક્યારે પણ દુઃખનો અનુભવ નહોતો કર્યો.

સિદ્ધાર્થ ધાર્મિક કાર્ય તરફ તે માટે તેમના લગ્ન 16 વર્ષની ઉંમરે યશોધરા નામની કન્યા સાથે કરાવી દેવામાં આવે છે. યશોધરા સિદ્ધાર્થના મામા દંડ પાની અને ફોઈ અમિતની પુત્રી હતી.

થોડા સમય બાદ 28 વર્ષની ઉંમરે સિદ્ધાર્થના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે અને તેનું નામ રાહુલ રાખવામાં આવે છે.

સતત ઘરમાં અને સુખ શાંતિમાં રહેવાના કારણે સિદ્ધાર્થને અવારનવાર બહાર જવાની ઈચ્છા થતી હતી આથી એકવાર સિદ્ધાર્થ તેનો ઘોડો કંથક અને તેનો સારથી ચન્ના / છંદકને લઈને નગરમાં ફરવા નીકળે છે.

આ દરમિયાન તેના જીવનના ચાર મહત્વના દ્રશ્યો જોવે છે.

ગૌતમ બુદ્ધ,The Light of Asia,બૌદ્ધ ધર્મના સંપ્રદાય, ગૌતમ બુદ્ધ ના વિચારો, ગૌતમ બુદ્ધ ના ગુરુ નું નામ શું હતું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?, buddha, buddha images, buddha purnima, buddha wallpaper, buddha statue,બુદ્ધ પૂર્ણિમા,બદધ ધરમ પનરજનમ અન કરમ,મનથ શદધ ત બદધ

1) વૃદ્ધ વ્યક્તિ:

સિદ્ધાર્થ વૃદ્ધ વ્યક્તિને જોઈને તેના સારથીને કહે છે કે એ સારથી આ વ્યક્તિ આવો કેમ દેખાય છે, ત્યારે તેના સારથી એ જવાબ આપ્યો કે આ વ્યક્તિ વૃદ્ધ થઈ ગયો છે દરેક મનુષ્યને એકના એક દિવસે વૃદ્ધ થવાનુ જ છે આથી સિદ્ધાર્થને મનમાં અહેસાસ થાય છે કે સમય જતા આપણે પણ આવા વૃદ્ધ થવાનું જ છે.

2) બીમાર વ્યક્તિ:

હવે સિદ્ધાર્થ આગળ વધીને એક બીમાર વ્યક્તિને જુએ છે, ત્યારે તેના સારથી ને તે પૂછે છે કે આ વ્યક્તિ આટલો દુબળો પાતળો કેમ છે ત્યારે તેનો સારથી જવાબ આપે છે કે આ બીમાર વ્યક્તિ છે એકના એક દિવસે દરેક મનુષ્યને બીમાર થવું પડે છે આથી સિદ્ધાર્થના મનમાં ફરી અહેસાસ થાય છે કે આપણે પણ એક દિવસે બીમાર થવું જ પડશે.

3) મૃત વ્યક્તિ:

બીમાર વ્યક્તિને જોઈને સિદ્ધાર્થ આગળ વધે છે ત્યાં થોડી દૂર જતા એક મૃત વ્યક્તિને જોવે છે અને તે તેના સારથી ને પૂછે છે, કે એ સારથી આ વ્યક્તિ કેમ સુતેલો છે ત્યારે તેનો સારથી તેને જવાબ આપે છે કે આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે દરેક મનુષ્યને એકના એક દિવસે મૃત્યુ નિશ્ચિત છે આથી સિદ્ધાર્થને પણ અહેસાસ થાય છે કે મૃત્યુ નિશ્ચિત છે તો આટલી બધી મોહમાયા કેમ !

4) એક સાધુ:

મૃત વ્યક્તિને જોઈને સિદ્ધાર્થ આગળ વધે છે અને ત્યાં જ ઝાડ નીચે એક સાધુ લોકોને ઉપદેશ આપતા હોય છે આ જોઈને સિદ્ધાર્થ તેના સારથી ને પૂછે છે કે આ વ્યક્તિ શું કરી રહ્યા છે ત્યારે સિદ્ધાર્થના સારથી જવાબ આપે છે કે આ એક સાધુ છે અને તે લોકોને ઉપદેશ આપે છે ત્યારે સિદ્ધાર્થ કહે છે કે આ સેના ઉપદેશ આપે છે ત્યારે સારથી કહે છે કે મૃત્યુ બાદ લોકોને કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકાય તેના માટેના ઉપદેશો આપે છે.

આ ચાર ઘટનાઓ નગરમાં ફરવા નીકળ્યા તે દરમિયાન જોતા સિદ્ધાર્થને મનમાં નિશ્ચિત થયું કે એકના એક દિવસે મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ એ જ સાચું છે.

સિદ્ધાર્થે મનમાં નક્કી કરી લીધું કે કોઈપણ સંજોગોમાં મારા શરીરને પણ મોક્ષ પ્રાપ્તિ થાય એ હેતુથી સિદ્ધાર્થ એ સંસારનો ત્યાગ કરવાનું નક્કી કરી લીધું.

29 વર્ષની ઉંમરે તેમણે પોતાના પુત્ર રાહુલનું મોઢું જોયા વગર જ મધરાત્રિએ પોતાના ઘોડો અને સારથીને લઈને લુમ્બીની પ્રાંતથી ખૂબ દૂર જતા રહ્યા અને અનોમા નદીના કિનારેથી તેમણે પોતાના સારથી અને ઘોડા કંથકને પાછા વાળ્યા અને સંસારનો ત્યાગ કર્યો જેને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે.

ગૌતમ બુદ્ધ સંસારનો ત્યાગ કરીને તેઓ આલાર કલામના આશ્રમે જાય છે અને ત્યાં ધ્યાન યોગ અને સાંખ્યદર્શનનું જ્ઞાન લીધું પરંતુ ત્યાં તેમને જેવું જ્ઞાન જોઈતું હતું તે ન મળ્યું તેથી તેઓ આલાર કલામના આશ્રમને છોડી દે છે.

ત્યારબાદ મગજમાં રામપુત્ર રુદ્રકના આશ્રમે ધાર્મિક જ્ઞાન મેળવવા માટે જાય છે પરંતુ અહીં પણ જે પ્રકારનું જ્ઞાન સિદ્ધાંતને જોઈતું હતું તે જ્ઞાન ન મળવાથી અહીંથી પણ છોડીને અંતે તેઓ નાસી પાસ થઈને એક જગ્યાએ વનમાં જઈને કડી તપસ્યા કરવા લાગ્યા.

સતત તપસ્યા અને ઉપવાસના કારણે તેમનું શરીર સુકાવા લાગ્યું અને તેઓ વૃદ્ધ થવા લાગ્યા આ જ વનમાં સિદ્ધાર્થ જે જગ્યાએ તપસ્યા કરી રહ્યા હતા તે જ જગ્યાએ એક સુજાતા નામની મહિલા પસાર થાય છે અને તેની નજર સિદ્ધાર્થ ઉપર પડે છે.

સિદ્ધાર્થ રોજ તપસ્યા કરતા હોય છે અને આ મહિલાને રોજ અહીંથી પસાર થવાનું હોય છે આ જોઈને મહિલાને સિદ્ધાર્થ ઉપર દયા આવે છે અને તે તપસ્યા ભંગ કરે છે.

આ મહિલા સિદ્ધાર્થને સમજાવે છે કે સતત આવી રીતે તપસ્યા અને ઉપવાસના કારણે જ્ઞાન પ્રાપ્તિ તો નહીં મળે પરંતુ તમારો મૃત્યુ નિશ્ચિત થઈ જશે અને અંતે સુજાતા એ ગૌતમ બુદ્ધના ઉપવાસ તોડાવીને તેમને ખીર ખવડાવી.

આ જ સમયે જંગલમાંથી એક વણજારો સિતાર વગાડતો જોયો અને સિદ્ધાર્થ વિચાર્યું કે આ અવાજ આવે છે ક્યાંથી ત્યારે મહિલાએ કીધું કે આ અવાજ ન તારમાંથી કે તેના ઉપર ઘસવાથી આવે છે આ તારની મધ્યકક્ષાએ પહોંચે છે ત્યારે જ આ તારમાંથી રણકાર થાય છે.

અને ત્યાર બાદ ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ અપનાવ્યો અને ત્યારબાદ 6 વર્ષ સુધી કડી તપસ્યા કર્યા બાદ અંતે નિરંજના નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે રાત્રે 35 વર્ષની ઉંમરે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ જેને સંબોધી પણ કહેવામાં આવે છે.

80 વર્ષની વયે કુશીનારા ખાતે ચંદુના ઘરે વાસી ભોજન ખાવાથી અતિસારની બીમારી થઈ અને તેઓ મૃત્યુ પામ્યા અને આ ઘટનાને મહાપરીનિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે.

ગૌતમ બુધ્ધ ના મૃત્યુ બાદ તેના અંગોને આઠ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા અને તેને અલગ અલગ જગ્યાએ દફનાવવામાં આવ્યા જેને સ્તૂપ કહેવામાં આવે છે.

જૈન ધર્મ વિશે માહિતી: Read More 

ભગવાન બુદ્ધ નો ઉપદેશ

પ્રથમ ઉપદેશ  સારનાથ / ઋષિપતન (ઉત્તર પ્રદેશ) ખાતે આપ્યો હતો

પાંચ સન્યાસ બ્રાહ્મણોને સારનાથ ખાતે પાલી ભાષામાં ઉપદેશ આપ્યા.

પાંચ બ્રાહ્મણો – કોડિય , વપપા , ભડીયા , મહનસ , અસસગી

ગૌતમ બુદ્ધે સૌથી વધારે ઉપદેશ શ્રાવસ્તી ખાતે આપેલા.

શ્રાવસ્તીમાં ડાકુ અંગુલીમલને બૌદ્ધ ધર્મની દીક્ષા આપેલી.

ગૌતમ બુદ્ધે પોતાનો અંતિમ ઉપદેશ કૃષિનારા ખાતે સુભદ્રને આપેલો.

ત્રી રત્નો

1) બુદ્ધ

2) ધમ્મ

3) સંઘ

ચાર આર્ય સત્ય

1) સંસાર દુઃખમય છે.

2) દુઃખનું કારણ ઈચ્છા છે.

3) દુઃખનું નિવારણ શક્ય છે.

4)  અષ્ટાંગમાર્ગ એ દુઃખનું નિવારણ છે.

બુદ્ધના પાંચ અવતાર

1) કુકુછાનંદ

2) કનક ભજન

3) કશ્યપમુની

4) શાક્યમુનિ

5) ભાવિબુદ્ધ

અષ્ટાંગ માર્ગો

1) સાક્યમદ્રષ્ટિ

2) સાક્યમસંકલ્પ

3) સાક્યમવાણી

4) સાક્યમ આજીવિકા

5) સાકયમ વ્યાવ્યમ

6) સાક્યમ વ્યાવ્યામ

7) સાક્યમ સ્મૃતિ

8) સાક્યમ સમાધિ

10 મહાવ્રતો 

1) સત્ય

2) અપરિગ્રહ

3) અસ્તેય

4 ) બ્રહ્મચર્ય

5) અહિંસા

6) અયોગ્ય સમયે ભોજન ન લેવું

7) વ્યભિચાર

8) વ્યસન ન કરવું

9) આરામદાયક પથારીનો ત્યાગ કરવો

10) આભૂષણનો ત્યાગ કરવો

ધર્મગ્રંથો

1) પ્રવચન – પાલી ભાષામાં

2) મુખ્ય / પવિત્ર ગ્રંથ- ત્રિપિટક

3) જાતક કથા – બુદ્ધના પૂર્વ જનમની વાર્તા, ખુધક નિકાય

4) ધર્મ સ્થાન – પેંગોડા

ત્રિપિટક – ત્રણ ભાગ

1) સૂતપિટક

આ ગ્રંથમાં ધર્મો પદેશ આપવામાં આવેલા છે જેમાં પાંચ નિકાય છે.

  • અંગતુર નિકાય 
  • ખુદદક નિકાય 
  • દિર્ભનિકાયે 
  • સંયુક્ત નિકાય 
  • મજમિ નિકાય

2) વિનય પિટક

આ ગ્રંથમાં બૌદ્ધ મઠ માં રહેનારા સાધુઓના નિયમો તથા કાર્ય પ્રણાલીની વ્યવસ્થા વિશે નું વર્ણન કરવામાં આવેલું છે.

3) અભિધમ પિટક:

આ ગ્રંથમાં ગૌતમ બુદ્ધના ઉપદેશો તથા સિદ્ધાંતો નું વર્ણન કરવામાં આવેલું છે.

અભિધમ પિટકની રચના અશોકના સમયમાં થયેલી છે.

જ્ઞાન પ્રાપ્તિ પછીના નામ

બુદ્ધ- સત્ય જ્ઞાન પ્રાપ્ત કરનાર

તથાગત- બધું જાણનાર

શાક્ય મુનિ- શાક્ય વંશના

ગૌતમ બુદ્ધ- ગૌતમ ગોત્રના

Fact point

ગૌતમ બુદ્ધનો જન્મ, તેમના લગ્ન, બાળકનો જન્મ, સંસારનો ત્યાગ, જ્ઞાન પ્રાપ્તિ અને તેમનું મૃત્યું વૈશાખી પૂર્ણિમાના દિવસે જ થયા હતા.

વિષ્ણુ ભગવાનનો નવમો અવતાર એટલે ગૌતમ બુદ્ધને માનવામાં આવે છે.

સારનાથનું પ્રાચીન નામ ઋષિપતન હતું.

ગૌતમ બુધ્ધના 4 ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન કહેવાય છે.

વૈશાખી ખાતે બૌદ્ધ સંઘની બેઠકમાં ગૌતમ બુદ્ધના શિષ્ય આનંદના કહેવાથી સ્ત્રીઓને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બૌદ્ધ ધર્મની બેઠકો જ્યાં મળતી તેને સંથાગર કહેવામાં આવે છે.

બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળને સ્તૂપ કહેવામાં આવે છે.

બૌદ્ધ ધર્મના પવિત્ર તહેવારને બૌદ્ધ પૂર્ણિમા (વૈશાખી પૂર્ણિમા) છે.

બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક છે.

Faq (વારંવાર પૂછાતા પ્રશ્નો)

1. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું?

Ans – ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું.

2. ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યારે થયો હતો?

Ans – ગૌતમ બુધ્ધનો જન્મ ઇ.સ.પૂ – 563 માં થયો હતો.

3. ગૌતમ બુદ્ધ નો જન્મ ક્યાં થયો હતો?

Ans – ગૌતમ બુધ્ધનો જન્મ કપિલ વસ્તુ પ્રાંતમાં આવેલા લુમ્બિની ગામમાં (નેપાળ) માં વૈશાખી પૂર્ણિમાના દિવસે સાલ વૃક્ષની નીચે થયો હતો.

4. ગૌતમ બુદ્ધ ના પિતા નું નામ શું હતું?

Ans – ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું.

5. ગૌતમ બુદ્ધ ના ગુરુ કોણ હતા?

Ans – ગૌતમ બુદ્ધના ગુરુ આલાર કલામ હતા.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment