1960 થી 2024 સુધીનાં ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી

મિત્રો અહી  ગુજરાતના મુખ્યમંત્રીની પરીક્ષાલક્ષી માહિતીઆપવામાં આવેલી છે, શું તમને ખબર છે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ? શું તમને ખબર છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ? શું તમને ખબર છે ગુજરાતના નવા મુખ્ય મંત્રી કોણ છે ? તો અહી તમને ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના સમયમાં મહત્વની યોજના જેવી કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, તેમના કાર્વયકાળ દરમિયાન થયેલા કામો વગેરેની મહત્વની અને આગાઉ પરીક્ષામાં પુછાઈ ગયેલી અને હવે પુછાવા લાયક માહિતી આપવમાં આવેલી છે. તો મિત્રો ચાલો આજે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ની યાદી જોઈએ.

chief ministers of Gujarat

ગુજરાતના મુખ્યમંત્રી :

 

1) ડૉ. જીવરાજ નારાયણ મહેતા 

સમય – 1960 – 1963

જન્મ – અમરેલી

તેઓના શાસનમાં 1962 માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી થઈ. અને તેઓ અમરેલી વિધાનસભાની બેઠક પરથી જીતેલા.

ડૉ. જીવરાજ મહેતા ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી હતા.

પત્ની – હંસાબેન જીવરાજ મહેતા

ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ હંસાબેન મહેતા ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ હતા.

જીવરાજ મહેતા ગાંધીજીના અંગત તબીબ (પર્સનલ ડોક્ટર) હતા.

મેડિકલ ક્ષેત્રે સારું પ્રદર્શન કરનારને જીવરાજ મહેતા એવોર્ડ અપાય છે.

વડોદરામાં કોયલી રિફાઇનરીની સ્થાપનાનું કાર્ય શરૂ થયું.

પંચાયતી રાજ ધારો 1961 બનાવ્યો હતો.તેમનાં જ સમયમા 1 એપ્રિલ 1963 થી અમલમાં આવ્યો.

ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ફેલાવો કરનાર મુખ્યમંત્રી હતા.

તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમનો શિલાન્યાસ કર્યો હતો.

સહકારી મંડળી નો કાયદો ઘડનાર મુખ્યમંત્રી હતા.

ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લાનું જોડાણ કર્યું હતું.

વડોદરા જિલ્લાના બાજવા ખાતે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની (GSFC) ની સ્થાપના થઈ.

તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ઇગ્લેંન્ડમાં ભારતનાં હાઈકમિશનર પદે કાર્ય કર્યુ.

ગુજરાત સરકારી મંડળી વિધેયક અને ખેતીની જમીન અને ગણોતધારા બાબતો 1950 નું વિદાય પસાર થયો હતો.

2) બળવંતરાય ગોપાલજી મહેતા 

સમય – 1963 – 1965

જન્મ – ભાવનગર

મૃત્યું – સુથરી (કચ્છ) ચાલુ કાર્યકાળ દરમિયાન.

સુથરી ગામ ખાતે આવેલા ડેમનું નામ બળવંત સાગર રાખવામાં આવ્યું.

બળવંતરાય મહેતા પંચાયતી રાજના પ્રેણેતા હતા અને ત્રિસ્તરીય પંચાયતી રાજને સ્વીકાર્યું હતું.

આણંદ જિલ્લામાં ધુવારણવીજ મથકની સ્થાપના થઈ.

કચ્છ જિલ્લામાં આવેલું કંડલા બંદરને 7 માર્ચ 1965માં ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું.

વડોદરા જિલ્લામાં આવેલી કોયલી રિફાઇનરીનું કાર્ય શરુ થયું.

NDDB – નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) ની સ્થાપના થઇ.

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC) ની સ્થાપના થઈ.

ઈ. સ. 2000 માં 100 મી જન્મજયંતી વખતે ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

1965 માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે સુથરી ગામ ખાતે નિરીક્ષણ કરવા ગયા હતા તે દરમિયાન પાકિસ્તાને હેલિકોપ્ટર તોડી પાડતાં મૃત્યુ થયું હતું.આ

વલસાડના પારડી ઘાસિયા અને મહાગુજરાતના શહીદ સ્મારકના પ્રશ્નો ઉદભવ્ય હતા.

3) હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ 

સમય –  1965 – 1971

જન્મ – સુરત

બિરુંદ – સી.એમ વિથ રીગલ લુક (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ આપ્યું)

વર્ષ 1971માં ગાંધીનગરને ગુજરાત રાજ્યનું પાટનગર બનાવ્યું.

ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે 1965 માં વિજિલન્સ કમિશનની સ્થાપના કરી.

માધ્યમિક શિક્ષણ મફતમાં ભણવાની જાહેરાત થઇ 1971

પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત છાત્રાલય , શિષ્યવૃત્તિ તેમ જ ફી માફી જેવી સવલતો પૂરી પાડી.

સિંચાઈ પર લેવામાં આવતો ટેક્સ નાબૂદ કર્યો.

વર્ષ 1969 માં ભારતના પ્રથમ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (IPCL) ની સ્થાપના વડોદરા જિલ્લામાં કરી.

કચ્છ ટ્રીબ્યુનલ ચુકાદા મુજબ છડાબેટનો પાકિસ્તાનમાં સમાવેશ કરાયો.

વલસાડ જિલ્લાના પારડીની ઘાસિયા જમીન ના 14વર્ષ જૂના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવિયા.

મહાગુજરાત આંદોલન સમયે ગોળીબારમાં જે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તેમના શહીદ સ્મારક બ્રહ્મ કુમાર ભટ્ટના પ્રયત્નોથી સરદાર ભવનના ખૂણામાં સ્મારક બનાવવાની મંજૂરી મળી.

1969 માં કોંગ્રેસના ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ એમ બે ભાગ પડી જાય છે.

હિતેન્દ્રભાઈ દેસાઈ સમયમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું હતું.

પ્રથમ રાષ્ટ્રપતિ શાસન

સમય – 13 મેં 1971 – 17 માર્ચ 1972

મુખ્યમત્રી – હિતેન્દ્રભાઈ દેસાઈ

રાજ્યપાલ – ડૉ. શ્રીમન્નારાયન

રાષ્ટ્રપતિ – વી.વી.ગિરિ

વડાપ્રધાન – ઇન્દિરા ગાંધી

4) ઘનશ્યામ છોટાલાલ ઓઝા 

સમય – 1972 – 1973

જન્મ – ઉમરાળા (ભાવનગર)

માધ્યમિક શિક્ષણ ખરડો પસાર કરી માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરી.

સીમાંત ખેડૂતોને મહેસુલ ભરવામાથી મુક્તિ આપવામાં આવી.

રૂલર હાઉસિંગ બોર્ડની રચના કરવામાં આવી.

આદિવાસીઓના વિકાસ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કરવામાં આવી.

5) ચીમનભાઈ પટેલ

સમય – 1973 – 1974, 1990 – 1994

જન્મ – સંખેડા (છોટાઉદેપુર)

સમાધિ – નર્મદા ઘાટ (ગાંધીનગર)

ભણતર – MS યુનિવર્સિટી માં ઇકોનોમિકસ વિષયમાં માસ્ટર

M.S. યુનિવર્સિટીના યુનિયનના પ્રથમ પ્રમુખ હતા.

બિરુદછોટે સરદાર (નર્મદાને આગળ ધપાવવાના કારણોસર)

પુસ્તકસૂર્યપુત્ર

 ચિમનભાઈ પટેલ ગુજરાતનાં સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બન્યા.

રાજ્યમાં સૌપ્રથમ વખત કાંતિલાલ ધીયાને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું.

તેમનાં સમયમા નવનિર્માણ આંદોલન અને રોટી રમખાણ જેવા આંદોલનો થયા. (નવનિર્માણ શબ્દ પુરુષોત્તમ માવળંકર આપ્યો હતો)

KIMLOP – કિસાન મજદૂર લોકપક્ષ નામના નવા પક્ષની રચના કરી.

મેઘા પાટકર ધ્વારા નર્મદા બચાવો આંદોલનના પગલે વિશ્વ બેંકની સહાય બંધ થતા નર્મદા બોન્ડની જાહેરાત કરાઈ.

નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી ગણાવનાર મુખ્યમંત્રી હતા.

હિન્દુ અને જૈન ધર્મમાં પશુઓની બલી અને તેમના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો.

દ્વિતીય રાષ્ટ્રપતિ શાસન (સૌથી લાંબુ)  

સમય – 09 માર્ચ 1974 – 18 જૂન 1975

મુખ્યમંત્રી – બાબુભાઈ પટેલ

રાજ્યપાલ – કે. કે. વિશ્વનાથન

રાષ્ટ્રપતિ – ફકૃદીન અલી અહેમદ

વડાપ્રધાન – ઇન્દિરા ગાંધી

6) બાબુભાઈ જશભાઈ પટેલ 

સમય – 1975 – 1976, 1977 – 1980

જન્મ – નડિયાદ

ગુજરાતનાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી રહી ચૂક્યા.

દેશમાં આંતરિક કટોકટી જાહેર થઈ ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા.

દરેક જિલ્લામાં દૂધની ડેરી સ્થાપી.

બાબુભાઈ જશભાઈ પટેલ એ માતૃભાષામાં વહીવટ દાખલ શરુ કરનાર.

તેમણે રિજિયોનલ રુરલ બેંક (RRB) ની સ્થાપનાનું કાર્ય કરેલું.

નર્મદા યોજનાનો પ્રારંભ થયો.

પ્રથમ લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક થઈ.

શિક્ષણમાં 10+2+3 પેટર્ન અમલમાં આવી.

અંત્યોદય યોજના શરૂ થઈ.

નર્મદા જળવિવાદ ડ્રીબ્યુનલનો ચુકાદો આવ્યો અને ડેમની સપાટી 163 મીટર ડેમના બાંધકામની મંજૂરી મળી.

તેઓના શાસનમાં વર્ષ 1979 માં મોરબીમાં હોનારત થઈ અને મચ્છુ ડેમ – 2 તૂટ્યો હતો આથી આખું વિધાન મંડળ મોરબી ખાતે ખસેડે છે.

અમદાવાદ ખાતે આવેલા શાહીબાગ ખાતેના મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક નામ આપવામાં આવ્યું.

વર્ષ 1978 માં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના થઈ અને 2012માં આ યુનિવર્સિટીનું નામ બદલીને મહારાજ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી કર્યું.

બાબુભાઈના સમયમાં ગુજરાતમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું.

ત્રીજું રાષ્ટ્રપતિ શાસન

સમય – 12 માર્ચ 1976 – 24 ડિસેમ્બર 1976

મુખ્યમંત્રી – બાબુભાઈ પટેલ

રાજ્યપાલ – કે. કે. વિશ્વનાથન

રાષ્ટ્રપતિ – ફકરૂદ્દીન અલી અહેમદ

વડાપ્રધાન – ઇન્દિરા ગાંધી

ચોથું રાષ્ટ્રપતિ શાસન

સમય – 17 ફેબ્રુઆરી 1980 – 06 જુન 1980

મુખ્યમંત્રી – બાબુભાઈ પટેલ

રાજ્યપાલ – શારદા મુખરજી

રાષ્ટ્રપતિ – નીલમ સંજીવ રેડી

વડાપ્રધાન – ઇન્દિરા ગાંધી

7) માધવસિંહ સોલંકી 

સમય – 1976-1977, 1980-1985, 1989-1990

જન્મ – પિલુદરા (ભરૂચ)

5 વર્ષ પુરા કરનાર પ્રથમ મુખ્યમંત્રી હતા.

સૌથી વધુ વખત શપથ ગ્રહણ કરનાર મુખ્યમંત્રી.

કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા.

GNFC – ચાવજ (ભરૂચ) ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપનીનું કારખાનું સ્થપાયું

KHAM (ક્ષત્રિય, હરીજન, આદિવાસી અને મુસ્લિમ) થીયરી અમલી કરનાર મુખ્યમંત્રી.

મૃગેશ વૈષ્ણવ, રમેશ ગાંધી અને અમિત શાહ અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતા હતા.

નવી વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભાનું ઉદ્ઘાટન રાજ્યપાલ શારદાબેન મુખરજીના હસ્તે 9 જુલાઈ 1982 ના રોજ આ મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થયું.

પછાત વર્ગ માટે કુટુંબપોથી યોજના શરૂ કરી.

મધ્યાહન ભોજન યોજના શરૂ કરી.

ગરીબ પુરુષોને ધોતી અને મહિલાને સાડી આપી.

ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા ખાતે શરૂ કરાવી.

આદિવાસી વિસ્તારમાં આઈટીઆઈ શરૂ કરાવી.

યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત જાહેર કરી.

ધોરણ 5 થી પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષય ભણાવવાની શરૂઆત થઈ.

8) અમરસિંહ ચૌધરી 

સમય –  1985 – 1989

જન્મ – ડોલવણ (તાપી)

ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી

પ્રાથમિક શાળામાં મફત પાઠ્યપુસ્તકો આપ્યા

સતત 3 વર્ષ દુકાળ પડતા એપ્રીલ 1988 માં નર્મદા કોર્પોરેશન ની રચના કરી.

100 જેટલી સિંચાઇ યોજનાંઓને મંજૂરી આપી.

બે મહિના માટે રાજ્યની પ્રસ્તુત્તા મહિલા કામદારો માટે રૂપિયા 500 આપવાની યોજના જાહેર કરી.

9) છબીલ દાસ પીતાંબરદાસ મહેતા 

સમય – 1994 – 1995

જન્મ – મહુવા (ભાવનગર)

કોંગ્રેસ પક્ષના અંતિમ મુખ્યમંત્રી હતા.

તેમના સમયમાં બે નાયબ મુખ્યમંત્રી નરહરી અમિન અને સી.ડી.પટેલ રહી ચૂક્યા છે.

તેમના મંત્રીમંડળમાં  45 મંત્રીઓ હતા, અને તે ગુજરાતનું સૌથી મોટું મંત્રીમંડળ હતું.

તાપી નદીમાં પુર આવતા પ્લેગરો ફાટી નીકળ્યો હતો.

તેમણે વ્યવસાય વેરો રદ કર્યો હતો.

10) કેશુભાઈ સવાભાઈ પટેલ 

સમય – 1995 , 1998-2001

જન્મ – વિસાવદર (જુનાગઢ)

મૃત્યું – 2020 અમદાવાદ

વર્ષ 2001 માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો.

કેશુભાઈ પટેલ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP) પી નામનો નવો પક્ષ રચાયો.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની નોકરીઓમાં મહિલા માટે ૩૦ ટકા અનામતની જોગવાઈ કરાઈ.

સસ્તા દરે ઘઉંની યોજના અને શહેરી વિસ્તારમાં ઓક્યુટ્રોય નાબૂદ કરાયો.

ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ગોકુળગ્રામ યોજના અમલી બનાવી.

તથા કુવરબાઈ મોમેરુ યોજના શરૂ કરાય.

સરકાર લોકોને દ્વારા નામનો કાર્યક્રમ ચલાવાયો.

2002 માં મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લાની રચના થઈ. 

1 મેં 1998 ના રોજ ગુજરાત સરકારની વેબસાઈટ શરૂ કરાવી.

11) સુરેશ રામપ્રસાદ મહેતા 

સમય – 1995 – 1996

ગુજરાતમાં પાંચમી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. (સૌથી નાનું અને સૌથી છેલ્લું રાષ્ટ્રપતિ શાસન)

રાજ્યપાલ – કૃષ્ણપાલસિંહ

તેઓના મંત્રીમંડળમાં 41 મંત્રીઓ હતા તે છબીલદાસ મહેતા પછી બીજું સૌથી મોટું મંત્રીમંડળ હતું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની સ્થાપના થઈ હતી.

SC જાતિની વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સાધના યોજના શરૂ કરાઈ હતી.

પાંચમું રાષ્ટ્રપતિ શાસન 

સમય – 19 સપ્ટેમ્બર 1996 – 23 ઓક્ટોબર 1996

મુખ્યમંત્રી – સુરેશ મહેતા

રાજ્યપાલ – કૃષ્ણપાલસિંહજી

રાષ્ટ્રપતિ – શંકરદયાલ શર્મા

વડાપ્રધાન – એચ. ડી. દેવગોડા

12) શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા 

સમય – 1996 – 1997

જન્મ – કપડવંજ (ગાંધીનગર)

હજુરીયા – ખજુરીયા વિવાદ શરૂ થયો.

તાજેતરમાં જન વિકાસ પક્ષ અને રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરેલી.

2017માં કોંગ્રેસ છોડીને નવો પક્ષ ‘જન વિકલ્પ મોરચા‘ ની રચના કરી.

ખેડૂતોને ખેડૂત પોથી આપી અને ખેત મજૂરોને ઓળખાણ પત્રો આપ્યા અને વિધવા અને પૂજારીને માસિક સહાય આપી.

શિક્ષણમાં ટ્યુશન પ્રથા બંધ કરાવી

ચાલુ જોબ એ મૃત્યુ પામનાર કર્મચારીઓના વારસદારને રહેમરાહે નોકરી આપવાની શરૂઆત કરાવી

બાલગુરુ‘ નામે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી.

દાહોદ, ર્મદા, વસારી, ણંદ અને પોરબંદર જિલ્લાની રચના કરી 2  ઓક્ટોબર 1997 ના રોજ ( Trik : દાન ન આપો )

13) દિલીપભાઈ રમણભાઈ પરીખ 

પાંચમું પગાર પંચ લાગુ થયું.

14) નરેન્દ્ર દામોદરદાસ મોદી 

સમય – 2001-2014

જન્મ – 17 સપ્ટેમ્બર 1950

જન્મ સ્થળ – વડનગર (મહેસાણા)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય ન હતા.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય પદ પર રહેનાર વ્યક્તિ છે.

સ્વતંત્ર ભારતમાં જન્મેલા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે.

માધવસિંહ સોલંકી પછી સૌથી વધુ વખત (4 વાર) મુખ્યમંત્રી પદ પર રહેનાર.

કચ્છમાં આવેલા ધરતીકંપ ના કારણે આર્થિક નુકસાનમાંથી બહાર કાઢવા માટે પંચામૃત યોજના જાહેર કરી.

16 મી લોકસભાની ચૂંટણીમાં બહુમત મળતા ભારતના વડાપ્રધાન બન્યા.

ગુજરાત વિધાનસભામાં સૌપ્રથમ વોટ આપનાર વડાપ્રધાન છે.

8 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સેવક સંઘ (RSS) માં જોડાયા.

2002માં ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો.

2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ.

2007માં તાપી જિલ્લો અને 2013 માં છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થઈ.

2008માં NRI સેલની રચના કરાઈ.

2008માં સાણંદ ખાતે નેનો પ્રોજેક્ટની શરૂઆત થઈ.

મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર 181 શરૂ થઈ

પંડિત દિન દયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી તેમજ કામધેનું યુનિવર્સિટીની સ્થાપના થઈ.

ગુજરાત સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનાવ્યું.

પુસ્તકો :

  • પ્રેમતીર્થ
  • કકેળવે તે કેળવણી
  • આંખ આ ધન્ય છે
  • એક્ઝામ વોરિયસ
  • સંઘર્ષમાં ગુજરાત
  • જ્યોતિપુંજ
  • ગુરુજીએ સવ્યસેવક
  • સેતુબંધ
  • કન્વીનિયંત એક્શન
  • પત્રરૂપ ગુરુજી

15) આનંદીબેન પટેલ 

સમય – 2014 – 2016

જન્મ – ખરોડ વિજાપુર (મહેસાણા)

હુલામણું નામ – ફોઈ બા

અભ્યાસ – M.Sc , B.ed , M.ed (ગોલ્ડ મેડાલિસ્ટ)

પુસ્તક – એ મને હંમેશા યાદ રહેશે

1994 માં રાજ્ય સભામાં ચૂંટાયા હતા.

1998 માં પ્રથમ વાર અમદાવાદના માંડલથી ધારાસભ્ય બન્યા હતા.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.

વર્તમાનમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે.(2023)

અગાઉ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા.

ગતિશીલ ગુજરાત કાર્યક્રમ શરૂ કરનાર મુખ્યમંત્રી.

3 ઓગસ્ટ 2014 ના રોજ સ્વાવલંબન યોજના શરૂ કરી.

વિશ્વ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કર્યું

સૌપ્રથમ જેન્ડર બજેટ વિધાનસભામાં રજૂ કરાવ્યું

શ્રમયોગીઓને ‘U – win’ કાર્ડ આપવામાં આવ્યા.

ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયને આઈ.એસ.ઓ 9000 / 2015 પ્રમાણપત્ર મળ્યું.

ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની શરૂઆત કરાવી.

યોજના – માં અન્નપૂર્ણા યોજના, મા વાત્સલ્ય યોજના, અમૃતમ યોજના, મુખ્યમંત્રી નિદાન યોજના, ધનવંતરી રથ, બાળ અમૃતમ યોજના, મિશન શક્તિ યોજના શરૂ થઈ.

અનામત – પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 33 % , સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહિલાઓને 50% અનામત

રવિ કૃષિ મહોત્સવની શરૂઆત થઈ

જૈન સમુદાયને રાજ્યમાં લઘુમતીનો દરજ્જો મળ્યો.

વર્ષ 2013 થી 7/12 ના ઉતારા 8 અ અને ખેડૂતના હક પત્રની નકલ ઓનલાઇન મળી રહે તેવી સુવિધા શરૂ કરી

દર મહિનાના બીજા શુક્રવારને ‘મહેસુલી સેવા દિવસ‘ તરીકે જાહેર કર્યો.

16) વિજયભાઈ રૂપાણી 

સમય – 2016 – 2021

જન્મ – મ્યાનમાર – બર્મા (વિદેશી ભૂમિ પર જન્મ લેનાર પ્રથમ મુખ્યમંત્રી)

અમદાવાદને વિશ્વ વારસાના સ્થળોમાં સ્થાન મળ્યું.

રાજકોટમાં આજી ડેમને પાણી પહોંચાડ્યું.

અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની શરૂઆત.

જાપાનના પી એમ શિંજો આબે ગુજરાતમાં આવ્યા.

તેઓ એકમાત્ર કેબિનેટ મિનિસ્ટર છે, જેઓએ કટોકટીના સમયે જેલવાસ ભોગવિયો હોય.

રાજપીપળા માં ધ સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ (SHIM) ની શરૂઆત થઈ

કરુણા અભિયાન પશુ માટે 1962 નંબરની એમ્બ્યુલન્સ શરૂ કરી.

બોટ એમ્બ્યુલન્સની શરૂઆત કરી.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 લાવ્યા

મુખ્યમંત્રી સાથે મોકલા મને કાર્યક્રમની શરૂઆત થઈ.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપ્યો.

ખેડૂતો સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે તે માટે સૂર્ય શક્તિ કિસાન યોજના (SKY) ની શરૂઆત થઈ.

દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકી.

સ્ટેટ ફૂડ કમિશનની શરૂઆત થઈ. 

પંચાયત એક્સટેન્શન ટુ ધ સીડ્યુલ એરિયાઝ એક્ટ લાગુ થયો.

GUJCTOC – ગુજરાત કંટ્રોલ ટરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી.

17 ) ભુપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ  

સમય – 12 સપ્ટેમ્બર 2021 થી હાલ 2023 (વર્તમાન)

જન્મ – 15 જુલાઈ 1962 અમદાવાદ

હુલામણું નામ – દાદા

બેઠક – ઘાટલોડીયા

અભ્યાસ – ડિપ્લોમા સિવિલ એન્જિનિયર

યોજના – કૃષિ વૈવિધ્યકરણ, ગો ગ્રીન યોજના, નિરામય ગુજરાત યોજના અને સ્માર્ટફોન સહાય યોજના, નવી આઇટી અને આઈ.ટી.એસ પોલીસી રજૂ કરવામાં આવી.

પોલીસી – બાયો ટેકનોલોજી પોલીસી, સ્માર્ટસ પોલીસી, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી, ટેલિકોમ પોલીસી,

કાયદો – ઇનફાસ્ટ્રકચર પોલિસી ઍક્ટ

ભારતના 2024 સુધીના રાષ્ટ્રપતિઓ : Read More

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment