ગીધ પરિયોજના (Gidh Pariyojana)

મિત્રો વનરક્ષકની પરીક્ષામાં વારંવાર પૂછાતી ગીધ પરિયોજના વિશે આજે આપડે માહિતી મેળવીશું આહી આપેલી માહિતી વર્તમાન માં થયેલા સુધારા સાથે આપવામાં આવેલી છે માટે આ માહિતીને ધ્યાન થી વાંચો અને બીજા સુધી આ માહિતી પહોચાડો.ગીધ પરિયોજના

ગીધ પરિયોજના

ભારતમાં વન્ય ગીધોની 9 પ્રજાતિઓ જોવા મળે છે જેમાંથી 3 પ્રજાતિને IUCN દ્વારા વર્ષ 2000માં અતિ સંકટ ગ્રસ્ત (Critical Endangered) ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

1 સ્લેન્ડર બિલ્ડ ગીધ

2 સ્લેન્ડર બિલ્ડ ગીધ

3 વાઈટ રમ્પડ ગીધ

ગીધ મૃત પશુઓના અવશેષોને ભોજન તરીકે ઉપયોગ કરી એક સફાઈ કામદાર તરીકે કામ કરે છે જેનાથી વિવિધ બીમારીઓનો સંક્રમણ પણ અટકે છે આથી ગીધ નિવસનતંત્ર તથા આહાર જાળમાં વિશેષ સ્થાન ધરાવે છે.

ભારતમાં ગીધોની સંખ્યા ઘટવાનો મુખ્ય કારણ પશુઓના ઉપચારમાં વપરાતી ડાયકોફીનાક નામની દવા છે.

હાલમાં ડાઈકલોફીનાકના સ્થાને મેલોક્ષીકમ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગીધ સંરક્ષણ અને ગીધ સંરક્ષણ એકસન પ્લાન 

કાર્યક્રમ : SAVE (Saving Asia’s Vultures from Extinction)

જેને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) , પક્ષી સંરક્ષણ સંસ્થા નેપાળ તથા જુલોજિકલ સોસાયટી ઓફ લંડન વગેરે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યો છે.

બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતના મહાન પક્ષીવિદ ડોક્ટર સલીમ અલીની 124મી જન્મ જયંતી નિમિત્તે વર્ષ 2020 થી 2025 સુધીનો ગીધ સંરક્ષણ એક્શન પ્લાન અમલમાં મુકાયો.

આ પ્લાન અંતર્ગત સુચવવામાં આવ્યું કે Non-Steroidal Anti inflammatory Drugs વ્યવસાયિક રૂપે લાગુ પાડતા પહેલા ગીધ પર પરીક્ષણ કરવું અનિવાર્ય છે.

આ પ્લાન અંતર્ગત ગુજરાતમાં વન વિભાગે સાસણ અને મહુવા (ભાવનગર) ખાતે કુલ 6 ગીધોને સોલાર ઊર્જા આધારિત ટેગ લગાવાયા છે.

આ ગીધમાંથી સફેદ પીઠ ધરાવતા 2 ગીધ, 3 ગિરનારી અને 1 રાજગીધને ટેગ લગાવાયો છે.

ભારતમાં ગીઘ સંરક્ષિત ક્ષેત્રો

  • ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત
  • ઉત્તર પ્રદેશ કર્તાનિઅઘટ અભયારણ્ય દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન
  • આસામ માજુલી દ્વીપ
  • પશ્ચિમ બંગાળ રાજા ભાત ખાવા
  • ઝારખંડ હજારીબાગ
  • મધ્યપ્રદેશ બુકસવાહા
  • હરિયાણા પિંજોર

ભારતમાં જોવા મળતા ગીઘ

અહી નીચે ભારતમાં જોવા મળતા ગીધોની નવ પ્રજાતિ માંથી આઠ પ્રજાતિ વિશે મહત્વની માહિતી આપવામાં આવેલી છે જે નીચે મુજબ છે. 

વાઈટ રમ્પડ ગીધ

  • નામ – White Rumped Vulture
  • વૈજ્ઞાનિક નામ – Gyps Bengalensis
  • વિસ્તાર – ગંગા નદીના મેદાની પ્રદેશની આસપાસ
  • IUCN – Critical Endangered (અતિ સંકતગ્રસ્ત)
  • WPA – અનુસૂચિ – 1
  • CITES – Appex 2

ઇન્ડિયન લોન્ગ બિલ્ડ ગીધ

  • નામ – Indian Long Billed Vulture
  • વૈજ્ઞાનિક નામ – Gyps Indicus
  • વિસ્તાર – ફક્ત ગંગા નદીના મેદાની પ્રદેશના દક્ષિણ ભાગમાં
  • IUCN – Critical Endangered (અતિ સંકતગ્રસ્ત)
  • WPA – અનુસૂચિ – 1
  • CITES – Appex 2

સિનેરીયસ ગીધ

  • નામ – Cinereous Vulture
  • વૈજ્ઞાનિક નામ – Aegypius Monachus
  • વિસ્તાર – ઉત્તર પશ્ચિમ ભારતમાં
  • IUCN – Near Threatened (સંકટ નજીક)
  • WPA – અનુસૂચિ – 4
  • CITES – Appex – 2

બીઅડેડ ગીધ

  • નામ – Bearded Vulture
  • વૈજ્ઞાનિક નામ – Gypaetus Barbatus
  • વિસ્તાર – ભારતના હિમલિયન રાજ્યોમાં
  • IUCN – Near Threatened (સંકટ નજીક)
  • WPA – અનુસૂચિ – 4
  • CITES – Appex – 2

ઇજીપશિયન ગીધ

  • નામ – Egyptian Valture
  • વૈજ્ઞાનિક નામ – Neophron Percnopterus
  • વિસ્તાર – સંપૂર્ણ ભારતીય ઉપમહાદ્વીપમાં
  • IUCN – Endangered (સંકટ ગ્રત જાતિ)
  • WPA – અનુસૂચિ – 4
  • CITES – Appex – 2

રેડ હેડેડ ગીધ

  • નામ – Red Headed Vulture
  • વૈજ્ઞાનિક નામ – Sarcogyps Calvus
  • વિસ્તાર – સંપૂર્ણ ભારતીય ઉપમહાદ્વીપમાં
  • IUCN – Critical Endangered (અતિ સંકતગ્રસ્ત)
  • WPA – અનુસૂચિ – 4
  • CITES – Appex – 2

સ્લેન્ડર બિલ્ડ ગીધ

  • નામ – Slender Billed Vulture
  • વૈજ્ઞાનિક નામ – Gyps Tenuirostris
  • વિસ્તાર – હિમાલયન ક્ષેત્રમાં
  • IUCN – Critical Endangered (અતિ સંકતગ્રસ્ત)
  • WPA – અનુસૂચિ – 1
  • CITES – Apeex – 2

હિમાલિયન ગ્રિફન ગીધ

  • નામ – Himalayan Griffon Vulture
  • વૈજ્ઞાનિક નામ – Gyps Himalayensis
  • વિસ્તાર – ભારતનાં હિમાલયન રજ્યોમત
  • IUCN – Near Threatened (સંકટ નજીક)
  • WPA – અનુસૂચિ – 4
  • CITES – Appex – 2

જાણવા જેવું

  • CE – Critical Endangered (અતિ સંકતગ્રસ્ત)

  • EN – Endangered (સંકટ ગ્રત જાતિ)

  • NT – Near Threatened (સંકટ નજીક)

  • IUCN – International Union for Conservation of Nature

  • WPA – Wild Life Protection Act,1972

  • CITESConvention on Internation Trade in Endangered Species of Wild Fauna and Flora

  • સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ ધરાવતું પક્ષી – ફાલ્કન

  • સૌથી પહોળી આંખો ધરાવનાર ભારતીય પક્ષી – હિમલિયન બિયડ ગીધ

  • જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી – જરખ

  • અન્ય સફાઈ કામદાર પક્ષીઓ – સમડી, કાગડો, ગીધ

  • ભારતનું સૌથી મોટી પાંખોવાળું પક્ષી – દાઢીવાળુ ગીધ

  • સૌથી મોટું શિકારી પક્ષી – કોન્ડોર ગીધ

  • સૌથી નાનું શિકારી પક્ષી – સીસોટી હંસ

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment